Jeeya in Gujarati Adventure Stories by Mr. Alone... books and stories PDF | જીયા

Featured Books
Categories
Share

જીયા

સૂરજ નો તડકો પણ જમીન પર ના પડે એવું એક વિશાળ ને ઘટાદાર જંગલ અને આ જંગલને અડી ને એક ગામ હતું ગામ મા માંડ પચાસ જેવા ઘર ને વળી લગભગ સાડા ત્રણસો જેવા માણસો રહેતા હતા.

જુના પુરાણા લકડાના મકાનો, જીવન જરુરીયાત ના અપુરતા સાધનો , ખેતી અને શીકાર પર નિર્ભર ગામ, જેની બાજુમાં બારેમાસ વહેતી નદી ના લીધે જીવન થોડુ સહેલું બનતું પણ સરળ તો નહોતુ જ તે છતાંય ગામ ના લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી પોતાનું જીવન જીવતા હતા.


આ ગામ થી થોડું જ દુર અને જંગલની શરુઆતમા જ ફળોવાળા વૃક્ષોની હારમાળા હતી. અને આ કારણે ગામના નાના-મોટા બાળકો ફળો ખાવા માટે ત્યાં જતા હતા.

એક દિવસ આ વૃક્ષોની હારમાળામાં ફળોની મોસમ હોવા છતાંય એક પણ વ્યક્તિ ત્યાં નજરે પડતુ નોહતું. પણ બાદામના ઘટાદાર વૃક્ષ નીચે કનુ નામનો એક છોકરો છાનો માનો રડતો હતો. કનુની આંખ માથી આંસુ એવી રીતે સરકી રહ્યા હતા જેમ વૃક્ષ ના પાન પરથી પાણી સરકતુ હોય. એટલામાં જ એક બીજો છોકરો પણ ત્યાં દોડતો આવી પહોંચે છે કનુને રડતો જોઈ તે પણ ભાવુક બની જાય છે તે કનુ ની નજીક આવી ખભા પર હાથ મુકી દિલાસો આપવા ની કોશીસ કરે છે પણ કનુ તો વધુ ને વધુ રડતો જાય છે.

બીજી બાજુ ગામ માં પણ ખલબલી મચી ગઇ હતી. કેમકે ગઇ રાત્રિ એ દરેક વરસ ની જેમ આ વરસે પણ એક છોરી અચાનક જ ગુમ થઇ ગઇ અને એ પણ ગામના મુખી ની છોરી જે માંડ હજુ અઢાર વરસ ની પણ દેખાવમાં તો પરી ને પણ ઝાંખી પાડી દે એવી હોય છે. મુખી ની પત્ની માત્ર છોકરી ને પાંચ વરસની મુકીને જ દુનિયાને અલવીદા કહી દીધું હોય છે. બાપની પરવરીશમાં અને એ જ બાપનો આધાર બની યુવાન બનેલી છોરી આમ અચાનક જ ગુમ થતાં મુખી પર ઘણુ બધુ વીતે છે.

આમ તો મુખી શાંત, સાણો, સમજદાર અને પ્રેમાળ હોય છે પણ સાથે-સાથે બહાદુર પણ એટલો જ હોય છે અને આ વખતે તે પોતે ગામ સભા બોલાવી અને પોતાની દિકરીને શોધવા જવાની વાત કરે છે આ પેલા પણ ગામમાં થી કોઈ ગુમ થતુ તો મુખીએ તેને શોધવાની વાત કરેલી પણ જંગલ ખેડવાની વાત આવતા જ બધા ના પગ પાછા પડતા અને એમાંય શકારી લોકો નો ડર જે જંગલ ખેડવા માટે લોકોને રોકી દેતો પણ આજે તો મુખીની છોરી ગુમ થઇ હતી અને તેથી ઘણી વિચારણા બાદ જંગલ વિશે જાણતા અને બહાદુર યુવાનોની એક ટુકડી બનાવવાનું અને મુખીની છોરીને જંગલમાં શોધવા જવાનું નક્કી કરવામાં આવે છે અને તે માટે સૂરજ માથા પર આવે એ પહેલા ગામના બધા યુવાનો ને ગામમાં એક આંબાના વૃક્ષ નીચે ભેગા થવાનું કહેવામાં આવે છે.

સુરજ માથા પર આવે ત્યાં સુધીમાં તો ગામના દરેક યુવાનો આંબાના ઝાડ નીચે ભેગા થઈ ગયા હતા. પણ હજુ કનુ બદામ ના ઝાડ નીચે લાગણીમય બની બેઠો હતો. કનુ નો મિત્ર તેને સમજાવીને ઘરે લઈ જાય છે ઘરે આવી કનુ તેની માતાને ગળે વળગીને રડવા લાગે છે કનુંના માતા કે તેનો મિત્ર સમજી નહોતા સકતા કે કનું કેમ રડી રહ્યો છે તેમને તો એમ હતું કે મુખી ની છોરી ગુમ થવાંથી કનુ ડરી ગયો છે.

કનું ને શાંત કરી તેની માતા તેને પાણી આપે છે બીજી બાજુ કનુ ના પિતા સમાચાર લઈને આવે છે કે જંગલ વિશે પારંગત અને બળવાન લોકોની એક ટુકડી મુખી એ તૈયાર કરી છે જેમાં મુખી અને બીજા બાર જણ જરૂરી સામાન સાથે મુખી ની છોરી ને શોધવા નીકળવા ના છે. અને આ ટુકડી પાસે હથિયાર ઓછા હોય છે તેથી તે પોતાનો છરો મુખી ને આપી મુખી ની મદદ કરવા માગતો હોય છે. તે આટલું કહેતા પોતાનો છરો લેવા જાય છે પણ છરો પોતાની જગ્યા પર હોતો નથી તેથી તે કનું સામે ગુસ્સા થી જોવે છે તેમને થાય છે કે કનુ છરો ક્યાંય ગુમાવી આવ્યો છે.

કનુ ના પિતા કનુ ને ગુસ્સા માં આવી પૂછે છે કે છરો ક્યાં છે.? ત્યાં કનુ રડતા રડતા બોલી પડે છે કે છરો તો ભાઈ લઈ ગયો ...! જિયા ને શોધવા માટે..! અને આટલું સાંભળતા જ કનુ ના મિત્ર અને માતા સમજી જાય છે કનુ તેના ભાઈ ની ચિંતા કરી રડી રહ્યો છે.

કનુ ની માતા આ સાંભળતા જ હેબતાઈ જાય છે. તેમનો ચહેરો નિસ્તેજ બની જાય છે. પણ કનુ ના પિતા આ સાંભળતા જ પોતે પણ મુખીની ટુકડી જોડાવા માટે દોડે છે પણ તે મોડા પડે છે. મુખી પોતાની ટુકડી સાથે જંગલ માં નીકળી ગયા હોય છે. કનુ ના પિતા નિરાશ થઈ પાછા આવે છે અને કનુ ના મોટા ભાઈ રોહન માટે ચિંતા કરવા લાગે છે.

કનુનો મોટો ભાઈ રોહન જે મહેનતુ, ગુણવાન, નીડર, હોશિયાર, શસક્ત, અને રૂપવાન છોકરો છે. તેના જંગલ ખેડવાના ગણા કિસ્સા ગામમાં ચર્ચાતા હતાં. તે જંગલમાં એકલા હાથે જ શિકાર ખેલાતો અને એક વાર તો પોતાના ગામ માં જ બ્લેક પેંથર ને પોતાનો શિકાર બનાવે છે. તે પોતાના પ્રેમાળ અને બહાદુરી ના કિસ્સા ઓ માટે આખા ગામ માં જાણીતો હોય છે.

રોહનના પિતા ના મનમાં શકારી કબીલા નો ખ્યાલ આવતા તે વધુ ચિંતિત બની જાય છે તે જાણતા હતા જંગલમાં ત્રણ - ચાર દિવસ ના અંતરે વસતા લોકો જાનવર જેવા હતા તેમની અંદર ના લાગણી હતી કે ના કોઈ ભાવના. તેમના માથા પર બસ શિકાર કરવાનો જનુન સવાર રહેતો હતો પછી તે પ્રાણી હોય કે માણસ જે પણ શકારી લોકો ના હાથે ચઢતા એ માર્યા જતા હતા.

પોતાના પુત્રની ચિંતા થતા રોહનના પિતા પોતે પણ થોડો ગણો સામાન અને ગામ લોકો નું કોમન હથિયાર કુહાડી લઈ ને કનુ ને તેની માતા નો ખયાલ રાખવાનું કઈ ને મુખીની ટુકડી માં જોડાવા અને પોતાના પુત્ર ને બચવાના હેતુથી નીકળી પડે છે. તેમની સાથે બીજા ત્રણ જણ પણ જોડાય છે જેમણે મુખી ની જેમ જ પોતાની લાડકી દીકરીઓ ને ગુમાવી હોય છે.

બીજી બાજુ મુખી બાર જણ ની ટુકડી સાથે નદી ની વહેણની દિશામાં ઘોડા અને માણસો ના પગના નિશાનને અનુસરતા આગળ વધે છે અને તેમની પાછળ રોહનના પિતા ની ચાર જણની ટુકડી મુખીની ટુકડીના પગના નિશાન ને અનુસરી આગળ વધે છે. બંને ટુકડી ઓ વચ્ચે બે પહોર જેટલો ગાળો હોય છે.

મુખીની ટુકડી બે ભોમિયાની મદદ લઇ જંગલમાં આગળ વધી રહી હોય છે જેમ જેમ જંગલમાં આગળ જાય છે તેમ તેમ વૃક્ષો અને છોડવાઓ નું પ્રમાણ વધુ ને વધુ ગાઢ બનતું જતું હતું અને પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી. જંગલી પ્રાણીઓ ના અવાજો, નિર્જન વાતાવરણ, જીવજંતુ ના અવાજો અને સાથે સાંજનું વાતાવરણ જંગલને બિહામણું બનાવતું હતું તેવામાં તો મુખીના એક ભોમિયા નો પગ વરું પર પડે છે તે ઉછળી ને ટુકડી પર પડે છે પણ વરું તો મૃત હોય છે બધા કહે છે કે મુખીની છોરી ને ઉપાડી ગયા એ લોકો એ જ વરું ને માર્યો હસે .

પણ આ બધા ની વચ્ચે ગુમસુમ ચાલતા મુખીની નજર જ્યારે વરુના ગરદન પર પડેલા ઘા પર પડે છે ત્યારે તેમના મનમાં રોહન નો વિચાર આવે છે અને વિચારે છે કે પોતાની ટુકડીમાં રોહન કેમ નથી. પણ બીજી ક્ષણે વિચાર બદલાય છે અને એમને લાગે છે કે માનો ના માનો પણ આ વરું નો શિકાર રોહન દ્વારા થયો હોવો જોઈએ કેમ કે આ રીતે તો રોહન જ શિકાર કરે છે

આટલું વિચારતા મુખી આગળ ચાલે છે ત્યાં પાછળ થી કોઈક નો અવાજ આવે છે કે મુખી સાંજ પડી ગઈ છે અને બધા થકી ગયા છે. મુખી તેમને જમવાનું અને આરામ કરવાનું કહે છે અને મુખી પણ એક જાડના થડ મા પગ લાંબા કરી ને બેસે છે.

બીજી બાજુ ટુકડીના કેટલાક માણસો આગ લગાવી અને જમવાનું બનાવે છે કેટલાક પહેરો ભરી જાનવર ના આવે તે માટે ઊભા છે. થોડી વારમાં જમવાનું તૈયાર થતા બધા ભેગા મળી જમે છે અને પછી ત્યાં જ આરામ કરવા માટે આડા પડે છે પણ મુખીની આંખમાં ઊંઘ નથી તેનું મન વિચારે વલોવાય છે એક બાજુ પોતાની છોરી ની ચિંતા તો બીજી બાજુ નજીક આવતો જતો શકારિ લોકોના કબિલાનો ભય તેને લાગતું હતું કે પોતાની છોરી માટે બધાની જિંદગી થી ખેલાવું યોગ્ય નથી. પણ હવે પીછે હઠ પણ થાય તેમ નથી આમ વિચારો કરતો મુખી ઊંઘી જાય છે .

સવારે સૂરજના કોમળ તડકાનો સ્પર્શ બધાને એક જોશ આપતો હતો. મનો મન બધાના મન માં નિરાશા હોવા છતાં સૂરજ નીકળતાની સાથે જ મુખીની છોરી ની શોધમાં આગળ આગળ વધતા જાય છે.

બીજી બાજુ રોહનના પિતા મુખીની ટુકડી કરતા વધારે જડપથી આગળ વધતા હતા તે રસ્તામાં કરેલ મુખી એ કરેલ રાત વાસો અને વરુના શિકાર પરથી પોતે તેમના પાછળ જ છે એમ માની જડપ થી આગળ વધે છે અને મુખી ની ટુકડી ને ઝડપી મળી જાય એવું વિચારે છે .

મુખીની ટુકડી નો બીજો દિવસ ચાલવામાં ને ચાલવામાં નીકળી જાય છે ના મુખીની છોરી ની કઈ ભાળ મળી કે ના કોઈ માણસ. તે બધાના ચહેરા પર ભય,નિરાશા, અને થાક હવે દેખાય આવતો હતો તે છતાં બધા મુખીની પાછળ પાછળ ચાલ્યા જતા હતા.
હવે દિવસ આથમવાની તૈયારીમાં હોય છે તેથી મુખી અને તેમની ટુકડી રાત વીતાવવા માટે કોઈ સારી જગ્યાની શોધમાં હોય છે અને નદીના કિનારા થી થોડા વધુ જંગલમાં જાય છે

સૌથી આગળ મુખી પોતાની છોરી ના વિચારોમાં ચાલતા હોય છે ત્યાં અચાનક તેમનો પગ કોઈ દોરી સાથે અથડાય છે ને તેની સાથે જ મુખી અને તેના આઠ-નવ જણ અચાનક જ એક જાળા માં જાડ પર લટકી જાય છે. બાકી વધેલા છોડવા ની કોશિશ કરે છે પણ તેટલા માં તો, હો..હા...હો..હા...,ના અવાજ થી વાતાવરણ ગુંજી ઊઠે છે.

મુખી અને તેમના લોકોની નજર વિચિત્ર અવાજ કરતાં લોકો પર પડે છે અને મુખી તેમને દેખાતા જ સમજી જાય છે કે આ તો શકારી લોકો..! મુખી તરત જ બધાને ચેતવે છે કે,- જો જો લા કોઈ કઈ બોલતા હોય તો ..! ચૂપ ચાપ રેજો, હાલ પૂરતું સંભાલી લેજો, જો આજે રાતે નસીબ સારા હસે તો સારું ની તો કાલે બધાએ મરવું જ પડશે,.

બીજી બાજુ તો શકારી લોકો ફટાફટ મુખી સાથે બધાને બંદી બનાવી લેછે અને દોરડા વડે એક લાઈન મા બાંધીને ડરાવી દેતા આવજો કરતા કરતા પોતાના રહેણાક વાળી જગ્યા એ લઈ જાય છે, ત્યાં વૃક્ષો ની હારમાળા માં મુખી સાથે આખી ટુકડી ને બાંધવામાં આવે છે.

શકારી લોકો ના રહેણાક પર મોટી આગ સળગતી હોય છે, અને તેના પર એક જાનવર ની લાશ શેકાતી હોય છે જે આજે શકારી લોકો નો ખોરાક બનવાની હતી, ત્યાંથી થોડે દૂર બે - ત્રણ જણ મદિરા બનાવી રહ્યા હતા. ને આ બધું મુખી અને તેમની ટુકડી દેખી રહી હતી, કેમ કે તેમને આજે ભોજન કે મદિરા તો શું પાણી પણ નશીબ નહોતું થવાનું,
ત્યાં મુખી ની નજર તેમના સામાન પર પડે છે જે એક શકારી માણસ એક ઝૂંપડીમાં થોડો થોડો કરી ને નાખી રહ્યો હોય છે. મુખી આ જોતાં જોતાં પોતાના નશીબ ને ટોકતો હોય છે ને બધા સાથીઓ ની માફી પણ માગે છે. પણ મુખી ના સાથીઓ શકારી લોકોને જોતાં હોય છે .

બીજી બાજુ રોહનના પિતા અને તેમનાં સાથીઓ પણ ઝડપથી આગળ વધતા વધતા શકારી લોકો ના ઇલકા માં આવી ગયા હોય છે

તે ઝડપથી મુખી અને તેમના સાથીઓ ના પગ ના નિશાન ને અનુસરતા આગળ વધે છે, પણ ત્યાં તો તેમની નજર આગળ મુખીની ટુકડીનો થોડો ગણો વેર- વિખેર સામાન જોવે છે અને તે સમજી જાય છે કે મુખી અને તેમના માણસો શકારી લોકોના હાથોમાં આવી ગયા હશે.

રોહનના પિતા અને તેમનાં સાથીઓ જંગલમાં છુપાતા છુપાતા શકારી લોકોના રહેઠાણની જગ્યાએ પહોંચી દુર થી છૂપાઈને બધું જોતાં હોય છે, ત્યાં રોહન ના પિતાની નજર મુખી અને તેમની ટુકડી પર પડે છે જે બંદી બની બંધાયેલા પડ્યા હતા. આ જોતાં જ રોહનના પિતા આ બધા ને કઈ રીતે છોડવા અને આટલા બધા શકારી લોકો થી કઈ રીતે પાર પડવું એ વિચાર કરવા લાગે છે અને પોતાના સાથીઓ ની મદદ પણ માગે છે .

રોહનના પિતાની સાથે રહેલા આધેડ વય ના એક કાકા એ કહ્યું કે,- આ જંગલમાં એક જડીબુટ્ટી થાય છે જે મને મળી જાય તો આ લોકો ના મદિરા માં તે મેળવી બધાને બેહોશ કરી આપને મુખી ને છોડાવી શકીયે.?
તો વાટ કોની જોવાની, રોહનના પિતા આટલું બોલ્યા, ત્યાં તો આધેડ વયના કાકા જંગલમાં થી કેટલાક છોડવાના પાન લઇ આવે છે ને એક પત્થર પર ગાસી કંઇક દવા બનાવે અને આ દવા શકારી લોકો ના મદિરા માં કઈ રીતે મેળવવી તે વિચારવા લાગે છે.

એટલામાં મદિરા બનાવવા વાળા પોતાના ભાગનું જમવાનું લેવા જાય છે ત્યાં તકનો લાભ ઉઠાવી ને રોહનના પિતા કોળા ના ખોખા ઓ માં બનાવેલા મદિરા માં થોડી થોડી દવા ભેળવી લે છે અને વધેલી દવા પોતાની કમરે બાંધેલા એક કપડામાં લઇ લે છે અને વળી જંગલમાં થોડે દૂર જઈ શકારી લોકોના મદિરાપાન ની રાહ જોવે છે.

ત્યાં તો થોડી વાર માં જ આખા કબીલા ના લોકો જમવાનું પતાવી મદિરા પર તૂટી પડે છે નાના,મોટા, બાળકો, સ્ત્રીઓ બધા જ ધરાઈ ધરાઈ મદિરા પીવા લાગે છે, બીજી બાજુ રોહનના પિતા તેના સાથીઓ સાથે વિચારે કે આ દવા ની અસર થાય છે કે ના, પણ જોત જોતામાં તો શકારી લોકો પૂતળાં ની જેમ જમીન પર પડવા લાગે છે.

આ જોતાં જ રોહનના પિતા તેના સાથીઓ સાથે કબીલા ના વધ્યા ઘટયા લોકો ની નજર થી બચતા બચતાં મુખી અને તેમના સાથીઓ ને બંધન માંથી મુક્ત કરે છે અને પછી બધા ભેગા મળી થોડા જે શકારી લોકો બેહોશ થવાથી બચ્યા હતા તેમના સાથે યુદ્ધ કરી ને બધા ને વૃક્ષો ની એ જ હારમાળા માં બાંધી ને પોતાનો સામાન લઇ ત્યાંથી નીકળી જાય છે તે બધાં આખી રાત ચાલતા રહે છે અને શકારી લોકો ના કબીલા થી ગણા આગળ નીકળી જાય છે અને ત્યાં સવાર પડે છે અને બધા ભગવાન નો ઉપકાર માની રોહનના પિતા નો આભાર માને છે અને નદી ના કાંઠે રોકાઈ બધાં પાણી પીવે છે અને ત્યાં આવેલ ફળો વાળા વૃક્ષો પરથી ફળો ખાઈ થોડો આરામ અનુભવે છે અને બધા આરામ કરવા માટે ત્યાં જ બેસી જાય છે.

સાથે સાથે બધાના મનમાં ગણા સવાલો હોય છે કે, રોહનના પિતા અહી ક્યાંથી?, બધાને કેવી રીતે બચાવ્યા? તેમની તો કોઈ છોરી જ નથી તો ઘુમ થવાનો સવાલ નથી..? તો પછી રોહનના પિતા અહી કેમ?
આટલા આટલા સવાલો હોવા છતાં કોઈ કઈ બોલતું નથી , બધા જીવ બચ્યા ના આનંદમાં , ને આખી રાત ચાલ્યા છે તો આરામ કરવા માં જ વ્યસ્ત રહે છે.

પણ બીજી બાજુ મુખી ધીરે ધીરે રોહનના પિતાની પાસે જાય છે અને તેમને પૂછે કે,-

" અલ્યા એ માધવ..!, તું કેમ પોતાનો જીવ જોખમ માં નાખી ને જંગલમાં, તારા સંગાથે આવેલા વિશે તો હમજાયું પણ તું , આવ્યો એ કઈ હમજાતું નઈ...!"

ત્યાં રોહન ના પિતા માધવે જવાબ આપતા કહ્યું કે,

'મારો છોરો રોહન, તમારી છોરી ને બચાવવા માટે એકલો જ જંગલ ખેડવા નીકળી ગયો .., અને એક બાપ તરીકે હું આમ પોતાના દીકરા ને મોતના મોઢામાં જતા જોઈ ના શકું માટે જ હું પણ તમારી સાથે આવી તમારી છોરી જેમ મારા છોરા ને પણ ઘરે પાછો લઇ જવા માટે આવ્યો છું.'

આ સાંભળી મુખી રોહનના પિતાના ખભે હાથ મૂકે છે અને પછી બધા સાથીઓ ને આગળ વધવાનું કહે જે તેરથી વધીને હવે સત્તર થયાં છે . તે બધાં ભેગાં મળી નાના મોટા અવરોધો અને મુશ્કેલીઓ નો સામનો કરતા કરતા આગળ વધે છે અને રાત થતા એક સારી જગ્યા એ વિસામા માટે બધા રોકાઈ જાય છે .

બીજી બાજુ રોહન પણ હવે થાકી ને અસ્વસ્થ થયો હોય છે , તેને પણ જિયાના કોઈ સમાચાર મળતા નથી, તે રાત થવાથી આરામ માટે એક વિશાળ વૃક્ષ પર ચઢી વૃક્ષની મોટી ડાળખી પર ઉંધે છે પણ તેની આંખોમાં હજુ ઊંઘ નથી, બસ જીયના જ વિચારો દોડતા હોય છે, અને ત્યાં તેની નજર ચાંદ પર પડે છે જે તેની ચાંદની થી આખા જંગલને મુગ્ધ બનાવતો હોય છે, આ ચાંદ અને તેની ચાંદની ને જોઇ રોહન જીયાની યાદ માં ખોવાઈ પોતાના ભૂતકાળમાં સરી જાય છે

જાડ પર ઊંઘેલો રોહન પોતાનો ભૂતકાળ વાગોળે છે અને વિચારે છે કે,-
એકદિવસ જ્યારે મુખીના ઘર માં વાઘ ઘુસી જાય છે ત્યારે આખા ગામમાં હાહાકાર મચી જાય છે અને પોતે સાહસ ખેડવા એકલો જ મુખી ના ઘરમાં ઘુસી જાય છે અને વાઘ ને ભગાડવામાં પોતે પણ વાઘના પ્રહારોથી ઘાયલ થાય છે ત્યારે પોતાના માટે ઔષધ લઈ ને આવેલી મુખીની છોરી જેના ગુણ,રૂપ,અને સંસ્કારથી પોતે તેનાં માટે કેટલો ગેલો ગેલો બની ગયેલો.

પોતાની સેવા કરતી મુખીની છોરી ની એ નીલી નીલી આંખો, ચાંદ થી પણ ગોરો વર્ણ, હલકા હલકા પવન માં લહેરાતા તેનાં વાળ, તેનાં કોમળ અને મૃદુ હોઠ, અને તેનો દેહ જાણે કોઈ ચંદન માં ગડેલો ના હોય તેવો તો તેનો દેહ અને તે બધાથી ગણું વધુ તેની નિર્દોષ લાગણી એ પોતાને તેની તરફ આકર્ષિત કરી દીધેલો.

જ્યારે મુખી ના ઘરેથી નીકળી પોતાના ઘર તરફ જતો હોય છે ત્યારે મન માં તો મુખીની છોરી ના જ વિચારો આવ્યે જતા હોય છે. ને ઘરે ગયા પછી પણ વારે ઘડીએ મુખીની છોરી ને જોવાની ઈચ્છા થતી, પોતાને પેલા આવું તો ક્યારેય ના થયેલું જેવું મુખીની છોરી ના સંપર્ક માં આવ્યા પછી થતું હતું .

પોતે મુખીની છોરી ને મનોમન પસંદ કરવા લાગે છે, તેને જોવા માટે પોતે વલખાં મારવા લાગે છે અને તેના માટે પોતે નદીના રસ્તે રોજ છુપાઇ ને બેસતો ખાલી મુખીની છોરી ને જોવા જે આજ રસ્તે થી રોજ સવારે પાણી ભરવા માટે નીકળતી.

થોડા દિવસો તો આમજ પસાર થયેલા.! પણ એક દિવસ મુખીની છોરીની નજર પોતાના પર પડે છે અને આછા સ્મિથ સાથે ત્યાંથી પસાર થઈ જાય છે અને એ દિવસે પોતાની ખુશી નો કોઈ પાર રહેતો નઈ પણ પોતે તેનાથી વાત કરી શકતો નહોતો.

પછી તો નિત્ય ક્રમ બની જાય છે એક બીજા ને જોઈ ને સ્મિથ કરવું અને પોતાના રસ્તે નીકળી જવું , પણ હજુ બંને એકબીજા થી વાત નહોતી કરી.
ત્યાં એક દિવસ મુખીની છોરી નદી થી પાણી ભરીને આવતી હોય છે ત્યારે તેના હાથમાં એક સફેદ ગુલાબનું મનમોહક ફૂલ જોઈ પોતે નવાઈ પામે છે આવું ફૂલ ગામમાં તો ક્યાંય પણ નથી તો આના હાથમાં કઈ રીતે ..? પણ પોતે સમજી જાય છે કે માનો યા ના માનો પણ આ ફૂલ નદીના પ્રવાહમાં વહી ને આવેલું છે અને મુખીની છોરીને મળ્યું હસે. પોતે આમ વિચારતો હોય છે તેટલામાં તો એક નાનો છોકરો આવી મુખીની છોરીના હાથમાંથી ફૂલ લઈ ભાગી જાય છે મુખીની છોરી તેને પકડવાનો પ્રયાસ કરે છે તેમાં તેની પાણીનું વાસણ પણ તૂટી જાય છે અને છોકરાને પકડે તે પેલા તો છોકરો ફૂલને હાથમાં મસળી તોડી નાખી છે. અને આ જોઈ મુખીની છોરી દુઃખી થાય છે અને પોતાના તરફ ગુસ્સા ભરી નજરે જોતા ઘરે ચાલી જાય છે .

બીજી બાજુ પોતાને સમજતા વાર નહોતી લાગી કે મુખી ની છોરી પોતાના પાસેથી રાખેલી અપેક્ષા, અને ગુસ્સા પાછળ નો પ્યાર પણ પોતે કઈ કરી શક્યો નહતો.

આ પછી પોતે બીજા જ દિવસે ફુલ ની શોધમાં નીકળી પડેલ અને આખા દિવસ ની મશકત અને નાની મોટી તકલીફો વેઢી ને પોતે એ ફૂલ ની સાથે સાથે ફૂલનો આખો છોડ જ લઈને આવે છે અને એ છોડ મુખી ને ભેટ ધરી મુખીના આંગણામાં જ રોપી દે છે અને ફૂલ મુખી ને આપે છે .

આ બધું જોઈ ને મુખીની છોરી પણ પોતાના તરફ આકર્ષિત થાય છે પોતાના માટે એક નાયબ પત્થર નો હાર પણ મોકલાવે છે

તે દિવસે પોતાને થાય છે કે મુખીની છોરી પણ પોતાને પસંદ કરે છે,

આમ, રોહનના મનમાં મુખીના છોરી ના જ વિચારો હોય છે અને આ વિચારો માં જ તેની આંખ ક્યારે લાગી જાય છે એ તેને ખબર જ નથી પડતી અને તે ઝાડ ની ડાળી પર જ ઊંઘી જાય છે,

રોહનની રાત આ રીતે જ પસાર થઈ જાય છે અને સવારે જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે તે જુવે છે કે, તેના હાથ ને ગોળ વીંટળાઈ એક સાપ બેઠો હતો. રોહન આપમેળે સાપ જાય તેની રાહ જોવે છે પણ સાપ જતો નઈ તે સાપની આંખમાં આંખ પરોવીને જોવે છે જેવો સાપ નજર ચુકે છે એવો જ રોહન સાપનું મોઢું મજબૂત રીતે પકડી લે છે અને પછી તેને જાડ પરથી નીચે ફેકી દે છે . સાપ ચાલ્યો જાય છે, રોહન ઝાડ પરથી ઉતરી ને નદી તરફ જાય છે તે પોતાના હાથ, મોં ધોઈને થોડા ફળ સોધે છે અને ફળ મળતા તે જમી ને જીયા ની શોધ માં આગળ નીકળી પડે છે.

બીજી બાજુ મુખી અને રોહનના પિતા પોતાની ટુકડી સાથે રોહન જે દિશામાં આગળ વધી રહ્યો હોય છે તેજ દિશા માં રોહનની પાછળ પાછળ કઠીનાઈ ભરેલા સફર ને સહેલો બનવાની કોશિશ કરતા કરતા આગળ વધતા હોય છે.

બીજી બાજુ રોહન ચાલી ચાલી ને થાકી ગયો હતો તેને અડધા દિવસનું અંતર કાપી એક પહાડ પાસે આવી ઊભો રહે છે ત્યાં તેને માણસોના પગના નિશાન અને પાલતુ પ્રાણીઓ ના પગ ના નિશાન જોવા મળે છે આ જોઈ તે સમજી જાય છે કે,- આજુ બાજુ માં ક્યાંક માણસો હોવા જોઈએ પણ તે કેવા હસે ...? તેના મનમાં વિચાર આવે છે, ને તે વિચારતો વિચારતો પહાડ પાસે જાય છે જ્યાં તેને પહાડ માં એક રસ્તો દેખાય છે કુદરતી ગુફા જેવો જેમાં થી રોહન આગળ વધે છે .

થોડું ચાલ્યા પછી રોહન પહાડની બીજી બાજુ પહોંચી જાય છે અને પહાડની બીજી બાજુ નો નજારો રોહન જોતો જ રહી જાય છે ,તેને વિશ્વાસ નથી થતો પોતાની આંખો પર,પોતે કોઈ સપનું જોતો હોય એવું તેને લાગે છે.
કેમ કે પહાડની બીજી બાજુ એક ભવ્ય વિશાળ નગર હતું. જેમાં હારમાળામાં આવેલા મકાનો, મકાનોની વચ્ચેથી પસાર થતા રસ્તા, અને નગરની મધ્યમાં આવેલ એક વિશાળ મહેલ, આભુષણો અને અલગ - અલગ વેશભૂષા થી સજ્જ માણસો અને આટલી મોટી માનવ વસાહત પોતાની નજર સમક્ષ જોઈને રોહન આશ્ચર્ય પામાતા નગરની અંદર જઈ રહ્યો હતો .

નગર ની અંદર પ્રવેશતા રોહન એક બજાર માં જઈ ઊભો રહે છે જ્યાં તેની નજર દુકાનોમાં પડે છે જ્યાં વિવિધ ફળો,કપડાં,હથિયારો,જીવન જરૂરિયાત ના સાધનો, અન્ન, અને બીજી ઘણી એવી વસ્તુઓ વેચાતી હોય છે જે જોઈ પોતે એક અલગ જ દુનિયમાં આવી પહોંચ્યાં હોવાનો અનુભવ કરી રહ્યો હોય છે.

આ બધામાં તેને અચાનક જ જીયાની યાદ આવતાં જીયા ને કઈ રીતે શોધવી તેના વિચારો માં ખોવાઈ જાય છે

રોહન બજાર વટાવી આગળ નીકળે છે ત્યાં ભીડભાડ થી દુર બજારના અંતે એક લુહારની દુકાન આવે છે રોહન દુકાન આગળ જઈ પીવાના પાણી ની માંગણી કરે છે, લુહાર પાણી આપે છે અને રોહન પાણી પીતા પીતા લુહાર ની દુકાન માં વળગેલા હથિયાર જોતો હોય છે ત્યાં અચાનક જ બે લુટેરા આવી પહોંચે છે અને લુહારની દુકાન માંથી હથિયાર લૂંટવાની કોશિશ કરે છે પણ રોહને વચ્ચે જંપલાવ્યું અને તેમણે ભગાડી મૂક્યા પણ ભાગતા ભાગતા એક લૂટરો રોહનના માથામાં ઘા લગાડતો જાય છે અને રોહન બેહોશ થઈ ઢળી પડે છે .

લુહાર ની દુકાન અને ઘર ભેગા જ હતા અને આથી લુહાર રોહન ને ઉપાડી પથારી માં સુવાડે છે ને હોશમાં લાવવાની કોશિશ કરે છે પણ રોહન હોશમાં આવતો નથી. આથી તે કંઇક દવા લાવી રોહન ના ઘા પર લગાવી રોહનના હોશમાં આવવાની રાહ જોવા લાગે છે.

બીજી બાજુ રોહનના પિતા અને મુખી પોતાની ટુકડી સાથે પહાડ ની તળેટીમાં આવી ઊભા રહે છે તેમણે એક ગોવાળ મળે છે જે ગાયો ચરાવતો હોય છે જે પ્રથમ તો બધાને જોઈ ડરી જાય છે પણ મુખીના શાન્ત અને પ્રેમાળ સ્વભાવના કારણે ગોવાળ મુખી ને નગર નો રસ્તો બતાવે છે .

મુખી અને તેમની ટુકડીની હાલત પણ એવી જ થાય છે જેવી પ્રથમ વખત નગર જોતા રોહનની થઈ હતી.આ બધા નગર ની રમણીયતા માણતાં માણતાં આગળ વધે છે તે જેવા નગર ની મધ્યમાં પહોંચે છે ત્યાં જ કેટલા હથિયાર બદ્ધ સૈનિકો આવી આ બધા ને બંધી બનાવી એક કારાગાર માં પૂરી દે છે. અને જતાં જતાં એક સૈનિક કહે છે કે-,
" કાઇપણ હોશિયારી કરી તો મર્યા સમજજો અજનબિયો.,. કાલે તમારા બધા ની રાણીના મહેલમાં રાણી આગળ પેશી થશે અને રાણી એ તમને બક્ષ્યા તો ઠીક નઈ તો ગયા સમજ જો"
આટલું કઈ સૈનિકો નીકળી જાય છે, પણ મુખી અને તેમની ટુકડી કારાગારમાં કેદ બની બેઠા છે અને બેઠા બેઠા રાણી વિશે વિચારે છે કે, કોણ છે આ રાણી, અને શું થશે આપણાં બધાનું, તો કેટલાક કારાગાર માંથી ભાગવાની કોશિશ પણ કરે છે પણ તે કોશિશ જ બની ને રહી જાય છે .

બીજી બાજુ રાત થઈ ગઈ હતી. રોહન અને મુખીની ટુકડી એક જ નગર માં હતા પણ અલગ અલગ સ્થળે અને અલગ અલગ પરિસ્થિતિ માં પણ.

લુહાર પણ રોહનના હોશમાં આવવાની રાહ જોતો હોય છે પણ રોહન હોશમાં આવતો નથી, તેથી રોહન ને પથારી માં ઊંઘતો છોડી પોતે પણ ઊંઘી જાય છે,.

હવે સવાર પડે છે એક બાજુ કારાગારમાં રહેલા મુખી પોતાની ટુકડી સાથે ચિંતિત બની સૈનિકોની આવવાની રાહ જોતા બેઠા હતા, ને બીજી બાજુ લુહાર રોહન હજુ પણ હોશ માં આવ્યો ન હોવાથી ચિંતા કરતો પોતાની દુકાનમાં બેઠો હતો .

બીજી બાજુ નગરમાં અચાનક કોલાહલ મચવા લાગે છે , કોલાહલ સાંભળતા જ રોહન હોશ માં આવે છે રોહનને હોશમાં આવેલો જોઈ લુહાર ખુશ થાય છે બંને કઈ વાતચીત કરે એ પહેલા તો કોલાહલ વધવા લાગે છે અને બંને દુકાનની બહાર આવી શું થયું તે જોવા લાગે છે .

લુહાર સાથે રોહન રસ્તા પર આવી એવો નજારો જોયો જે પોતે ક્યારે કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. તેને જોયું કે બહાર, -" ઘોડા પર સવાર સૈનિકો અને તેમની પાછળ દોરડાં વડે બાંધેલા સત્તર જણ અને તેમની પાછળ નગર જનો એ બધાને પત્થર વડે મારી રહ્યા છે અને આ બધા જ બંધી જનો પોતાના ગામ ના અને તેમાં એક પોતાના પિતા"
આ નજારો જોતા જ રોહન બધાને બચાવવા માટે દોડે છે પણ લુહાર તેને રોકી લે છે અને પોતાની દુકાન માં લઇ જાય છે અને સમજાવે છે કે -, "આ બધાને છોડવા માટે આ યોગ્ય સમય નથી તેને બધાને છોડાવા હોય તો ધીરપૂર્વક કામ લેવું પડશે."

લુહાર અને રોહન વચ્ચે વાતચીત થાય છે અને રોહન પોતાની બધી જ પરિસ્થિતિ લુહાર ને જણાવે છે અને રોહનની પ્રેમ અને પરિવાર તથા આટલા દિવસ સફર ની વાતો સાંભળી લુહાર રોહનની મદદ કરવા માટે ઉત્સુક બને છે અને નગર તથા નગર ની રાણી વિશે જણાવતા રોહન ને કહે છે કે,-

" આ નગર નું નામ બાલાગઠ છે અને તેની રાણી રૂકમતી છે સમગ્ર રાજ્યનો રાજભાર રાણી જ સંભાળે છે અને આ નગરમાં તેના મહેલ સિવાય, મહેલ થી જમણી બાજુ એક પહોરના અંતરે કારાગાર આવેલું છે જ્યાં નગરના ગુનેગારો ને કેદ કરવામાં આવે છે ને મહેલની ડાબી બાજુ અડધા દિવસના અંતરે રાણીનો અંતઃપુર નો મહેલ આવેલો છે જેની આજુ બાજુ પણ કોઈ પુરૂષ જોવા મળતો નથી . "

આ રાણી એટલી બધી સુદંર છે કે, જો કોઈ પણ પુરુષ તેના રૂપને માણે તો પોતાનો આપો ખોઈ બેસે, તે હંમેશા યુવાન જ રહેતી જ્યારે મે એને પહેલી વાર જોયેલી ત્યાર થી આજ સુધી મારી અડધી ઉંમર વહી ગઈ પણ રાણીના રૂપમાં કે તેના યોવનમાં જરા પણ બદલાવ નઈ આવ્યો, ને આની પાછળનું કારણ એ હતું કે રાણી કાળાજાદુ ની માલકીન હતી, " તે યુવાન અને રૂપવાન સ્ત્રીઓ ને બંદી બનાવી પોતાના અંત: પુર માં લાવતી અને ત્યાં દર મહિનાની અમાવાસ ના રોજ કાળા જાદુ વડે યુવાન અને રૂપાળી છોકરી ના રૂપ પોતે કાળા જાદુ વડે છીનવી લેતી હતી ."

આ સાંભળતા જ રોહનના ચહેરા પરથી રંગ ઊડી જાય છે તેને સમજતા વાર નઈ લાગતી કે પોતાની જીયા પણ રાણી નો જ સિકાર બની છે અને તે તરત જ લુહારને પૂછી નાખે છે કે , "- તો શું મારી જીયા પણ .....! "

આટલું પૂછતા રોહનની આંખો નમ થઈ ગઈ હતી,પણ સાથે લુહાર પોતાની વાત આગળ વધારતા જણાવે છે કે , ના હજુ અમાવસ આવવાની વાર છે તો શાયદ જીયા હજુ.... ,

હજુ વાક્ય પૂરું કર્યું નહતું ને તેટલામાં તો જોર જોર થી નગારાં વાગવાનો અવાજ સંભળાવા લાગે છે . લુહાર વાક્ય અધૂરું છોડી રોહનને એક ધાબળો ઓઢાડી ને એક મેદાન માં લઇ જાય છે જ્યાં મુખી, રોહનના પીતા,ને બાકી ટુકડીના માણસો બંધી બની બેઠેલા હતા જેમની ત્રણ બાજુ થોડુ અંતર છોડી નગરના લોકો બેઠા હતાં તો બીજી બાજુ રાણી ના સૈનિકો અને રાણીનું અંત્યત સુંદર બેસવાનું આસન હતું ને બધા રાણીની આવવાની રાહ જોઈ રહ્યા હતા .

રોહન અને લુહાર પણ એક બાજુ પોતાની જગ્યા લઇ લે છે અને એ પણ રાણી ની આવવાની રાહ જોવા લાગે છે .

થોડી વાર માં દસ દાસીઓ સાથે રાણી મેદાન માં આવી પહોંચે છે તેના રૂપ ને જોઈ કેટલાય પુરૂષો ઘેલા બની રહ્યા હતા પણ રાણીના ડર થી કોઈ નગર જણ ઉંચુ પણ જોતો નહતો . રાણી આવી પોતાના આસન પર બેસે છે, મુખી સાથે આખી ટુકડી નો પરિચય પૂછી નગરમાં આવવા નું કારણ પૂછે છે. અને મુખી જણાવી દે છે કે, પોતે પોતાની દીકરી ને શોધવા આવ્યો છે .

રાણી આટલું સાંભળતા જ પોતે સજાગ બની જાય છે અને મુખી સાથે બધાને હંમેશા માટે કેદ કરવાનું કહે છે અને આટલું કહી રાણી પોતાના મહેલમાં ચાલી જાય છે.
રોહન અને લુહાર પણ ઘરે આવી જાય છે અને રોહન એ મુખી, તેના પિતા અને બાકીના બધા ને રાણીની કેદ માંથી છોડાવા લુહારની મદદ માગે છે અને લુહારના પગ માં ભીની આંખે ઢળી પડે છે

લુહાર રોહનને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે,- બધાને છોડવાનો એક રસ્તો છે, કારાગાર માં જારે જમવાનું મોકલવાનું આવે છે ત્યારે કંઇક જુગાડ કરી આપણે કારાગારમાં જઈ બધાને છોડાવી શકીએ છીએ પણ આં બધું આપને ત્યારે કરી શકીએ જ્યારે રાણી આમાવસ આવતાં ત્રણ દિવસ અંત:પુર માં હોય. કેમ કે, આં ત્રણ દિવસ દરમિયાન કારાગાર માં ચાલીસ - પચાસ જેટલા જ સૈનિકો હોય છે .

અને સદનસીબે બે - દિવસ પછી જ આમાવસ હોય છે, પણ આ બે - દિવસ નો સમય રોહનને ગણો વધુ લાગતો હતો.રોહન અને લુહાર બંને મુખીને કેદ માંથી છોડાવા માટે વિચાર વિમર્શ કરવા લાગે છે.

બીજી બાજુ કેદ મુખી અને તેમની ટુકડી એ ઘરની આશા છોડી મૂકી હતી,ને બધા પોતાની ફૂટેલી કિસ્મત પર રડી રહ્યા હતા.

આ બાજુ રોહન આ બે - દિવસ નો સમય લુહાર ને હથિયાર બનાવમાં મદદ કરી વિતાવે છે, આ સમય દરમિયાન લુહાર રોહનને એક સુંદર તલવાર બનાવી ને ભેટ આપે છે.

આમ બે દિવસ વિતે છે ને આમાવાસ નો દિવસ આવે છે રાણી પોતાની દાસીઓ સાથે અંત: પુર માં જાય છે , અંત:પુર માં એક પણ પુરુષ નહોતો. જ્યાં માત્ર સ્ત્રી ઓ જ હતી જે દાસીઓ અને સૈનિકો બંને રૂપે હતી.

જેવી રાણી નગર માંથી નીકળે છે તેવા જ અડધા સૈનિકો કારાગાર માંથી નગરમાં આવી જાય છે અને કારાગાર માં માત્ર ત્રીસ - ચાલીસ સૈનિકો વધે છે .

બીજી બાજુ જેમ - જેમ સાંજ નજીક આવતી હતી તેમ - તેમ રોહન અને લુહાર બંને મુખી અને તેમની ટુકડી ને છોડાવા અધીરા બની રહ્યા હતા .

દિવસ આથમતા ની સાથે જ રોહન અને લુહાર કારાગાર ના રસ્તા માં હથિયારો સાથે છુપાઈ જાય છે . અને ભોજન લઇ જનાર સૈનિકો ની રાહ જોવા લાગે છે, જેવા જ ભોજન લઈને સૈનિકોની ગાડી નીકળી એવા જ રોહન અને લુહાર હુમલો કરી ભોજન લઈ જનાર સૈનિકોને મારી એક ઝાડ સાથે બાંધી દે છે, અને પોતે સૈનિકનો વેશ ધરી ને ભોજનની ગાડી લઇને કારાગાર માં જાય છે .

કારાગાર માં ભોજન લઈ પહોંચતા જ કારાગાર ના બધા સૈનિકો હથિયાર મૂકી ભોજન માટે આવી પહોંચે છે લુહાર બધાને જમાડે છે તેવા માં મોકો જોઈ રોહન કારાગાર માં જતો રહે છે અને લુહારે આપેલ હથિયાર વડે તાળાં તોડી બધા ને આઝાદ કરે છે . અને પછી બધા મળી સૈનિકો ના હથિયાર લઈ લે છે. બીજી બાજુ સૈનિકો જમતા હોય છે અને તેજ સમયે રોહન અને મુખીની ટુકડી હમલો કરી સૈનિકોને બંધી બનાવી એજ કારાગાર માં પૂરી દે છે.

બીજી બાજુ પોતાના છોકરાને જીવાતો જોઈ રોહનના પિતા બહુજ ખુશ થઈ ગયા હતા. રોહનના પિતા રોહન ને ભેટી પડે છે અને રોહન પણ પિતાને છોડાવી બહુજ આનંદ અનુભવતો હોય છે, બીજી બાજુ મુખી સાથે આખી ટુકડી ને આઝાદ થયાની ખુશી હોય છે.

બીજી બાજુ રોહનને એ બધા ને કહે છે કે , - " સૈનિકોના ઘોડા ઓ પર બધા સવાર થઈ જો, આપણે બધા એ રાણી ના અંત: પુર માં જવાનું છે જ્યાં તે પોતાના સ્વાર્થ માટે નિર્દોષ છોકરી ઓ ને ભોગ બનાવતી હોય છે,અને તે તરફ જવાનો રસ્તો બતાવશે મારો આ મીત્ર લુહાર"

આટલું સાંભળતા બધા ઘોડાઓ પર સવાર થઈ રાણી ના અંત: પુર માં જવા માટે ઉપડી પડે છે થોડી વાર માં તો બધા અંત: પુર ના મહેલ ના દરવાજા આગળ પહોંચી ઊભા થઈ જાય છે.
આમ , રોહન એ મુખી,તેના પિતા, લુહાર અને બાકીની ટુકડી સાથે મળી કુલ ઓગણીસ જણ રાણી ના અંતઃ પુર ના દરવાજા આગળ મૌન બની ઉભા હોય છે.

નગર થી દુર અને જંગલ વિસ્તારમાં આવેલા
આ મહેલ તથા તેની આજુબાજુ નું વાતાવરણ ડરામણું લાગતું હતું . તેમાંય જંગલી જાનવર સાથે સાથે વરું અને ઘુવડ ના બિહામણા અવાજો ને અમાવાસ ની ચાદર ઓઢીને પથરાયેલો અંધકાર વાતાવરણ ને વધુ ભયમય બનાવતો હતો.

" ચાલો બધા મહેલની અંદર .! આજે રાણી અને તેની ગુલામી નો આખરી દીવસ છે." આ ભયમય અને સુમસાન વાતાવરણ ચીરતો રોહનનો આવાજ બધાના કાને અથડાયો.


રોહનનો આવાજ સાંભળતાજ બધા જ ઘોડાઓ ઉપરથી ઉતરી મહેલમાં જવા માટે દોડે છે જેમાં સૌથી આગળ રોહન અને બીજા બધા તેની પાછળ છે રોહન દરવાજો પાર કરી મહેલની અંદર જતો રહે છે પણ બાકી ના બધા દરવાજા માંથી જેવા અંદર ગુસવા જાય છે તેવા જ એક અદૃશ્ય દિવાલ સાથે અથડાય ને પાછા પડે છે રોહન સિવાય કોઈ મહેલમાં પ્રવેશી શકયું નહી. પણ રોહન બીજા કોઈની રાહ જોયા વિના જ લુહારે આપેલી તલવાર લઈને મહેલની અંદર રાણી અને કેદ બનેલી છોકરીઓ ને શોધવા માડે છે .

બીજી બાજુ લુહાર શિવાય કોઈ સમજી શકતું નહોતું કે તેઓ મહેલની અંદર કેમ નથી જઈ શકતા. અને આથી બધા મહેલની બહારની બાજુ ઊભા રહી રોહનની આવવાની રાહ જોવા લાગે છે સાથે થોડાં ચિંતિત પણ હોય છે .

આ બાજુ જેમ જેમ રોહન મહેલમાં આગળ વધતો જતો હતો તેમ તેની આંખો આગળ એવા દૃશ્યો જોવા મળતા હતા જે અવિશ્વસનીય હતા . તે મહેલની અંદર એક પછી એક ઓરડો વટાવી આગળ ને આગળ વધતો જતો હતો સુમસાન વાતાવરણ ચીરતો તે એક વિશાળ ઓરડા આગળ આવી ઊભો રહે છે. આ ઓરડાનું દૃશ્ય જોઈ પોતે હેબતાઈ જાય છે.

કેમ કે આ ઓરડા માં ચારે બાજુ મશાલો સળગતી હતી. અને તેના અજવાળામાં દેખાતું એ દૃશ્ય જ્યાં ઓરડાની વચોવચ એક વર્તુળ બનેલું હતું જેની મધ્યમાં રાણી અને તેની આગળ એક છોકરી જેનું સંપૂર્ણ શરીર હવામાં હતું. રાણી કંઇક મંત્રો બોલી રહી હતી ને તેના ચારેબાજુ આઠ દસ દાસીઓ તેની સેવામાં ઉભેલી હતી આ શિવાય કોઈ છોકરીઓ દેખાતી નહોતી.

આટલા મોટા મહેલ મા એક આં ઓરડા શિવાય બાકી કોઈ પણ જગ્યા એ કોઈ જોવા મળ્યું નહતું અને આમાવાસ ની રાત ને એમાંય રાણીને જોઈને રોહન સમજી ગયો હતો કે રાણી પોતાની કાળી જાદુઇ શક્તિ વડે પોતાની આગળ વર્તુળમાં હવામાં તરતી છોકરીની યુવાની અને રૂપ છીનવી રહી હતી . રોહન વધારે વાટ ના જોતા પોતે તલવાર લઈ ઓરડામાં પ્રવેશી જાય છે. રોહનને ઓરડામાં પ્રવેશતો જોઈ રાણીની દાસીઓ તેને મારવા દોડે છે પણ તે દાસીઓ રોહન આગળ ટકી શકતી નથી અને થોડી વારમાં તેમનો અંત થઈ જાય છે.

દાસીઓ ની હાર થતાં જોઈ રાણીને મંત્રો અધવચ્ચે છોડીને ઉભી થાય છે. તે રોહન સામે ગુસ્સા થી જોવે છે અને પૂછે છે કે - " મારા આ જાદુઇ મહેલમાં કોઈ પુરૂષ પ્રવેશી શકતો નથી તો તું કઈ રીતે મારા મહેલની અંદર..? કોણ છે તું..…! "
રોહનને પોતાનો આછો પરિચય આપી રાણીને ચેતવણી આપતાં જણાવ્યું કે, - " હે રાણી તારા પાપ ના દિવસો પૂરા થયા આ બધી નિર્દોષ છોકરીઓ ને આઝાદ કર અને ધર્મ વડે પોતાનું રાજ્ય સંભાળ"

રાણી રોહનની વાત માનતી નથી તે રોહનની આંખોમાં જોવા લાગે છે પણ રોહનને તે વશ માં કરી શકતી નથી. તેને સમજાય જાય છે કે આ છોકરાના હ્યદય માં કોઈ સ્ત્રી પ્રત્યે અપાર હેત, પ્રિત ને લાગણી રહેલા છે જેના કારણે પોતાનું કોઈ જ જાદુ રોહન પર અસર કરતું નહી.


રાણી ની વાત રોહન પણ સમજી ગયો અને રોહન અને રાણી વચ્ચે લડાઈ શરુ થઈ જાય છે બંને માંથી કોઈ પણ એક બીજા ને નમતી જોખતા નઈ બંને થોડાં થોડાં ઘાયલ થાય છે ને બંને ના લહુ વહે છે રાણી ના જાદુ ની રોહન પર કોઈ અસર થતી નથી પણ રાણી પોતાનો બચાવ કરવામાં સફળ થતી હતી.

રોહન જેના પર પ્રેમનો જનુંન સવાર હતું તે આખરે રાણીને પોતાની તલવાર વડે અધમુવી બનાવી દે છે રાણી ને કોઈ હોશ રહેતા નઈ ત્યાં બાજુમાં હવા માં તરતી છોકરી પણ હોશમાં આવે અને તે અને રોહન બંને રાણીના આગળ ઊભા હોય છે.

રાણી ધીરે ધીરે પોતાની યુવાની અને રૂપ ગુમાવી રહી હોય છે દેખાતા દેખાતા તે વયોવૃદ્ધ બની જાય છે અને તેની આંખ માંથી માનવતાના આંસુ સરી પડે છે તેને પોતાની પરિસ્થિતિ નું ભાન થાય છે પણ હવે મોડું થઈ ગયું હોય છે રોહન રાણી નું માથું પોતાના ખોળામાં મુકી હમદર્દી વ્યક્ત કરે છે ત્યાં વયોવૃદ્ધ બનેલી રાણી પોતાનો છેલ્લો શ્વાસ રોહનના ખોળામાં જ લઈ મૃત્યુ પામે છે. રોહન રાણી ના પાર્થિવ શરીર ને બાજુમાં સુવાડી પોતે જીયા અને બાકી ની છોકરીઓ ને શોધવા લાગે છે.

બીજી બાજુ બહાર ઉભેલા બધા રાત ગણી પસાર થઈ જવાથી ચિંતિત બની આતુરતાથી રોહનની વાટ જોતા હતા બધા ના મનમાં એક જ સવાલ હતો અંદર શું બની રહ્યું હતું.

મહેલની અંદર એ છોકરી જે રાણીની શિકાર બનવાની હતી તે રોહનને એક તયખાના માં લઇ જાય છે જ્યાં એક ભવ્ય ઓરડો હતો જેમાં રૂપ રૂપ ના અંબાર સમાન યુવતીઓ કેદ બની બેઠી હતી જે રોહનને જોતા જ ગભરાય જાય છે ઓરડામાં એકદમ શાંતિ પ્રસરી જાય છે બધા એક નજરે રોહનને જોઈ રહે છે .

ત્યાં આ બધાની વચ્ચે જમીનમાં નીચું તાકીને એક છોકરી બેઠી હતી રોહન ધીમે થી તેના પાસે જાય છે તેને હાથ વડે સ્પર્શ કરે છે પણ સ્પર્શ થતાં તે ગભરાય જાય છે તે જેવું ઊંચું જોવે છે તો તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી . તે ભાવવિભોર બની રોહનને ગળે વળગી રડવા લાગે છે જે બીજું કોઈ નઈ પણ જીયા હતી .બને એકબીજાને થોડી વાર આમજ ગળે વળગી રહે છે .

આ બધું જોઈ બાકીની છોકરીઓ સમજી જાય છે આ યુવાને બધાને રાણીની કેદમાંથી મુક્ત કર્યા ને આટલું જાણતા જ બધી છોકરીઓ મહેલમાંથી બહાર ભાગે છે જેમાં રોહનના ગામની બે છોકરીઓ પણ હતી.

બીજી બાજુ બહાર આવતી છોકરીઓ ને જોઈ બધા ના અચરજ નો પાર નઈ રહેતો બધાને પોતાનો વિજય થયાનો નાદ સંભળાય છે પણ આ વિજયનાદ માં લુહારની આંખો કોઈને શોધી રહી હતી પણ અંતે નિરાશ થઈ તે પોતાની શોધ રોકી દે છે.

બીજી બાજુ રોહન મહેલમાંથી નીકળી આવતો હોય છે તેના બે હાથમાં રાણીની લાશ હોય છે અને તેના પાછળ જીયા આવતી હોય છે જીયા પોતાના પિતા મુખીને જોઈ તેમણે ગળે વળગી જાય છે અને એજ હાલ પોતાના ગામની બે છોકરીઓ નો હોય છે.

બધા મહેલની આગળ ઊભા હતા ત્યાં રોહનના આદેશ થી રાણીની દાસીઓ ના અંતિમ સંસ્કાર કરી રાણીના મૃત શરીર ને લઈ બધા નગરમાં જાય છે સૂરજના પહેલા કિરણ સાથે બધા નગરના ચોરાહામાં જઈ ઊભા રહે છે આખાં નગરમાં રાણીના મૃત્યુની ખબર વાયુ વેગે ફેલાઈ જાય છે બધા નગર વસીઓમાં ખુશીની લહેર ફેલાઈ જાય છે રાણીના ત્રાસમાંથી મુક્ત કરવા બદલ રોહન ની વાહ વાહ થાય છે બધા સૈનિકો પણ રોહન અને તેમની ટુકડીના સરણે આવી જાય છે.

આ બધાની વચ્ચે રોહન વિધિવત રાણીના અગ્નિ સંસ્કાર કરે છે રાણીના અગ્નિ સંસ્કાર થતાં નગરજનો રોહનને રાજ્ય સંભાળવા માટે આહવાન કરે છે.

પણ રોહન નગર અને રાજા બનાવવાનો ત્યાગ કરે છે અને તે લુહારને રાજગાદી સોંપે છે .અને સાથે સાથે બધી છોકરીઓ ને પોતપોતાના રહેણાક પર સહી સલામત મૂકવા માટે રાજા બનેલા લુહારને જણાવે છે અને પોતે પણ પોતાના ગામ જવા માટે જણાવે છે.

આમ પોતાના મિત્ર લુહારને નગરનો રાજા બનાવી ધર્મ વડે રાજ્ય સંભાળવાનું કહી પોતે પોતાના ગ્રામજનો સાથે પાનીપંથા ઘોડાઓ પર સવાર થઈ, હથિયારો વડે સજ્જ બની, જમવાનો અને થોડો ગણો બીજો સામાન સાથે લઈ, જીયા અને બીજી બે છોકરીઓ સાથે રોહન પોતાના ગામ માં જવા નીકળી પડે છે.

મુખી ના મન માં બીજી એક વાત ક્યારની સતાવતી હતી કે લુહાર રાણી વિશે આટલું બધું કંઈ રીતે જાણતો હતો અને પોતાની આટલી બધી મદદ કેમ કરી અને એ પણ પોતાના જીવ ના જોખમે. અને આટલા માટે જ મુખી વિદાય લેતી વેળાએ લુહારને પૂછી નાખે છે ત્યારે મુખી જવાબ આપે છે કે "- તમારી છોરી ની જેમ મારી પણ એક લાડલી હતી મીરા ...."
આટલું સાંભળતા જ મુખી બધી વાત સમજી જાય છે અને આશ્વાસન આપી ત્યાથી નીકળી જાય છે .

બધા વળતા પોતાના ગામના રસ્તે આવતા હોય છે હવે કોઈને કઈ ડર હોતો નથી ના કોઈ જાનવર કે ના કોઈ શકારી લોકોના કબીલાનો કેમકે આ વખતે બધાની પાસે હથિયાર, પવનવેગી ઘોડા અને રોહન, મુખી, માધવ જેવા હોશિયાર ને બહાદુરો લોકો હોય છે .

બીજી બાજુ જીયા ની નજર રોહન પર જ હોય છે તેના શરીર પર પડેલા ઘા ને તે નિહાળી દુઃખની લાગણી અનુભવતી હોય છે અને પોતાને છોડાવવા માટે આટલું બધું સાહસ...! તે રોહનની પોતાના પ્રત્યેની લાગણીઓ સમજી મનમાં ને આનંદ અનુભવતી હોય છે.

પવનવેગી ઘોડાઓ ને કારણે બે દિવસ માં તો બધા પોતાના ગામમાં આવી પહોચે છે ગામમાં બધાને વળતા આવેલા જોઈ આનંદનું મોજું ફરી વળે છે.

રોહનની માતા અને ભાઈ કનું રોહન ને જોતાજ ભેટી પડે છે અને ખુશીના આંસુ છલકાય આવે છે આખાં ગામમાં રોહનની બહાદુરી અને ખુશીની લહેર દોડી રહી હતી.થોડાં સમય પછી બધા પોતપોતાના ઘરે જાય છે.

રોહન અને જીયા પોતપોતાના ઘરે એકબીજા વિશે વિચાર કરતા હોય છે ત્યાં બીજી બાજુ રોહનના પિતા માધવ અને મુખી જીયા અને રોહનની લાગણીઓ સમજી બંનેના લગ્ન કરાવી નાખે છે.

ત્યાર બાદ રોહન અને જીયા બંને હંમેશા માટે એકબીજાના બની પોતાનું જીવન વિતાવે છે. અને ગામના બીજા લોકોને મદદગાર બની નાના મોટા સાહસો ખેડતા રહે છે ......

* The end *

Mr. Alone...