મે મારી આ કહાનીમા આ બધા પાત્રો દોસ્ત બને તે પહેલાની અને ત્યાર પછીની કહાની જોડે લખેલ છે જેથી એક રહસ્ય જળવાય....
આ ભાગથી ક્રમ અનુસાર કહાની હસે.
તસ્મોરિરિ camp મા બધા ફાઈનલી ફ્રેન્ડ બની જાય છે.
હવે આગળ
તસ્મોરિરિ camp મા બધા બવ જ મસ્તી ને આનંદ માણે છે.
દોસ્ત બન્યા પછી એ લોકો એ ખુબ મઝા માણી.હવે થોડા દિવસ બાકી રહ્યા છે તો બધા એ પર્વત પર ચડીને ટ્રેકિંગ કરવાનો પ્લાન બનયો.
"ઓ !! ઉંઘણસી!! ઉઠ ને ટ્રેકિંગ કરવા આવવુ છે કે નય?"પિહુ એ મનુસ્કા ને કહ્યું.ને ધીમેથી કાન મા કોઇનું નામ બોલી ને
ત્યાં જ રૂહાની બોલી ,"સારું છે હજી તુફાન સુવે છે નય "ને સુહાની ને તાળી આપી.
પણ એ બેવ નોહ્તી ખબર કે તુફાન ઊઠીને એમની પાછળ જ ઉભી હતી હાથમાં બ્રશ પકડીને.
ને આ જોઇ પિહુ ને દિવાની હસવા લાગ્યા.
બિજી તરફ છોકરાઓ તો નહાય કે નય શુ ફેર પડે છે.ત્યા નો માહોલ પણ આવો હતો.યશ અને સનમ તો કોણ મોડું ઊઠે એનિ હરિફાઈ કરતા હતા.મંતવ્ય બેવ પર ગુસ્સે થયો હતો.રીશી એ એને માંડ માંડ સાચવ્યો.
મનુષ્કા કય કરે એ પહેલા તો બેવ ટેન્ટ ની બહાર નિકળી ગયા.
ને મનુષ્કા ગુસ્સા મા લાલચોળ થય ગય. પિહુ એ એને ટકોર કરી ચલ હવે તૈયાર થા તુ પછી તૂટી પડજે એ લોકો પર.
મનુષ્કા : પણ તુ એ નામ કેમ બોલી હે?
પિહુ મરક મરક હસતા બોલી તુ સપના મા મંતવ્ય નામ બોલતી હતી મને લાગ્યું કે ..... મનુષ્કા ," તુ ધીમે બોલ હોકે . "
ત્યાં પિહુ ના ફોન પર આદિત્ય નો કોલ આવ્યો .પિહુ એ ઉપાડ્યો," અરે કેટલી વાર યાર તમને છોકરીયો ને તૈયાર થવા મા?" પિહુ કઈ કે એ પહેલા તો મનુષ્કા એ ફોન ઝુંટવી કહ્યું "ઓ હોટ પોટેટો તુ છોકરીયો છોકરીયો શુ કરે છે હે? આ તો લેટ ઉઠ્યા ને એટલે બાકી ક્ય નય તુ ફોન મુક નવરા "
આ સાંભળીને આદિત્યના દોસ્તો એ એનિ જબ્બર ઉડાડી. બધા વારાફરતી તૈયાર થય ને આવવા લાગ્યા.
ફાઈનલી બધા પોણા 5 એ ભેગા થયા.મનુષ્કા તો જાણે જંગ ખેલાશે એમ આદિત્ય ને ઘુરી ઘુરી ને જોઇ રહી હતી.
મંતવ્ય કોઈ સાથે ફોન પર વાત કરતો હતો.એ ફોન કટ થયો ને બીજો ફોન આયો એ નામ વાંચી ને રીશી એ એને દુર જઈ પુછ્યું મંતવ્ય આ સંકેત @#$% તને કોલ કેમ કરે છે? અને પહેલા વિરાટ નો ફોન હતો ને શું કહ્યું એણે?
રીશી સખત લોચો છે યાર. સંકેત એ મનુષ્કા ને મારવાની સુપારી આપી છે અને બીજી બાજુ વિરાટ સંકેત ને મારવાની.
રીશી : વિરાટ કેમ આવું ઇચ્છે ?
મંતવ્ય : મનુષ્કા એનિ બેન છે જેના લગ્ન એનો બાપ સંકેત જોડે કરાવા નો છે CM બનવા માટે. એટલે...સંકેત જોડે પાછું મનુષ્કાએ કંઈક કર્યુ છે એટલે એ બાટલી સંકેત નો ફોન આવ્યો તો એ છોકરી ને મારવા માટે.
રીશી : ઓહ એટલે તું બિઝનેસ ની ડીલ છોડી ને આયો.
મંતવ્ય : જો મનુસ્કા ને નહિ મારુ તો સંકેત એ વાત લિક કરી દેશે જે વર્ષોથી મે છુપાય છે.અને જો સંકેત ને છોડી દવ તો વિરાટ સાથેની દોસ્તી તૂટે. મંતવ્ય વિસામણ મા પડી ગયો.
રીશી : વિચારી ને કરજે બધું તને ખબર છેને સંકેતે જેને મારવા માટે કહ્યું છે તે મનુષ્કા છે અને એ જે વ્યક્તિ ના જીવન મા અગત્ય ની છે એ તારા માટે પણ અગત્ય ની છે.
મંતવ્ય : હા એટલે જ થોડો પરેશાન છું. સારું જોઇએ ચાલને.
આદિત્ય એ બંને પાસે આવી ને કહે છે, " હવે જો આપ શ્રી ની કથા પુરી થય હોય તો આપણે નીકળીએ પ્લીઝ."
મનુષ્કા : જોયું હવે ખબર પડી હોટ પોટેટો તને છોકરીયો કરતા છોકરાઓ ને વધારે વાર લાગે છે.
રીશી મન મા વિચારવા લાગ્યો પત્યું હવે આ કમ્પેરિઝન નિ વાત આવે એટલે મંતવ્ય કોઇ નો લિહાઝ નથી કરતો.પણ આશ્ચર્ય વચ્ચે મંતવ્ય કઈ જ ના બોલ્યો.એટલે રીશી એને આંખના ઈશારા થી પુછ્યું તુ ને કોઇ ને વળતો જવાબ ના આપે?!
પરંતુ વાતચીત આગળ વધે તે પેહલા તો સુહાનિ એ કહ્યું 5 વાગી ગયા છે કોઇ આવે છે કે નય હવે ને એમ બોલતા બોલતા સનમ તરફ જોયું ને બેવ આગળ ચાલવા લાગ્યા.બધા એમને જોઇ ને આશ્ચર્ય મા પડી ગયાં.હજી ઓછું હોય તેમ યશ પણ બોલ્યો હવે ચલો યાર ઉભા શુ રહ્યા છો અને દિવાનિ ચાલવા લાગી .
પિહુ : હા ચલો બધા તુફાન ચલ હવે .
બધા આગળ હતા સિવાય રીશી , મંતવ્ય ને આદિત્ય.ત્યાં આદિત્ય ને મનુષ્કા ખેંચી ને પિહુ જોડ મોકલ્યો ને પેલા બેવ સાથે ચાલવા લાગી. રીશી થોડો અકળાયો કેમ કે એને મંતવ્ય જોડે વાત કરવીતી એય તે પાછી ખુદ મનુષ્કા વીસે જ.
બધા ટ્રેકિંગ માટે ના શુઝ , દોરડા , બેલ્ટ લગાવી તૈયાર થતા હતા.
રીશી માટે વાત કરવાનો મોકો હતો કેમકે મનુષ્કા રુહાનિ જોડે વાત કરવા લાગી હતી.
રીશી : તુ ને કોઇને વળતો જવાબ ના આપે ? ઈમ્પોસ્સીબલ યાર. સાચુ કહજે શુ ક્ય થયું છે ?
મંતવ્ય : આમ કઇ નય ને આમ ઘણુંબધું.
રીશી : પહેલી નય બુઝાય.બોલે છે કે આદિ અને યશ ને કઉ.
મંતવ્ય : ક્ય નય અવે છોડને.
રીશી : આદિ યશ અહી આવો તો .સનમ ને લાવજો મસ્ત વાત કહું.મંતવ્ય ને ચીડવતો હોય એમ મોઢું બનાવી ને બોલ્યો.
આદિ, યશ : શું થયુ?
સનમ તો મસ્તી ના મૂડ માં હતો : કુછ તો હુઆ હૈ.... એવું ક્ય છે રીશી??
મંતવ્ય ગુસ્સે થયો થોડો પણ આ બધા તો એના દોસ્તો હતા એટલે બોલ્યો : ક્ય નય અવે આ બસ એમ જ. હેને રીશી? ઈશારો કરતા કે હમણા નહિ.પણ એ ઈશારો આદિત્ય થી છુપો ના રહ્યો પણ એ અત્યારે ક્ય ના બોલ્યો.
પિહુ : મનુષ્કા શાંતિથી ચડ જે પ્લીઝ. વાગે ના હો . કોઇ તુફાનગિરિ ના કરતી.
મનુષ્કા : સરુ micky યાર.પ્રોમિસ ohk.
રૂહાનિ : સુહાનિ આ તને બી લાગુ પડે છે.હોકે.
દિવાનિ : બસ હવે બધા એકબીજા ને બોલતા રેહ્શો કે પછી પૈર બનાવીએ.
સુહાનિ : અરે હા ટ્રેકિંગ માટે પૈર તો બનાવી પડસે ને . આપને લોકો પ્રોફેશનલ થોડી છીએ.
આદિત્ય : હુ ને પિહુ .કેમકે મને આ આવડે છે.
યશ : તો એવુ કરીએ કે જેને એક ને આવડે અને થોડીઘણી ખબર હોય એ એમ પૈર બનાવીએ.જેમ આદિ ને આવડે છે ને પિહુ ને નય.
સનમ : તો હુ ને સુહાનિ . માથા મા હાથ ફેરાવતા બોલ્યો.
બધા હસી પડ્યા. કોણ ના સમજી શકે ?
દિવાનિ : તો હુ યશ સાથે ઓહકે.
મનુષ્કા : આદિ તુ બવ લુચ્ચો છે. મારી બેસ્ટ ફ્રેન્ડ ને તુ લય જાય છે.આદિ ક્ય બોલે એ પહેલા તે ફરી બોલી," કૂલ ઓહ્કે.હુ મજાક કરુ છું. તો હવે હુ ને રુહાનિ ને મંતવ્ય ને રીશી ઓહ્કે.
પિહુ : તમને બેવ ને ટ્રેકિંગ ફાવે છે રીશી ને નહિ એટલે રીશી રૂહાનિ સાથે ને મનુષ્કા મંતવ્ય સાથે.
આદિત્ય : હા આ બરાબર.
મનુષ્કા : પણ હું આ સ્ટોનફેસ જોડે નહિ જવ યારર . વાત સાંભળશે બી નય અને વાત કરવા દેશે બી નય.
મંતવ્ય થોડો અકળાય ને : કોઇ ફોર્સ ના કરો કોઇને જેને જેની જોડે જવુ હોય એનિ જોડે જાય.તારે આવવું હોય તો....એને વચ્ચે અટકાવી ને રીશી બોલ્યો," હુ ને રુહાનિ જઈએ છે તમારે જે કરવુ હોય તે.મનમા " મંતવ્ય ભલે ના કહે પણ એને જવુ જોઇએ એને કામ પણ પાર પાડવા ના છે."
મનુષ્કા પીહું ના કહેવાથી જાય છે.પણ મંતવ્ય જેનું નામ.એ ટ્રેકિંગ નો સામાન, બેલ્ટ બધું કાઢી નાખ્યું ને બીજી તરફ ચાલવા લાગ્યો.એટલે મનુષ્કા પણ ત્યાં ઉભી રહી ને કહ્યું ," મારે નથી આવવુ. તમે બધા જાવ ."
પરાણે બધા આગળ વધી ગયા.
મનુષ્કા ત્યાં બેન્ચ પર બેસી ગય ને બેગ માથી નોવેલ કાઢી વાંચવા લાગી.એટલામા એને કોઇનો અવાજ સંભળાયો.જાણે કોઇ મદદ માટે ચીસો પાડતું હોય તેમ.દુર એને કેટલાક છોકરવો દેખાયા. એ બધા કોઇ છોકરી ને પરેશાન કરતા હતા.તુફાન નામ મુજબ જ પોહ્ચી ગઇ ને એ છોકરી ને બચાવવા.બે ત્રણ છોકરાં હોય તો તુફાન લડી શકે પણ આ તો છ સાત હતા.થોડી ગભરાઈ પણ આગળ વધી.પેલા છોકરાંઓ એના પર ભારે પડવા લાગ્યા. ત્યાં મનુષ્કા એ વેનિશા ને જોઇ.
મનુષ્કા : એક છોકરી થય તું બીજી છોકરી જોડે આવું કરાવતાં શરમ નથી આવતી તને.
વેનિશા ઘમંડથી હસવા લાગી : ના જરાય નય. કોઇ મને ક્ય કહિ જાય ને હુ બદલો ના લવ એ બને જ નહીં.એમ કહિ મનુષ્કા ને જમણા હાથે વાગેલું ત્યા થી પકડી જોર જોર થી ધક્કો માર્યો.
મનુષ્કા નું માથું પથરા પર પડે ને વધારે વાગે એ પહેલા મંતવ્ય આવી ગયો.એટલે વેનિશા ત્યાં થી નિકળી ગય.મંતવ્ય એ બધા છોકરાં ની હવા ટાઈટ કરી દિધી.
મંતવ્ય : કોણે કિધુતું કેપ્ટન મારવેલ બાનવાનું.
મનુષ્કા : ઓહ , સિરિયસલી. કોઇ છોકરી સાથે રૅપ થય જાય તોય તને ફેર ના પડે એમને ? ડુસકુ ભરાય ગયુ એનાથી.
મંતવ્ય : તને જેમ લાગે તેમ પણ આ બધા થી દુર રે . નઈ પડવાનું એટલે નય પાડવાનું કીધુને.
મનુષ્કા : સ્ટોનફેસ વાળા લોકો ને ઇમોશન ક્યાંથી ખબર પડે.ને તુ તુ મને ક્યા હક થી કહે છે કે નય કરવાનુ.એકીશ્વાસે એ બોલી ગઇ.
એક લાંબુ મૌન આવી ગયુ બેવ વચ્ચે એના છેલ્લાં વાકય ને લીધે.
પર્વત પર સૌથી પહેલા સનમ ને સુહાનિ પોહ્ચે છે.બેવ વાતો એ વળગે છે. સુહાની : તો તારું ભવિષ્ય શું છે હે?
સનમ : બેસ્ટ ફિલ્મમેકર બનવાનું . તારું ?
સુહાનિ : તો તારે તારી ફિલ્મ મા એક્ટ્રેસ નય શોધવી પડે.
બેવ હસે છે ને વાતો મા મશગુલ થય જાય છે કે ખબર જ નથી રેહ્તી કે પિહુ ને આદિત્ય બેવ ને સાંભળે છે.
આદિત્ય : તુ ક્ય પૂછવાની હતી મે મને મંતવ્ય વિશે?
પિહુ : હા , મને લાગે છે મનુષ્કા ને એ ગમે છે.તો મંતવ્ય નિ લાઈફ વીસે જાણવું હતુ.
આદિત્ય : તો સમજ એમની લાઈફ સેટ છે. પણ કંઈક વાત તો છે જેની ચર્ચા રીશી ને મંતવ્ય વચ્ચે ચાલતી હતી.
બેવ તાગ મેળવવા લાગે છે કે શુ વાત હોય શકે.
યશ ને દિવાનિ તો ચડવા લાગ્યા ત્યારથી વાતો જ કરતા હતા.લગભગ બધું જ એકબીજા વીસે જાણી લિધુ હતું.
રીશી અને રૂહાની ની તો વાત જ આંખો થી થતી હતી.
ઊપર પોહ્ચી બધાં ભેગા થયા.
રૂહાનિ : ચલો ટ્રુથ ઍન્ડ ડેર રમીએ.કેમકે તમે બધા તો વાતો કરો છો પણ અમારે તો મૌન નિ હરિફાઈ હોય છે.
બધા હસી પડે છે. ગોળાકાર ગોઠવાય જાય છે બધા.
મંતવ્ય કોનો સાથ આપસે ?
રીશી ને ખબર હોવા છતા મંતવ્ય ને મનુષ્કા કેમ જોડે રાખ્યા?
સંકેત મંતવ્ય નો કયો રાઝ જાણતો હતો?
ટ્રુથ ઍન્ડ ડેર મા આદિત્ય જાણી શક્શે રીશી મંતવ્ય ની વાત?
એવી કઇ વ્યકિત હતી જે મંતવ્ય ને મનુષ્કા બેવ ના લાઈફ મા અગત્ય ની હતી ?
next part publish soon...........