Sundarta mate saral tips - 8 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | સુંદરતા માટે સરળ ટિપ્સ - ૮

Featured Books
Categories
Share

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૮

સુંદરતા માટે સરળ ટિપ્સ

ભાગ-૮

સંકલન- મિતલ ઠક્કર

સુંદરતા માટે કેટલીક નાની અને સરળ વાતો સૌંદર્ય જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જેમકે, વાળને ખરતા અટકાવવા ડુંગળીનું તેલ અથવા ડુંગળીનો રસ વાળમાં નાખી શકાય છે. ડુંગળી વાળના વધારા અને વાળને ખરતાં અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. કેટલાંક લોકો શેમ્પૂની પસંદગી ફીણના આધાર કરે છે, પરંતુ આ રીત ખોટી છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે શેમ્પૂમાં થતા ફીણના આધારે શેમ્પૂની ગુણવત્તા નક્કી નથી થતી. ખરેખર તો ઓછું ફીણવાળું શેમ્પૂ સારું હોય છે, કારણ તેમના નાના કણ વધુ તેલ અને મેલને કાઢે છે. શિયાળામાં હોઠને સુંદર રાખવા માટે દિવસ દરમિયાન દેશી ઘી લગાવી શકો છો. રાત્રે સૂતી વખતે ગ્લિસરીન, મધ અને ઘરે બનાવેલું ગુલાબ જળ મિક્સ કરીને હોઠ પર લગાવીને સૂઈ જવાથી હોઠની લાલાશ જળવાઈ રહે છે અને તે ફાટતા નથી. તાજી મલાઈ પણ હોઠ પર ઘસી શકો છો. જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે હોઠને ખુલ્લા ન છોડતા હોઠ પર ઘી કે મલાઈ લગાવાનું રાખો. દરરોજ કોણીઓ પર લીંબુના છોતરાને ઘસવાથી કાળી પડી ગયેલી કોણીઓ ચોખ્ખી અને ચીકણી (નરમ) બની જાય છે. કોણીઓ ખરબચડી થાય તો અડધા લીંબુ પર ખાંડ મૂકી ઘસો. આનાથી ત્યાંનો મેલ સારી રીતે સાફ થઈ કોણી સુંદર બની જાય છે.

* જો તમારો ચહેરો ગોળ હોય તો ગોળ ચાંદલો લગાવશો નહીં ગોળ ચહેરો નાનો દેખાતો હોય છે. તેના પર ગોળ ચાંદલો લગાવવાથી તે વધારે નાનો દેખાશે. એટલે લાંબો ચાંદલો લગાવવો.

* વેક્સિંગ પછી જલન થઇ રહી છે તો એલોવેરા યુક્ત ક્રિમ લગાવો. જલન ઓછી કરવા બરફનો ઉપયોગ પણ કરી શકો છો.

* સગીર છોકરીને સ્તનના નિપલની ફરતે જાડાં વાળ ઊગી નીકળ્યાં હોય તો તે આજીવન રહેતા નથી. સ્તન જેવી નાજુક જગ્યાએ વેક્સ કરવાથી ઈન્ફેકશન થઈ શકે. માટે વેક્સ કરવાને બદલે તેને કાતરની મદદથી કાપી નાખો.

* પગના વાઢિયાને દૂર કરવા માટે ગરમ પાણીમાં નમક અને શેમ્પૂ ઉમેરો અને રોજ રાત્રે સૂતાં પહેલાં સહન કરી શકાય તેટલા ગરમ પાણીમાં પગને વીસ મિનિટ બોળી રાખો. ત્યારબાદ હીલ સ્ક્રબરથી અથવા સ્ટોનથી હળવા હાથે વાઢિયા પર ઘસો. આવું કરવાથી ગરમ પાણીમાં સ્કિન નરમ થઈ જશે અને ડેડ સ્કિન નીકળી જશે. પગને લૂછી લઈને તેના પર ક્રીમથી મસાજ કરો. ત્યારબાદ કોઈ પણ ક્રેક ક્રીમ લગાવીને સ્વચ્છ કપડાંથી પગ પર પાટો બાંધી દો. તેના પર કોટનનાં મોજા પહેરી લો, જેથી ક્રીમ આખી રાત વાઢિયામાં રહી શકે.

* ચોટલો કે અંબોડાને ટાઈટ બાંધવો નહીં. એવામાં તો મૂળમાં હવા પહોંચશે નહીં અને માથું પણ દુખવા માંડશે. રાત્રે અંબોડો બનાવીને સૂવું નહીં. આનાથી માથામાં ભાર વધે છે. વાળ ખુલ્લા કરીને ન સૂવો. ઢીલી પોની રાખીને સૂવો.

* નેઈલ પોલિશ કાઢો તે વખતે સારી કંપનીનાં નેઈલ રિમૂવરનો ઉપયોગ કરવાનું રાખો. એકવાર નેઈલ પોલિશ કાઢયા પછી તરત જ બીજો રંગ ન લગાવતા થોડીવાર નખને એમ જ રહેવા દો. બની શકે તો ત્રણ કલાક પછી બીજી નેઈલ પોલિશ લગાવો. એટલે નખને જોઈતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે. નખનાં કલર બે ભાગમાં વહેંચાઈ ગયા હોય તો બદામનાં તેલની નખ પર માલિશ કરો.

* બગલની કાળી ત્વચા માટે ૫૦ ગ્રામ લીલા વટાણાનો લોટ, ૩ ચમચી જવનો લોટ, તેમાં ૩ લીંબુનો રસ તથા થોડું ઠંડુ દૂધ ભેળવી પેસ્ટ બનાવવી. કાળાશ પડેલી ત્વચા પર હળવે હાથે ગોળાકારમાં રગડવું. પંદર દિવસ નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.

* ફેસવોશમાં ફીણ સારું થાય છે. જેનાથી તમે મેકઅપ બ્રશને સારી રીતે સાફ કરી શકો છો. હૂંફાળા પાણીમાં ફેસવોશ મિક્સ કરીને તે દ્રાવણથી બ્રશને સાફ કરો, સારી રીતે સાફ થઈ જશે.

* કાજલ આંખમાં ટકી રહે તે માટે આંખો નીચે સ્પોજની મદદથી કન્સીલર અથવા કોમ્પેક લગાવો. ડસ્ટ પાઉડર લગાવી બાકીનો સાફ કરી નાખો અને ત્યારબાદ કાજલ લગાવો. તમારી આંખો સુંદર દેખાવા લાગશે.

* શેમ્પૂ અને ગરમ પાણીનો મેળ ખરાબ હોય છે. જો તમે વાળને ધોવા માટે ગરમ પાણી અને શેમ્પૂનો પ્રયોગ કરશો તો વાળ વધુ ખરશે.

* એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી ટામેટાંનો રસ આ ત્રણેયને મેળવી હાથ પર લગાવો. આનાથી હાથના ત્વચાની કાળાશ દૂર થાય છે અને ત્વચા નિખરવા માંડે છે.

કંડીશનર પછી ઠંડા પાણીથી સ્નાન કરો. કંડીશનર લગાવ્યા પછી ગરમ પાણીથી વાળને ધોવાથી કંડીશનરની અસર સમાપ્ત થાય છે. ગરમ પાણી તમારી સાથે કંડીશનરના સ્મૂધનેસને પોતાની સાથે પાણીમાં વહેવડાવી દે છે. તેથી શિયાળામાં ધ્યાન રાખો કે ગરમ પાણીથી સ્નાન જરૂર કરો પણ માથાને હંમેશા ઠંડા પાણીથી જ ધુઓ.

* ખરતા વાળ રોકવા માટે અડધા નાળિયેરનું દૂધ કાઢી તેમાં અડધા લીંબુનો રસ અને બે ચમચી તેલ મિક્સ કરી માથાને મસાજ કરો. ૪-૫ કલાક બાદ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાંખો.

* પગ પર રેઝરથી વાળ રીમૂવ કરો ત્યારે વાળ જે બાજુ નમેલા હોય તેની વિરૂદ્ધ દિશામાંથી રેઝર ફેરવવું જોઈએ. આ રીતે રેઝરનો ઉપયોગ કરવાથી પગ પરના ટપકાના નિશાન નહી રહે. રેઝરનો ઉપયોગ કર્યા બાદ સ્કીન પર મોશ્ચરાઇઝર ક્રીમ અવશ્ય લગાડો.

* વિવિધ વાળની સંભાળની માહિતી જાણી લો. નોર્મલ વાળને અઠવાડિયામાં એકવાર હલકા શેમ્પૂ, અરીઠા, શિકાકાઈ કે આંબળાથી ધોવા જોઈએ કારણ કે આ જલદી ગંદા હોતા નથી. મિક્સ વાળમાં એન્ટીડ્રેન્ડફનો ઉપયોગ કરતા રહેવો જોઈએ. અઠવાડિયામાં આવા વાળને ત્રણવાર તો શેમ્પૂથી જરૂર ધોવા જોઈએ. તે પછી કંડિશનરનો પણ ઉપયોગ કરો. ઓઈલી વાળને અઠવાડિયામાં ત્રણવાર ધૂઓ. કોઈ સારા શેમ્પૂથી અથવા આંબળા, અરીઠા કે શિકાકાઈથી ધૂઓ.

* ધોતી વખતે વાળને વધુ જોરથી ઘસવા નહીં, ના તો વધુ માલિશ કરો. શેમ્પૂ કર્યા પછી વાળને ઠંડા પાણીથી ધૂઓ.

* ચણાના લોટમાં મલાઈ -હળદર નાખી ચોળીને નાહવાથી શરીર પરનો મેલ નીકળી જશે અને ત્વચા ક્લીન દેખાશે.

* જો પગે વાઢિયા પડયા હોય તો લીમડાનું તેલ અને તલનું તેલ મિક્સ કરી પગે તેની માલિશ કરવાની વાઢિયા મટે છે.

* નખની નીચેના ભાગમાંથી મેલ કાઢવા હુંફાળા પાણીમાં એક ચમચો શેમ્પૂ અને અડધો ચમચો લીંબુનો રસ ભેળવી આ પાણીમાં દસ મિનિટ સુધી હાથ ડૂબાડી રાખવા. મેનિક્યોર કરવાના સેટમાંથી ઓરેન્જ સ્ટિક પર રૂ લગાડી મેલ કાઢી નાખવો.

* એલોવેરાનો પલ્પ કે રસ સ્કિન પર લગાવી રાખવાથી સ્કિનને તડકા સામે રક્ષણ મળે છે.

* પાઉડર ફાઉન્ડેશનને બહુ જ કાળજીપૂર્વક મિક્સ કરવું જોઈએ. એને કપાળથી શરૂ કરી આખા ચહેરા ઉપર લગાવવું. તેના પછી મિકસ કરતી વખતે ફરીથી ગોળાકારમાં ફેરવીને લગાવો. ધબ્બા અને રેખાઓ દેખાવી ન જોઈએ. ફાઉન્ડેશન તમારા સ્કિન ટોન મુજબ હોવું જોઈએ. ચહેરા ઉપર કોમ્પેકટ પાઉડરનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી સ્કિન અપ્રાકૃતિક દેખાશે.

* ત્વચા ઉપર ફક્ત પેટ્રોલીયમ જેલી એટલે કે વેસેલીન લગાડશો તો પણ તેની ભીનાશ જળવાઈ રહે છે પરંતુ તેની અંદરના ભાગમાં થતા નુકસાનને પહોંચી વળાતું નથી. આજે મળતા મોઈશ્ચરાઈઝીંગ લોશનમાં એવા તત્વો હોય છે જે ત્વચાની ભીનાશ જાળવવાની સાથે તેની અંદરના કોષોને ફરી જીવંત બનાવે છે. મોઈશ્ચરાઈઝરથી ઘણા ફાયદા થાય છે. તે પાણીના ઘટાડાને પૂરો કરે છે. દરેક મોઈશ્ચરાઈઝરમાં તેલ અને પાણી સપ્રમાણ હોય છે. તેલને લીધે ત્વચામાં ભીનાશ જળવાઈ રહે છે અને પાણીને લીધે ત્વચા લીસી રહે છે તે ઉપરાંત પેટ્રોલીયમ જેલી, મીનરલ ઓઈલ, લેનોલીન, અને સીલીકોન પણ પાણીની જેમ પરિણામકારક ભાગ ભજવે છે.

* ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા લીંબુના રસમાં ગુલાબજળ મિક્સ કરી ડાઘ પર ઘસો.

* સંતરાના રસમાં સાકર ભેળવીને ગરમ કરવું. જરા ઘટ્ટ થાય પછી નખ સહિત હાથ પર લગાડવું અને અડધો કલાક બાદ હાથ ધોઇ નાખવા.નખને સાફ કરશે તેમજ હાથની ત્વચા મુલાયમ થશે.

* નેઈલ કલરની પસંદગી ઉપર ધ્યાન આપવામાં આવે તો તે વ્યક્તિત્વને વધુ નિખારે છે. ગોરી સ્કિનવાળી માનુનીઓએ લાઈટ કલર પસંદ કરવા. શ્યામ વર્ણની મહિલાઓએ થોડા ડાર્ક રંગોની પસંદગી કરવી. ડાર્ક સ્કિનવાળી સ્ત્રીઓએ ડાર્ક કલરની પસંદગી કરવી જોઈએ. તમારી ઈચ્છા મુજબ કલર ટ્રાય કરી શકો છો. તે કલર તમારી સ્કિન સાથે મિક્સ ન થતો હોય તો તમે આરામથી તે કલર લગાવી શકો છો.

* ક્યુટિકલ્સને કદી કાપવા નહીં. તેને સ્ટિકથી પુશ કરવા. સ્નાન બાદ દરેક વખતે ક્યુટિક્લસને પુશ કરવા. તેને કારણે નખ પણલાંબા દેખાશે.

* હોઠ ફાટી ગયા હોય ત્યારે વાત કરવામાં પણ કષ્ટ વરતાય છે. આવા શુષ્ક અધરને ફરીથી સુંવાળા બનાવવા રોજ રાત્રે હોઠ પર કોકા બટર લગાવો.તેમાં પૂરતા પ્રમાણમાં ફેટી એસિડ હોવાથી તે આપણા અધરને પોષણ પૂરું પાડે છે. પરિણામે હોઠ સુંવાળા બને છે.

* સામાન્ય ત્વચાના પેક માટે એક ગાજરને ખમણી નિચોવી તેનો રસ લેવો. આ જ્યૂસ ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોવો. ત્વચા સ્વચ્છ થશે.

* ત્વચા પર સતત લાંબા સમય સુધી મેકઅપ રહે તો અનેક કોશિકાઓ નાશ પામે છે. તેથી ત્વચા પર મેકઅપ લાંબો સમય ન રહે, તેનો ખ્યાલ રાખવો જોઇએ. એ માટે મહિલાઓએ રાતે સૂતાં પહેલાં ચહેરાને ક્લિનઝિંગ મિલ્કથી સાફ કરવાની ટેવ પાડવી જોઇએ.

* કન્સીલરનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બાને છુપાવી શકાય છે. ડાર્ક કન્સીલરનો ઉપયોગ કરી પિમ્પલ્સ અને ધબ્બાને છુપાવી શકાય છે. જ્યારે કન્સીલર ખરીદવા જાવ ત્યારે યાદ રાખવું કે કન્સીલર તમારા સ્કિન ટોન મુજબનું હોવું જોઈએ. ડાઘ-ધબ્બા ઉપર કન્સીલર લગાવતી વખતે નાના બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બ્લેન્ડિંગ કરવું જોઈએ.

* સતત નેઈલ-પોલિશનો ઉપયોગ કરવાથી પણ નખ પીળા પડે છે. તેથી ક્યારેક નખને નેઈલ-પોલિશ વગર રાખો. નખને તડકાથી બચાવવા રંગ વગરનું, પારદર્શક નેઈલ-પોલિશ ટોપ-કોટ તરીકે વાપરો. નખ પર સનસ્ક્રીન લગાવીને તેમને તડકા સામે રક્ષણ આપી શકાય છે.

* ગાજરને બાફી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૩૦ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી અને કોમળ તેમજ સ્વચ્છ થશે. ગાજર અને ટામેટાનો રસ ભેળવી રાતના સૂતા પહેલા ચહેરા પર લગાડવું. સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરી ઊઠશે.