ક્રમશ:
લગભગ ૨ કલાક પછી કુદરતને દયા આવી અને વરસાદ થોભાયો. વાતાવરણ થોડું ઉજળું થયું. તેઓ ઝડપથી ચાલવા લાગ્યા. લગભગ એક કલાક ચાલ્યા પછી તેઓ "કૂંભુ આઈસ ફોલ " પર પહોંચ્યા. અત્યારે સાંજના ૬.૩૦ વાગવા આવ્યા હતા.
કૂંભુ આઈસ ફોલ (૬૦૬૫ મીટર - ૧૯૯૦૦ ફુટ ) દરિયાની સપાટીથી આટલો ઊંચો હતો. માનો જાણે એક જાતની દિવાલ જ હતી. તે એક છેડે થી બીજે છેડે પથરાયેલો હતો. કૂંભુ આઈસ ફોલ પરથી માઉન્ટ એવરેસ્ટ નું શિખર જોઈ શકાતું હતું. સુઝેને જોયું...અને બોલી,
સુઝેન : ગાય્સ...હમે યે આજ કે દિન ક્રોસ કરના થા...પર પથ્થરો મેં ફસને ઔર ઉસ તૂફાન મેં ટાઈમ બિગડને કે કારન અબ ક્રોસ નહિ કર પાયેંગે...!
પ્રાચી માટે આ સૌથી મોટો આધાતજનકત સમાચાર હતા. તેના માટે એક દિવસ શું એક-એક પળ કિંમતી હતા...!
લુસા : મુજે તો લગ રહા હૈ...આજ ક્યાં યે તો કલ ભી નહિ ક્રોસ કર પાયેંગે...!
પ્રાચીને ચિંતા થવા લાગી...!
પ્રાચી : ચલો...ટ્રાય કરતે હૈ....હો જાયેગા....!
સુઝેન : ક્યાં હો જાયેગા...?!...કમસે કમ ૫-૬ ઘંટે લગેંગે..!..ઔર એકબાર હમ ઉપર ચઢ ગયે તો ઉપર સ્લીપરી હોને કે કારણ (બહુજ લીસું ) રાત કો વહાં રુક ભી નહિ પાયેંગે...!
બિસ્વાસ : સુઝેન તુમ કિસ હિસાબ સે આજ યે ક્રોસ કરને કો બોલ રહી થી....?!...હમ ૩ ઘંટે પહેલેભી પહોંચ ગયે હોતે તબભી નહિ ક્રોસ કર પાતે...!
સુઝેન ફોલની ઉંચાઈ જોતા તેની સાથે અગ્રી થઈ. બિસ્વાસને તેની બુદ્ધિ અને ગણતરી પર ગુસ્સો આવી રહ્યો હતો. તે લોકોએ ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ટેન્ટ બિછાવાના શરુ કર્યા. ત્રણ ટેન્ટ બિછાવાના નક્કી થયા. એકમાં પ્રાચી-સુઝેન અને બાકીના બે ટેન્ટમાં બીજા લોકો રહેવાનું નક્કી થયું.
બિસ્વાસ કાલે સવારે કેવી રીતે જવું તેની તપાસ કરવા ગયો. તેની સાથે લુસા પણ જોડાયો. તેની ઘડિયાળમાં સિગ્નલ અવાજ કરી રહ્યું હતું. તેઓ તે મુજબ ચાલતા હતા.
બિસ્વાસ : યે ઘડી મેં આવાજ કયો આ રહી હૈ...?
લુસા : ઇટ્સ કનેકટેડ વિથ હાર્ટ...સો જબ ભી હમે જ્યાદા ગભરાહટ હોતી હૈ તો યે બજને લગતા હૈ...!
બિસ્વાસને તો વિશ્વાસ નોહ્તો થઈ રહ્યો.
બિસ્વાસ : ઐસી ઘડી ભી હોતી હૈ...?!...વૈસે અચ્છી હૈ...!
આમતેમ વાતો કરતા તેઓ આગળ જઇ રહ્યા હતા. આ બાજુ સુઝેને પ્રાચીને નકશો બતાવી વાત કરવાની ચાલુ કરી.
સુઝેન : આજ કા દિન તો ખતમ સમજો....!
ડે-૨ _ ઈસ આઈસ ફોલ કો પાર કરતે હી ઇસ્ટ કી તરફ હમે ૭ કિલોમીટર ચલના હોગા...!
ડે-૩ _ વહાં સે ફિરસે ઇસ્ટ કી ઔર ૮ કિલોમીટર ચલતે હુએ "યેલ્લો માઉન્ટેન" કો પાર કરના હોગા...!
ડે-૪ _ વહાં સે ચલતે હુએ " લગ વેલી " કો ક્રોસ કરના હોગા..વહાં સે "ગોકયો લેક " સે હોતે હુએ ફોરેસ્ટ ક્રોસ કરના હોગા..!
ડે-૫_ ફિર આખીરમેં " રૉન્ગબક રીવર " ઔર " રૉન્ગબક માઉન્ટેન " પાર કરતે હી ગંગાપૂર્ણા કા માઉન્ટેન આ જાયેગા...!
પ્રાચી : ક્યાં સચમુચ મેં વોહ પાંચ દિન મેં આ જાયેગા...?!
સુઝેન : અગર સબકુછ સહી રહા તો પહોંચ જાયેંગે....!
જે પ્રમાણે આજે સુઝેને લોચો માર્યો હતો, તેને જોતા તો પ્રાચીએ એક દિવસ એક્સટ્રા જ ગણી લીધો. તેમછતાં ૫- ૬ દિવસમાં તેના હાથમાં બીજ આવી જાય તો પણ કઈ ખોટું ન હતું. પણ પાછા આવવામાં પણ બીજા પાંચ દિવસ નીકળે તેમ હતા. પણ તેમછતાં એક વાર બીજ હાથમાં આવી જાય પછી બધી મુશ્કેલીઓ પોતે સહી લેશે તેવી તેની ધારણા હતી...!
દરેક જણે માસ્ક પહેરી લીધા હતા. કારણકે હવામાં બહુજ ઠંડી વધી રહી હતી. શરદી કે તાવ આવે તો તેમનો પ્રવાસ મુશ્કેલ થઈ જાય. રાત્રે તેમણે પોતાનું ડિનર પતાવ્યું અને સુવાની તૈયારી કરી. આમપણ હવેથી તો તેમને માત્ર સૂકો નાસ્તો જ વધુ લેવાનો હતો.
એક ટેન્ટમાં પ્રાચી - અને સુઝેન હતા. તો બીજા ટેન્ટમાં બાકીના લોકો હતા. એક ટેન્ટમાં સામાન રાખ્યો હતો. રાતના અચાનક વીજળી કડકવાનો અવાજ આવ્યો. અને પ્રાચીની ઉંઘ ઉડી ગઈ. તે પોતાના ટેન્ટની બહાર આવી,
અત્યારે રાત ના ૨. ૩૦ વાગ્યા હતા. તેણે ઉપર જોયું. બરફની નાની-નાની કણીઓ ઉપરથી વરસી રહી હતી. તેણે હેડ-ટોર્ચ હેલ્મેટ પહેર્યું. અને ઉપર જોયું. ઉપરથી વરસી રહેલી કણીઓ તેના ચહેરાને સ્પર્સી રહી હતી. અને એક અદભુત આનંદ આપી રહી હતી. તે લગભગ આ અનુભુતીમાં ખોવાઈ જ ગઈ. પણ આગલી જ પળે ચોંકી ગઈ...!
એટલામાં અંદર સુતેલી સુઝેને ટેન્ટનો પરદો હટાવ્યો. પ્રાચીએ ઉપર જોયું અને તેની આંખોની કીકીઓ નાની બની. એક જ ઝટકે તેણે સુઝેનનો હાથ પકડીને તેને બહાર ખેંચી લીધી. અને એજ ક્ષણે એક મોટો પથ્થર તેમના ટેન્ટ પર પડ્યો. અને ટેન્ટનો કચ્ચરઘાણ વાળી દીધો...!. એક સેકન્ડ નું જો મોડું થાત તો સુઝેનનો દેહ પથ્થરના વજનથી કચડાઈ જાત..!. બાકીના લોકો પોતાના ટેન્ટમાંથી બહાર આવ્યા. તેઓ પામી ગયા કે પર્વત ઉપર બરફ પીગળે છે...!. તેઓએ પર્વતની નીચે ટેન્ટ બનાવીને ભૂલ કરી હતી...!.
અચાનક બરફની કણીઓ મોટી બનવા લાગી.અને તેમને વાગવા લાગી. દરેક જણ સમજી ગયા કે તેમને પોતાની જાન બચાવવી હોય તો ભાગવું પડશે. તેઓ પોતાનો સામાન ત્યાંજ મુકીને પહાડની વિરુદ્ધ સાઈડ ખાલી જગ્યા તરફ ભાગવા લાગ્યા. ઉપરથી બરફના મોટા પથ્થરો પડવા લાગ્યા. એકતો એકદમ અંધારું હતું, આથી ઉપર જોઈ શકાય તેમ પણ ન હતું. ભાગતા-ભાગતા તેઓ ખુલા મેદાનમાં આવી ગયા.
સુઝેન હજુ પણ ધ્રુજી રહી હતી. મોત આજે તેને અડીને નીકળી ગયું હતું. તે રડવા લાગી. તે પ્રાચીને ભેટી પડી. કારણકે પ્રાચીએ તેની જાન બચાવી હતી. દરેક જણ ખુશ હતા, કે કમસે કમ તેમના જીવ તો બચી ગયા હતા. સુઝેને પોતાનું હોકાયંત્ર પ્રાચીને ભેટમાં આપી દીધું. લુસા ની ઘડિયાળ અત્યારે કોઈ સિગ્નલ બતાવી રહી ન હતી. બિસ્વાસ ને તે અચરજ પમાડતું હતું. પણ તેણે તેને સવાલ ન પૂછવાનું જ ઉત્તમ સમજ્યું. પ્રોફેસર જગ પાસે અત્યારે પણ પોતાનો ડબ્બો હતો, જે પ્રાચીને બેચેન બનાવી રહ્યો હતો.
લગભગ ૨ કલાક પછી બધું શાંત થયું. તેઓ ત્યાંજ ઊંઘી ગયા. બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. સવારે જયારે પ્રાચીએ આંખો ખોલી તો તેનો નજારો જ અલગ હતો. ચારો તરફ ફેલાયેલી પહાડીના એક ખૂણામાંથી સૂર્ય ડોકયા કરી રહ્યો હતો. સમુંદર પર સૂર્યોદય જોવાની જે મજા છે, તેવીજ મજા પહાડો માંથી નીકળતા સૂર્યને જોઈ પણ આવે છે. રાત્રે જે અંધકાર હતો, તે સૂર્યના કિરણોથી ભૂંસાઈ ગયો હતો. તેના કિરણો તેમની પર પડવાથી તેમની સુસ્ત બોડીમાં જાણે નવો સંચાર થઈ રહ્યો હતો.
તેઓ ભાગતા-ભાગતા પોતાના ટેન્ટ પાસે આવ્યા. તેમણે જોયું કે સામાન વાળા ટેન્ટને સૌથી વધુ નુકસાન થયું હતું. પ્રાચીનો ટેન્ટ તો રાત્રે જ તૂટી ગયો હતો. સમાન મુકેલા ટેન્ટ પર એક મોટો પથ્થર પડવાથી તેમણે બે પર્વત ક્રોસ કરવા લીધેલી લેડર(નીસરણી ) તૂટી ગઈ હતી. પણ હવે અફસોસ કરવાનો કોઈ મતલબ ન હતો, કારણકે આ તો કુદરતી આફત હતી...!
દિવસ - ૨
તેઓએ પોતાની દિનચર્યા પતાવી ,સામાન સમેટીને આગળ વધ્યા. એક જગ્યાએથી તેઓએ ઉપર જવાનું ચાલુ કર્યું. દરેક જણે માસ્ક પહેરી લીધા. તેમજ ક્રેમપૉન્સ(ખીલા વાળા બુટ ) પહેરી લીધા. દરેકના હાથમાં બરફકુહાડી હતી. તેના સહારે તેઓ ઉપર ચડી રહ્યા હતા. ઉપરનું ચઢાણ બહુજ કપરું હતું. કૂંભુ આઈસ ફોલની ખાસિયત એ હતી કે તે બાકી પહાડો કરતા લીસો હતો. લગભગ ચાર કલાકની ચઢાઈ પછી તેઓ એક શીખર પર પહોંચ્યા. ત્યાંથી લગભગ બધુજ દેખાઈ રહ્યું હતું. તેની હાઈટ અત્યારે ટાઇમર વૉચમાં ૧૮ ૦૦૦ ફુટ કરતા વધુ બતાવતી હતી. નાના પર્વતો, ખીણો, દુર ફેલાયેલા જંગલો..બધુજ નાનું દેખાઈ રહ્યું હતું અને સાપસીડી રચી રહી હોય તેવો ભાસ થતો હતો. માત્ર આ શિખર જ હતું જેના સહારે બીજી તરફ જઇ શકાય તેમ હતું. બાકી આખો પર્વત જાણે દીવાલ બની ઉભો હતો. કોઈ જગ્યાએ એક નાનું સાંકડું કાણું પણ ન હતું, જેના સહારે બીજી તરફ જઇ શકાય...!
શિખરનો ઢાળ એકદમ સીધો હતો. આથી સામાન સાથે ચડવું લગભગ અઘરું હતું. બીજી તરફ જવાનું ડિસ્ટન્સ લગભગ ૨૦૦ મીટર જેટલું હતું. બિસ્વાસે પોતાનું દિમાગ ચલાવાનું શરુ કર્યું. તેણે એરોગન લઈ એક દોરડું બાંધીને નિશાન લઈ શિખરના ટોચ પર છોડ્યું. એરો જઈને શિખર સાથે ટકરાયું અને એક પથ્થરમાં ખુંપી ગયું. બિસ્વાસ તેનો સહારો લઈ બરફ પર ચાલવા લાગ્યો. અને બીજી તરફ જઇ આવ્યો. હવેનું કામ બીજા લોકો માટે બહુ આસાન હતું. તેમણૅ સૌપ્રથમ સામાન બાંધી દીધો. બિસ્વાસ તેના રસ્સીના સહારે તેને બીજી તરફ મૂકી આવ્યો. અલબત્ત આ બહુ થકાવનારું કામ હતું, પણ તેના સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. હવે પછી તેમણે ધીમે-ધીમે રસ્સીના સહારે ચાલતા બીજી તરફ જવાનું હતું.
દરકે જણે એક હાથે રસ્સી, બીજા હાથમાં બરફકુહાડી પકડી રાખ્યા હતા. સૌપ્રથમ બિસ્વાસ,પછી અભીરથ,અમ્બરિસ,પ્રોફેસર જગ ,પ્રાચી અને લુસા પછી છેલ્લે સુઝેન ચાલવા લાગ્યા.
ચાલતાચાલતા એક એવી ઘટના બની જેની કોઈએ કલ્પના કરી ન હતી. અચાનક વરસાદ પડવાથી તેઓ જે જગ્યાએ ઉભા હતા,તેનાથી થોડે દૂર બરફમાં એક મોટું ગાબડું પડી ગયું. એક મોટી હિમશીલા પીગળીને સીધી ૧૮૦૦૦ ફુટ નીચે પડી. કોઈને અંદાજો ન હતો, કે ત્યાં માત્ર બરફનું પડ હતું. દરેક જણ એવુજ સમજી રહ્યો હતો કે તે પર્વતનો એક ભાગ જ છે...!. આ ગાબડાની જગ્યા પરથી ચાલી તેમણે બીજી તરફ જવાનું હતું. હવે તે જ્યાં ઉભા હતા તે અને બીજી તરફના પહાડ વચ્ચે ૧૦૦ મીટર નું અંતર હતું.
(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૯ માં)
ક્રમશ: