29.
(હોટલ સિલ્વર સેન્ડનાં રૂમ નં 110 પાસે ઉભેલ નિત્યા અખિલેશનાં અને પોતાના જીવન સાથે જોડાયેલાં રહસ્યો એક પછી એક ખોલી રહી હતી, અને ધીમે - ધીમે અખિલેશનો કેસ સોલ્વ થઈ રહ્યો હોય તેવું ડૉ. રાજન અને અભયને લાગી રહ્યું હતું, હાજર રહેલાં તમામ લોકો નિત્યાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે...કારણ શ્રેયા અને નિત્યાં બનેવે એક જ છે, જ્યારે નિત્યાં પોતે હાલમાં અધૂરી ઈચ્છાઓ સાથે આત્મા સ્વરૂપે આ અગોચર વિશ્વમાં ભટકી રહી હતી, ત્યારબાદ નિત્યા પોતાની આપવિતી જણાવે છે, સૌ કોઈ પોતાનાં મનમાં રહેલાં પ્રશ્નો નિત્યાને પૂછે છે, અને છેલ્લે અખિલેશ પણ નિત્યાને પ્રશ્ન પૂછે છે…..ત્યારબાદ નિત્યાં અખિલેશે પુછેલાં પ્રશ્નનો જવાબ આપતાં આગળ જણાવે છે….)
"નિત્યાં ! તારી બધી વાત સાચી પરંતુ તે મારી સાથે પ્રેમ હોવાનું નાટક શાં માટે કર્યું….? જો તે મને એમ જ મદદ માટે પૂછ્યું હોત તો પણ મેં તારી મદદ કરી જ હોત….?"
અખિલેશ દ્વારા બોલાયેલાં દરેક શબ્દો નિત્યાનાં હૃદયની આરપાર સોંસરવા નીકળી ગયાં…...ત્યારબાદ નિત્યાએ આંખોમાં આંસુ સાથે અખિલેશે પોતાને પુછેલ પ્રશ્નનો જવાબ આપતા આગળ જણાવે છે….!
"અખિલેશ ! હું ખરેખર તને સાચો પ્રેમ જ પ્રેમ કરતી હતી, પરંતુ આત્મા અને મનુષ્યનો પ્રેમ ક્યારેય પણ સંભવ ન હોવાથી આપણો પ્રેમ પણ અધુરો જ રહી ગયો….પરંતુ મને એક વાતનો ખુબ જ આનંદ હતો….!" - નિત્યાં બોલે છે.
"એવી કંઈ બાબતનો આનંદ હતો તને…!" - અખિલેશે નિત્યાને પૂછ્યું.
"અખિલેશ ! તું ખરેખર બીજું કોઈ નહીં પરંતુ મારા નિસર્ગનો જ પુનર્જન્મ છો…!" - આંખોમાં ચમક સાથે નિત્યાં બોલી.
"શું ! આવી એકદમ વાહિયાત અને પાયા વગરની વાત કરી રહી છો તું નિત્યાં…?" - અખિલેશ થોડાક ગુસ્સા સાથે બોલ્યો.
"ના ! અખિલેશ મારી આ વાત પાયા વગરની કે વાહિયાત નથી મને પણ આ બાબત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ કુદરતે મને તારામાં એવાં અમુક સંકેતો દેખાડ્યાં કે જેણે મને તું નિસર્ગનો જ પુનર્જન્મ છો તે માનવા માટે મજબૂર કરી દીધેલ હતી…!" - નિત્યાં ધીમે - ધીમે પોતાની મૂળ વાત પર આવી રહી હતી.
"તે ! મારામાં એવાં તો શું સંકેતો જોયા કે તને પાકી ખાતરી થઈ ગઈ કે હું જ નિસર્ગનો પુનર્જન્મ છું…?" - અખિલેશે આશ્ચર્ય સાથે નિત્યાને પૂછ્યું.
"જો ! અખિલેશ પહેલો સંકેત એ કે હું છેલ્લાં ત્રીસેક વર્ષથી મારા નિસર્ગને મળવાની આશા સાથે ભટકયાં કરુ છું….આ દરમ્યાન એકપણ વ્યક્તિ મને જોય, સાંભળી કે મહેસુસ કરી શકતી ન હતી….પરંતુ લવડેલ રેલવેસ્ટેશ પર માત્રને માત્ર તું જ મને જોઈ શકતો હતો, અને તે મારી મદદ કરવાં માટે હાથ પણ લાંબાવ્યો હતો….તો શાં માટે હું તેને એક જ ને દેખાય રહી હતી….? અન્ય કોઈને નહીં…? આ બાબત મને એ વિચારવા માટે મજબૂર કરી રહી હતી કે તારી સાથે મારે જરૂરને જરૂર કોઈ ખુબ જ જૂનો સબંધ હશે…! આ ઉપરાંત જ્યારે લવડેલ સ્ટેશન પર મેં મારો હાથ, મદદ માટે લબાવેલા તારા હાથમાં આપ્યો તો મારા પુરેપુરા શરીરમાં જાણે એક કરંટ પસાર થયો હોય તેવું મહેસુસ થયું….આ બીજો સંકેત કે જે મને એ માનવાં માટે મજબૂર કરે કે તારી સાથે ચોક્કક્સથી મારે કોઈને કોઈ જૂનો સંબધ તો હશે જ તે...આ ઉપરાંત જ્યારે આપણે બોટેનિકલ ગાર્ડનમાં બેઠાં હતાં ત્યારે મેં તારી બર્થ ડેટ પૂછી હતી….અને મેં તને જણાવ્યું હતું કે તારા આવતાં બર્થ - ડે પર બરાબર 12 વાગ્યાનાં ટકોરે બધાં કરતાં હું તને પહેલાં બર્થ - ડે વિશ કરીશ….ત્યારબાદ તે મને તારી બર્થ ડેટ જણાવી તે સાંભળીને મને પાક્કી ખાતરી થઈ ગઈ કે તું બીજું કોઈ નહીં પરંતુ મારા જ નિસર્ગનો પુનર્જન્મ છો….કારણ કે તારી જે બર્થ ડેટ છે, બરાબર એ જ દિવસે એટલે કે આજથી ત્રીસેક વર્ષ પહેલાં જ હું અને નિસર્ગ એકબીજાથી અલગ પડેલાં હતાં…..જેનો અર્થ એ થાય કે મારા અને નિસર્ગના મૃત્યુ બાદ નિસર્ગની આત્માએ તારા જ સ્વરૂપે નવો જન્મ લીધો, પરંતુ હું આવી રીતે ભટકતી રહી….!" - આંખમાં આંસુ સાથે નિત્યા બોલી.
આ સાંભળી અખિલેશનાં શરીરમાં એક પ્રકારનો ઝટકો લાગ્યો, નિત્યાં જે વાત કે રહસ્ય જણાવી રહી હતી….તેનાં પર અખિલેશને વિશ્વાસ નહોતો આવી રહ્યો...અખિલેશ તો ઠીક પરંતુ તેની આજુબાજુમાં ઊભેલાં તમામ લોકોની આંખો નિત્યાએ જણાવેલ રહસ્ય સાંભળીને નવાઈ સાથે પહોળી થઇ ગઇ…!
"પણ ! હું કેવી રીતે વિશ્વાસ કરી લવ કે તું જે જણાવે છો એ સાચું જ છે….આ એક જોગાનુજોગ પણ હોઈ શકે…?" - અખિલેશે નિત્યાને પૂછ્યું.
"સારું ! ચાલ ! આપણે માની લઈએ કે આ બધાં સંકેતો જોગાનુજોગ હોઈ શકે...પરંતુ તું વિચાર કે શાં માટે આપણે ટાઈગર હિલે ફરવાં ગયાં હતાં, ત્યારે ત્યાં પહોંચીને તને એવું મહેસુસ થઈ રહ્યું હતું કે ટાઇગર હિલ સાથે જાણે તારો કોઈ જૂનો સબંધ હોય…? શાં માટે તારા પગલાંઓ ટાઇગર હિલ પર આવેલાં પેલાં કબ્રસ્તાન પાસે પહોંચતા જ અટકી ગયાં હતાં, શાં માટે તને ટાઇગર હિલમાં આપણે જે બાંકડા પર બેસેલા હતાં, ત્યાં બેસ્યાં બાદ તને શાંતિનો અહેસાસ કે અનુભૂતિ થઈ….? કારણ કે જ્યારે મારાં પિતાં ટાઇગર હિલ પર પહોંચ્યા ત્યારે બરાબર એ જ સમયે હું અને નિસર્ગ એ જ બાંકડા પર બેસેલાં હતાં, અને નિસર્ગે પોતાનું માથું મારા ખોળામાં રાખેલ હતું, આમ એ બાંકડા સાથે આપણો જૂનો સંબધ છે, આથી એ સમયે તારા ઝડપથી ચાલતાં પગલાંઓ એકાએક આ જ કારણો સર અટકી ગયાં….કારણ કે તારા અચેતન મગજને એ બાંકડો કે એ જગ્યા જાણીતી લાગી….!" - નિત્યાં અખિલેશને વિશ્વાસ અપાવતાં જણાવે છે.
"હા ! એ તારી વાત સાચી કે જ્યારે ટાઇગર હિલ પર ફરવાં ગયેલાં હતાં, ત્યારે ટાઇગર હિલ સાથે મારે કોઈ જૂનો સંબધ હોય તેવું મને લાગી રહ્યું હતું….પરંતુ હજુપણ મારું મન એ બાબત પર વિશ્વાસ નહીં કરી શકતું કે હું પોતે જ નિસર્ગનો પુનર્જન્મ છું….!" - અખિલેશ થોડાક મૂંઝાયેલાં અવાજમાં બોલ્યો.
નિત્યાં અખિલેશને પોતાનો પુનર્જન્મ યાદ આવે, અથવા અખિલેશ એ બાબતનો સ્વીકાર કરી શકે કે પોતે વાસ્તવમાં નિસર્ગનો જ પુનર્જન્મ છે…આ મનાવવા કે યાદ કરવાં માટે નિત્યાં અથાક પ્રયત્નો કરે છે….પરંતુ નિત્યાનાં તમામ પ્રયત્નો કે પ્રયાસો નિષ્ફળ નીવડે છે...આથી નિત્યાં ધીમે - ધીમે હિંમત હારી રહી હતી…..એવામાં નિત્યાં ને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ અખિલેશની નજીક આવે છે...અને અખિલેશને પોતાની બંને આંખો બંધ કરવાં માટે જણાવે છે...આથી અખિલેશ નિત્યાની વાત માનીને પોતાની બનેવે આંખો બંધ કરે છે, ત્યારબાદ નિત્યાં અખિલેશની આંખો પર પોતાનો હાથ ફેરવે છે….આ દરમ્યાન અખિલેશની બનેવે આંખો પર એક હળવી એવી સફેદ રોશની ચમકવા લાગે છે, નિત્યાં પૂછે છે….કે
"અખિલેશ ! તને હાલમાં શું દેખાય રહ્યું છે…?"
આટલું સાંભળતાની સાથે જ અખિલેશ ફરીથી ખૂબ જ ગભરાય ગયો, તેનાં કપાળ પર પરસેવો થવાં લાગ્યો, તેના હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં, ડરને કારણે તેનાં હાથ-પગ ધ્રુજવાં માંડ્યાં, ત્યારબાદ અખિલેશ પહેલાની માફક જ ચીસ પાડીને બોલી ઉઠ્યો.
"કોઈ ! મને ! બચાવો….કોઈ મારી મદદ કરો…! એ મને મારી નાખશે….! એ મને જીવતો નહીં છોડે…!" - અખિલેશ એકાએક બુમ પાડી ઉઠ્યો.
"અખિલેશ ! ગભરાઈશ નહીં….ડરીશ નહીં….આજે જો તું હિંમત હારી ગયો...તો પછી કાયમિક માટે તારું જીવન અંધકારમય બની જશે….અને જો આજે તે ડર્યા કે ગભરાયા વગર હિંમત બતાવીશ….તો થોડીજ વારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી એમ તારી સાથે જોડાયેલા તમામ રહસ્યો પણ એકસાથે ઉકેલાય જશે...અને તને કાયમિક માટે આ તકલીફમાંથી છુટકારો મળી જશે…..ત્યારબાદ નિત્યાં ફરી પાછો પોતાનો હાથ અખિલેશની આંખો પર ફેરવે છે...ફરી પાછી એક આછેરી રોશની અખિલેશની આંખો પર ચમકવા લાગે છે…!
થોડીવાર બાદ અખિલેશ એકાએક પોતાની આંખો ખોલે છે, અને નવાઈ કે આશ્ચર્ય સાથે નિત્યાં સામે જોઇને પોતાનાં બંને હાથ જોડીને માફી માંગે છે….અને નિત્યાં અગાવ જે બાબત અખિલેશને સમજાવવા માંગતી હતી કે પોતે બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે, એ વાત સાથે અખિલેશ સહમત થઈ જાય છે….!"
આ જોઈ અખિલેશની બાજુમાં ઉભેલાં બધા જ લોકોનાં મનમાં એક જ પ્રશ્ન ઉદ્દભવેલ હતો કે નિત્યાએ અખિલેશની આંખો પર બીજી વાર હાથ ફેરવ્યો ત્યારબાદ અખિલેશે એવું તો શું જોયું હશે...કે તેને એ બાબત પર વિશ્વાસ બેસી ગયો કે પોતે જ નિસર્ગનો પુનર્જન્મ છે..આથી ડૉ. રાજને પોતાનાં મનમાં રહેલ પ્રશ્ન પૂછતાં બોલ્યાં.
"અખિલેશ ! નિત્યાએ તારી આંખો પર જ્યારે બીજીવાર હાથ ફેરવ્યો ત્યારબાદ તે એવું તો શું જોયું કે તને એ બાબત પર પાક્કો વિશ્વાસ બેસી ગયો કે તું પોતે જ નિસર્ગનો પુનર્જન્મ છો..!" - ડૉ. રાજને અખિલેશને પૂછ્યું.
"સાહેબ ! મેં જ્યારે નિત્યાના કહેવા પ્રમાણે જયારે મેં પહેલીવાર મારી આંખો બંધ કરી અને નિત્યાએ મારી આંખો પર હાથ ફેરવ્યો ત્યારબાદ મેં હું અત્યાર સુધી જે ડરામણું સપનું જોતો આવેલ છું એ જ સપનું મેં જોયું…..પરંતુ જ્યારે નિત્યાંએ બીજીવાર મારી આંખો પર હાથ ફેરવ્યો ત્યારે મને એવું લાગ્યું...કે નિત્યાનાં એકમાત્ર સ્પર્શથી મારી લાઈફમાં રહેલાં દરેક પ્રશ્નનાર્થ ચિન્હો હવે પૂર્ણવિરામમાં ફેરવાર ગયાં હોય...તેમ એક પછી એક મારા મનમાં રહેલાં બધાં જ પ્રશ્નોનાં જવાબ મળી ગયાં હોય તેવું મને લાગી રહ્યું હતું….!" - અખિલેશ એક પ્રકારની હળવાશ અનુભવતા બોલ્યો.
"પણ ! અખીલેશ ! તે વાસ્તવમાં શું જોયું એ અમને તો જણાવ…!" - અખિલેશની પાસે ઊભેલાં બધાં જ લોકોએ એકસાથે અખિલેશને પૂછ્યું.
"મેં જ્યારે પહેલીવાર આંખો બંધ કરી તો મેં પેલું ભયંકર સપનું જોયું જેથી મેં ગભરાઈને ચીસ પાડી, ત્યારબાદ નિત્યાએ મને હિંમત આપતાં મારી આંખો પર જ્યારે બીજી વાર હાથ ફેરવ્યો એ પછી મેં જોયું કે મારું એ ડરામણું સપનું જાણે આગળ વધી રહ્યું હોય તેવું મને લાગ્યું….મારા સપનામાં જે વ્યક્તિ તલવાર લઈને મને મારવાં માટે મારી તરફ આગળ વધી રહી હતી એનો ચહેરો હવે મને એકદમ સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો, એ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત જ હતો, જે મને મારવાં માટે આગળ વધી રહ્યો હતો, જ્યારે મારી નજર થોડીક આગળ પડી તો મેં જોયું તો નિત્યાં લોહી લુહાણ હાલતમાં જમીનદોસ્ત થઈને પડેલ હતી, ત્યારબાદ મેં હું ખરેખર કઇ જગ્યા પર છું એ બાબતની ખાતરી કરવાં માટે હું આજુ - બાજુમાં ડાફોળીયા મારવાં લાગ્યો, ત્યારબાદ મને ખ્યાલ આવ્યો મને જે પેલું ભયંકર સપનું આવી રહ્યું હતું, હું જે જગ્યાએ ગોઠણીયા ભરીને બેસેલ હતો એ કોઈ બીજુ સ્થળ કે જગ્યા ન હતી પરંતુ તે ટાઇગર હિલ જ હતું….જે મને નિત્યાએ મારી આંખો પર બીજી વખત હાથ ફેરવ્યો એ પછી જ દેખાયું, હું ખરેખર ટાઇગર હિલ પર જ આવી હાલતમાં પેલાં જયકાન્ત સામે ગોઠણિયા ભરીને બેસેલ હતો….આમ જોવો તો નિસર્ગ અને નિત્યાં સાથે જે ઘટનાં આજથી વર્ષો પહેલાં ટાઇગર હિલ પર બની હતી એ જ ઘટનાં મારા સપનામાં દેખાય રહી હતી ફર્ક માત્ર એટલો જ રહ્યો કે આ ઘટનાનાં બધાં જ પાત્રો એનાં એ જ હતાં પરંતુ નિસર્ગની જગ્યાએ હું ખુદ મારી જાતને જોઈ રહ્યો હતો….અત્યાર સુધી મને માત્ર અધૂરું જ સપનું આવી રહ્યું હતું…આથી કઈ સ્પષ્ટ થઈ રહ્યું ન હતું….પરંતુ આજે નિત્યાએ મારી આંખો પર હાથ ફેરવીને પોતાની દિવ્ય શક્તિથી જાણે વર્ષોથી હજારો રહસ્યો લઈને બેઠેલ એક બંધ ટ્રેનને જાણે એકાએક ગતિમાન કે દિશાસૂચન કર્યું હોય તેવું લાગી રહ્યું હતું.
"તો ! અખિલેશ ! તું આટલાં વિશ્વાસથી કેવી રીતે કહી શકે છો કે તને તારા સપનામાં ધારદાર તલવાર સાથે તેને મારવાં માટે આગળ વધી રહેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત જ છે…!" - ડી.સી.પી. અભિમન્યુએ ખાતરી કરતાં અખિલેશને પૂછ્યું.
"સાહેબ ! જેવી રીતે નિત્યાએ જણાવ્યું કે કુદરત તેને હું પોતે નિસર્ગનો પુનર્જન્મ હોવાં માટેનાં અલગ - અલગ સંકેતો આપી રહ્યાં હતાં, તો આવો જ એક સંકેત મને પણ કુદરતે આપેલ હતો, પરંતુ તે સંકેત મને આજે જ સમજાયો….!" - અખિલેશ કઈક યાદ કરતો હોય તેવી રીતે બોલ્યો.
"એવો ! તો તને કુદરતે કેવો સંકેત આપેલ હતો કે જે તને અત્યારે જ સમજાયો…" - ડૉ.રાજને અખિલેશને પૂછ્યું.
"સાહેબ ! અમારી ડિજિટેક સોફ્ટવેર કંપનીના "મેગા - ઈ" સોફ્ટવેર લોન્ચિંગના છેલ્લાં દિવસે અમારી કંપનીનાં અન્ય કંપનીઓ સાથે "મેગા - ઈ" સોફ્ટવેર માટેનાં એમ.ઓ.યુ થઈ ગયાં, ત્યારબાદ અમારી કંપની દ્વારા આ સોફ્ટવેર લોન્ચિંગ ઈવેન્ટને સફળ બનાવનાર દરેક વ્યક્તિઓનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ હતું...પરંતુ જ્યારે હું ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત ભાઈનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરી રહ્યો હતો….એ સમયે મને થોડુંક અજુગતું ફિલ થઈ રહ્યું હતું...મને થોડીક ગભરામણ જેવું લાગી રહ્યું હતું….મારો જીવ મૂંઝાઈ રહ્યો હતો, અને હું બેચીની મહેસુસ કરી રહ્યો હતો...અને મારા હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં…આથી મેં ઝડપથી જયકાન્તને પુષ્પગુચ્છ આપીને સ્ટેજ પર રહેલ ખુરશી પર બેસી ગયો, અમે મેં માઈકની કમાન અમારી કંપનીનાં અન્ય કર્મચારીને સોંપી...પછી મેં પાણી પીધું...અને પાંચ કે સાત મિનિટ ખુરશી પર જ બેસી રહ્યો….મારી સાથે ખરેખર આ શું બની રહ્યું હતું….એ કાંઈ મને સમજાતું ન હતું….આથી આ પ્રશ્નો ઘણા સમયથી મારા મનમાં જ દબાવી રાખ્યા હતાં…પરંતુ હવે મને સમજાય ગયું કે એ સમયે મારી જે હાલત હતી, એ ખરેખર કુદરત મેં ભગવાનનો જ એક સંકેત હતો….જે મને હાલમાં સમજાય ગયો….મારા મનમાં રહેલાં બધાં જ પ્રશ્નોના જવાબ અત્યારે મળી ગયાં….હું હકીકતમાં નિસર્ગનો જ પુનર્જન્મ છું, આથી મેં જ્યારે જયકાન્ત સાથે હાથ મેળવ્યો, ત્યારે મારા અચેતન મને જયકાન્તને સારી રીતે ઓળખી લીધો હતો, જે મને પણ આવા સંકેતો દ્વારા જણાવવા માંગતું હતું… પરતું અફસોસ કે એ સમયે હું આ સંકેતોને સમજી ના શક્યો….પરંતુ આજે મને એ બધાં જ સંકેતો સમજાય ગયાં.
"નિત્યા ! અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે...એ સાબિત કરવાં માટે તેને એવી કોઈ બાબત યાદ છે કે જેનાં વિશે અખિલેશ જાણતો ન હોય અને માત્ર ને માત્ર તું જ જણાતી હો…!" - સાક્ષીએ નિત્યાને પૂછ્યું.
"હા ! ચોક્કસ !સાક્ષી ! અખિલેશને કદાચ આ બાબતની જાણ નહીં હોય...કે નિસર્ગની ડોકની નીચે પીઠનાં ભાગે લાખું આવેલ હતું….જે આજેપણ અખિલેશની પીઠનાં ભાગે મોજુદ છે…...જેનાં વિશે ખુદ અખિલેશ પણ જાણતો નહીં હોય.. " - નિત્યાં રહસ્ય ઉકેલતાં બોલી.
આટલું સાંભળતાની સાથે જે અખિલેશે પોતાના શર્ટના ઉપલા બે બટન ખોલ્યાં અને શર્ટ થોડોક નીચે ઉતર્યો...ત્યારબાદ હાજર તમામ લોકો અખિલેશની પીઠનાં ભાગે જોવા લાગ્યાં….આ જોઈ બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ કારણ કે અખિલેશની પીઠનાં ભાગે હાલમાં પણ એવું જ લાખું હતુ….આથી હવે બધાને ખાતરી થઈ ગઈ કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે….!
આથી હાજર રહેલા તમામ લોકોએ નિત્યાને જણાવ્યું કે
"નિત્યા ! તું ચિંતા ના કરીશ….! તારી સાથે અત્યાર સુધી ખુબજ અન્યાય થતાં આવ્યાં છે...પછી તે તારા પિતા...તારા પરિવાર જનો...તારી સોસાયટી અને ખુદ ભગવાને પણ તારી સાથે તારો પ્રેમ અધુરો રાખીને અન્યાય કર્યો છે...પરંતુ કહેવાય છે કે "ઉપરવાલે કે ઘરમેં દેર હે લેકિન અંધેર નહીં…!" એ જ પ્રમાણે ભગવાને કે કુદરતે ફરી પાછી તને તારા અધુર રહેલાં પ્રેમને લીધે...તારા પ્રેમી નિર્સગના પુનર્જન્મ એટલે કે અખિલેશને તારી સામે ઉભો રાખી દીધેલ છે.. માટે તું ચિંતા ના કરીશ અમે બધાં તારી મદદ કરીશું….અને તારા જે ગુનેગારો છે એ બધાને અમે સખતમાં - સખત સજા અપાવીને જ જપીશું….!"
"પણ ! નિત્યાં ! તારે એક જ વાર હું જ્યારે કહું ત્યારે માત્રને માત્ર તારી હાજરી હોવાનો પુરાવો આપવા માટે કોર્ટમાં હાજર થવું પડશે…! બાકી આ તારો આખો કેસ હું ફરીથી રી-ઓપન કરાવીને તને સો ટકા ન્યાય અપાવીશ…!" - ડી.સી.પી અભિમન્યુએ નિત્યાને જણાવ્યું.
"હા ! ચોક્કસ ! સાહેબ…!" - આટલું બોલી નિત્યાએ પોતાની સામે હાજર રહેલાં દરેક વ્યક્તિ સામે હાથ જોડીને આભાર માન્યો, અને જાણે વર્ષો પછી નિત્યાની ભટકતી આત્માને થોડીક રાહત મળી હોય તેવું નિત્યા અનુભવી રહી હતી….પોતાની આંખોમાં એક તરફ ખુશીનાં આંસુ હતાં કારણ કે છેલ્લાં ત્રીસ - ત્રીસ વર્ષોથી નિત્યાં એકલી-અટૂલી આ અગોચર વિશ્વમાં આત્મા સ્વરૂપે ભટકી રહી હતી, કોઈ તેને જોઈ કે સાંભળી શકતું હતું નહીં..જાણે આ સ્વાર્થી દુનિયામાં પોતાનું કોઈ હોય જ નહીં એવું પોતે મહેસુસ કરી રહી હતી….પરંતુ આજે નિત્યા ખૂબ જ ખુશ હતી કારણ કે તેને પોતાનો પ્રેમ એટલે કે નિસર્ગ અખિલેશનાં રૂપમાં મળ્યો, અને સાથે - સાથે તેને પોતાનો એક પરિવાર પણ મળ્યો કે જેમાં ડૉ. રાજન, ડૉ. અભય, સાક્ષી, દિક્ષિત અભિમન્યુ, હનીફ, અને સલીમચાચાનો સમાવેશ થયેલ હતો...જે બધાં સાથે પોતાને કોઈપણ પ્રકારનો સંબધ ન હોવા છતાંપણ પોતાની મદદ કરવા તૈયાર થઈ ગયાં હતાં.
ત્યારબાદ નિત્યાં પોતાનાં બનેવે હાથ જોડીને આંખોમાં ખુશીઓનાં આંસુ સાથે થોડીવારમાં ધુમાડામાં ફરી પાછી અદ્રશ્ય થઈ ગઈ…!" જ્યારે આ બાજુ બધાં આગળ શું કરવું તેના વિશે વિચારે છે.. અને ત્યારબાદ બધાં એકબીજાથી છુટ્ટા પડે છે, અખિલેશ, દીક્ષિત, ડૉ. રાજન, ડૉ. અભય પોતાનાં રૂમ તરફ ચાલવા લાગે છે….જ્યારે હનીફ, સલીમભાઈ અને ડી.સી.પી અભિમન્યુ પોત-પોતાનાં ઘરે જવાં માટે સિલ્વર સેન્ડ હોટલની બહાર નીકળે છે.
શું ! ડૉ. અભય અને રાજન માટે આ કેસ સંપૂર્ણપણે સોલ્વ થઈ ગયો હતો કે પછી હજુ પણ કોઈ રહસ્યો ઉકેલાવના બાકી હશે….? શું અભિમન્યુ નિત્યા કે નિસર્ગનાં ગુનેગારોને સજા અપાવવામાં સફળ રહેશે….? શું નિત્યાંની ભટકતી આત્માને કાયમિક માટે છુટકારો મળી જશે… ? આ વગેરે પ્રશ્નો ના જવાબો તો હજુ મેળવાના બાકી જ હતાં….જે આવનાર સમય જ જણાવી શકે તેમ હતો….!
ક્રમશ :
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.
મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com