સબંધ ની માયાજાળ
મારા વહેલા મિત્રો....
સરનામું તોઆપણાં દિલ નું જ સારું લોહી થિ ભિજયેલું....
સદાય લાગણીમાં અટવાયેલું....
અને પ્રેમથી નીતરતૂ આપણૂ દિલ
આજના સમયમાં બધાજ સબંધમા અટવાયેલા છે,કોયક ને ક્યાંક સબંધ સાચવો પડે છે તો કોયક ને જીંદગી સાચવવી પડે છે.આપણો સમાજ હજુ પણ ઘણો પાછળ છે કેમ લોકો આજે પણ સમાજની ચિંતા ને લીધે તેની પોતાની ઈચ્છાઓ ને ભૂલી જાય છે,પોતાના વિચારો ને છોડી દે છે,પોતાની ખુશી ને પણ ભૂલી જાય છે....
જાણતા અજાણતા જો કોક જોડે સબંધ બધાંય જાય તો એને ટકાવી રાખવો પડે છે ,પછી ભલે તેં માત્ર દેખાવ માટેજ હોય.જીંદગી ની સફર પર એકલા ચાલવું એ તો આપણને ભગવાને જ શીખવાડ્યું છે પણ ભૂલથી જો કોયક ને ઘરનાં પ્રસંગ મા કહેવાનું ભુલાય જાય તો આખી જીંદગી કે છે કે યાદ છે ને સબંધી છીયે એ તો....આવા મહેણાં મારવાની આદત ક્યારેય એ છોડતો નથી.
મને તો એ નથી ખબર પડતી કે કોય પવિત્ર વસ્તું ને ભગવાને ખુદ પવિત્ર બનાવી છે તો કોય નાં અડવાથિ એ કેમ અભડાય જાય?જો આનો જવાબ માંગવા મા આવે તો એવુ કહેશે કે આતો શાસ્ત્રો મા લખેલું છે...અથવાતો એવું લોકો નું કેવું છે... બસ આનાથી વધારે એની પાસે બીજો કોય જવાબ નય હોય કદાચ.સબંધ મા રહીને ક્યારેક કોય વ્યક્તિ થિ એટલાં કંટાળી ગયા હોય તો પણ એ સામે મળે તો એટલી તો ખુશી બતાવી કે જાણે એનાથી વિશેષ કોઈ જ નથી સબંધી મા.
દુનિયા મા ઘણુ બદલવાનું છે અને ઘણાં ને બદલવાના છે તેથી આપણે પણ બદલવું જરુરી છે....આપણે પણ સબંધ ની માયાજાળ મા જીવતાં જીવતાં ઘણાં બદલાવ લાવવાના છે તો જ આ જીંદગી ને જીવી જણાશે ...બાકી તો બધાં એની જીંદગી સબંધ ની માયાજાળમાં અટવાય ને પણ જીવેંજ છે!
આજ નો સમાજ હજુ પણ સ્ત્રી ને એટલું બંધન આપે છે કે એ જ્યારથી સમજતી થાય ને ત્યારથી જ તેને આવું ન કરાય,તેવું ન કરાય એવી અનેક પ્રકારની શિખામણ આપવામાં આવે છે.હા, હું માનું છું કે તેનું ઘડતર કરવું પણ જરૂરી છે પણ એને એટલી તો બાંધેલી ન જ રાખો કે એ એના જીવન માટે,એની જાત માટે કઈ પણ બોલી જ ન શકે.સબંધનું તો એવુ છે કે સાચવો તો જીવન બની જાય નહિતર ખુશી જીવનમાં પણ સબંધ બગડ્યા ની કડવાશ રહી જ જાય છે.
આજનો હર એક વ્યક્તિ સબંધ માં જીવે છે પણ એ સબંધ બધા બંધન થી મુક્ત હોવો જોઈએ,એ સબંધ લાગણીથી ભીંજાયેલો હોવો જોઈએ એવું મારુ માનવું છે.
આમ તો મારા મન માં ઘણા સવાલો જન્મ લે છે અને અમુક પ્રકાર ની પરિસ્થિતિ ને કારણે એનું નામોનિશાન મિટાય પણ જાય છે માનસપટ પર થી.કહેવું ઘણું પણ શબ્દો થોડી તીખાશ આવી જાય એટલે એ વાણી થોડી ખરાબ પણ લાગે પરંતુ એનાથી જે હકીકત છે એ તો ક્યારેય નહીં બદલાય.ફરી પાછા આજ સફરે મળીશું એક નવા વિચાર સાથે,નવી વાતચિત પર.મારા નાના એવા વિચારથી દુનિયા તો ન બદલાય પણ કદાચ કોય એક વ્યક્તિને પણ મારા વિચારો યોગ્ય લાગે તો બદલવાની શરૂવાત થઈ ગઈ છે એવું હું માનું છું
માણસ ના વિચાર ત્યારે જ બદલાય જયારે તે આ નવી દુનિયાના બદલાવને સ્વીકારતા શીખે બાકી તો દુનિયા કાયમ છે એતો એની રીતે ચાલ્યા જ કરશે.પણ થોડી વિચારશક્તિ ને બદલવામાં હું મારું યોગદાન આપું છું અને એક નવી શરૂવાત કરું છું.
આ બધુ તયારે જ શકય છે જ્યારે આપને
એની શરૂવાત કરીશુ...એ પણ દિલ થિ
એકબીજાના દિલ સુધી....માત્ર સરનામું
જાણવાથી કય નથી થતુ ત્યાં સુધી
પહોંચવું જરુરી છે.