kalyugna ochhaya - 2 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા - 2

Featured Books
Categories
Share

કળયુગના ઓછાયા - 2

રૂહી તેના ઓળખીતા એ ઈવાદીદીના રૂમમાં બેઠી છે એટલે તેને બીક નથી લાગતી. પણ ખબર નહી થોડી થોડી વારે તેને એમ થાય છે કે હુ મારા રૂમમાં જતી રહુ. કોઈ અજ્ઞાત શક્તિ તેને એ તરફ ખેંચી રહી છે. પણ એક બાજુ તેને આખો દિવસ થયેલી ઘટનાઓ યાદ આવતા તે પોતાની જાતને ત્યાં જ રોકી રાખે છે.

હોસ્ટેલ એટલે તો જેમ રાત વધે એમ પબ્લિક ને જાણે દિવસ ઉગે. એટલે તે ઈવાદીદી તો પહેલાથી ત્યાં હોવાથી રાતના અગિયાર વાગતા બીજા રૂમમાથી પણ બધા ત્યાં આવે છે. બધા વાતો , મસ્તી કરે છે. બધાને ભુખ લાગતા બધા નાસ્તા શરૂ કરે છે. રૂહી તેના રૂમમાં તેનો નાસ્તો લેવા જવા કહે છે પણ બધા કહે છે આટલો નાસ્તો છે આજે અમારાથી ખા પછી તારો નાસ્તો ખાઈશુ. એટલે તે લેવા નથી જતી વાસ્તવમાં ડરના કારણે અત્યારે તેને રૂમમાં જવાની કોઈ ઈચ્છા નહોતી પણ આ તો તેને થયું જે એમ જ બધાની સાથે ખાવા લાગે તો ખરાબ લાગે એટલે પુછી લે છે.

બધા મોડે સુધી મસ્તી કરે છે. રૂહી તો હજુ ઘરેથી આવી હતી હોસ્ટલમા એટલે એને બહુ મોડે સુધી આમ જાગવાની આદત નહોતી. આમ પણ તે બહુ શિડયુલ મુજબ કામ કરવાવાળી છે. તેને કોઈ કામ કે ભણવાનું વિચાર્યું હોય તે કોઈ પણ હિસાબે પતાવીને જ રહે. પહેલાં દિવસ ને કારણે તે બગાસા આવતા હોવા છતાં જાગતી જ રહી. તેને પણ આ બધા સાથે મજા આવી રહી છે એટલે તે આ બધામા થોડી વાર માટે તેને રૂમમાં થતુ બધુ ભુલાઈ જાય છે અને આખરે એકવાગે બધા સુઈ જાય છે.

આખા દિવસ આમતેમ થાકવાને કારણે તેને પડતા વેત ઉઘ આવી ગઈ.પણ ઘડિયાળમા અઢી વાગ્યા ને તેની ઉઘ ઉડી ગઈ. તેને લાગ્યું કે કોઈ દરવાજો ખોલવા માટે કહી રહ્યું છે. પણ તે આજુબાજુ જુએ છે કે રૂમમાં બીજા બે જણા સુતા છે આટલો જોરજોરથી દરવાજો ખોલવાનો અવાજ આવી રહ્યો છે મને સંભળાય છે તો આ લોકો કેમ ઉઠતા નથી ??.એમને લોકોને કેવી રીતે ઉઘ આવે છે?? તે વિચારે ઘણાની ઉઘ એવી હોય તો ના પણ સંભળાય.

એટલે થોડી વાર પછી તેને થાય છે હુ જોવા જાઉ પણ તેને ડર લાગી રહ્યો છે પણ હવે અવાજ વધતા તે એકદમ ઉભી થઈ જાય છે અને દરવાજો ખોલે છે અને ત્યાં એક નાની ડીમલાઈટ હોય છે એ વિન્ગમા ટોટલ પાચ રૂમ છે. અને અહી તો રૂમ બધા લગભગ ભરેલા જ છે. પણ તે જુએ છે કે કોઈ રૂમની બહાર હોતુ નથી. બધાના રૂમના દરવાજા બંધ છે.અવાજ પણ એવો કોઈના જાગવાનો નથી આવતો. બસ કોઈ મંદ મંદ સ્વરે હસી રહ્યુ હોય એવુ લાગી રહ્યું છે...પણ કોઈ ત્યાં ના દેખાતા તે ફટાકથી રૂમનો દરવાજો બંધ કરી દે છે અને સુઈ જાય છે તેના બેડ પર સુઈને તે બસ આખો બંધ કરીને ભગવાનનુ નામ લેતા લેતા તેને ઉઘ આવી જાય છે....

             *         *         *         *         *

રૂહી ઓ...રૂહી...બુમ સંભળાતા જ તે જાગી જાય છે... અને જુએ છે કે અજવાળું થઈ ગયું છે. સામે ઈવાદીદી હતા. તે ઘડિયાળ મા જુએ છે તો આઠ વાગી ગયા હતા. તેની દસ વાગ્યા ની કોલેજ હતી. અને એમાં પણ આજે પહેલો દિવસ હતો. એટલે થોડું જવુ પણ વહેલા સમયસર પડે એટલે ફટાફટ ઉઠી જાય છે.

રાતનો ડર અને ઉજાગરાને કારણે તેની આખો ભારે લાગી રહી છે. છતાં તે જલ્દીથી તૈયાર થવા તેના રૂમમાં જાય છે કારણ કે તેનો સામાન તો ત્યાં જ પડ્યો છે.

રૂમમાં જવા તે પરાણે ઉભી થાય છે. આમ તો અત્યારે બધાની ચહલપહલ ચાલુ છે એટલે બહાર તો તેને કંઈ વાધો નથી આવતો.

થોડી વારમાં તે રૂમમાં જઈને તૈયાર થઈ જાય છે. પણ અત્યારે  રૂમમાં કંઈ એવું થતુ નથી જેથી તેને ડર લાગે એટલે તેને શાતિ થાય છે. અને બ્લેક જીન્સ , પીન્ક કલરનુ ટીશર્ટ  ને છુટા સેટ કરેલા લાબા સિલ્કી વાળમા તૈયાર થયેલી રૂહી અત્યારે બહુ સુંદર લાગી રહી છે...અને તે જલ્દીથી બેગ લઈને કોલેજ જવા માટે નીકળે છે.

તે નીચે બધાને ખુશ થઈ ને આવતા જતા જુએ છે એટલે તેને એમ થાય છે કે બીજા કોઈને તો કોઈ આવી તફલીક નથી લાગતી જોને બધા કેટલા ખુશમા છે કદાચ મારા મનમાં એક ડર ઘર કરી ગયો છે એટલે આવુ થતુ હશે....એટલે એ આ બધુ જ મનમાંથી નીકાળી ને કોલેજ જવા નીકળી જાય છે.....

              *        *         *         *         *

આજે કોલેજ નો પહેલો દિવસ છે. નવા નવા ચહેરા પહેલા વર્ષ ના એમ.બી.બી.એસ. ના ક્લાસ ક્યાં છે એવું પુછી રહ્યા છે. અવનવા કપડાં ,તેમની સ્ટાઈલો, કેટલાક સ્ટાઈલિશ તો કેટલાક થોડા મણીબેન ટાઈપના થોડા ચીપકુ માથું લઈને આવી રહ્યા છે. કેટલાક સિમ્પલ નેચરવાળા તો કેટલાક એટિટ્યુડ નો અખુટ ભંડાર....

આ બધા વચ્ચે રૂહી કોલેજમાં બધાને જોતી જોતી તેના ફર્સ્ટ યરના ક્લાસ સુધી પહોંચે છે. ક્લાસમાં જાય છે તો અડધો ક્લાસ ભરાઈ ગયેલો હતો. પણ હાલ તો તે કોઈને ઓળખતી નથી એટલે એક બેન્ચ પર જ્યા જગ્યા ખાલી છે ત્યાં બેસી જાય છે.

આજે તો પહેલો દિવસ છે એટલે બહુ ભણવાનું શરૂ નથી કરતાં ખાસ થોડું ઈન્ટરોડક્શન ને આમ તેમ ચાલે છે. તે અમુક બે ત્રણ છોકરીઓ સાથે વાત કરે છે. આટલા સરસ વાતાવરણ મા પણ તેનુ મન વારે વારે તેની હોસ્ટેલના રૂમમા પહોંચી જાય છે....તેને ન જાણે કેમ ત્યાં જ જવાનું મન થઈ જાય છે... કોઈ જાણે તેને બોલાવી રહ્યું છે.

ચાર વાગે કોલેજના લેક્ચર પુરા થતાં તે હવે હોસ્ટેલ જવા નીકળે છે. ત્યાં જ સેકન્ડ યર વાળા સ્ટુડન્ટસ પણ બહાર નીકળેલા હોય છે. ત્યાં જ અચાનક તે એક વ્યક્તિ ને જુએ છે. અને એકદમ ખુશ થઈ જાય છે અને તે જાણે સમય સ્થળ જોયા વિચાર્યા વિના જ દોડતી જઈને તેને ભેટી જાય છે... તેને એ પણ યાદ નથી રહેતુ કે તે કોલેજના કંમ્પાઉન્ડમા છે અને તેને બીજા સ્ટુડન્ટસ જોઈ રહ્યા છે.....!!

કોણ હશે એ વ્યક્તિ જેને જોઈને રૂહી આટલી બધી ખુશ થઈ ગઈ કે સમય અને સ્થળનુ પણ ભાન ભુલી ગઈ ?? હવે રૂહીને તેની રૂમમાં કંઈ થશે કે બધુ નોર્મલ થઈ જશે ?? તેને જ ફક્ત એવું થાય છે કે બીજા કોઈ ડરના કારણે કોઈને કહેતા ન હોય એવું હશે ??

બસ તમારા બધા જ સવાલોના જવાબ જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા -3

next part ...............publish soon..........................