love in Gujarati Love Stories by Kevin Changani books and stories PDF | પ્રેમ

Featured Books
Categories
Share

પ્રેમ

આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.
પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રેમ પ્રેમએ પ્રેમથી થાય છે. મહત્વની વાતતો એ છે ,કે તમે કોને પ્રેમ કરો છો . મારા મત મુજબ પહેલો પ્રેમ તો પોતાને જ કારણકે તમે પોતાને જ પ્રેમ ન કરો તો તમે બીજાને કઈ રીતે પ્રેમ આપી શકશો. પ્રેમએ એક કાળજી છે, જે એકબીજાને એકબીજા પ્રત્યે રાખવાની હોય છે. જો પ્રેમ હોયને તો તેમાં કયારેય બ્રેકઅપ હોય જ નહીં. કારણકે તમે શા માટે તમારા મનને કે બીજાને પુછો છો કે કોઈ વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરે છે. તમારા પ્રેમ પર તમને વિશ્વાસ હોવો જોઇએ.
દુનિયામાં પ્રેમમાં ન માનનારા ધણા ઓછા જ હોય છે. કારણકે તેઓ પ્રેમને દર્દના અર્થમાં લે છે. વાસ્તવિકતા એ છે કે પ્રેમ એક ભાવ છે પરંતુ તે બધા જ ભાવમાં પ્રેમ છે તમે દૂ:ખી પણ એમાં થાવ જેમાં પ્રેમ હોય તમે ખુશ પણ એમાં થાવ જેમાં પ્રેમ હોય. જેમ કે, એક સરસ મજાનું ઉદાહરણ આપું છુ॰ કે જીવનને મરણ સાથૅ પ્રેમ છે. અગ્નિને રાખ સાથે પ્રેમ છે. જન્મે તેનું મરણ નિશ્રીત છે. અને આગ લાગે તેનું રાખ થવું નિશ્રીત છે. પ્રેમને સંબંધ કેવામાં પણ કોઈ ભુલ નથી. કારણકે એક વ્યક્તિને પ્રેમ કરવાથી હજારો લોકો સાથે સબંધ જોડાય છે. હજારો લોકો ગમવા લાગે છે. અરે, હાર-જીત તો રણભૂમિમાં થાય છે સફળતા-નિસફળતા જીવનમાં મળે છે પ્રેમમાં તો માન અને સન્માન મળે છે જેને આપણે પ્રેમ કરતાં હોયે તેને માન આપવું ખુબ જ જરૂરી છે. મને ખબર નથી કે આ વિષેય હું કેમ પૂર્ણ કરું. કારણકે નવા પ્રેમવિચારથી મારી કલમ ચાલ્યા જ કરે છે
મે પણ સ્કૂલ લાઇફ માં ધણી exam દીધી છે. તેમાં સવાલો પૂછાતા હતા કે વિધાન સમજાવો ચલો હું પણ તમને એક વિધાન પૂછું love is blind(પ્રેમ આંધળો છે) સમજાવો : તમે પણ તમારા મનમાં જવાબ આપી પછી જ આગળ વાંચો મારા મતે પ્રેમ આંધળો છે, કારણકે અમુક સમયે વિકટ પરિસ્થિતી આવી જાય છે તે સમયે બે પ્રેમીઓ ભાગીને લગ્ન કરવાનું પસંદ કરે છે. શું તેને એક વાર પણ પોતાના માતા-પિતાનો વિચાર નહીં આવતો હોય. આવતો તો હસે પણ પ્રેમ તો આંધળો છે.આપણે પ્રેમમાં આત્મહત્યા ના કિસ્સા પણ સાંભળીયા છે.ત્યારે પ્રેમી જીવન થી હારી જાય છે ને ફકત ને ફકત પોતાના પ્રેમ માટે પોતાનું જીવન કુરબાન કરે છે. ત્યારે તેના પ્રેમની જીત અને જીવનની હાર થાય છે. આપણે તે પણ સંભાળિયું છે કે પ્રેમિઓ લગ્ન થયા પછી પણ ભાગી જાય છે પ્રેમીઓ. આવી અનેક પરિસ્થિતીથી આપણે પરિચીત છીએ.આથી તો કહી શકે છે કે પ્રેમ આંધળો હોય છે.
નક્કી કરી લેજો કે તમારે love અને carrer માથી કોને પસંદ કરશો. અમૂકના નસીબમાં બંને લખ્યું હોય છે. સારું ફરી મળીશું એક પ્રેમ ભરયા લખાણ સાથે good bye & take care