Orange Bite in College in Gujarati Short Stories by ALAY books and stories PDF | Orange Bite in College

The Author
Featured Books
Categories
Share

Orange Bite in College

Preface

તમે મારી પ્રથમ ebook -The Orange Love કે જેમાં 2 liners શેર/શાયરી હતી એને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો એ બદલ તમામ વાચકો અને માર્તુભારતી પલટફોર્મ નો આભારી છું.
તમારી પ્રેરણા નો આધાર લઈને હવે હું Short Story ના ક્ષેત્ર માં પગ માંડવા જઈ રહ્યો છું.આ ટૂંકી વાર્તા મારી કોલેજ ના પ્રથમ દિવસ ની,પ્રથમ પ્રીત ની શરૂઆત ની છે. મારા પુસ્તક નું કવર page ઈન્ટરનેટ પર અમુક માધ્યમો ના સહયોગ થી,મેં જાતે જ design કર્યું છે.
હું આશા રાખું કે તમને મારી લખાણ શૈલી અને વાર્તા ગમશે અને તમારા પ્રતિભાવો જરૂર થી જણાવશો મને ઇમેઇલ કરી ને : ALAYSWORK@YAHOO.COM


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


Short Story:

કોલેજ માં આવવું એટલે કે જાણે આઝાદ થવું ને એક નવી દુનિયા માં પ્રવેશ કરવા જેવું. એક નવો ઉમળકો , એક નવો રોમાંચ જાણે કે નવી કેડી કોતરવા જઈ રહ્યા હોય. આવી અનુભૂતિ લગભગ બધા ને થતી હોય જેમાં મારો પણ સમાવેશ થાય છે !!!

હું ફોર્મ એડમિશન ભરતો હતો ને સદીઓ ના ચીલા અનુસાર બીજા ને પૂછી લેવાનું કે આમાં આવી રીતે જ ભરવાનું ને !! આવું હું પણ પૂછવાનો હતો પણ આવું સૌભાગ્ય એણે એના શિરે લઇ લીધું. તદ્દન અજાણ્યો ચહેરો પણ મીઠો અવાજ લાગે પણ મને માદક અવાજ લાગેલો !!! એક આછી દોસ્તી ની શરૂઆત થયેલી એડમિશન ફોર્મ ભરવાથી. અને આજે છે પહેલો દિવસ કોલેજ નો. બધા લાઈન માં ઉભા રહી ને થોડી ધક્કા મુક્કી માં, પોતાને કયો ક્લાસ ફાળવેલો છે એમાં વ્યસ્ત હતો .

મારો ક્લાસ હતો "G". અને હું સ્કુલ ટેવ પડેલી એવી રીતે પહેલી બેન્ચ પર જઈને બેસી ગયો. અને હા , કહેવાનું રહી ગયું, હું એટલે પુસ્તકિયો કીડો લોકો ની નજર માં, First Bencher, નહિ કે Last બેન્ચર અને ધ્યાન બોર્ડ પર જ રાખવાનું. પહેલો પિરિયડ હતો, સર એ બધા ને પોતાનું નાનું intro ઉભા થઇ ને કરવાનું કહ્યું.ને થોડા સમય પછી થોડાક પાછળ થી એ જ એડમિશન વાળો માદક અવાજ સંભળાયો ને મારા દિલ માં પણ પતંગિયા ઉડવા માંડ્યા. ઈચ્છા તો ઘણી થઇ કે વાત કરી લઉં પણ, ના એણે મારી જોડે વાત કરી કે ના મેં એની જોડે. હા ! કોઈક વાર આંખો ની મુલાકાત ને મુસ્કાન ની આપ લે જરૂર થઇ જતી.

ટીચર ક્લાસ માં કોઈ પ્રશ્ન પૂછે એટલે મારી આંગળી ઊંચી જ હોય અને જવાબ પણ લગભગ સાચા પડતા અને એનો પ્રભાવ લોકો પર ને ખાસ એના પર પણ થયો ખરો. એને કોઈ doubt હોય તો કોઈ વાર પૂછી લે. બસ આ મારુ પહેલું આકર્ષણ .... કે જે પછી પ્રેમ માં પરિણામવાનું હતું. દિવસો જતા ગયા ને થોડાક મહિનાઓ પણ વીતી ગયા. હવે કોલેજ માં "Days " ઉજવવાના હતા. Rose day નહોતો રાખ્યો પણ ચોકલૅટ day રાખેલો.

આ દિવસ નો લાભ તો ઉઠાવવા લગભગ બધા છોકરાઓ આતુર હતા ને હું તૈયાર હતો. હું એક મોટી "Dairy Milk" લઈને ગયો ને એને આપી દીધી. એણે એ લઇ લીધું,થોડું વિચાર્યું ને પછી એવું બોલી કે જે સાંભળવા મારા કાન,મગજ કે દિલ તૈયાર નો'તું. એને કહ્યું કે મારો ભાઈ પણ મને આવી જ "Dairy Milk" રક્ષાબંધન માં આપે છે ને મારી લાગણીઓ નો એણે કચરો કરી નાખ્યો. બસ પછી તો શું હતું, મારા દિલ ના હજાર ટુકડા... પણ મારો પ્રેમ એકતરફી રહ્યો છે મારી બાજુ થી ?

એક રમુજી શેર સંભળાવી દઉં તમને આના પર થી :

હતી ખબર બધી એને મારા પ્રેમ વિશે,
તો ય, સવાલ કર્યો નઈ કદી એણે મારા વિશે,

હું ખુશ થતો રહ્યો એના મૌન ને સંમતિ સમજી ને,
ને એણે મને રાખડી બાંધી દીધી,એનો ભાઈ સમજી ને !!!!