yara a girl - 14 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 14

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

યારા અ ગર્લ - 14


બધા ખુશ હતા કે તેમને તેમના પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. પણ સૌથી વધારે ખુશ યારા અને ગ્લોવર હતા.

ભોફીન આપણે થોડો આરામ કરવા રોકાઈ શકીએ? ખૂબ ભૂખ લાગી છે અને થાક પણ, વેલીને કહ્યું.

આ સાંભળી ગ્લોવરે જવાબ આપ્યો, વેલીન અહીં જ રોકાઈ જાવ, હું તારા માટે ખાવા ની વ્યવસ્થા કરું.

ગ્લોવર નો બદલાયેલો સુર જોઈ બધા અચરજ પામી ગયા અને તેની સામે જોવા લાગ્યા.

આમ કેમ જોવો છો? મેં કઈ અયોગ્ય કહ્યું? ગ્લોવરે પૂછ્યું.

ના ના ગ્લોવર તમે બરાબર કહ્યું. આપણે અહીં જ રોકાઈ જઈએ, યારા એ હસતા હસતા કહ્યું.

બધા ત્યાં રોકાય ગયા અને ગ્લોવર બધા માટે ફળ લેવા ગયો.

આટલું બધું થયું પણ હજુ સુધી ઉકારીઓ કઈ બોલ્યો નહોતો. ના તો એણે કોઈની સાથે વાત કરી હતી. હમણાં પણ એ શાંતિ થી એકલો એક ઝાડ પાસે બેઠો હતો.

ઉકારીઓ, ભોફીને તેની પાસે જઈ કહ્યું.

હં....હં....હં બોલ ભોફીન? ઉકારીઓ એ જાણે ઊંઘ માં થી જાગ્યો હોય એવી રીતે બોલ્યો.

શું થયું ઉકારીઓ? કેમ આમ બોલવામાં થોથવાય છે? ભોફીને પૂછ્યું.

કઈ નહિ ભોફીન, ઉકારીઓ એ વધુ ધ્યાન ન આપતા જવાબ આપ્યો.

ઉકારીઓ વ્યક્તિ એ વધુ સમય સુધી સચ્ચાઈ ને છુપાવવી ના જોઈએ, ભોફીન બોલ્યો.

ઉકારીઓ એકદમ ઉભો થઈ ગયો, સચ્ચાઈ? કઈ સચ્ચાઈ? હું કોઈ સચ્ચાઈ છુપાવતો નથી, એમ બોલતા ઉકારીઓ બે ત્રણ ડગલાં આગળ ચાલ્યો.

ભોફીને તેના ખભા પર હાથ મુક્યો ને બોલ્યો, ઉકારીઓ હું જાણું છું તું શું વિચારે છે. તારા મન ની સ્થિતિ પણ જાણું છું. પણ હજુ કેટલી રાહ જોવી છે તારે? ક્યાં સુધી તું અને ગ્લોવર આમ એકબીજા ની અવગણના કરતા રહેશો?

ઉકારીઓ એ ભોફીન ની સામે જોયું પણ કઈ બોલ્યો નહિ.

જો ઉકારીઓ તમારા બન્ને નો આવો વ્યવહાર આપણ ને આગળ નું કામ કરવામાં નડશે. હજુ આપણે રાણી કેટરીયલ ને છોડવાના છે, ભોફીને કહ્યું.

હા, ઉકારીઓ હવે તમારે ગ્લોવર સાથે મનમેળ કરી લેવો જોઈએ, વેલીને કહ્યું.

ઉકારીઓ એ જોયું કે બધા ત્યાં આવી ગયા હતા.

ઉકારીઓ, એમ પણ ભૂલ તમારી થઈ છે. તમે તમારા મિત્ર પર ભરોસો ના રાખી શક્યા. ને તમે ગ્લોવર નું મન દુભાવ્યું છે. તો શરૂઆત તમારે કરવી પડશે, અકીલે કહ્યું.

ઉકારીઓ મને તમારા બન્ને ની જરૂર છે. તમે બન્ને જો સાથે હશો તો આપણે લડાઈ લડી શકીશું. રાણી કેટરીયલ અને મારી માતા ને કેદમાં થી છોડાવી શકીશું, યારા બોલી.

ચાલો બધા આવી જાઓ. હું ખાવા માટે ફળ લઈ આવ્યો છું, ગ્લોવરે બધા ને બુમ પાડી.

બધાએ ઉકારીઓ ની સામે જોયું. ઉકારીઓ એ પણ એમની સામે જોયું. એને બધા ની આંખો માં એક વિનંતી દેખાઈ. પણ એ કઈ બોલ્યા નહિ.

ચાલો ખાઈ લઈએ, વેલીન બોલી.

બધા ગ્લોવર પાસે આવ્યા ને ગ્લોવર જે ફળ લાવ્યો હતો તે ખાવા લાગ્યા. ગ્લોવર પોતાનું ખાવા નું લઈ એક ઝાડ પાસે ના પથ્થર પર બેઠો.

બધા નું ધ્યાન ઉકારીઓ તરફ ગયું. જાણે બધા કહેતા ના હોય કે જા ને ગ્લોવર સાથે વાત કર.

ઉકારીઓ ગ્લોવર બેઠો હતો ત્યાં તેની પીઠ તરફ ગયો ને બોલ્યો, ગ્લોવર.

ગ્લોવર ઉકારીઓ નો અવાજ સાંભળી તરત ઉભો થઈ ગયો ને પાછળ ફર્યો. હવે બન્ને એકબીજા ની આમને સામને હતા.

બધા ની નજર એ લોકો તરફ ગઈ.

ગ્લોવર, તું મને માફ કરી દે. મેં તારા પર વિશ્વાસ ના કર્યો. હું મિત્ર તરીકે ની મારી ફરજ ચુકી ગયો, ઉકારીઓ બોલ્યો.

ગ્લોવર કઈ બોલ્યો નહિ. એ હજુ ઉકારીઓ ની સામે જોઈ રહ્યો હતો.

ગ્લોવર મને ખબર છે તું મારા થી નારાજ છે. ને એ તારો હક્ક પણ છે. હું મારી ભૂલ સ્વીકારું છું. મારે એકવાર તારી સાથે વાત કરી લેવી જોઈતી હતી. સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો. પણ મેં કઈ ના કર્યું. મહેરબાની કરી તું મને માફ કરી દે ગ્લોવર, ઉકારીઓ એ ગ્લોવર નો હાથ પકડતા કહ્યું.

બધા નું ધ્યાન હવે ગ્લોવર પર હતું એ હવે શુ કહેશે?

ઉકારીઓ, કઈ વાંધો નહિ. હું તારા થી નારાજ નથી. પરિસ્થિતિ જ એવી હતી કે તારી જગ્યાએ બીજું કોઈ હોત તો એ પણ આવું જ કરત. ને હું તારી પર નારાજ કેવી રીતે થઈ શકું જ્યારે મેં પોતેજ પોતાને નિર્દોષ સાબિત કરવા કઈ ના કર્યું? ગ્લોવરે કહ્યું.

ના ગ્લોવર જો મેં તારા પર ભરોસો કર્યો હોત તો કદાચ આજે પરિસ્થિતિ કઈ અલગ હોત, ઉકારીઓ એ ખૂબ દુઃખ સાથે કહ્યું.

ગ્લોવરે ઉકારીઓ ના ખભે હાથ મુક્યો ને બોલ્યો, ઉકારીઓ
જે થવાનું હતું એ થઈ ગયું. હવે આજ થી નવી શરૂઆત કરીએ. હજુ બહુ મોટું કામ બાકી છે. બોલ તું મારો સાથ આપીશ? આટલું બોલતા ગ્લોવરે ઉકારીઓ સામે હાથ લંબાવ્યો.

ઉકારીઓ એ ગ્લોવરનો હાથ પકડી લીધો. જરૂર થી દોસ્ત. હવે સાથે મળી ને લડીશું.

ને આ બધું જોઈ યારા, ભોફીન, અકીલ, મોલીઓન અને વેલીન જોર જોર થી એ..એ..એ..એ..એ..એમ કરી બુમો પાડવા લાગ્યા. ભોફિને જઈ ને બન્ને ને ગળે લગાવી લીધા. બધા ખુશ થઈ ગયા.

હવે મજા આવશે. મોરોટોસ તૈયાર થઈ જા તારા ગુનાની સજા ભોગવવા, ભોફીને જુસ્સા સાથે કહ્યું.

ભોફીન એમ બોલવા થી કઈ નહીં થાય હવે આપણે આ લડાઈ કેવી રીતે જીતવી એ વિચારવા નું છે. કોઈ નક્કર પ્લાન બનાવી આગળ વધવાનું છે, ગ્લોવરે ભોફીનના ખભે હાથ મુકતા કહ્યું.

હા ગ્લોવર તું બરાબર કહે છે. હું અને મારી સેના તારી સાથે છીએ, ઉકારીઓ એ કહ્યું.

પણ આપણે કેવી રીતે આગળ વધીશું? શુ કરીશું? એ તો નક્કી કરવું પડશે ને? અકીલે પૂછ્યું.

હા, અકીલ. સૌથી પહેલા આપણે રાજા મોરોટોસ ની તાકાત તોડવાની છે. ને પછી જ આગળ વધવાનું છે, વેલીન બોલી.

આપણે રાજા મોરોટોસ ની તાકાત ની એક પાંખ તો તોડી નાંખી છે વેલીન, ભોફીને કહ્યું.

એ કેવી રીતે ભોફીન? યારા એ પૂછ્યું.

રાજકુમારી યારા, ઉકારીઓ. ઉકારીઓ એ રાજા મોરોટોસ ની એક મોટી તાકાત છે જે હવે આપણી સાથે છે. ઉકારીઓ અને તેની સેના રાજા માટે વોસીરોની દેખભાળ કરે છે. જો કઈક અજુગતું કે નવું બને તો આ સેના રાજા ને જાણ કરે છે. ઉકારીઓ અને તેના સાથીઓ કોઈ પણ જગ્યાએ આસાની થી આવન જાવન કરી શકે છે. ઉકારીઓ ને એ વાનર જાતિના હોવાથી તેમની ઝડપ ખૂબ વધારે છે. તેમજ ઉકારીઓ અને તેની સેના ખૂબ ચપળ છે. તેઓ બેલ્ટબાજી માં ખૂબ હોંશિયાર છે. તેમની કમ્મર ની ઉપર જે લાલ બેલ્ટ છે એ એમનું હથીયાર છે, ભોફીને કહ્યું.

વાહ, શું વાત છે? ઉકારીઓ, તો તમે મને પણ આ બેલ્ટબાજી શીખવશો? અકીલે વખાણ કરતા પૂછ્યું.

હા જરૂર થી અકીલ, ઉકારીઓ એ કહ્યું. ને બન્ને હસી પડ્યા.

શું વિચારો છો તમે ગ્લોવર? વેલીને પૂછ્યું.

આપણે સૌથી પહેલા એકવાત ધ્યાનમાં લેવા ની જરૂર છે કે રાજકુમારી યારા ની ઓળખ આપણે છુપાવાની છે. જ્યાં સુધી આપણે રાણી કેટરીયલ ને છોડાવી ના લઈએ ત્યાં સુધી આપણે આ વાત નું ધ્યાન રાખવાની જરૂર છે, ગ્લોવરે ખૂબ શાંતિ થી કહ્યું.

હા આ વાત ગ્લોવર ની સાચી છે. તો આપણે જ્યાં સુધી રાણી કેટરીયલને ના છોડાવી લઈએ ત્યાં સુધી આપણે પહેલા ની જેમ જ યારા સાથે વર્તીશું. બોલો તમારા બધાનું શું કહેવું છે? વેલીને સુઝાવ આપ્યો.

રાજકુમારી યારા........ ભોફીન બોલવા જતો હતો ત્યાં યારા એ તેને રોકી લીધો.

ભોફીન વેલીન બરાબર કહે છે. ને મારા માટે તો તમે બધા પહેલા જેવા જ છો. તમારે બધાએ મને રાજકુમારી કહેવાની કોઈ જરૂર નથી, યારા એ ખૂબ પ્રેમ થી કહ્યું.

ના રાજકુમારી, તમે જે છો તેમાં કોઈ બદલાવ ના કરી શકાય. ને તમે જે સન્માન ને લાયક છો એ તમને મળવું જ જોઈએ. તમે વોસીરોના વારસદાર છો. ભવિષ્યના રાજા છો, ગ્લોવરે કહ્યું.

હા રાજકુમારી ગ્લોવર સાચું કહે છે. તમે વોસીરો નું ભવિષ્ય છો, ઉકારીઓ એ ખૂબ અદબ થી કહ્યું.

હા ઉકારીઓ પણ હાલમાં આપણે આ વાત છુપાવા ની છે. એટલે આપણે રાજકુમારી યારા ની વાત માનવી જોઈએ. આપણે તેમના સન્માન ને કોઈ આંચ નહિ આવવા દઈએ. પણ સાથે સાથે તેમની સુરક્ષા પણ મહત્વની છે. એટલે આપણે પહેલાની જેમજ વર્તી શું, ભોફીને કહ્યું.

તો પછી એ વાત નક્કી થઈ ગઈ કે યારા યારા છે, અકીલે ટીખળ કરતા કહ્યું.

ને બધા એક સાથે હસી પડ્યા.


ક્રમશ.............