Facebook Prem Shu shaky chhe ?? - 5 in Gujarati Love Stories by કુંજલ books and stories PDF | ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૫

Featured Books
Categories
Share

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૫

( આગળ ના ભાગ માં આપણે જોયું કે કાવ્યા ની બર્થડે હોય છે અને પ્રથમ તેને ફોન કરે છે વિશ કરવા. અચાનક કાવ્યા પર કોઈને ફોન આવે છે અને તે ટેન્શન માં આવી જાય છે. હવે આગળ જોઈએ)

કાવ્યા ને ટેન્શન માં જોઈને એની મમ્મી પૂછે છે, શું થયું તને અચાનક કોનો ફોન આવ્યો?
કાવ્યા: ' મમ્મી result આવી ગયું ? '
મમ્મી: અરે એમાં શું ટેન્શન લેય તું.
( કાવ્યા વિચારતી હતી , આ result પણ આજે જ આવાનું હતું. એક તો બર્થડે છે અને જો result ઓછુ આવ્યું તો મૂડ એમજ ખરાબ થઈ જશે)
કાવ્યા : હા મમ્મી આ તો અચાનક આવી ગયું એટલે થોડી શૉક થઈ ગઈ. (મન માં શું છે તે તો કાવ્યા ને જ ખબર)
મમ્મી : ચાલ તો ફટાફટ જોઈ લઈએ શું આવ્યું તે.
કાવ્યા : મમ્મી મને જોવા દે પહેલા પછી તું જોજે.
ચિંતન : તારું result તારા થી પહેલા મને ખબર પડી ગઈ ?
( ચિંતન કાવ્યા નો ભાઈ હતો જે નાનો હતો પણ કાવ્યા ને હેરાન કરવાનો એક પણ મોકો જવા નઈ દેતો હતો)
કાવ્યા : તને શું પંચાત મારા result ની.
ચિંતન : તારા માટે એક સરપ્રાઈઝ છે દીદી. result પછી જોજે.
કાવ્યા : જો ચિંતન મને ખોટું હેરાન નઈ કર. result જોવા દે.
(ચિંતન એનો મોબાઈલ લઈ ને ભાગી જાય છે બિલ્ડિંગ ની બહારના ગ્રાઉન્ડ પર )
કાવ્યા ભાગતી ભાગતી આવે છે...અને જોઈ છે એક સરપ્રાઈઝ!!!
એના કૉલેજ ના મિત્રો ત્યાં હોય છે. રાધી, રાજ, જૈનમ, આશિષ. કાવ્યા તો જોતી જ રહી જાય છે.
ચિંતન : કેવી લાગ્યું મારું સરપ્રાઈઝ ?
કાવ્યા : પહેલી વાર તે કોઈ સારું સરપ્રાઈઝ આપ્યું મને.thankyou હા?
ચિંતન : ઓહ પ્લીઝ, thankyou થી કંઇ નઈ થાય. રાત ના પાર્ટી જોઈએ.
કાવ્યા : હા ભાઈ, તને પાર્ટી આપીશ પણ હવે તો મોબાઈલ આપ મારો.
ચિંતન : હા લે તારો મોબાઈલ, શાંતિ થઈ!!
જૈનમ : તું એક વાર કાવ્યા પાસેથી એનો મોબાઈલ લઈ લે, પછી જે કામ હોય તે કરી આપશે તે ?
કાવ્યા : બસ હા હવે, તને બહુ પ્રોબ્લેમ છે મારા ફોન થી.
જૈનમ : હા...U can't stay without it ?
કાવ્યા : તું છે ને...(બંને ની વાત અટકાવતા રાધિ બોલી)
રાધિ: બસ કરો માતે... તમારું પત્યું હોય તો જે કામ કરવા આવ્યા છે તે કર્યે!!
કાવ્યા : હા, સોરી સોરી...
રાધી: હેપ્પી બર્થડે કાવી!!☺️
આશિષ : happy birthday angry bird ?
રાજ: happy birthday Tom ?
જૈનમ : હેપ્પી બર્થડે Miss.mysterious?
કાવ્યા : Thankyou so much☺️☺️
મને ખૂબ જ ગમ્યું તમે બધા મને મળવા આવ્યા .
જૈનમ : હા અને પાર્ટી લીધા વગર જવાના પણ નથી ?
કાવ્યા (હસતા હસતા) : હા એ તો હું તમને જવા પણ નઈ દેવા ને. ?
રાજ : ઔર યે સબ મૈં તુમ યે ભી ભૂલ ગઈ કી આજ તુમ્હારા result અયા થા.??
કાવ્યા : અરે હા હું તો ભૂલી જ ગઈ આ બધા માં result નુ.
રાધી: અરે અમે જોઈ લીધું તારું result. 8 spi આવ્યા છે.
કાવ્યા : અરે વાહ...આજે તો એક પછી એક surprise મળે છે .
ત્યાં જ કાવ્યા નો ફોન રણકે છે.
રાજ : ચલો એક ઔર સરપ્રાઈઝ !!
કાવ્યા જોઈ છે પ્રથમ નો ફોન હતો. પણ ત્યાં મમ્મી આવી ગઈ.
મમ્મી : કાવ્યા તું કેવી છે .. ક્યાર ના તારા ફ્રેન્ડ આવ્યા છે અને એમને તું ઘર માં જ નઈ લાવી.
કાવ્યા : સોરી મમ્મી આવતી જ હતી હું.
( કાવ્યા અને તેના મિત્રો તેની મમ્મી સાથે ઘર માં જાય છે)
કાવ્યા માટે આ ખૂબ જ યાદગાર દિવસ હતો. તેના મિત્રો આવ્યા , result સારું આવ્યું . કાવ્યા ની લાઈફ માં તેના મિત્રો ખૂબ જ મહત્ત્વના હતા. અને આ મિત્રો માં એક બીજો મિત્ર પણ હતો પ્રથમ .
અચાનક કાવ્યા ને યાદ આવ્યું કે પ્રથમ નો ફોન આવ્યો હતો પણ વાત નઈ થઈ. પણ વિચાર્યું પછી શાંતિ થી ફોન કરું તેને.
બસ આવી જ રીતે કાવ્યા નો દિવસ પસાર થઈ ગયો. આખો દિવસ મિત્રો સાથે મસ્તી, ખૂબ બધી વાતો. ખરેખર મૈત્રી ખૂબ નિખાલસ સંબંધ છે, આપણે મૈત્રી કરવા મિત્રો બનાવવા પડે છે, સમય આપવો પડે છે , એક બીજા ને ઓળખવા પડે છે. અને કદાચ એટલે જ મૈત્રી ને પવિત્ર સંબંધ કહ્યો છે. કે જેમાં નિ:સ્વાર્થ ભાવ થી આપણે મિત્ર ને ખુશ કરીએ છે. જેવું કાવ્યા ને મિત્રો એ કર્યું.
રાત ના ૧૧ વાગ્યા , કાવ્યા વિચારે છે કેવો સરસ દિવસ રહ્યો. કંઇ પણ વિચાર્યું નઈ હતું કે આટલો સ્પેશિયલ દિવસ હશે આ. એમ પણ મારી લાઈફ માં હું જે વિચારું છું એવું થતું નથી, પણ જે થાય છે તે એનાથી પણ વધારે સારું હોય છે. અચાનક તેનો ફોન રણકે છે, તે જોઈ છે પ્રથમ !!
ફોન ઉંચકીને તરત બોલવા લાગે છે કાવ્યા...
કાવ્યા : સોરી સોરી સોરી. પ્લીઝ માફ કરી દે પ્રથમ. મને યાદ હતું તને ફોન કરવાનું પણ આખા દિવસ માં સમય જ નઈ મળ્યો.
પ્રથમ : અરે.... પ્લીઝ તું શાંત થા પેહલા તો. તારી સાથે ઝઘડો કરવા ફોન નથી કર્યો. મને ખબર છે આજે તારા મિત્રો આવ્યા હતા એટલે તું busy હતી.
કાવ્યા : (આશ્ચર્ય સાથે) તને કેવી રીતે ખબર પડી?
પ્રથમ : તમારા ફેસબુક પરથી. તમને ટેગ કર્યા હતા ફોટોઝ માં એટલે.
કાવ્યા : અચ્છા, મેં તો તે ફોટા જોયા જ નથી હજુ.
પ્રથમ : ચાલ કંઇ નઈ. બોલ હવે કેવો ગયો તારો દિવસ.
કાવ્યા : બોવ જ મસ્ત ગયો. અને તને ખબર આજે બીજી એક સારી વસ્તુ થઈ.
પ્રથમ: શું થયું નવુ?
કાવ્યા: મારું result આવ્યું આજે બોલ.
અને પછી કાવ્યા અને પ્રથમ ની કલાક સુધી વાત ચાલી. જાણે તે બંને વર્ષો થી એક બીજા ને ઓળખતા હોય.
પણ ખરેખર જ્યારે તમને કોઈનો સાથ ગમે છે ત્યારે તમે તેની સાથે કેટલો સમય વિતાવ્યો તે નઈ પણ કેવો સમય વિતાવ્યો તે મહત્વ નું હોય છે , કાવ્યા અને પ્રથમ નું પણ એવું જ છે. તે બંને એક બીજા ને નથી મળ્યા હજુ સુધી પરંતુ તેમનું જોડાણ જ એવું છે કે તે પોતાની જાત ને નથી રોકી શકતા એક બીજા જોડે વાત કરતા.

પ્રથમ: કાવ્યા ચાલ ૧૨ વાગ્યા, હવે સૂઈ જવું જોઈએ.
કાવ્યા: પ્રથમ મને એક ગિફ્ટ આપીશ તું.
પ્રથમ : હા આપીશ મારાથી આપતી હોય તો, શું જોઈએ તને?
કાવ્યા : મારે વીડિયો કોલ કરી તને એક વાર જોવો છે.
(પ્રથમ વિચાર માં પડી ગયો કે અચાનક શું થયું...તે પણ આ સમયે)
કાવ્યા : આટલું બધું શું વિચારે છે, એક વીડિયો કોલ માં શું પ્રોબ્લેમ?
પ્રથમ: અરે હા એમાં શું, હું કરું એક મિનિટ.
(પ્રથમ વિડિયો કોલ કરે છે)
પ્રથમ : hi, લે તારી ગિફ્ટ ?
કાવ્યા : હા હવે, જોઈ લીધો, આભાર તમારો.
પ્રથમ : તું પણ કાવ્યા પાગલ છે, કંઇ પણ કરવા કહે છે.
કાવ્યા : સારું તને એવું લાગે તો. ચાલ gud night
પ્રથમ: સોરી, તને ખોટું તો નથી લાગ્યું ને?
કાવ્યા : (હસતા હસતા) શું વાત છે.. આટલી જલ્દી ભૂલ માની લીધી.
પ્રથમ : ઓ હેલ્લો, આ તો બર્થડે ગિફ્ટ હતી એટલે જ. બાકી કંઇ નઈ.
કાવ્યા : ok Mr.khadus. thankyou.
પ્રથમ : ચાલ good night.tc
કાવ્યા: gn.
( કાવ્યા વિચારે છે કે પ્રથમ ને કદાચ અજીબ લાગ્યું હશે વીડિયો કોલ નું, પણ ખબર ની કાવ્યા નું મન થયું પ્રથમ ને જોવાનું. પછી વિચાર્યું કે તે ફક્ત મારો મિત્ર છે તો શું કામ મને કઈક અલગ લાગે છે. પછી તેને એક બુક માં વાંચેલું યાદ આવ્યું કે ઘણી વાર તમે આકર્ષણ ને, આદત ને પ્રેમ માની લેવ છો, એટલે હું પ્રથમ સાથે આખો દિવસ વાત કરું, તો મને તેની આદત પડી ગઈ છે, જેને પ્રેમ સાથે સરખાવી ના શકાય.બસ આ જ વિચાર કરતા કરતા કાવ્યા સૂઈ જાય છે)

શું કાવ્યા અને પ્રથમ મળશે કે પછી બીજી ફેસબૂક દોસ્તી ની જેમ ખાલી મેસેજ પર જ રહી જશે?
શું આ આદત પ્રેમ માં પરિવર્તિત થશે?
આ સવાલો ના જવાબ સાથે જ ટુંક સમય માં નવા ભાગ સાથે આવીશ.
આપને આ ભાગ કેવો લાગ્યો એનો જરૂર થી પ્રતિભાવ આપશો.

- કુંજલ