Adhura prem ni vaato - 5 in Gujarati Love Stories by Heena Patel books and stories PDF | અધુરા પ્રેમ ની વાતો... - 5

Featured Books
Categories
Share

અધુરા પ્રેમ ની વાતો... - 5

આગળ ના ભાગ માં જોયું કે નયન જૂહી અને વિવેક ને શોધવા જાય છે અને તે બન્ને વચ્ચે ની વાટ શાંભરી લેય છે. હવે આગળનું.....

***********

નયન શાંભરી રહ્યો હતો કે જૂહી વિવેક ને કહી રહી હતી કે પોતના વિઝા કોલ ટુંક સમયમાં આવશે અને પછી એ અમેરિકા જસે લગભગ હવે આવાની ત્યારી છે. નયન ચોકી જાય છે કે હવે વિવેક શું કરશે પરંતુ વિવેક જૂહી ને સાંભરી ને કહે છે જૂહી તું ટેન્સન નહી લે જે થાઈ એ જોયું જશે. નયને લાગે છે કે વિવેકે સહજ રીતે સ્વિકારી લીધું શું એને આ વાટ થી કોઈ પ્રોબ્લેમ નથી સમજાતુ નથી કઈ પણ નયન નું કામ તો પતી ગયું વિવેક ને જે કેહવા આવ્યો હતો એ જૂહી કહી દીધું હવે એને ત્યાં રોકાવું ઠીક ન લાગ્યું તે ત્યાથી ચાલ્યો જાય છે.

વિવેક જૂહીને એક આખરી પલ પોતની સાથે જીવી લેવા કહે છે. કારણ કે જૂહી કદાચ હવે ક્યારે આવશે અને ત્યાં સુધી માં એ શું કરશે એ વિવેક ને સમજાતુ નથી તેથી જેટલો સમય છે એ જૂહી શાથે રેહવા માગે છે. જૂહી કહે છે વિવેક તું ચિંતા ના કરતો હું ક્યાંય પણ હોઈશ તને કોન્ટેક જરૂર કરીશ વિવેક હું હવે બે ત્રણ વર્ષ પછીજ આવિશ વિવેક જૂહી ને હવે આગળ બોલવા નાં કહે છે. જૂહી અને વિવેક બન્નેની આંખો આશુ થી છલકાઇ ગઇ બન્ને એક બીજાને જોઈ રહ્યા હતા. પણ હવે આટલી નજીક જૂહી ને જોઈ તે રહિ નથી શકતો વિવેક જૂહી ને પ્રેમ નો પ્રસ્થાવ કરવા ઇચ્છતો હતો હવે આખરી પલો ને યાદગાર બનવા માગતો હતો પરંતુ જૂહી ને કદાચ ન ગમસે એ વિચાર થી તે ચુપ હતો. થોરો સમય બન્ને ચુપ બેસી રહ્યા પણ વિવેકના મનમાં ઉઠેલો વિચારો નો તાંડવ હવે વધી રહ્યો હતો.

વિવેકને હવે જૂહી ની સામે વધારે રેહવુ યોગ્ય ન લાગ્યું વિવેક ત્યાંથી ચાલતો થાઈ છે એક એક ડગલું જાણે ભારે પડી રહ્યુ હતું. જૂહી પણ હવે વિવેક ને પોતાનાથી દુર જતાં જોઈ રહિ હતી તેને પણ લાગ્યું કે વિવેક એને કંઈક કહેવા માંગે છે પણ એનાં એ શબ્દો મે રોકી રાખ્યા છે આજ સમય છે વિવેક ને રોકી લેવાનો આવો વિચાર આવતાજ જૂહી વિવેકની તરફ દોડી જાય છે અને વિવેક ને રોકી એની બાહોમાં સમાઈ જાય છે. વિવેક જૂહી ને પોતાની બાહોમાં જકડી બોલી રહ્યો હતો

"આઈ લવ યુ જૂહી... આઈ લવ યું સોમચ જૂહી...."

અને ત્યાર બાદ વિવેક જૂહી પર ચુંબન રૂપી વરસાદ બની વરશી જાય છે. જૂહી પણ વિવેક ને રોકીતી નથી થોરી વાર સુધી વિવેક એજ રીતે જૂહી ને ચુંબનો થી ભિજાંવટો રહ્યો જૂહીના આખા ચેહરાની રોનક બદલી નાખી હતી કારણ કે ચુંબનનો એ વરસાદ હવે જૂહીના ચેહરા ને પહેલા કરતા વધારે ચમકીલો બનાવી દીધો હતો. બન્ને એક બીજાના ચેહરા જોઈ રહયા હતા. વિવેક જૂહી ને કહે છે માફ કરજે જૂહી પણ હું ખુદને રોકી ના શક્યો તેથીજ તારા થી દુર જઈ રહ્યો હતો પણ તે મને રોકી લીધો અને હું મારા પર કાબૂ ન રાખી શક્યો.

વિવેક જૂહી તરફ જોઈ ને કહે છે હુ જાણું છું કે તું ત્યાજ રેહવા માગે છે. હા કદાચ લગ્ન પણ તું ત્યાજ કરીશ ને જૂહી?? તારી એ સ્વપ્નોની દુનિયામાં મારાથી આવી શકાય તેમ નથી જૂહી. પણ હા હવે હું સાચવી રાખીશ તારો આ આપેલ સમયરૂપી ભેટ ને. જૂહી તારી વાટ મને યાદ હતી હું પ્રેમનો પ્રસથાવ ક્યારે નહી કરતે પણ તારી આ લાગણી સામે હું ખુદને રોકી ના શક્યો.

જૂહી કહે છે નહિ મને તું ભૂલી જજે વિવેક હું તને કોઈ તક્લીફ આપવા નથી માગતી મને ખબર છે તું કહતો ને એક સરસ છોકરી ને પ્રેમ કરીશ અને એને જ પત્નિ બનાવી સુખે થી રહીશ અને મારા પિતાજીની સેવા કરશે અમારુ નાનકડું પરિવાર હશે અને પિતાજી ને છોડી તું ક્યાય જવાનો નથી તારુ સ્વપ્ન માતૃભૂમિ પાસે અહિયા જ રેહવાનું છે.
જ્યારે મારું બહારની દુનિયા જોવાનું સ્વપ્ન , વિદેશમાં રેહવાનું સ્વપ્ન છે. આપણે બન્ને નાં વિચાર અલગ છે અને હું તારા સ્વપ્નો ને તોરી નાખવા નથી માગતી કે નથી મારા સ્વપ્નાવો ને તોરવા. હું ઉડવા માગું છુ કઈક કરવા માગું છું વિવેક સોરી પણ આજ સત્ય છે.

પ્રેમ થઈ જાય છે પરંતુ ત્યાર પછીનું જીવન મારે સામાન્ય સ્ત્રી ની જેમ નથી વિતાવવું મારે કઈક કરી બતાવું છે. મારી ઈચ્છા પૂર્ણ કરવી છે વિદેશમાં ભણી ને ત્યાજ જોપ કરવાનું અને રેહવાનો મારો ધ્યેય છે. મારા ફૂલ ફેમેલી ને ત્યાં બોલાવું છે. અટલે જ હું આ પ્રેમનાં વિષય થી દુર ભાગતી હતી. હા હું તારી જોરેજ રહતે પણ હું મારું બધું કુરબાન કરવા નથી માગતી મારા સ્વપ્નો ની પાંખ કાપી તારી જોરે હું નહી જીવી શકું વિવેક મને માફ કરી દે હા હું તારા પ્રેમ ને ક્યારે નહી ભુલું આ યાદો હમેશાં યાદ રહશે... હવે શું થશે આગળ... જોવા માટે વાચતાં રહો અધુરા પ્રેમ ની વાતો....

હવે આગળ ના ભાગ માં

હિના પટેલ....