Prem ni Abhaykruti - 5 in Gujarati Love Stories by Parl Manish Mehta books and stories PDF | પ્રેમ ની અભયાકૃતિ - 5

Featured Books
Categories
Share

પ્રેમ ની અભયાકૃતિ - 5

આવી ગઈ હું આપણી પ્રેમ ની અભયાકૃતિ લઇ ને .....


કેટલા દિવસો ના ઇન્તેઝાર બાદ આજે હવે ફ્લેશ બેક માં જવાના છીએ આપણે .... તમારી ખુશીઓ નું તો આજે ઠેકાણું નહિ રહ્યું હોય .....


અરે મારી ખુશી પણ સમાતી નથી હું પણ હવે જણાવી દઉં .....


ચાલો તો વાર્તા તરફ જઈએ ....

આગલા ભાગ માં આપણે જોયું કે ....



"રવિ ક્રિના હવે બાળકો ને વાસ્તવિકતા કહેવા નો સમય આવી ગયો છે મોટા થઇ ગયા છે ." અનોખી બોલી.


"સાચી વાત છે હું પણ આજે કહેવાનો હતો . હવે હું આમ નથી જોય શકતો કે મારી બેના વિશે લોકો આવું ખરાબ વિચારે." રવિ બોલ્યો.


"પણ સુ વાત જણાવી આપણે એમને વધુ દુઃખી તો નહિ કરીએ ને . અને વાત જાણી લીધા પછી આપણા થી દૂર થઇ ગયા તો?" સિદ્ધાર્થ ખુબ ચિંતિત સ્વર માં બોલ્યો.


" હવે જે થશે દેખા જાયેગા પણ હવે કહી દઈએ."ક્રિના બોલી.




હવે આગળ ......


"વિહા વિહાર વિશ્વા વિશ્વાસ મનાલી આદર્શ .... અહીંયા આવો તો જરા બધા ....એક અગત્ય ની વાત કરવી છે તમને બધા ને ." રવિ મામા બૂમ પાડી .


"હા આવ્યા" એવો અંદર થી જવાબ મળ્યો .


બધા નાચતા કુદતા બહાર આવ્યા અને સોફા પર બેઠા અને વાત શરૂ કરો એમ જાણે ઈશારો માં કહ્યુ .


"મનાલી બેટા કદાચ બધી વાત થી જાણ છે કે અજાણ હું જાણતી નથી પણ જો જાણ હોય તો તારે પણ જાણી લેવું જોઈએ કારણ કે હવે તું પણ પરિવાર ની સભ્ય છે ." અનોખી ગંભીર સ્વર માં બોલી .


"મમ્મી એવા તો તું શું મૂળ જુના હોય ખોદવા બેસે છે આજે નથી કરવી વિસય માં કોઈ પણ વાત ." વિહાર જાણે વાત સમજી રહ્યો હોય તેમ બોલ્યો .


"ના બેટા આજે બોલી લેવા દે 10 વર્ષ થી બોજ સાચવી અમે થાકી ગયા છે . પળે પળ તમે મારી બહેન આકૃતિ અને અભય ને કૈક ને કૈક ખરાબ બોલતા રહો છો સંભળાતું નથી મારાથી . તમને તમારી બહેન માટે જેટલો પ્રેમ છે ને એના કરતા અબજો ગણો હું મારી બેન આકૃતિ ને કરું છું અને એના વિશે એક પણ ખરાબ શબ્દ હું નથી સાંભળી શકતો . રાખડી વખતે પ્રોમીસ આપ્યું તું એની રક્ષા કરવાનું હંમેશા સાથે રહેવાનું જે તો હું એક ભાઈ તરીકે અસફળ રહ્યો પણ હવે તો એને એના દીકરા દીકરી સામે ખોટા નહિ ચીતરી શકાય મારાથી ." રવિ ની આંખ માં આટલું બોલતા ની સાથે પાણી આવી ગયું .


" મામુ પણ એને સુ બહેન હોવાની એક પણ ફરજ સાચવી છે જેને માટે તમે આટલું બધૂ વિચારી રહ્યા છો તો એમ પણ નથી વિચારતી કે તમે જીવો પણ છો કે નહી ." વિશ્વા બોલી .


"અરે બેટા શું વિચારવાની ....!!" " વાત જવા દે . હું કહું આજે તમને પુરી કહાની ." અનોખી બોલી .


"વિહા અને વિહાર તમારા મમ્મી પપ્પા એટલે કે મારા અમારા સૌ ના દિલ ના ટુકડા અભય અને આકૃતિ ...... હું, આકૃતિ અને અભય કોલેજ માં સાથે હતા. આમ એક કોલેજ પણ અલગ અલગ ફિલ્ડ માં અભય અને આકૃતિ બંને એક ફિલ્ડ માં હતા MBBS થવા ના હતા . આમ અમે 12th માં પણ સાથે હતા પણ એટલો ખાસ સંપર્ક નહિ પણ જયારે કોલજ માં કોઈ પણ પોતાનું દેખાય આવે તો જાણે ખુશી નું ઠેકાણું ના રહે એમાં અભય અને આકૃતિ ની દોસ્તી સારી જામી ગઈ અને મને મારી કોલેજ માં કોઈ જોડે ફાવતું નહિ એટલે હું આમ એન્જીનીર પણ હંમેશા ભૂતળા જોડે મેડિકલ ફિલ્ડ માં દેખાતી .ત્યાં એવા એક અભય ના મિત્ર મારી જેમ હંમેશા પડી રહેનારા એટલે સિદ્ધાર્થ એમાંથી અમારી બંને ની મુલાકાત થયેલી ." અનોખી જાણે ફરી હસીન કોલેજ ના પળો માણી રહી હોય એવું લાગતું હતું .



" હું આકૃતિ સાથે નાનો હતો ત્યારથી સ્કૂલ માં સાથે રહેલો એનો ભાઈ . આમ અમારી વચ્ચે લોહી નું સગપણ હતું પણ કદાચ સાગા ભાઈ બેન ને પણ શરમાવી દે એટલો ઘાઢ પ્રેમ હતો . પણ 10 માં થી અમે આમ છુટા પડી ગયેલા પણ છતાં હું હંમેશા એના ઘરે મળી આવતો એના મમ્મી પણ મને એમના પોતાના દીકરા ની જેમ સાચવતા . " રવિ ની આંખો ભરાઈ આવી


"અભય અને આકૃતિ ક્યારેય એકબીજા ની મિત્રતા તૂટે એવું ઇચ્છતા હતા એટલે કોલેજ માં 2 વર્ષ પછી જયારે બંને ને અહેસાસ થયો કે તે બંને પ્રેમ કરે છે એક બીજા ને તો તે જણાવ્યા વગર દોસ્તી નિભાવતા રહ્યા .પણ બાબતે આકૃતિ ની મમ્મી એકદમ નિર્ણય માં મક્કમ હતી કે બંને ના લગ્ન તો થશે એમ . અને જયારે બધા બેઠા હતા અને મજાક મસ્તી નો માહોલ હતો તો આંટી બોલી ઉઠયા કે આમ હોય તો કેવું સારું . આમ બંને ના મન માં જાણે ઉત્સાહ ની રોશની થઇ પણ વળી સાથે સામે વાળા ના વિચાર નો વિચાર કરી મમ્મી તમે પણ સુ બોલો છો કરી વાત તાલિ દેવાય . પણ હવે મને અને તારી મમ્મી અનોખી ને જરૂરી લાગ્યું કે બંને ના લીધે અમે જોડાય ગયા તો આમને કેમ અલગ રાખવા અને આંટી ની પણ ઈચછા હોય તો કેવું સારું .અને અમે અંતે એમના પ્રેમ નો એકરાર કરાવી દીધો ." આદિત્ય પણ જાણે ખુશ મિજાજ થઈ રહ્યો હતો . વર્ષો થી ક્યાયક જવાબદારીઓ ના બોજ હેઠળ દબાયેલો પોતાની જુવાની સાંભળી મલકાઈ રહ્યો હતો .


"પણ બસ ખુશી ને નજર લાગી ગઈ ....." રવિ ઉદાસ ચહેરે બોલ્યો .






અરે બસ બધું આજે થોડી કહી દઈશ . એમ પણ આજે બહુ મોટી સત્ય સામે આવ્યું છે . પચાવો ત્યાં સુધી ભાગ માટે બીજો વિસ્ફોટ લઇ આવું હું ....


તમારા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો પ્રેમ ની અભયાકૃતિ .


©️પર્લ મહેતા