Tari chahat - 2 in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | તારી ચાહત - 2

Featured Books
Categories
Share

તારી ચાહત - 2



મારી અને જાનવીની ફોટોઝ જોઈને એણે કહ્યું..
એ : બહુ જ સારી જોડી છે તમારી તો..
હું : હા.. એ તો છે જ તને ખબર છે અમારી કોલેજ પણ અમને રોમિયો જુલિયટ તરીકે ઓળખે છે..
એ પછી જાનવી તો ઓફલાઇન થઈ ગઈ પણ ચાહત સાથે છેક લંચ ટાઈમ સુધી હું ચેટ કરતો રહ્યો..

બીજે દિવસે સવારે હું લગભગ આઠેક વાગ્યાની આસપાસ હું જાનવીને પિક કરવા એના ઘરે પોહચ્યો..
એના ગેઇટ પાસે ઉભા રહીને બે ચાર હોર્ન માર્યા પણ જાનવીએ કઈ જવાબ ના આપ્યો.. રોજ તો એ ઉપર બાલ્કનીમાં થી જ કહી દેતી.. બસ પાંચ મિનિટમાં આવું.. પણ આજે..
મેં એને કોલ કર્યો.. એનો કોલ સ્વીચ ઓફ આવતો હતો.. મારા મનમાં એક પ્રકારની અજીબ બેચેની થવા લાગી..
આ જાનવી ફોન કેમ નહીં ઉપડતી.. બાઇક સાઈડમાં લગાવી.. ગેઇટ ખોલી હું એના ઘર પાસે ગયો.. દરવાજો ખુલ્લો હતો.. હું અંદર પ્રવેશ્યો.. જાનવી..જાન..વી..મોટેથી એને બે ચાર અવાજ પણ લગાવ્યા.. પણ એણે કોઈ જાતનો પ્રતિસાદ જ ના આપ્યો...
સીડીના પગથિયાં ચડી હું ઉપર એના રૂમમાં ગયો.. એના રૂમનો પણ દરવાજો સહેજ અધખુલ્લો હતો..
દરવાજો ખોલી હું અંદર પ્રવેશ્યો.. તો.. આખો રૂમ અસ્તવ્યસ્ત હતો.. વસ્તુઓ તૂટેલ ફુટેલ.. જ્યાં ત્યાં જેમ તેમ.. ફેલાયેલી હતી.. અને જાનવી..
જાનવી ડરની મારી ધ્રૂજતી એક ખૂણામાં ટૂંટિયું વાળીને બેઠી હતી..
હું એની પાસે દોડ્યો...
''જાનવી, જાનવી..જાનવી શુ થયું.. તું આટલી ડરેલી કેમ દેખાય છે..?''
એણે ધ્રુજતા ધ્રુજતા મારી સામે જોયું.. અને પછી મને વળગીને રડી પડી..
અને રડતા રડતા ગઈ કાલે એની સાથે જે કઈ બની ગયું એનું એણે વર્ણન કર્યું..
રાત્રે તારી સાથે વાત પૂરી થતાં જ હું બેડ પર આડી પડી.. લાઈટ ઓફ કરી હજુ આંખો જ મીંચી હતી ત્યાં જ મને કોઈનો અવાજ સાંભળાયો.. કોઈના ઝાંઝરનો.. એવું લાગતું જાણે બહાર કોઈ પગથિયાં ચડી ઉપર આવી રહ્યું હતું..
ડરની મારી હું બેઠી થઈ ગઈ.. અને પછી થોડી હિંમત ભેગી કરી દરવાજો ખોલી બહાર નીકળી.. બહાર હોલમાં કોઈ જ નોહતું.. એ પછી હું પાછી રૂમમાં આવી પણ ત્યાં જ સામેના અરીસામાં મને એક ડરાવણો ચહેરો દેખાયો.. એક સ્ત્રીનો.. ખૂબ જ ભયાનક ચહેરો.. જેને જોતા જ ડરની મારી હું બહારની તરફ ભાગી.. પણ જેવી હું દરવાજાની બહાર નીકળું.. દરવાજો અંદરથી જ બંધ થઈ ગયો..
અને પછી એક સ્ત્રીનો ભયાનક રીતે રડવાનો અવાજ મારા કાને પડ્યો..
હું ખૂબ જ ડરી ગઈ.. એટલે મેં તને કોલ કરવા મોબાઈલ હાથમાં લીધો.. હજુ હું તને કોલ કરી રહી હતી એટલામાં જ એ સ્ત્રી મારી આંખ સામે આવી ગઈ..
ખુલ્લાં ને વિખરાયેલા વાળ.., સફેદને સહેજ લાલાશ પડતી આંખો, ખુબજ બિહામણો ચહેરો.. ગંદાને ચીંથરેહાલ પહેરેલા કપડાં..લાંબા લાંબા નખ.. હું એને જોતા જ ડરની મારી હું ચીંખી.. એણે મને ગળાના ભાગેથી પકડી અને.. હવામાં ઉંચી કરી..
જયદેવ, ફક્ત મારો જ છે.. અને પછી એ મારી આંખ સામે જ ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ..
* * *
એ કોણ હતી.. એણે જાનવી ને શુ કામ ડરાવી.. એનો મારી સાથે શુ સબંધ... હું વિચોરોમાં ખોવાયેલો હતો ત્યાં જ ચાહતનો મેસેજ આવ્યો..
એ : હાય રોમિયો, શુ હાલચાલ છે..?
મેં એને ગઈકાલે રાત્રે પલ્લવી સાથે જે કઈ બન્યું એ જણાવી દીધું..
એણે આ વાતને વધારે સિરિયસલી ના લીધી
એ : યાર, એવું પણ બની શકે કે આ એના મનનો વહેમ હોય.. કે પછી એણે આ બધું જ સપનામાં જોયું હોય અને એના કારણે એ ડરી ગઈ હોય..
મને એની વાત યોગ્ય લાગી.. આમ પણ હું ભૂતપ્રેતમાં ખાસ માનતો નહીં..
મને જાનવીની બહુ જ ચિંતા થતી હતી એટલે એ જ દિવસે હું જાનવીને મારે ત્યાં મારા ઘરે લઈ આવ્યો.. જેથી એ મારી આંખ સામે રહે.. એ પછી જાનવી મારે ત્યાં મારા ઘરે મારી સાથે રહેવા લાગી.. આ દરમ્યાન એવું કઈ જ ના બન્યું જેવું એણે એ દિવસે મને કહ્યું હતું.. એટલે હુંથોડો નિશ્ચિત થયો.. મને લાગ્યું કદાચ આ એનો વહેમ જ હશે.. આ ઘટનાં ને એક વિક થઈ ગયું..
આ એક વીકમાં હું અને ચાહત એકબીજાની ઘણા નજીક આવી ગયા.. અમે કલાકો એકબીજા સાથે વીડિયોકોલ પર વાતો કરતા.. મોડી રાત સુધી ચેટિંગમાં ગપ્પા મારતા.. પહેલીવાર જ્યારે વીડિયો કોલ પર એણે એનો ચહેરો દેખાડ્યો ને ત્યારથી જ જાણે હું એના તરફ આકર્ષાયો.. મને એની આ વરસ્ચ્યુલ કંપની બહુ જ ગમતી.. એવું લાગતું કે જાણે એની સાથે મારો કોઈ જૂનો ને જાણીતો સબંધ છે..
એક રાત્રે જાનવી સુઈ ગઈ ને હું મોડે સુધી ચાહત સાથે ચેટ કરતો રહ્યો.. અડધી રાત્રે અમે અમારી વાતોને વિરામ આપ્યો.. ઊંઘ બહુ આવતી હતી એટલે ત્યાં જ સોફા પર જ હું સુઈ ગયો.. હજુ ઊંઘ આવી એને કલાક પણ નહીં થઈ હોય ને ત્યાં જ મને કોઈનો રડવાનો અવાજ સાંભળાણો.. ઉભો થઇ લાઈટ ઓન કરી તો..
એ જ રાત વાળું દ્રશ્ય.. જાનવીના રૂમની જેમ મારો આખો રૂમ.. અસ્તવ્યસ્ત જેમજેમ પડ્યો હતો.. બધી જ વસ્તુઓ વેરવિખેર જ્યાં ત્યાં ઊડતી હતી અને.. સામેની જ દીવાલ પર સહેજ ઉપર લોહીના દાગ હતા ને એની નીચે ફર્સ પર લોહીલુહાણ હાલતમાં જાનવી બેભાન પડી હતી..
* * *
હોસ્પિટલમાં જ્યારે જાનવીને હોશ આવ્યો ત્યારે એ ખૂબ જ ડરેલી હતી.. એની આંખોમાં ડર સાફ દેખાતો હતો.. એ કશું બોલી તો ના શકી પણ એણે મારી સામે આંગળી ચીંધી.. હું કઈ સમજ એ પહેલાં જ મારુ ધ્યાન મારી સામે જાનવીના બેડ પાછળ લગાવેલા મોટા પારદર્શક કાચમાં ગયું.. ત્યાં મેં એકદમ મારી પાછળ ઉભેલી એક અસ્પષ્ટ આકૃતિ જોઈ..
જાનવીનો ઈશારો મારા તરફ નહીં પણ મારી પાછળ ઉભેલી એ જ અસ્પષ્ટ આકૃતિ તરફ હતો એટલે એને જોવા હું અચાનક જ પાછળ ફર્યો પણ.. ત્યાં કોઈ જ નોહતું..
ખરેખર જાનવી જે કહેતી હતી એ સાચું હતું.. કોઈ તો એવી શેતાની શક્તિ છે જે એને હેરાન કરે છે.. આખરે એ મારી દોસ્ત છે.. મારે ગમે તે કરીને એને બચાવવી જ પડશે..

હું વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ ચાહતનો મેસેજ આવ્યો..
એ : હાય રોમિયો, શુ ચાલે છે..
મેં એને આજે હોસ્પિટલમાં જોયેલી પેલી અસ્પષ્ટ આકૃતિ વિશે જણાવ્યું.. પણ એણે વાતની ગંભીરતા ને સમજ્યાં વિના વાતને હસી કાઢી..
એ : મને તો લાગે છે તું અને જાનવી બન્ને સરખા છો.. બન્ને ને એકજેવા જ વહેમ થાય છે..
હું : આ વહેમ નથી.. હું સાચું કહું છું.. મેં ખરેખર એ ભૂત જેવી આકૃતિ ત્યાં કાચમાં જોયેલી..
આ વખતે એણે વાતને બદલવા કહ્યું..
એ : યાર પ્લીઝ આ ભૂતપ્રેતની વાત તું રહેવા દે ને.. મને ડર લાગે છે..
હું હસ્યો..
હું : બધાને ડરાવવા વાળી આજે ખુદ ડરે છે..
એ : તને ખરેખર લાગે છે કે મને જોઈને કોઈ ડરી જાય..?
હું : કોઈની તો ખબર નહી પણ હું ડરી જાવ છું..
એ : એટલે કહેવા શુ માંગે છે.. હું એટલી ખરાબ દેખાવ છું..
હું : ના ના.. તું તો..
હું મેસેજ ટાઈપ કરતો હતો ત્યાં જ એણે કહ્યું..
એ : ચલ છોડ.. એ બતાવ હું તને કેવી લાગુ..
એણે અચાનક જ પૂછી લીધું કે હું તને કેવી લાગુ છું.. જવાબમાં મારા દિલની વાત પણ નીકળી જ ગઈ..
હું : તું મને બહુ જ ગમે છે..
એ : ખરેખર..?
હું : ખરેખર યાર મજાક નથી કરતો.. તને જ્યારે પહેલીવાર જોઈ હતી ત્યારથી હું તને પસંદ કરવા લાગ્યો હતો..
એ : તો પછી લગ્ન કરીશ મારી સાથે..?
હું : હા.. પણ અત્યારે નહીં.. કોલેજમાં મારુ છેલ્લું સેમ છે.. પૂરું થતા જ આપણે લગ્ન કરી લેશું..
એ : ઓકે, તો ત્યાં સુધી હું તારી રાહ જોઇશ..
* * *
જાનવી સાથે આ એક વીકમાં જે બે અજીબ ઘટનાઓ બની ગઈ.. અને હોસ્પિટલમાં મેં જોયેલી પેલી અજીબ આકૃતિએ જાણે મારી ઊંઘ ઉડાવી દીધી.. મને સતત જાનવીની ચિંતા સતાવતી હતી.. ક્યાંક એને કઈ થઈ ગયું તો..?
આ વિષયમાં મેં મારા એક બેસ્ટફ્રેન્ડ પરેશ મકવાણા સાથે ચર્ચા કરી.. એને એ અજીબ ઘટનો વિશે વિસ્તારથી બધું કહ્યું..
પહેલા તો ચાહતની જેમ એણે પણ મારી વાતને હસવામાં કાઢી.. પણ પછી વાતની ગંભીરતાને સમજીને એણે કહ્યું...
''હું સમજી ગયો.., હું સમજી ગયો કે એ આત્મા જાનવીની પાછળ શુ કામ પડી છે..''
મેં એની સામે જોઈ જાણે કશું જ સમજ ના પડી હોય એમ પૂછ્યું..
''શુ કામ પડી છે..?''
એણે વાતનો ખુલાસો કરતા કહ્યું..
''તારા માટે.. કોઈ તો એવું કારણ છે કે એ નથી ઇચ્છતી કે તું અને જાનવી સાથે રહો..''
''પણ મારી સાથે એની શુ દૂષમની.. અને જાનવીએ એનું શું બગાડ્યું છે..''
એ હું નથી જાણતો પણ એટલું જરૂર જાણું છું કે એ તારા માટે આવી છે.. એ નથી ઇચ્છતી કે એની સિવાય તારી જિંદગીમાં કોઈ અન્ય છોકરી રહે.. જો તે જાનવીથી અંતર ના રાખ્યું તો એ જાનવીને જાનથી મારી નાખશે..
''અંતર જાળવવું પડશે..અરે એના જીવને ખતરો છે.. એ મારી દોસ્ત છે હું એનાથી કેમ દૂર રહું.. એને કઈ થઈ ગયું તો..?''
એણે મને સમજાવ્યો
''જો દોસ્ત જાનવીને બચાવવા તારે એનાથી દૂર થવું જ પડશે.. જો તું આજે એનાથી દૂર ના રહ્યો તો કાલે કદાચ એ એને મારી પણ નાખે.''
પરેશની વાત માન્યા વિના મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નોહતો.. જો એ મારા માટે આવી છે તો હું મારા કારણે થઈને જાનવીનો જીવ ખતરામાં ના મૂકી શકું...
એ જ દિવસે મેં એને અમારા ગામ એના પપ્પા પાસે મોકલી દીધી..
આ દરમ્યાન અહીંયા રાજકોટમાં હું અને ચાહત એકબીજાને મળવા લાગ્યા.. હાથમાં હાથ પરોવી રાજકોટની ગલીઓમાં લેટનાઈટ ફરવા લાગ્યા, કાફે થિએટર્સમાં કલાકો બેસી આ પ્રેમભરી પળોને માણવા લાગ્યા.. ક્યારેક એ રાજકોટ આવતી.. તો ક્યારેક એને મળવા હું અમદાવાદ પોહચી જતો.. આમ તો એ અમદાવાદમાં કોઈને ત્યાં પેઇનગેસ્ટ તરીકે રહેતી.. એનું ઘર તો અમદાવાદથી થોડે દુર આવેલા એક ગામમાં હતું..
સમયની સાથે અમે એકબીજાની સાવ નજીક આવી ગયા..

જેવું મારુ બી.કોમ. પૂરું થયું.. હું મારા ઘરે પોહચી ગયો.. પપ્પાને ચાહત વિશે બધી જ વાત કરી..
પપ્પાની તો હા જ હતી એણે કહ્યું એકવાર તું એના ઘરે જઈને એના પરિવારને મળી લે.. પછી આપણે વાત આગળ વધારીએ..
ચાહતે એકવાર એના ગામમાં એના ઘરનું મને એડ્રેસ કહેલું.. એટલે આ વખતે એને સરપ્રાઈઝ કરવા હું અચાનક જ એના ઘરે પોહચી ગયો.. એણે જ મને કહેલું કે હું વેકેશન કરવા મારા ગામ આવી છું.. મને થયું એની સાથે એની ફેમિલીને પણ મળી લઈશ..
* * *
એના ગામ પોહચી પાદરે પબજી રમતા બે ત્રણ છોકરાઓને મેં પૂછ્યું ''આ નારાયણ દેસાઈનું ઘર ક્યાં આવ્યું..?'' એ લોકોમાં થી એકે ગેમમાં થી સહેજ ઉંચુ મોઢું કરી.. બાજુમાં માવાની પિચકારી મારતા કહ્યું
''આ બાઘુની શેરીમાં સીધા હાયલા જાવ.. તીરજા નમરનું ઘર.. ઇમનું..''
આ માવા ખાવવાળા મોંમાં માવો રાખી એવું અટપટું બોલે કે પહેલા તો કઈ સમજ ના પડે..

હું એ બાજુની શેરીમાં સીધો ગયો.. અને એક બે અને ત્રીજા નંબરના ઘર પાસે જઈને ઉભો રહ્યો..
સાંકળ વાળી લાકડાની જૂનવાણી ડેલી જોઈ મને પહેલા તો વિશ્વાસ જ ના આવ્યો.. આટલી ફેશનેબલ છોકરી.. આવા ઘરમાં રહેતી હશે.. પછી મેં સાંકળથી એના ઘરની ડેલી ખટખટાવી..
એક મોટી ઉંમરના માણસે અંદરથી ડેલી ખોલતા આંખો પર ચશ્મા ચડાવ્યા.. અને મારી સામે સવાલભરી નજરે જોઈ રહ્યા..
મેં એમની સામે હાથ જોડી નમસ્કાર કર્યા..
''નમસ્તે અંકલ મારુ નામ હેત છે હેત પટેલ.. ચાહતે મારા વિશે તમને કહ્યું હશે..''
એણે મારી સામે જોઈ પૂછ્યું
''કોણ ચાહત..?''
''કોણ ચાહત, અરે તમારી દીકરી.. બીજું કોણ..?''
એ મારી સામે સહેજ ગુસ્સામાં તાકી રહ્યા..
પછી પૂછ્યું
''તું એને કેવી રીતે ઓળખે છે..?''
''અરે..અંકલ, હું અને ચાહત એકબીજાને પ્રેમ કરીએ છીએ..છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં છીએ.. ચાહતે જ મને કહ્યું કે એ વેકેશન કરવા ઘરે આવી છે એટલે હું પણ અહીંયા એને અને તમને લોકોને મળવા આવી ગયો..''
આ વખતે એ એકદમ ચોકી ગયા.. એને જાણે મારી વાતો પર વિશ્વાસ જ નોહતો આવી રહ્યો..
''બસ કર, કેટલું ખોટું બોલીશ.. અને એ ગુસ્સામાં ડેલી બંધ કરવા લાગ્યા..''
મેં એમને રોકતા કહ્યું..
''અરે અંકલ મારી વાત તો સાંભળો.. હું ખરેખર સાચું કહું છું.. એક કામ કરો તમે ચાહત ને જ પૂછી જુઓ..''
પછી મેં ચાહતને બહારથી જ અવાજ લગાવ્યો..
''ચાહત.., ચાહત.. જરા બાર આવ તો..''
મને હતું કે મારો અવાજ સાંભળતા જ એ દોડતી બહાર આવશે પણ એ ના આવી..
એ અંકલે વાતનો ખુલાસો કરતા કહ્યું..
''તું આ જે ચાહત ચાહત કરે છે ને.. સાંભળ.. ચાર વર્ષ પહેલાં જ એ આત્મહત્યા કરી મરી ચુકી છે..''
''ના હોય.. એવું બની જ કેવી રીતે શકે.. અરે હમણાં જ તો અમે..''
આ વાત સાંભળી તમને ઝટકો લાગ્યો ને.. ખરેખર આવો જ ઝટકો મને પણ લાગ્યો.. જ્યારે એના દાદુ પાસેથી મેં એ સાંભળ્યું કે ચાર વર્ષ પહેલાં એણે આત્મહત્યા કરી હતી.. એ મરી ચુકી છે..
* * *
To Be Continue..