EK FOJINI SAFAR - 3 - Last Part in Gujarati Motivational Stories by Ami books and stories PDF | એક ફોજીની સફર - 3 - છેલ્લો ભાગ

The Author
Featured Books
Categories
Share

એક ફોજીની સફર - 3 - છેલ્લો ભાગ

મોટા ત્રણે ભાઈ કામે લાગી ગયા હતાં. નાનો ભાઈ સારી રીતે ભણી શકે એ માટે ,..હવે ઘરમાં આવક પણ થવા લાગી હતી. ત્યાં પાછુ અચાનક ગામડે ઘરડા દાદાએ કરેલુ દેવુ પાછુ ભરવાનું માથે આવ્યું...મનોજ ભાઈના પગ નીચેથી જાણે જમીન જ કોઈએ લઈ લીધી હોય... 3 લાખ ના બદલે વ્યાજ સાથે 8 લાખ જે માણસ મજૂરી કરી ચૂકવેને પાછુ દેવુ ભાગમાં આવે એ દુ: ખ ઘર ચલાવતો બાપ જ સમજી શકે આ ભારમાં એમને ઉંઘ આવતી બંધ થઈ... એટલે ધીરે ધીરે દારુની લત વળગી પણ ખોટા રસ્તે તેઓ ન્હોતા ગયાં.એમના સિધ્ધાંતો એવા જ હતાં.....
અત્યાર સુધી પરિવાર સાથેની સફર હતી...હવે પ્રેમની સફર ચાલુ થઈ....
થોડા વર્ષો પછી.....
અર્જુુન નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભણવામાં પણ હોંશિયાર પણ કેવાયને દોસ્તી નો રંગ લાગે એટલે પત્યું.... દોસ્ત સારા હોય તો સારું... નઈ તો ખરાબ સંગત ... માઠા પરિણામ આપે....એવા નંગ જેવા ત્રણ મિત્રો.. 1. માધો...( માધવ)2. પલો... (પ્રવિણ)3.. કનો ( કાનજી.. અને આપડા હીરો... અજુ (અર્જુન) .

સકૂલમાં...
પલો.. : ચલોને યાર... તળાવમાં નાવા જઈએ... મજા આવશે..
કનો : તું ગણિત નું લેશન નઈ લાવતો એટલે રોજ ચાલુ સ્કૂલે નાવા લઈ જાય..હરામી..રીશેસમાં કિધુતું આયો.... તો...તું..
માધો : યાર... આપડે રીશેસ પછી રોજ આવુ જ કરીએ છીએ નપાસ થઈ શું આના રવાડે નઈ ચડવું યાર...
( એક છોકરી એની સામેથી પસાર થઈ..)
કનો : અલા અજુ ... આ જો.... પેલી તારા જ સામે જોતી જોતી ગઈ...
અજુ : ના.., યાર .. એ નોટ લેવા ઉભી થઈ તી પેલી જોડે...
માધો.. : મેં જોયુ તું તારી સામે જ જોતી તી...
આ ?ટકા પ્રેમમાં પાડવામાં જો કોઈનો હાથ હોય તો એ આપણા મિત્રો પેલી બિચારી જુએ કે ન જુએ પણ એ સેંટીન્ગ બેસતુ કરી દોસ્તારો પાણી ચડાયે જ રાખે..
એ છોકરી હતી કાજલ.. અણિયારી આંખો લાંબો ચોટલો સાદી પણ કોઈને પણ ગમી જાય એવી અને એમાં લપસ્યા આપણા અજુ ભાઈ... રોજ એને જોવી ... અને બને પણ એવુ જ કે અજુ કહે.. એ જ રંગનો ડ્રેસ પહરીએ સ્કૂલે આવતી.. પાછળથી ખબર પડી કે કાજલ જોડે ત્રણ જોડી જ ડ્રેસ હતાં...? અજુનું ધ્યાન ભણવામાં ઓછુને કાજલમાં વધુ રહેવા લાગ્યું.. રોજ તળાવે નહાવા જવું આવારા બની રખડવું.. એમાય થોડી વ્યસનની લત લાગી.તરુણાઅવસ્થા એનું કામ કરી રહી હતી આવુ છ મહીના ચાલ્યું પહેલા સત્રનું પરીણામ સાવ ઓછુ આવ્યુ .. પહેલીવાર એવુ થયુ કે અજુનું પરીણામ ખરાબ આવ્યુ... હજી કાજલનો નશો ઉતર્યો ન્હોતો પણ વધતો જ જતો હતો..એક દિવસ હિંમત કરી અજુએ કાજલને પ્રપોઝ કરી એના મનનીવાત કહી દિધી.... કેવાયને ચા કરતા કિટલી ગરમ હોય... કાજલને સાથે લઈ એની ફ્રેન્ડ દશરથભાઈસાહેબ જોડે ગઈ.. કાજલ તો રડે જતી હતી.. એની ફ્રેન્ડે સાહેબને બધુ જ કહી દિધુ.. સાહેબે અજુને મળવા બોલાવ્યો..આજ સુધી ક્યારેય વાંકમાં ન આવેલો અજુ આજે ડરતા ડરતા સાહેબ જોડે ગયો...સાહેબે એને માર્યો કે ડરાવ્યો નહીં પણ પ્રેમથી સમજાવ્યુ કે આ ઉંમરે આવી ભૂલો થાય પણ ભણવામાં ધ્યાન આપ.. તું ટોપમાં આવનાર વિદ્યાર્થી છે.. આ તને ન શોભે અને તારા ટપોરી મિત્રો છોડી સારા મિત્રો બનાવ તારા પપ્પાનું વિચાર..આચાર્ય આ હરકતથી તને સ્કૂલમાંથી દાખલો આપી કાઢી મૂકવાના હતાં પણ મેં આગ્રહ કર્યો.. હવે તું મારુ માન રાખજે બેટા....હું પ્રયત્ન કરીશ કે તારા વાલીને આ બાબતે જાણ ન થાય.. તું જઈ શકે છે..
સાહેબની વાત સમજી અજુ સાચે જ સુધરી ગયો એણે પોતાના ટપોરી મિત્રોને છોડ્યા નહીં પણ સંબંધો ધીમે ધીમે ઓછા કરી દીધા અને સારા છોકરાઓની સંગતમાં રહેવા લાગ્યો પણ વ્યસનની આદત એવી હતી કે જે એક દમ જાય એવી ન્હોતી.... પણ અજુ ધીમે ધીમે પ્રયત્ન કરતો.. ભણવામાં ધ્યાન આપતો સ્કૂલેથી ઘરે આવી સમોસાની પુરીઓ વણતો અને સમય મળે તો સ્ટોલ પર મદદ કરતો એમ કરતા કરતા સમય એનું કામ કરતો ગયો.... ત્યાર પછી ધોરણ દસમાં આખા જીલ્લા લેવલે અજુ પ્રથમ નંબર મેળવી રેન્કમાં આવ્યો...
બે વર્ષ પછી.....

અજુએ કોલેજમાં પણ સારા એવા મિત્રો બનાવ્યા અને જુના સ્કૂલ સમયના દોસ્તો પણ હતાં જ એમાં એનો ખાસ મિત્ર ઉત્સવ હતો. રજાના દિવસે પણ બન્ને જોડે જ ફરતા એવામાં વેકેશન પડ્યું અજુએ સાવ નવરો હતો. એવામાં ઉત્સવે એને એક કેમ્પમાં આવા કહ્યું.જેમાં નેવીમાં આર્મીમાં જવા માટે જવાનો ભાગ લેતા હતાં. અજુ ફ્રી હતો એટલે એ સાથે ગયો. એણે પણ ભાગ લીધો જેમાં તરવામાં દોડમાં અજુ પાસ થઈ ગયો ને ઉત્સવ નાપાસ થયો... આ સ્કૂલમાં મારેલી બંન્ગ અહીં કામ લાગી... ત્યાર બાદ આવી પ્રવૃત્તિઓમાં અજુ વધુ રસ લેવા લાગ્યો . એક દિવસ કોલેજમાંથી કેમ્પ હતો જેમાં અજુએ ભાગ લીધો સીટીથી થોડે દૂર કેમ્પ હતો. જેમાં બીજી કોલેજના છોકરા છોકરીઓએ પણ ભાગ લીધો હતો.એમાં જે જુના વિદ્યાર્થીઓ હતાં જે દર વર્ષે કેમ્પમાં આવતા એ પણ હતાં.એટલે જુના વિદ્યાર્થીઓનું ગૃપ નવા વિદ્યાર્થીઓને ગાઈડ કરતું.....એમાં અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી.એમાં રાત્રે કલ્ચરલ એક્ટીવિટી રાખવામાં આવી.... એક પછી એક કૃતિ રજૂ થતી હતી...એમાં એક ગીત પર ડાન્સ કરતી પરી પર અજુની નજર અટકી ગઈ... વર્ષો પછી અમુક લાગણીઓએ ધક્કો માર્યો હોય એવું લાગ્યો... આખો ડાન્સ સોલોમાં હતો... અજુએને સ્લોમોશનમાં મનમાં કેટલીએ વાર રીપીટ કરી રહ્યો. બીજા કેટલાય ડાન્સ નાટક રજૂ થયા પણ એનું મન તો પેલી ગોરી પરી પર અટકી જ ગયુ...આખી રાત અજુ સૂઈ જ ના શક્યો... બસ એ જ ચહેરો એની આંખો સામે રમતો હતો .બસ સવાર પડે એની રાહ જોતો હતો .એમાને એમા ઉંઘ આવી ગઈ .... સવારે બધાની એક એક ટીમ બનાવામાં આવી એમાં પેલી પરીની ટીમમાં અજુને એનો દોસ્ત બન્ને આવ્યા... અજુની ખુશીનો પાર ન રહ્યો...એ પરીનું નામ મોહિની હતું. નામ એવા જ ગુણ કોઈ જોઈને જ મોહિ જાય એવી... બે -ત્રણ દિવસ થયાં હવે અજુથી રહેવાયું નઈ વાત તો કરવી હતી પણ પોતે વાત શું કરે એ વિચારોમાં હતો . એ હિંમત કરી ગયો પણ મોહિની તો દરેક છોકરાને ભાઈ કહીને જ બોલાવતી આ વાત સાંભળી અજુ પાછો આવ્યો હવે એના દોસ્તને વાત કર્યા વિના બીજો કોઈ રસ્તો અજુ જોડે ન હતો. એટલે એણે પોતાના મનની વાત એના દોસ્તને કરી.. એનો દોસ્ત એ મોહિનીને બેન માનતો હતો ને પહેલા કેમ્પમાં આવેલો એટલે ઓડખતો પણ હતો. મોહિની પાછળ ઘણાં છોકરા પડ્યા હતાં પણ એ કોઈને ભાવ ન્હોતી આપતી અને એ આમ સીધી છોકરી હતી. આટલુ અજુ એ પોતાના દોસ્ત પાસેથી જાણ્યુ . બીજા દિવસે એ હિંમત કરી મોહિની પાસે ગયો એ ભાઈ બોલે એ પેલા અજુએ બોલી દિધુ કે તમારો ડાન્સ મસ્ત હતો.. હું તમારા જ શહેરથી છું .મોહિનીને બોલવાનો મોકો જ અજુએ ન આપ્યો... બસ મોહિનીનું એકવાર ધ્યાન એણે એના તરફ દોર્યું... પણ મોહિની એને ફક્ત ચહેરાથી જ ઓડખે છે. નામ તો એને ખબર હશે કે નઈ એ અજુને ખબર ન્હોતી એ ઝડપથી ત્યાંથી નીકળી ગયો.... રાત્રે અંતાક્ષરીનો કાર્યક્રમ હતો. એમાય અજુએ રંગ રાખ્યો બધા સોન્ગ ફીલ કરી કરી ગાવા લાગ્યો.. પછી યાદ આવ્યુ કે હવે કેમ્પ પૂરો થવામાં એક જ દિવસની વાર છે.પાછું રાત્રે સૂતા મન ચકડોળે ચડ્યુ.....અને સૂઈ ગયો... બીજા દિવસે દોસ્ત પાસેથી મોહિનીનો નંબર લઈ લીધો.. પણ વાત કેમ કરવી એ મોટો પ્રશ્ન હતો. એટલે અજુએ એના દોસ્તને કિધુ કે મોહિનીની દોસ્ત એની પણ દોસ્ત છે તો એને વાત કરે... એમાં બન્ને સફળ રહ્યા એવું એમને લાગ્યુ પણ એ છોકરીએ મોહિનીને અજુ વિશે વાત કરી કે નઈ એ ખબર જ ન્હોતી... કેમ્પ પૂરો થયો... થોડા દિવસ પછી......
મોહિનીના બર્થ ડે પર અજુએ એને ટેકસ્ મેસેજ કરી વિશ કરી... સામેથી રીપ્લાય આવ્યો..." તમે કોણ..?." અજુ એ જવાબ જ ન આપ્યો. અજુને ડર હતો કે પોતાનું નામ સાંભળી એ ના પાડી દે તો... ઘણાં પ્રશ્નો પૂછશે.. નંબર ક્યાંથી મળ્યો... વગેરે વગેરે...
પાછુ દિવાળીએ અજુએ મેસેજ કર્યો.... રીપ્લાય સેમ જ આવ્યો.. "તમે કોણ..?" અજુએ જવાબ ન આપ્યો... હવે મોહિની પણ અજુને નોટીસ કરતી હતી કે પોતાના સ્પેશિયલ ડે કોઈ સ્પેશિયલ બનાવે છે... પણ એ કોણ છે એ ન્હોતી જાણતી...બસ એના મેસેજની રાહ જોતી આવું ઘણાં દિવસ ચાલ્યું.
અજુ આર્મીની ભરતીમાં પાસ થયો એન્ડ જોબ પણ મળી ગઈ.. હજીપણ મેસેજ એ જ રીતે ચાલતા હતાં નામ વગર.... પછી છ મહિના ફોન વગર રહેવાનું હતું . એટલે મેસેજ થાય એમ ન્હોતો... પણ એક દિવસ એવો ન્હોતો કે અજુ મોહિનીને ભૂલ્યો હોય એ એની યાદોમાં વણાઈ ગઈ હતી. એમાં એક દિવસ અજુ ઘાયલ થયો.. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો વધુ ગંભીર ઈજા ન્હોતી થઈ પણ એણે મોતને નજીકથી જોઈ લીધુ હતું આર્મીમાં જોઈન થયા પછી એ ઘણો મનથી મજબૂત બન્યો હતો. હવે એને પોતાના મનની વાત મોહિનીને કરવી હતી. પણ ફોન ન્હોતો.... પણ... એની બાજુમાં જે ફોજી ભાઈ એડમિટ થયા હતાં એમને ફોન અલાઉડ હતો. અજુએ એમને પોતાની પ્રોબ્લેમ કિધી એટલે એમનો ફોન એમણે અજુને વાપરવા આપ્યો નંબર તો અજુને મોઢે જ હતો. એણે મેસેજ કર્યો.... સેમ એ જ જવાબ આવ્યો.... " તમે કોણ ?" આ વખતે અજુએ પોતાની પૂરી ઓળખાણ આપી ... બન્ને વચ્ચે નોરમલ વાતચીત થવા લાગી.... હોસ્પિટલ માંથી ઘરે જઈ ફોન પર વાતો ચાલુ થઈ ઘરનાને પણ ખબર પડી ગઈ કે અજુ કોઈને પસંદ કરે છે. એમાં કોઈને પણ વાંધો ન્હોતો. અજુ પોતાનો પ્રેમ બતાવવામાં સફળ રહ્યો... બન્ને એ પહેલીવાર મળવાનું નક્કી કર્યું બન્ને ચોરી ચોરી મૂવી જોવા ગયા બન્નેનું મૂવીમાં ઓછુને એક બીજા પર ધ્યાન વધુ હતું . બન્ને એક બીજાને જોયા જ કરતા હતાં એક બીજાનો હાથ માંડ પકડી શક્યાને નિર્દોશ પ્રેમ માણતા રહ્યા... આમ નાની મૂલાકાતો થતી રહી અજુ પણ રજાઓમાં મોહિનીનાં ઘરે એના મિત્ર તરીકે જવા લાગ્યો.. ઘરના લોકોને પણ એ ખૂબ ગમતો હતો. પણ બન્ને ફક્ત નોરમલ મિત્રો જ છે એવું એમને લાગતું જ્યારે રજાઓ પૂરી થાય એટલે મોહિની રડી રડી અડધી થઈ જાય... બસ એનો જીવ અજુમાં જ રહી જતો એમ કરતા કરતા એને અજુની ફીકર વધુ સતાવવા લાગી ... એટલે એણે અજુને આર્મીની જોબ છોડવા કહ્યું .... પોતે એના વગર જીવી શકશે નઈ એવું એને લાગતું એટલે એણે આર્મીની જોબ છોડી અહીં કોઈ ધંધો કે જોબ કરવા કહ્યું. પણ અજુ એ જોબ નઈ છોડી શકુ ... એક બાજુ ઘરની જવાબદારી અને પોતે આજે ઈજ્જતદાર માણસ બન્યો એક ફોજી બન્યો.... જે છોકરીએ સ્કૂલમાં એની ફરીયાદ કરેલી એ કાજલ રસ્તામાં મળી જાય તોય એ અજુ સામે નજર નથી મિલાવી શકતી... એટલી સારી લાઈફ એને પોતાની જોબથી મળી અને એ જોબ છોડીદે તો પોતાનામાં કંઈ જ પોતાનું નઈ બચે એવું અજુને લાગ્યું..... જેમ કોઈ કલાકાર કલા ને છોડી ન શકે એમ અજુ પણ પોતાની જોબ ન છોડી..... બન્ને પોતાની જગ્યાએ સાચા હતાં... ન તો બન્ને વચ્ચે ઝઘડો થયો ન કાંઈ પણ બન્ને એમ જ એક બીજાથી દૂર થઈ ગયા....આ જ સુધી અજુ સમજી નથી શક્યો કે મોહિની એને કેમ છોડી ગઈ...બ્રેક અપ પછી પણ નોરમલ રીતે એક બે વાર બન્ને વચ્ચે વાત થઈ પણ... પ્રેમ તો એવો જ હતો......આજે બન્નેની અલગ અલગ વ્યક્તિ સાથે સગાઈ થઈ ગઇ છે... અજુની લાઈફમાં એનો પ્રેમ બની કોઈ બીજુ આવ્યું છે... પણ આજે પણ અજુ મોહિનીને ભૂલ્યો નથી આજે પણ એ એને યાદ કરે છે... અને એની થનાર જીવનસાથીને એ બને એટલો પ્રેમ આપવાની કોશિશ કરે છે.. કે એ જેટલો પ્રેમ એને કરે છે એટલો એ પોતે આપી શકે... અજુ સમજે છે કે પોતાનો પ્રેમ અધૂરો રહ્યો એમાં આનો કોઈ ગુનો નથી.... આજે અજુ પાસે બધુ જ છે... મોટાઘરનો જમાઈ થવાનો છે... સમજુ પ્રેમાળ પત્ની મળવાની છે.. .....પણ પહેલો પ્રેમ એ પણ અધૂરો.. કોઈ ભૂલી નથી શકતું....????
સમાપ્ત...
એક ફોજીએ દેશ માટે પ્રેમ જતો કર્યો...આ એની જીવનની સફર હતી.... જરૂરી નથી હથિયારથી જ ફોજી લડે... ઘણાખરા ફોજી પોતાની લાગણીઓ સાથે જ લડતા હોય છે....મેં ઘણા ફોજી ભાઈઓ સાથે વાત કરી છે એમાંથી ઘણાં લગ્ન જ કરવાની ના પાડે છે... કેમકે એમની લાઈફનો ભરોસો નઈ ક્યારે શું થાય ... પોતાના લીધે કોઈ છોકરીની લાઈફ ન બગડે... .??? બસ લાગણીઓને સમજતા શીખો જતાં દિવસે એ પ્રેમ એ હંફ જ કામ આવશે..????