Chis - 41 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 41

Featured Books
Categories
Share

ચીસ - 41



"વાર્તા લાંબી હોવાથી જરા એમ લાગે કે વિષયથી ભટકતી હોય પણ એવું નથી અંતે તો ત્યાં જ આવીને ઊભા રહેવાનું છે બીજી એક વાત મારી રહસ્ય કથા કઠપૂતલીનો એક પાર્ટ 18-19 માં રીપીટ થયેલો જેને ફરી અપડેટ કરી દેવામાં આવ્યો છે રસ ભંગ થવા બદલ હું ક્ષમા ચાહું છું..!"
ચીસ-41


નાઝનીન ને મળવાનું વચન આપી બાદશાહ દબાતા પગલે નાની રાણીના રૂમ તરફ આગળ વધી ગયો.
બાદશાહના રૂમમાં જવાની જ રાહ જોઈ રહ્યો હોય એમ એક ઓળો નકાબ સાથે ધીમે ધીમે એક દિવાર પાછળથી અચાનક પ્રગટ થઈને આગળ વધ્યો. પરદાનશીન હોવા છતાં એ વારંવાર આગળ પાછળ જોઈ લેતો હતો. ચિત્તાની સફળતા સાથે એ આગળ વધ્યો. નાઝનીન જે રૂમમાંથી નીકળી હતી, એ જ રૂમમાં ધીમેથી એ પ્રવેશી ગયો.
આલીશાન શાહી રૂમમાં જાણે કે આગંતુકની જ રાહ જોવાતી હોય એમ એક જાજરમાન વ્યક્તિત્વ એને વીંટળાઈ વળ્યું.
"તૂમ આને મે બહોત લેટ કરતે હો ઠાકુર..! ઔર મુજસે તુમ્હારી દૂરી બરદાસ્ત નહિ હોતી. મે કેસે સમજાવો અપને દિલ કો જો તુમ્હારા ગુલામ બન ચૂકા હૈ..!"
"સંભાલના પડતા હૈ મહારાણી શાયદ તૂમ્હે ઇસ બાત કા અંદાજા નહિ હૈ કી મહારાજ મહેલમે પ્રવેશ કર ચૂકે હૈ..!"
હમે પરવાહ નહીં હૈ..! આયે ભી હોંગે તો હૂસ્ન કી મલ્લિકા કી ગોદમે છૂપ જાયેંગે...!
હમારે તુમ્હારે બીચ કોઈ નહીં સકતા... !
મહારાણીએ પરદા માં રહેલા સેનાપતિ ઠાકૂરને પોતાના આલિંગનમાં ભીંસી દીધો.
તુમ્હે જિતના કહા જાયે ઉતના કરતે રહોગે તો કભી કોઈ મુશ્કિલમેં નહીં ફસોગે..! મહારાજ આજ છોટી રાનીકી કેદ સે આઝાદ હોને વાલે નહિ હૈ, ઈસ લિએ આજ તુમ મેરે પાસ હી રૂક જાઓ..!!"
"જૈસી આપકી આજ્ઞા..!" કરતા સેનાપતિએ મહારાણીને પોતાની મજબૂત ભુજાઓમાં ઝકડીને બેડ પર નાખી દીધી.
સેનાપતિની પત્ની નાઝનીન ને સાફ શબ્દોમાં મહારાણીએ સૂચના આપી દીધી હતી કે ઠાકૂર થી દૂર રહેવું.. જેનો અણસાર નાજનીન ન સમજે એટલી નાદાન નહોતી..!!
---- ---- ------ --------------
બીજા દિવસ વહેલી સવારમાં બાદશાહ બગીમાં શીશ મહેલ જવા નીકળ્યો હતો. એણે સહેતુક ઠાકૂર ના ઘર આગળ બધી રોકી. નાજનીન જાણે કે બાદશાહના આવવાની જ રાહ જોતી હતી. ઝડપથી એ બગીમાં પ્રવેશી ગઈ..
બાદશાહની શાહી સવારી ડુંગરાળ વિસ્તારમાં આવેલા પોતાના શિશમહેલ તરફ આગળ વધી ગઈ. નાઝનીનને પામવાની ખુશી બાદશાહના ચહેરા પર ચોખ્ખી વર્તાતી હતી. એક અદમ્ય રોમાંચ સાથે ધીમે કંપારી શરીરમાં જન્મી હતી. મીણની પૂતળી જેવું ગોરૂ બદન મહારાજને આકર્ષી રહ્યું હતું. અમી ભરી ઉષ્ણતાના અધરોષ્ઠને દબાવી નાખવા એક માદક નશો બાદશાહની આંખો માં સમંદરના મોજાની જેમ ઉછળી રહ્યો હતો... નાઝનીન ના રૂપ ને એક નજરે જ એમને નખશિખ નિરખી લીધી હતી.
"નાઝનીન.. તુમ ખુશ તો હોના..?"
બાદશાહે નાઝનીન ના મનને ખોતરવાની મથામણ કરી.
નાજનીને શરાફત અને હયાનો નકાબ ધરી આંખો ઝુકાવી લીધી.
મૈં અપની મરજી સે આપકે સાથ આઈ હું..! મેરી ખુશકિસ્મતી હૈ કી આપને મુજે ચૂના હૈ..!! મેં આપકી દાસી બનકર રહેના ચાહતી હું..!!
એક વાત હંમેશા યાદ રખના.. મુજસે જોડે કોઈ ભી ઇન્સાન કો મેં અપની તરફસે ખુશ રખને કી પૂરી કોશિશ કરતા હું..! તુ હે કભી શિકાયત કા મોકા નહીં મિલેગા..!
કુદરતી સૌંદર્યના ખજાના જેવા ડુંગરાળ પ્રદેશમાં બગી આવી ને થોભી ગઈ.
બાદશાહએ નીચે ઉતરી નાજનીનનો હાથ પકડ્યો. અને શીશમહેલના અદભુત સૌંદર્યનાં દર્શન કરતાં બન્ને આગળ વધી ગયાં. બાદશાહ ની નજરો પૂનમના ચાંદ ની રોશની ને માણવામાં તલ્લીન થઈ ગઈ હતી.
ધીમે ધીમે ફૂલોની મહેક ભર્યા માહોલની ખુશ્બુ બંને ને ધોળી વળી. જાદુઈ મહેલની મખમલી ફર્શ પર બંનેએ પગલા માંડ્યાં.

(ક્રમશ:)