"આ વસ્તુ કામ નઈ કરે ."લોરા બોલી.
ફાધર પીટર લોરા ની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યા.
"જો કોઈ સ્વિસ ગાર્ડ ઇલેકટ્રીસિટી બંધ કરીને પણ જો કેનિસ્ટર ની તપાસ કરશે તો પણ જો તેઓ ફિઝિકલિ કેનિસ્ટર ની ઉપર ના હોય તો તમને કોઈ જ સિગ્નલ નહિ મળે.અને જો કદાચ કેનિસ્ટર ને જમીન ની અંદર દાટી દીધું હોય તો તો પછી એને ભૂલું જ જવાનું.'લોરા બોલી.
'તમારો કહેવાનો મતલબ શુ છે? ફાધર એ પૂછ્યું.
'તમને નથી ખબર કે પછી ના સમજવાની એકટિંગ કરો છો ફાધર? હું શું કહેવા માંગુ છુ તમને સારી રીતે ખબર છે અહીંયા આવો અને આ બહાર ઉભા રહેલા લોકો ને જુઓ ત્યાં ઉભી રહેલી મીડિયા ની વેન દેખાય છે? આ બધા આ બૉમ્બ બ્લાસ્ટ ની રેડીએસ માં છે અત્યારે જ તમારે કોઈ એકશન લેવાની જરૂર છે.' લોરા થોડા ગુસ્સા મિશ્રિત અવાજે બોલી.
'લોરા હું શું કરી શકું હવે?' ફાધર બહુ જ નિરાશ અવાજ માં બોલ્યા.
"કેમ સ્વિસ ગાર્ડ એ હત્યારા ના ફોને ને ટ્રેસ ના કાર્ય શક્યા એ જ આપડી ચાવી હતી એન્ટી મેટર સુધી પહોંચવાની. એ એ પણ જાણે છે કે ચાર કાર્ડીનલસ ક્યાં છે? જો આપડે એને પકડી લઈએ તો આપડા બધા જ પ્રોબ્લેમ સૉલવેં થઇ જાય."લોરા બોલી.
લોરા સાયન્ટિસ્ટ સાથે સાથે પ્રોબ્લેમ સોલ્વર પણ હતી. પરંતુ અત્યારે તેને આ પ્રોબ્લેમ નું કોઈ સોલ્યૂશન નજર માં આવતું ના હતું.તેની સામે હતો એક ચેહરો હતો હા એ જ ડરામણો ચેહરો . અને તેણે કાન માં એક ડરામણો અવાજ સાંભળ્યો, 'લોરા ,લોરા જલ્દી કર તું તારો સમય બગાડી રહી છે તારી પાસે સમય ખુબ જ ઓછો છે તારા પિતા ની આત્મા ને કાયમ માટે નર્ક માં રાખવી છે છે?" હા એ અવાજ લુસિફર નો હતો. લોરા સખત ડરી ગઈ હતી આ અવાજ થી તેણે કાન પર જોર થી હાથ મૂકી દીધા.
આ બાજુ રાજ ના પણ એ જ હાલ હતા .તેનું માથું દુઃખી રહ્યું હતું. તેના મન માં તેના એક પ્રોફેસર ની કહેલી વાત ગુંજતી હતી,' શ્રદ્ધા તમને બચાવી નથી શકતી પરંતુ દવા અને પ્લેન માં એર બેગ તમારો જીવ બચાવી શકે છે.ઈશ્વર તમને નથી બચાવી સકતા પરંતુ ઇન્ટેલિજન્સ તમને બચાવી શકે છે.તમારી શ્રદ્ધા ને એવી જગ્યા એ મુકો જ્યાં તમને કોઈ રિઝલ્ટ મળવાનું હોય.' રાજ ના મન માં આ બધી વાતો ઘૂમી રહી હતી ત્યારે અચાનક તેણે યાદ આવ્યું અને તે એક ઝટકા સાથે ખુરશી પાર થી ઉભો થઇ ગયો. તેની ઉઠવાની સ્પીડ એટલી ભયાનક હતી કે ખુરશી તેની જગ્યાએ થી દૂર જઈને ઊંઘી પડી ગઈ. અચાનક અવાજ આવા થી ફાધર અને લોરા ની નજર એ તરફ ગઈ.
'અરે આ મને કેમ ના યાદ આવ્યું?હું કેવી રીતે ભૂલી ગયો?' રાજ જોર થી બોલ્યો.
'ભૂલી ગયા? શું ભૂલી ગયા? રાજ તમે ઠીક તો છો ને?' લોરા એ પૂછ્યું.
રાજ ફાધર પીટર તરફ ફર્યો અને બોલ્યો,'ફાધર હું ૩ વર્ષ થી વેટિકન સિટી ની લાયબ્રેરી ના આર્કાઇવ (હિસ્ટોરિકલ રેકોર્ડ રાખવાની જગ્યા) માં પ્રવેશ માટે પરમીશન માંગતો આવ્યો છુ પણ મામે દરેક વખતે એ પરમિશન મળી જ નથી.'
'મી. રાજ હું સમજી શકું ચુ પરંતુ આ કોઈ સમય છે આ વાત અને કમ્પ્લેઇન કરવાનો?'
'ફાધર મને પ્રવેશ જોઈએ છે આર્કાઇવ ની અંદર જવા માટે હમણાં જ. ફાધર હું તમને તરત જ કહી શકું છુ કે ચારે મિસિંગ કાર્ડીનલસ ક્યાં હશે અને હત્યારો તેમને ક્યાં લઇ જઈને તેમનું ખૂન કરી નાખશે.'
લોરા હજુ રાજ તરફ જોઈ રહી હતી તેની સમજ માં ના આવતું હતું કે રાજ લાયબ્રેરી માં જઈ ને કેવી રીતે શોધી શકે કે ચારે મિસિંગ કાર્ડીનલસ ક્યાં હશે.
'મી.રાજ તમને શું લાગે છે કે તમારી વાતો પર ભરોષો કરી ને હું તમને આર્કાઇવ માં જવાની પરમિશન આપીશ?'
'તમે સીરીઅસ છો?'લોરા એ પૂછ્યું.
'મિસ લોરા તમને શું લાગે છે કે આ કોઈ મજાક નો સમય છે?"રાજ બોલ્યો.
'ફાધર પ્લીસ એક ચાન્સ આપો બની શકે કે ત્યાં જઈને એ ખબર પડી જાય કે હત્યારો ક્યાં તેમનું ખૂન કરવાનો છે અને આપડે હત્યારા સુધી પહોંચી શકીએ તો એન્ટી મેટર સુધી પણ પહોંચી શકીશું." લોરા ફાધર તરફ ફરતા બોલી.
"પરંતુ આર્કાઇવ માં એવું તો શું છે જે આપણને હત્યારા સુધી પહાંચાડી શકે છે?' ફાધર એ સવાલિયા નજરો થી રાજ ની સામે જોયું.
'ફાધર ત્યાં પ્રાચીન સાહિત્ય ની હસ્તપ્રત છે અત્યારે એ બધું એક્સપ્લેઇન કરવાનો સમય નથી પરંતુ હું કસમ ખાઈ ને કહું છુ કે જો મને ત્યાં પ્રવેશ મળી ગયો તો હું ચારે કાર્ડીનલસ ને કઈ નઈ થવા દેવ.' રાજ જુસ્સામાં બોલ્યો.
'મી. રાજ ત્યાં જવા ની પરમિશન માત્ર ક્યુરેટર (ગ્રંથપાલ લાયબ્રેરી ના) જ આપી શકે છે અથવા તો વેટિકન લાયબ્રેરી ના બોર્ડ ની લેખિત પરવાનગી હોય તો જ ત્યાં પ્રવેશ મળી શકે છે.'
"ફાધર સોરી અગર જો મારો અવાજ ઊંચો થયો હોય તો પરંતુ જ્યાં સુધી હું જાણું છુ ત્યાં સુધી સૌથી છેલ્લી સહી પૉપ ની હોય છે અને અત્યારે પૉપ ની જગ્યા એ આપ છો તો તમે મને એ પરમિશન આપી શકો છો.' રાજ બોલ્યો.
'મી. રાજ અતયારે હું મારો જીવ આપવા પણ તૈયાર છુ પરંતુ શું તમેં સ્યોર છો કે જે ડોક્યુમેન્ટ્સ તમને જોઈએ છે એ આ આર્કાઇવ માં છે?"
' ફાધર ૩ વર્ષ માં કમ સે કમ ૨૦ વખત અહીં આવા માટે પરમીશન માંગી છે મેં જો હું સ્યોર ના હોવ તો હું કેમ અહીંયા પ્રવેશ માટે એપ્લાય કરતો?' રાજ બોલ્યો.
'ઓકે ચાલો તમને પરમિશન આપું પણ મારી એક શરત છે.'
' ફાધર બધી જ શરત મંજુર છે. જો ચારે કાર્ડીનલસ ના જીવ મારા લીધે બચી જતા હોય તો મારા થી વધારે ખુશનસીબ કોઈ નહિ હોય.'
'તમે આર્કાઇવ માં જઈ શકો છો પણ એક સ્વિસ ગાર્ડ તમારી પાસે જ રહેશે.'
'હા ફાધર મને કોઈ વાંધો નથી હું બધા ડોક્યુમેન્ટ્સ ને રિસ્પેક્ટ થી જોઇશ ભરોષો રાખો મારી પર.'
ફાધર એ એક લેટર પેડ પર કઈ લખ્યું અને સહી કરી ને રાજ ના હાથ માં આપ્યું. ત્યાં જ બેલ વાગ્યો ફાધર એ પોકેટ વોચ કાઢી ને સમય જોયો ,' હવે મારે જવું જોઈએ કોંકલેવ ચાલુ થઇ રહી છે . મી.રાજ તમારી પર મારો સંપૂર્ણ ભરોષો છે આશા રાખું છુ કે તમે મારો ભરોષો નહિ તોડો. ગોડ બ્લેસ યુ અને ઓલ ધી બેસ્ટ.' આટલું કહી ને ફાધર ત્યાંથી નીકળી ગયા.
***********************
સિક્રેટ વેટિકન આર્કાઇવ એ બેલવાર્ડ કોર્ટયાર્ડ થી ઉપર તરફ જતી હિલ તરફ ના ગેટ સેન્ટ એના તરફ આવેલી છે. જેમાં ૨૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો છે. આવી માન્યતા કે અફવા છે કે લાયબ્રેરી માં લિઓનાર્દો વિન્ચી ની મિસિંગ ડાયરી અને બાયબલ માં જે પુસ્તકો હજુ સુધી પબ્લીશ નથી થયા એ બધા જ અહીંયા છુપાવી ને મુકેલા છે.
થોડી વાર માં લોરા ,રાજ અને સ્વિસ ગાર્ડ લાયબ્રેરી ના આર્કાઇવ માં હતા.ત્યાં અંધારું હતું અને ફાધર નો હુકમ હતો કે લાઈટ ચાલુ ના કરે અને બેટરી ના પ્રકાશ માં જ રાજ અને લોરા ને જે કામ કરવું હોય તે કરે.ફાધર કોઈ ને જાણવા દેવા માંગતા ના હતા કે તેમને કોઈ ને લાયબ્રેરી ના આર્કાઇવ માં પ્રવેશ આપ્યો છે.
લોરા બોલી,' રાજ હવે તમે મને કહેશો કે અહીંયા આપણે શું શોધી રહ્યા છે?'
'એક નાનું પુસ્તક જે ગેલેલિઓ ગેલેલી ઘ્વારા લખવામાં આવ્યું હતું.'
'એમાં શું છે?"
'સાઇન ,કલુ,સિગ્નલ કે જે પણ કહો તે.'
'સેનો કલુ?"
'એક સિક્રેટ લોકેશન ગેલેલિઓ અને ઈલુમિનેટી ને વેટિકન સિટી થી પ્રોટેક્ટ કરવાના હતા તેના માટે તેમને એક સિક્રેટ લોકેશન પર મિટિંગ કરી હતી અહીંયા જેને તેમને ચર્ચ ઓફ ઇલ્લુમિનશન નામ આપ્યું હતું.'
'હ્હહહ સેતાની તત્વો અને શું પોતાને ચર્ચ ના સભ્યો તરીકે ઓળખતા હશે?'લોરા તુચ્છકાર થી બોલી.
'ગેલેલિઓ અને ઈલુમિનેટી સેતાની તત્વો ના હતા તેઓ તો સાયન્ટિસ્ટ હતા. બસ તેમને એવી કોઈ જગ્યા જોઈતી હતી જ્યાં તેઓ પોતાની મિટિંગ ભરી શકે. અને એવી સિક્રેટ લોકેશન ગેલેલિઓ એ બનાવી હતી.
'ઓકે લાગે છે કે ઈલુમિનેટી ને આવડે છે કે પોતાની સિક્રેટ કેવી રીતે જાળવવું .'
'હા સાચી વાત તેમને ક્યારે પણ આ લોકેશન કોઈ ને જણાવી નથી.ખાસ કરી ને બ્રધરહુડ ની બહાર ના લોકો ને.પરંતુ અહીંયા એક પ્રોબ્લેમ થવા લાગ્યો કે નવા મેમ્બર્સ ને કેવી રીતે આ સિક્રેટ લોકેશન પર બોલવાના.'
'એક્સએટલી નવા મેમ્બર્સ ને જોઈન થવા માટે તે લોકો એડવેરટાઈસ તો કરી જ ના શકે '
' હા એટલા માટે ૧૬૩૦ ની આજુબાજુ ગેલેલિઓ ના બ્રધરહૂડ માં જોઈન કરવા માટે સાયન્ટિસ્ટ લોકો પડા પડી કરવા લાગ્યા. બધા આતુર હતા ગેલેલિઓ ગેલેલી ને મળવા માટે અને આ ગ્રુપ જોઈન કરવા માટે , ગેલેલિઓ ના ટેલિસકોપ થી બ્રહ્માંડ ને જોવા માટે, તેમના નવા આઈડિયા સાંભળવા માટે પરંતુ કમનસીબે તેઓ રોમ માં આવી ને અટકી જતા હતા કેમ કે તેમને ખબર જ ના હતી કે ક્યાં જવાનું અને કોને મળવાનું.ઈલુમિનેટી ને પણ નવા સભ્યો જોઈતા હતા પરંતુ તેઓ પોતાના જુના સભ્યો ની સિક્યુરિટી માટે પણ એટલા જ સભાન હતા.'
'અચ્છા તો પછી તેમને શું કર્યું?લોરા એ ઉત્સુકતા થી પૂછ્યું.
'તેઓ સાયન્ટિસ્ટ હતા લોરા તેમણે પ્રોબ્લેમ જોયો અને તેનું સોલ્યુશન પણ તરત જ શોધી કાઢ્યું.'
'શું હતું સોલ્યૂશન?"
'તેમને સોલ્યૂશન શોધી કાઢ્યું અને એ પણ બ્રિલિએન્સ હતું તેમણે એક મેપ બનાવ્યો કે જે તેમણે એક સિક્રેટ જગ્યા પર પહોંચાડે.'
' અરે આ તો પાગલ જેવી વાત થઇ મેપ તો કોઈ ના પણ હાથ માં આવી જાય અને આ સિક્રેટ જગ્યા એ તો કોઈ પણ પહોંચી શકે.'
"હા લોરા બસ ત્યાં જ તો મજા છે એ કોઈ કાગળ પર આડી અવળી લાઈન દોરેલો મેપ ના હતો .'
'અચ્છા તો કેવો મેપ હતો?'
"એ એવો મેપ હતો કે જે રસ્તા પર આવતો સાઇન નો ઉપયોગ કરી ને તેમની ખુફિયા જગ્યા પર પહોંચવાનું. સિમ્બોલિક સંજ્ઞા ઓ જેવી કે કોઈ તિર નિ નિશાન કે કોઈ મૂર્તિ એક થી બીજી સંજ્ઞા અને બીજી થી ૩ જી આમ કરતા કરતા એ તમને એ સિક્રેટ જગ્યા એ પહોંચાડી દે.' રાજ બોલ્યો.
'ઓહ્હ આ તો કોઈ ખુફિયા ખજાનો શોધવા જેવું જ થયું ને?'
'હા આમ જોવા જઈએ તો એવું એવું જ."સ્ટ્રીંગ ઓફ માર્ક્સ'( ચિન્હો ની શબ્દમાળા).'
"The path of illumination .'"
'ઓકે તો જો વેટિકન સિટી કરચ ના સભ્યો ચાહે તો એ પણ આજ રસ્તો ફોલો કરી ને સિક્રેટ જગ્યા એ ના પહોંચી શકે?'
"ના એ છૂપો રસ્તો છે. જેવી કોઈ ભુલભુલામણી નથી હોતી એવો રસ્તો. પઝલ ને સૉલવેં કરતા કરતા એ ખુફિયા જગ્યા પર તમે પહોંચી શકો.અને ઈલુમિનેટી ના સભ્યો નવા આવનાર સભ્યો નો આ રીતે ટેસ્ટ પણ લઇ લેતા કે જે એકદમ હોશિયાર સાયન્ટિસ્ટ હોય તે જ આ પઝ્લ સોલ્વ કરી ને તેમની ખુફિયા જગ્યા પર પહોંચી શકે અને એ જ તેમનું ગ્રુપ જોઈન કરી શકે. '
'હા પણ હજુ પણ આ વાત મારી સમજ માં નથી આવી રહી કેમ કે વેટિકન ચર્ચ ના સભ્યો પણ એકદમ હોશિયાર હતા તો એ પણ આ રસ્તો કે પઝલ સોલ્વ કરી ને તેમના સુધી પહોંચી જ શક્ય હોત ને.'
'હા સાચે જ જો તેમને આ સંજ્ઞા ઓ ની ખબર હોત તો. પણ તેમને આ વિષે કશી જ ખબર ના હતી. અને તેમને ખબર પડતી પણ નહિ કેમ કે ઈલ્લુમિનાટી એ એવી રીતે આ સંજ્ઞા ઓ તૈયાર કરી હતી કે જે જોઈને કોઈ ને પણ શંકા ના થાય.તેમણે સિમ્બોલોજી માં આવતી મેથડ dissimulation નો ઉપયોગ કર્યો હતો.'
'comouflage (છલ કપટ) આ જ શબ્દ છે ને રાજ?'
'કમાલ છે તમને કેવી રીતે ખબર પડી?'
'હા ખબર છે રાજ મેં વાંચ્યું હતું ક્યાંક જે રીતે સૈનિકો જંગલ માં જાય અને તેમનો વેશ બિલકુલ ઝાડ પત્તાંઓ જેવો બનાવી દે એવી જ રીતે છલ કરી ને આ લોકો એ રસ્તો બનાવ્યો હતો.'
'ઓકે ઈલ્લ્યુમિનાટી એ સેમ ટેક્નિક નો ઉપયોગ કર્યો અને તેમણે સંજ્ઞા ઓ બનવાનું ચાલુ કર્યું . તેમણે એમ્બીગ્રામ કે બીજી કોઈ સાયન્સ ની ભાષા નો ઉપયોગ ના કર્યો કેમ કે તેઓ જાણતા હતા આ રીતે તો તેઓ સહેલાઈથી પકડાઈ જશે માટે તેમણે ઈલ્લ્યુમિનાટી આર્ટિસ્ટ ને બોલાવ્યો. આ એ જ સેમ આર્ટિસ્ટ હતો જેને ઈલ્લ્યુમિનાટી નો એમ્બીગ્રામ તૈયાર કર્યો હતો.(એમ્બીગ્રામ એ એવી ડિસાઇન છે કે જેમાં કોઈ પણ વર્ડ લખો અને એને કોઈ પણ ડિરેકશન માં થી વાંચો તો તે એક સરખો જ વંચાય.) અને તેમણે તેને એક શિલ્પકૃતિ બનવાનું કહ્યું.
'ઈલ્લ્યુમિનાટી ની શિલ્ક્રુતિ?'
'હા શિલ્પકૃતિ જેમાં બે માર્ગદર્શન ને અનુસરવા ના હતા. એક તો એ કે શિલ્પકૃતિ રોમ ના બીજા બધા આર્ટ વર્ક જેવી જ હોવી જોઈએ અને બીજી એ કે ચારે શિલ્પકૃતિ માં ચોક્કસ થીમ કે પછી વિષય સાથે બનવી જોઈએ. દરેક શિલ્પકૃતિ વિજ્ઞાન ના ચાર તત્વો માં થી માં એક તત્વ હોવું જરૂરી છે.'
' વિજ્ઞાન ના ચાર તત્વ? એ તો ૧૦૦ થી પણ વધારે છે.'
'હા શરૂઆત માં એવી માન્યતા હતી કે આખું વિશ્વ ચાર તત્વ થી બનેલું છે પૃથ્વી,વાયુ,આગ અને પાણી.'
'ઓકે તો પછી ઈલ્લ્યુમિનાટી આર્ટિસ્ટ એ આવી મૂર્તિઓ બનાવી? જોકે સારો વિચાર હતો કે મૂર્તિઓ ધાર્મિક પણ લાગે અને કોઈ ને શક પણ ના જાય.'
'હા પછી ચાર મૂર્તિઓ બનાવી અને વેટિકન સિટી ના ચર્ચ ની આગળ સ્થાપિત પણ કરી. હવે જો કોઈ પણ સાયન્ટિસ્ટ આવે તો તેમણે એક પછી એક મુતી ને ફોલ્લો કરવાની. એક ચર્ચ ની આગળ ની મૂર્તિ પૃથ્વી ને દર્શાવે છે તો અને પછી ની મૂર્તિ વાયુ ને... અને એક પછી એક અને ફાઈનલી ચર્ચ ઓફ ઇલ્લુમિનશન.'
'ઓકે પણ આ બધી વાતો થી એ ના ખબર પડી કે આપણે હત્યારા સુધી કેવી રીતે પહોંચી શકીશું?'
'ઓહ્હ હા અને ઈલુમિનેટી એ આ ચારે ચર્ચ ને એકદમ સ્પેશ્યલ નામ આપ્યું " ઘી અલ્ટર્સ ઓફ સાયન્સ" (વિજ્ઞાન ની વેદીઓ)' રાજ આર્કાઇવ તરફ આગળ ચાલતા બોલ્યો.
' આઈ એમ સોરી મી. રાજ પણ આ બધી વાત નો કોઈ મતલબ નથી પેલા ઈલુમિનેટી હત્યારા એ વોર્નિંગ આપી છે કે ચારે કાર્ડીનલસ એ વિજ્ઞાનનું કુવારું બલિદાન (virgin sacrifice ) હશે .'
'હા વિચારો ચાર કાર્ડીનલસ, ચાર ચર્ચ, ચાર વિજ્ઞાન ની વેદીઓ ...' રાજ રહસ્યભરી હસી સાથે બોલ્યો.
હવે લોરા ને પણ કંઈક કંઈક સમજમાં આવા લાગ્યું હતું.
'તમારો કહેવાનો મતલબ છે કે જ્યાં કાર્ડીનલસ નું બલિદાન આપવાનું છે એ એજ ચાર સેમ ચર્ચ છે જે ઈલુમિનેટી લોકો દ્વારા બનાવામાં આવ્યા હતા? '
'હા એજ ચાર ચર્ચ છે.'
'હા પણ આપણને હત્યારા એ આ કલુ કેમ આપ્યો હશે?'
'એક મિનિટ' રાજે કહ્યું.
ક્રમશ:
થેન્ક યુ વાંચક મિત્રો તમે મારી નોવેલ વાંચી રહ્યા છો અને પ્રતિભાવ આપી રહ્યા છો તેની માટે. નોવેલ ના રેગ્યુલર એપિસોડ પબ્લિશ નથી કરી શક્તિ તેની માટે માફી માગું છુ પરંતુ અહીં સિડની ની લીફે બહુ જ બીઝી છે એમાંથી સમય કાઢી ને લખવું એ મારી માટે બહુ ચેલેન્જિન્ગ છે. આશા રાખું છુ કે તમે સમજી સકતા હશો. બહુ જલ્દી થી મળીશ નવા એપિસોડ સાથે ત્યાં સુધી વાંચતા રહી રીટર્ન ઓફ શેતાન અને પ્લીસ તમારા પ્રતિભાવ આપવાનું ચુકતા નહિ.