Whatsapp thi Facebook sudhini safar - 6 in Gujarati Fiction Stories by Mayuri Mamtora books and stories PDF | Whatsapp થી facebook સુધીની સફર - 6

Featured Books
Categories
Share

Whatsapp થી facebook સુધીની સફર - 6

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો

પ્રસ્તાવના:

6:30 એ એનો ફોન આવ્યો કે હું તળાવની પહોંચી ગયો છુ ક્યાં આવુ? મેં એને ગેટ નંબર 4 આગળ આવવા કહ્યુ..અને ok કહી એ ગેટ નંબર 4 આગળ આવવા માટે રવાના થઇ ગયો..

..........
આખરે મારી આતુરતાનો અંત થોડી જ મિનિટોમાં આવવાનો હતો...

જેમ જેમ મળવાની પળ નજીક આવતી જતી હતી તેમ તેમ મારા દિલની ધડકન વધતી જતી હતી..વારંવાર હું મારા વાળ અને કપડા સરખા કરી રહી હતી..

પળ પળ પળ ના નીકળે આ પળ...
જોઈ રહી છુ તારી રાહ પળ પળ..

ખીલતા ફૂલોની સુવાસ
ક્યારે લાવશે મળવાની પળ..?

ખળ-ખળ વહેતુ તળાવનું પાણી
ક્યારે લાવશે મળવાની પળ?

ઢળવા લાગી છે આ સાંજ..
ક્યારે આવશે મળવાની પળ?
........
અને આખરે એ પળ આવી જ ગઈ.....

Gate no 4 વાળા પ્રવેશદારમાંથી કોઈ આવતુ દેખાઈ રહ્યુ હતુ...પણ હું જે જગ્યાએ બેઠી હતી એનાથી એ અંતર વધારે હતુ..એટલે મને એનો ચહેરો એકદમ clear તો નહોતો દેખાતો..પણ હા મને એ ખાત્રી થઇ ચુકી હતી કે એ પ્રિયેશ જ છે..wow what a handsome and dashing Personality... !!જાણે જોઈલો કોઈ ફિલ્મનો હીરો!એણે Red T-shirt...sky blue jeans પહેર્યું હતુ..

એ આજુબાજુ પોતાની નજર ફેરવી રહ્યો હતો..મને થયુ એ મને જ શોધતો હશે એટલે મેં હાથ ઊંચો કરી એને ઈશારો કર્યો કે હું અહીં બેઠી છુ.પણ એનું ધ્યાન ના ગયુ..એટલે મે એને ફોન કર્યો કે હું અંદરની બાજુમાં બાંકડામાં બેઠી છુ અને ઉભી થઇ મેં મારો હાથ ઉંચો કરી એને એ તરફ આવવા ઈશારો કર્યો..મારા હાથનો ઈશારો જોઈ એ મારી તરફ આવી રહ્યો હતો.. વધતા જતા ડગલા સાથે મારી દિલની ધડકન એકદમ તેજ થતી જતી હતી..ધક ધક....!એની ચાલ ઝડપી હતી..અને એની ચાલવાની સ્ટાઇલ પરથી તો લાગતુ હતુ કે જાણે કોઈ model ramp પર walk કરતો હોય!
આંખો પર એ જ આછા ભૂરા રંગના ગોગલ્સ કે જે એણે એના whatsapp વાળા Dp માં પહેર્યા હતા..અને એ ગોગલ્સમાં પડતી પીળાશ રંગની ઝાંયમાં આજે કુદરતી દ્રશ્ય નહી પણ મારો ચહેરો દેખાઈ રહ્યો હતો..ગોગલ્સ હટાવી એણે મને પૂછ્યુ મેઘા?

હવે એ મારા બાંકડાથી માત્ર 2 ડગલા જ દૂર હતો.. તેથી હવે મને એનો ચહેરો એકદમ clear દેખાતો હતો...એ ફોટોમાં જેવો દેખાતો હતો એના કરતા પણ વધારે આકર્ષક લાગી રહ્યો હતો..ગોરો વર્ણ,ઉંચુ કદ,ચહેરા પર આછી એવી ફ્રેન્ચ કટ દાઢી...અને દાઢી ની જમણી બાજુ નાનુ એવુ તલ..થોડી ક્ષણો માટે તો હું એને બસ જોતી જ રહી ગઈ..
....
એણે ફરી પૂછ્યુ મેઘા? મેં હમમમ..હુંકારો કર્યો..

(હું તો એના અવાજમાં અને એની સ્ટાઇલમાં ખોવાઈ ગઈ હતી..મને તો કાંઈ બોલવાનુ સૂઝતુ જ નહોતુ... થોડીવાર માટે તો મારી બોલતી બંધ જ થઇ ગઈ હતી.)

પ્રિયેશ: Priyesh here..ઓળખે છે ને?

(એની આંખોથી મારી આંખો મળી)

મી: હા..હમ્મ.

પ્રિયેશ: તો ભલે..

મી: હમમમ..

પ્રિયેશ : finally આપણે મળ્યા..કેમ છે તું?

મી: બસ જો મજા.. મજા.તું કેમ છે?

પ્રિયેશ: આપણને શું ઉપાધિ આપણને તો જલ્સા..

મી: ઓહ એવુ?

પ્રિયેશ: હું મેઘા સાથે જ વાત કરૂ છુ ને?

મી: હા કેમ?

પ્રિયેશ: કારણકે ચેટિંગમાં તો મેઘા મેડમનુ બોલવાનુ બંધ જ ના થતુ..અને અત્યારે મેઘા મેડમનો અવાજ જ નીકળતો નથી..!

(મનમાં થયુ ક્યાંથી અવાજ નીકળે તને રૂબરૂમાં મળીને !! એને રૂબરૂમાં મળીને એ દિવસે મારો અવાજ બહાર જ નહોતો નીકળતો.ચેટિંગમાં તો મારૂ બોલવાનુ બંધ જ ના થતુ પણ આજે ઊંધુ થઇ ગયુ હતુ..એ બોલતો હતો અને હું સાંભળતી હતી..!)

મી: હાહાહા..એવુ કાંઈ નથી..

પ્રિયેશ: તો કેવુ છે?

મી: કાંઈ જ નહી.

પ્રિયેશ: સારૂ મેડમ હવે તમારી અનુમતિ હોય તો શું હું આ બાંકડા પર બેસી શકુ?

મી: હા બેસને..એમાં પૂછવાનું થોડી હોય..

(એ બાંકડા પર મારી અનુમતિ લઈને બેઠો so sweet..અને એક વાત મને બહુ ગમી કે એ મારી નજીક ના બેઠો..અમારા બન્ને વચ્ચે કોઈ બે વ્યક્તિ આરામથી બેસી શકે એટલુ અંતર હતુ)

થોડીવાર સુધી અમારા બન્નેમાંથી કોઈ કાંઈ ના બોલ્યુ..એ પણ ચૂપ અને હું પણ ચૂપ..પછી મેં પૂછ્યું..

મી: અમ.. આ જગ્યા શોધવામાં કાંઈ મુશ્કેલી તો નથી પડી ને?

પ્રિયેશ: ના રે..તરત મળી ગયુ..અમને તો અમદાવાદ પણ સ્થળ શોધવામાં મુશ્કેલી નથી પડતી આ તો નાનુ એવુ ગામ છે...

મી: નાનુ છે પણ મજાનુ છે અમારૂ ગામ.. મને મારૂ જામનગર બહુ જ ગમે..

પ્રિયેશ: એ તો બધાને એવુ જ હોય.. બધાને પોતાનુ વતન વ્હાલુ જ હોય.. મને પણ મારૂ રાજકોટ બહુ જ ગમે..

મી: હમમમ સાચી વાત..

પ્રિયેશ: આજે બહાર જાવાની છે ક્યાંય?

મી: ના રે..

પ્રિયેશ: તો કોઈ પ્રસંગમાંથી આવી છે?

મી: ના રે કેમ?

પ્રિયેશ: ના આ તો વાળ ખુલ્લા..!

મી: કેમ ના રખાય વાળ ખુલ્લા?

પ્રિયેશ: રખાય ને...સારી લાગે છે તું ખુલ્લા વાળમાં..પણ તારા Dp માં કે તારા statusમાં મુકેલા ફોટોમાં મેં ક્યારેય તારા વાળ ખુલ્લા નહોતા જોયા...તેલવાળા વાળમાં જ તારા બધા ફોટો હતા એટલે પૂછ્યું..!

(મને મનમાં થયુ..વાહ શું વાત છે!પ્રિયેશ સાહેબ મારૂ આટલુ નિરીક્ષણ પણ કરે છે..!Wow Great !!મારૂ DP પણ ચેક કરે છે..અને એ પણ નિરીક્ષણ કરે છે કે મારા photosમાં મારા તેલવાળા વાળ જ હોય છે..)

મી: અમમ actually આજે ઓફિસ ચાલુ હતી.અને આજે વહેલુ જવાનુ હતુ.. તો વાળ ધોવાનો સમય જ નહોતો મળ્યો..એટલે અત્યારે વાળ ધોઈને આવી.અને ભીના વાળ ફટાફટ સુકાઈ જાય એટલે ખુલ્લા રાખ્યા..બાકી મારા વાળ તેલવાળા જ હોય..(આટલુ બોલતા બોલતા તો હું ગભરાઈ ગઈ..એને એમ થોડી કહેવાય કે એ તો એ મળવા આવવાનો હતો એટલે ખુલ્લા વાળ રાખ્યા..)
(હું તો મારા વાળ બાંધવા જ જતી હતી.. ત્યાં એણે મને રોકતા કહ્યુ..)

પ્રિયેશ: રહેવા દે ને સારા લાગે છે ખુલ્લા વાળ..

(એ સાંભળીને મને કભી ખુશી કભી ગમ મૂવીનો એક ડાયલોગ યાદ આવી ગયો..જેમાં કાજોલ જયારે પોતાના વાળ બાંધવા જાય છે ત્યારે શાહરુખખાન કાજોલને રોકીને વાળ ખુલ્લા રાખવાનુ કહી રહ્યો હતો..
હું કાજોલ તો નહોતી..પણ હા એ ક્ષણે મને એવુ જ લાગી રહ્યુ હતુ કે જાણે હું કાજોલ અને એ શાહરુખ ખાન..!મેં મારા વાળ ખુલ્લા જ રહેવા દીધા.અને શરમના માર્યા હું નીચુ જોઈ ગઈ)

(એ તળાવની આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો પછી એણે મને પૂછ્યુ)

પ્રિયેશ: તળાવની પાળ તો અમદાવાદના કાંકરિયા તળાવ જેવુ જ લાગે છે...!

મી: હમમ..મેં સાંભળ્યુ છે એવુ કે તળાવની પાળ અસલ અમદાવાદના કાંકરિયા જેવુ જ છે..

પ્રિયેશ: મતલબ તું કોઈ દિવસ કાંકરિયા ગઈ નથી !

મી: ના..acually અમદાવાદ ઘણા સમય પહેલા આવી હતી, પણ કાંકરિયા જવાનો મોકો નહોતો મળ્યો..

પ્રિયેશ: લ્યો મેડમ..અમદાવાદ આવ્યા..ને કાંકરિયા નહોતા આવ્યા..લે આવુ તો કાંઈ ચાલે..કાંકરિયા તો અમદાવાદનું દિલ છે..હવે તું જયારે અમદાવાદ આવે ત્યારે કહેજે હું તને કાંકરિયા લઇ જઈશ..

મી: પાકુ..

(થોડીવાર સુધી બન્ને મૌન )

પ્રિયેશ: હું નાનો હતો ત્યારે તળાવની પાળ આવ્યો હતો ત્યારે i guess આનાથી થોડુ અલગ હતુ.

મી: હા.. પહેલા અહીંયા આવુ કાંઈ નહોતુ..એ તો હવે આ બધુ નવુ ચણતર થયુ છે..અને હવે તો ટિકિટ પણ લ્યે છે.પહેલા ટિકિટ નહોતી..પણ હવે સ્વછતા જળવાઈ રહે એટલે ટિકિટ લ્યે છે..

પ્રિયેશ: ગ્રેટ..આ તળાવનું એક ચક્કર લગાવવામાં અંદાજે કેટલો સમય લાગે?

મી: અમમ..એના માટે સાહેબ ચક્કર લગાવવુ પડે..

પ્રિયેશ: એમ?તો ચાલો

મી: હા ચાલો..
........
.......
અમે તળાવની પાળનું ચક્કર મારવાનુ શરૂ કર્યું..હું એને તળાવની પાળના નયનરમ્ય દ્રશ્યો બતાવતી જતી હતી અને એ નયનરમ્ય દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરતો જતો હતો..અને હું મારી આંખોના કેમેરાથી એના મનમોહક વ્યક્તિત્વને મારી યાદગાર પળોના ફોલ્ડરમાં કેદ કરતી જતી હતી.મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે એ જામનગરમાં છે અને હું એની સાથે તળાવની પાળનું ચક્કર લગાવી રહી છુ..!મને બધુ સ્વપ્ન જેવુ લાગી રહ્યુ હતુ...
મને એનો સાથ બહુ જ ગમી રહ્યો હતો..હવે હું એની સાથે થોડી comfortably વાતો કરી શકતી હતી.મને એની સાથે બહુ જ મજા આવતી હતી..એવુ થતુ હતુ બસ આ પળ તો મારી અને એની જ છે..મને એના સિવાય આજુબાજુ કોઈ જ નહોતું દેખાતુ..એવુ લાગતુ હતુ જાણે આખી તળાવની પાળમાં હું અને એ જ છીએ..
......
થોડીવાર બાદ એક પ્રેમીયુગલે પ્રિયેશને રોકી એ બન્નેનો ફોટો પાડવા કહ્યુ..પ્રિયેશે એ યુગલના અલગ અલગ પોઝમાં ઘણા બધા ફોટા પાડી દીધા..ત્યારબાદ એ યુગલને મોબાઇલ રીટર્ન કરી અમે જવા જતા હતા..ત્યાં છોકરી બોલી તમે બન્ને પણ અમારી જેમ જ ક્યુટ કપલ છો...ભગવાન તમારી જોડી સલામત રાખે..તમારા બન્નેનો ફોટો પાડવો હોય તો હું પાડી દવ? (આ સાંભળીને તો મારા દિલની ધડકન એકદમ વધી ગઈ.)..
પ્રિયેશે એની ગેરસમજણ દૂર કરી કે અમે બન્ને કપલ નથી..અમે બન્ને મિત્રો છીએ..સોરી બોલી એ છોકરી નીકળી ગઈ..પણ મને એ સમયે એ છોકરીનું એ વાક્ય વારંવાર યાદ આવી રહ્યુ હતુ..ભગવાન તમારી જોડી સલામત રાખે..
......
હસતા હસતા અમે ધીરે ધીરે આગળ વધતા હતા..
દાધરા ઉતરી અમે અંદરની બાજુ ગયા..જ્યાં રંગબેરંગી બતકો હતા..તરત એ ફોટો પાડવા લાગ્યો..હું એની વાતોમાં એની અદાઓમાં વારંવાર ખોવાઈ જતી હતી..

પ્રિયેશ: wow!! તળાવની અંદર તો મસ્ત રંગબેરંગી બતક છે..

મી: હા..અહીંયા ઘણા રંગબેરંગી સુંદર બતકો હોય છે..અને સવારે તો અહીં વિદેશી પંખીઓ પણ આવે છે..



પ્રિયેશ: wow!તળાવની અંદર મહેલ..!અને એ મહેલનું પાણીમાં પડતુ પ્રતિબિંબ! અને એ પ્રતિબિંબમાં રમતો કરતા રંગબેરંગી બતકો! વાહ શું સુંદર દ્રશ્ય છે..!આવુ સરસ કુદરતી દ્રશ્ય જોઈએ ને તો એમ થાય કે આ સંસાર અને જીવન આ બધુ મોહમાયા છે..બધુ ક્ષણભંગુર છે!(આટલું બોલી તે ફોટો પાડવા લાગ્યો..)

મી: વાહ મોહમાયા બાબાની જય હો..

પ્રિયેશ: મોહમાયા બાબા!!?

મી: હા આજથી તમારૂ નવુ નામ મોહમાયા બાબા..

પ્રિયેશ: હાહાહાહા..

(થોડીવાર સુધી એણે ઘણા ફોટો click કર્યા)

પ્રિયેશ: પેલી બાજુ મહેલની અંદર જવાનો રસ્તો લાગે..

મી: હમમમ...એ મહેલ તરફ જવાનો રસ્તો છે, ત્યાં અંદર museum છે,અને પેલી બાજુ excersiceના સાધનો છે,અને એની પેલી બાજુ વોકિંગ ટ્રેક..રોજ સવારે અને સાંજે લોકો અહીંયા વોક કરવા આવે છે..

પ્રિયેશ: વાહ !!જોરદાર છે હો બાકી તમારા જામનગરનુ તળાવની પાળ..

મી: એ તો હોય જ ને..અને હજુ તો તમે આખુ ક્યાં જોયુ છે..હજુ તો ઘણી જોરદાર જગ્યાઓ જોવાની બાકી છે.

પ્રિયેશ: એમ?તો ચાલો જોઈએ..
...
અમે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં અમારા બન્નેનું ધ્યાન એકસાથે તળાવની પાળની નીચેની બાજુ આવેલા ગુંબજ પર પડ્યુ..નીચે આવેલા ગુંબજમાં બે પ્રેમી પંખીડાઓ પ્રેમાલાપ કરી રહ્યા હતા અને એ જ સમયે અનાયાસે અમારૂ પસાર થવુ...!અને અમારૂ બન્નેનું ધ્યાન પણ એકસાથે પડવુ! અમે બન્ને એ તરત જ નજર ફેરવી લીધી જાણે અમે બન્ને એ કાંઈ જોયુ જ નથી..અને આગળ ચાલવા લાગ્યા...

થોડીવાર પછી...

તો આ જોરદાર જગ્યા તમે મને દેખાડવાના હતા મેડમ?પ્રિયેશનો મશ્કરીભર્યો પ્રશ્ન.

(મને okward લાગતુ હતુ અને હસવુ પણ આવતુ હતુ..)

મી: અરે ના ના..

પ્રિયેશ: આ લોકોને જામનગરમાં બીજી કોઈ જગ્યા ના મળી તે અહીં Public Place પર જ..!!આટલુ બોલી એ ખડખડાટ હસવા લાગ્યો..
(મને શરમ પણ આવતી હતી અને હસવુ પણ આવતુ હતુ..)

મી: Actually, એ નીચે આવેલા ગુંબજ પર કોઈને કોઈ લવરીયા હોય જ છે..

પ્રિયેશ: લાગે છે તને સારો એવો અનુભવ છે એ ગુંબજનો?

મી: ના હવે..શું તું પણ!!!

પ્રિયેશ: હાહાહા...હાહહાહાહા..

આમને આમ મસ્તી-મજાકમાં અમે તળાવની પાળનું અડધુ ચક્કર ફરી લીધુ..
......
પછી અમે લેસર શો જોવા ગયા..અંધારું થયુ અમે બાજુબાજુમાં બેઠા હતા..લેસર શૉ શરૂ થયો..
રંગબેરંગી ફુવારાઓ અને એ ફુવારાઓથી રચાતા અવનવા આકારો જોવામાં એ ખોવાઈ ગયો..અને હું એને જોવામાં!પછી શરૂ થઇ જામનગરની ગાથા....આમને આમ અડધી કલાક ક્યાં વીતી ગઈ ખબર જ ના રહી..તાળીઓનો ગડગડાટ થયો અને શૉ પૂરો થયો..
અમે બહાર નીકળ્યા....

પ્રિયેશ: wow!superb show! મજા આવી ગઈ.

મી: હજી તો ઘણી મજા કરવાની બાકી છે સાહેબ.. હજુ તો આપણે અડધુ તળાવની પાળ ફરવાનુ બાકી છે..

પ્રિયેશ: એમ?

મી: હમમમ તો ચાલો..

પ્રિયેશ: હા ચાલો..

(ત્યાં એને કોઈનો ફોન આવ્યો..એ ફોનમાં કહી રહ્યો હતો કે બસ જો હમણાં પહોંચુ જ છુ..ફોન મૂકીને એણે મને કહ્યુ..)

પ્રિયેશ: મેડમ એ કાલ પર રાખવુ પડશે..

મી: કાલ પર!!l

પ્રિયેશ: હા મેડમ કાલ પર..

મી: પણ તું તો એક જ દિવસ માટે આવ્યો છો ને?

પ્રિયેશ: નો મેડમ..હું અહીંયા 2 દિવસ માટે આવ્યો છું...(એ 2 દિવસ જામનગર રોકાવાનો છે એ સાંભળીને તો મારી ખુશીનો કોઈ પાર જ નહોતો..પણ પછી મને લાગ્યુ કે એ મજાક કરતો હશે. એટલે ફરી મેં પૂછ્યું..)

મી: 2 દિવસ?

પ્રિયેશ: હા બે દિવસ..actually મારે ઓફિસમાં બે દિવસની રજા છે, તો મેં વિચાર્યું કે જામનગર જાવ છુ તો બે દિવસ ત્યાં જ રોકાઈ જાવ..

મી: wow great..પણ પેલા તે મને કેમ ના કહ્યુ કે 2 દિવસ માટે આવવાનો છે..?

પ્રિયેશ: surprise મેડમ..

મી: એમ?પણ સાહેબ તમે રોકાશો ક્યાં?

પ્રિયેશ: તારા ઘરે..

મી: મારા ઘરે?!!

પ્રિયેશ: હા તારા ઘરે..

મી: પછી મારે ઘરે શું કહેવાનુ?

પ્રિયેશ: કહી દેવાનુ મારો ફ્રેન્ડ છે..

મી: હા સાહેબ! એવુ કહુ ને તો મને ઘરેથી કાઢી મૂકે...

પ્રિયેશ: હા તો મારા ઘરે આવી જજે..

મી: મજાક કરે છે?

પ્રિયેશ: સારૂ ચાલો, મેડમને ટયુબલાઈટ તો થઇ..હાહાહા

મી: બહુ સારૂ હો..

પ્રિયેશ: Actually, અહીંયા મારા એક દૂરના સગા રહે છે..લીમડા લાઈન આગળ..ઘણા વર્ષો પહેલા અમે આવ્યા હતા ત્યારે અમે ત્યાં જ રોકાયા હતા..અને જો એમને ખબર પડેને કે હું જામનગર આવ્યો છુ અને એમના ઘરે આવ્યા વિના જ અમદાવાદ જતો રહ્યો તો તો મારી આવી બને...અને હમણા એનો જ ફોન આવ્યો હતો કે તું ક્યારે આવે છે?

મી: ઓહ અચ્છા..

પ્રિયેશ: તો ચાલો કાલે આ જ સમયે મળીએ..

મી: પણ કાંઈ નાસ્તો કર્યા વિના જ? નાસ્તો તો કરીએ..

પ્રિયેશ: એ પણ કાલ પર જ રાખો મેડમ..ફોન આવી ગયો..અત્યારે જવુ પડશે

મી: ohkk..

પ્રિયેશ: કાલે મળ્યા..bye..

મી: bye..
........
મને તો હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે હું એને મળી અને મેં એની સાથે 2 કલાક વીતાવી.. ખરું કહુ ને તો મારા માટે એ બે કલાક નહી,પણ મારી જિંદગીની યાદગાર 120 પળો હતી..એ એક એક પળ મારા માટે ખાસ હતી..મને થતુ હતુ આ સમય બસ અહીંયા જ રોકાઈ જાય...!મારા બેકગ્રાઉન્ડમાં મને મ્યુઝિક સંભળાવાનું શરૂ થઇ ગયુ..જોકે.. આજુબાજુ તો કોઈ ગીત નહોતું વાગતુ પણ મારા મનના રેડિયોમાં એક ગીત મને વારંવાર સંભળાઈ રહ્યું હતુ..ક્યા યહી પ્યાર હે..?અને અંદરથી જવાબ આવ્યો.. પતા નહી!!આમને આમ એના વિચારોમાં ને વિચારોમાં હું ઘરે પહોંચી ગઈ..
...
પણ હજુ તો 8 જ વાગ્યા હતા..હજુ તો એક રાત અને પછીનો અડધો દિવસ કાઢવાનો હતો...ખબર નહી ક્યારે કાલની સાંજ પડશે?
...
થોડીવાર બાદ મેં મારો ફોન હાથમાં લીધો..ફેસબુક open કર્યું..જોયુ તો ઘણી બધી નોટિફિકેશન હતી..આટલી બધી નોટિફિકેશન? પછી મને યાદ આવ્યુ કે આજે તો મેં ફેસબુક સવારથી જ નહોતુ ખોલ્યુ..નોટિફિકેશન પર click કરી હું એક પછી એક નોટિફિકેશન તપાસવા લાગી...
એક નોટિફિકેશનમાં મારૂ ધ્યાન પડ્યુ..Priyesh dave accepted your friend request..અને સમય જોયો તો સવારનો 10 વાગ્યાનો સમય હતો.સાહેબે આખરે ફેસબુક ખોલ્યુ ખરી..!ગ્રેટ હવે અમે ફેસબુક ફ્રેન્ડ પણ બની ગયા હતા..finally એણે મારી ફ્રેન્ડ રિકવેસ્ટ accept કરી લીધી.

થોડીવાર સુધી મેં ફોન મચડ્યો..પણ મારૂ મન ફોનમાં પણ નહોતુ લાગતુ..મને એની સાથે વિતાવેલી એક એક પળ વારંવાર યાદ આવી રહી હતી...

પલ પલ તેરી યાદ સતાયે ઓ પિયા..
તુજ બિન જીને કી સોચું તો ધડકે હાયે મેરા જીયા..
ધડકે હાયે મેરા જીયા..દિલ યે બોલે પિયા પિયા..
તુજ બિન જીને કી સોચું તો ધડકે હાયે મેરા જીયા..

સામને જો તું આયે તો મેં બોલ ના પાઉં કુછ ભી પિયા..
જેસી મેરી હાલત હે ક્યા, તેરી ભી હે બોલ પિયા..
પલ પલ તેરી યાદ સતાયે ઓ પિયા..

ફાલ્ગુની પાઠકના આ ગીતમાં હિરોઈનની જેવી હાલત હતી એવી જ હાલત એ દિવસે મારી હતી..

આમને આમ એના વિચારોમાં ને વિચારોમાં સુવાનો સમય થઇ ગયો..
.......
પણ એ દિવસે રાત્રે મને નિંદર જ ના આવી..12 વાગ્યા,1 વાગ્યો..2 વાગ્યા.ને આમને આમ 3 વાગી ગયા...પણ એના વિચારો મને સુવા જ નહોતા દેતા.ફરીથી મારા મનના રેડિયોમાં એ ગીત શરૂ થઇ ગયુ ક્યા યહી પ્યાર હે?ક્યા યહી પ્યાર હે? અને આ વખતે અંદરથી અવાજ આવ્યો હા યહી પ્યાર હે..!કદાચ હું એને પ્રેમ કરવા લાગી હતી..અમમ..ના કદાચ નહી પણ sure એ પ્રેમ જ છે..મારા દિલમાં પ્રિયેશ વસી ગયો..હા હું એને પ્રેમ કરવા લાગી હતી..
.....
એ દિવસે રાત્રે મેં મનોમન નક્કી કરી લીધુ હતુ કે પછીના દિવસે અમે જયારે મળશુ ત્યારે હું એને મારા દિલની વાત જણાવી દઈશ...ક્રમશ:...