Absent Mind - 7 in Gujarati Travel stories by Sarthi M Sagar books and stories PDF | એબસન્ટ માઈન્ડ - 7

Featured Books
Categories
Share

એબસન્ટ માઈન્ડ - 7

એબસન્ટ માઈન્ડ

(૭)

કોઈ સ્થળે જઈએ તો ઘણીવાર કોઈ સાથે ન આવ્યુ હોય એનો અફસોસ નથી રહેતો, સ્વાર્થીપણું આવી જાય કે આ દ્રશ્ય- સ્થળ ફક્ત મેં જોયુ અથવા સૌથી પહેલાં મે જોયુ, સનાસર લેક જોઈને એવું જ થયું

આજે સવારે આરામથી ઉઠ્યો. ચાર દિવસની મોટર સાયકલ રાઈડીંગ બાદ આખરે પહોંચી ગયો. સવારે આંખ ખુલી ત્યારે રીસોર્ટમાં કેટલાંક અવાજ સંભળાયા. પચાસ લોકોની બેચ હતી. કદાચ આવવાના શરૂ થઈ ગયા હશે. બ્રશ કરતો હતો ત્યારે ખબર પડી રીસોર્ટના માલિક પોતાની ફેમિલી સાથે આવ્યા હતા. બે માણહ ને એેમની ક્યુટ દિકરી.

બધા કોઈને કોઈ કામથી આઘા પાછા થયા. ફ્રેશ થઈને આશરે નવ-દસે હું પણ બહાર નીકળ્યો. હજુ સુધી પચાસમાંથી કોઈ આવ્યુ નહોતુ. ગઈ રાત્રે આવ્યો ત્યારનો રસ્તો થોડોક યાદ હતો. બસ સ્ટોપની પાછળ પગથીયા વાટે થઈ નીચે ઉતરતા જ જાઓ. કેટલીક હટસ આવે એની પાછળ લોખંડની તૂટેલી જાળી હતી. ત્યાંથી જંગલની કેડી પકડીને રીસોર્ટમાં આવવાનું. હવે એ જ રસ્તે રીવર્સ. રસોઈયા જગદીશ કુમારે કહ્યુ હતુ. ‘અચ્છા તો ફિર તાલાબ-વાલાબ દેખ આઈએ.’ લોખંડની જાળીથી બહાર આવ્યો. હટસની આગળ તરફ આવ્યો.

સ્વર્ગ દેખાયુ. લીટરલી સ્વર્ગ. બ્યુટીફૂલ, અમેઝીંગ, માઈન્ડ બ્લોઈંગ જેટલા વિશેષણો હતા એ બધા જ નીકળ્યા હતા. જો કે સૌ પ્રથમ તો ગાળ નીકળી હતી. ઈન પોઝીટીવ વે. જ્યારે તમને કંઈક ગમે એટલે... યુ નો. બાદમાં બધા વિશેષણો. એક તરફ થતુ હતુ કે કોઈ સાથે હોત તો મજા આવત. ફરી એવું થયુ કે સારૂ છે કોઈ નથી આવ્યુ. મે એકલાએ જ જોયું હવે બધાને કહીશું.

દ્રશ્યો એટલા સુંદર હતા કે બે -ત્રણ કલાક ત્યાં જ ગાળ્યા. વિડીયો કોલીંગ દ્વારા કેટલાંકને બતાવ્યા. જેમણે જોયું બધા મોંમા આંગળા નાંખી ગયા હતા.

• • • • •

આખી બપોર ટ્રેન બુક કરાવવામાં ગઈ. ગઈકાલે રાત્રે અહીંયા પહોંચતા ખરાબ રસ્તાને કારણે નેગેટીવ વિચારો આવ્યા હતા. છેલ્લે બસ સ્ટોપનો વર્ટીકલ ઢાળ ઉતર્યો એ પછી એક બીક પેસી ગઈ હતી કે હવે જતાં સમયે આ રસ્તા પર હું નહીં ચલાવી શકુ. આવી જ સ્થિતિ માઉન્ટ આબુમાં થઈ હતી. માઉન્ટેનીયરીંગના કોર્સ વખતે એક મોટા પથ્થર પર ચડવાનું હતુ. ઉંચાઈ વીસ-ત્રીસ ફૂટ હશે. આના કરતાં વધુ ઉંચાઈ પર પણ ચડી ચુક્યો હતો. પરંતુ અહીંયા પ્રથમ પ્રયાસમાં જ સ્હેજ લપસ્યો. આ ‘સ્હેજ’ એ અંદરની તરફ મોટું સ્વરૂપ પકડી લીધું હતુ. જો કે ત્યારેને ત્યારે જ એ પર્વત ચાર-પાંચ વખત ચડી ગયો હતો કેમ કે ડરને મનમાંથી ભગાડવુ હતુ. મેં ચાર પાંચ વખત પર્વત ચડી લીધો હતો તેમ છતાંય...

એમેય બે-એક દિવસથી ટ્રેનમાં પાછા જવાનું વિચારતો હતો. આખી બપોર ટ્રેનની ટીકીટ બુક કરાવવામાં વિતાવી હતી. તેમ છતાંયે ટીકીટ તો બુક ન જ થઈ. સંકટ સમયની સાંકળ સંતોષ પાંડેને ફોન કર્યો. માર્ગદર્શન લીધું. એણે ટીકીટ કરી આપવાની તૈયારી બતાવી પણ હું કંઈ નિર્ણય લઈ નહોતો શક્યો.

ઈન્સ્ટ્રકટર મુરાદ અલીએ કહ્યુ ટ્રેન મેં ભી જાઓગે તો ઉધમપુર તક તો મોટરસાયકલ ચલાના હી પડેગા ઔર વો હી તો મેઈન ખરાબ રાસ્તા હૈ. ઉસકે બાદ તો વેસે ભી અચ્છા રાસ્તા હૈ.

‘ઓહ દુઃખના પહાડ તૂટી પડ્યા હોય એવી માનસિક સ્થિતિ હતી. પેલો સીધો ઢાળ મગજમાંથી જતો નહોતો. આખરે રાઈડીંગ કરીને જ પાછા જવાનું નક્કી કર્યું.

આજે મુરાદ અલી સાથે હું અને ડો.અનુપ સાઈટસીંઈંગ કરવા નીકળ્યા. સનાસર લેક જ્યા સવારે હું જઈને આવ્યો હતો, ઈકો પોઈન્ટ જ્યા બુમ મારો એટલે અવાજ પાછો આવે, ૧૩૦૦- થી ૧૪૦૦ વર્ષ જૂનું નાગ મંદિર અને હાથી સુંડ. ઈકો પોઈન્ટ સિવાય મને કંઈ ખાસ ન લાગ્યુ. કોઈપણ વસ્તુથી જલ્દી ઈમ્પ્રેસ થવાતું જ નથી. અને છેલ્લે બસ સ્ટેન્ડ આગળ ગયા પણ પેલા ઢાળ તરફ નજર ના ગઈ.રાત્રે બોનફાયર (તાપણી) કર્યુ અને ત્યાં ખુરશી લગાવીને જમ્યા. ઘણી વાતો થઈ. એમાં જમ્મુ-કાશ્મીર, કઠુઆ, ભારત- પાકિસ્તાન, મીડીયા વગેરે મુદ્દા આવી ગયા. હું મોસ્ટલી સાંભળતો હતો. ડો.અનુપ સાથે બપોરે વાત થઈ હતી. એમણે પહેલાં પણ ટ્રેક કરેલા છે.આજે સવારથી જ ફરવા માટે ખાસ કંઈ હતુ નહીં. લેક આગળ ગયો ત્યાં હોર્સ રાઈડીંગ ખરેખર તો વોકીંગ કર્યુ હતુ. હજુ બે દિ’ પહેલાં સુધી ગરમી લાગતી હતી અને આજે તાપણી. જીવનમાં બધુ અઘરૂ અઘરૂ ચાલ્યા કરે છે.સનાસર બહુ જ બ્યુટીફૂલ છે. બધાંયે એક વાર તો આવવું જ જાઈએ. ખાસ કરીને જેમને નવી જગ્યા જોવાનો શોખ હોય. કુદરતના ખોળે રહેવાનો શોખ હોય તથા ફોટા પડાવવાના શોખ હોય. મને પહાડોમાં મોટરસાયકલ ચલાવવાનો અને ટ્રેકીંગ કરવાનો હતો.આખો દિવસ વિચારવામાં જ ગયો. રોજ કઈક તો લખવું જ એવો નિર્ણય કર્યો હતો.

ર૮ એપ્રિલ, ર૦૧૮

P.S. જીવનમાં શું કરીશ એ વિશે હું ખુબ જ કન્ફ્યુઝ છું. -બિલ હિક્સ

***