Gagarma sagar in Gujarati Moral Stories by Mr. Alone... books and stories PDF | ગાગરમાં સાગર

Featured Books
Categories
Share

ગાગરમાં સાગર

રોહન ખભે દફતર વળગાડી ને પોતાના દોસ્તારોની હારે દેશી ગીતોના રાસડા લઇ ને નિશાળ ભણી આગળ વધી રહ્યો હતો.

તેના મિત્રો લાલિયો, મનીયો, ગોપાલીયો, અને ગગો અને પોતે પાંચમો આમ, પાંચે જણાની પાંડવ ટુકડી રોજ એક હારે જ નિશાળમાં જતી ને આવતી. એક રજા પાડે તો બધાય નિશાળે ન જાય એવી તો એમની દોસ્તી. સાહેબો પણ આમનાથી કંટાળી ગયા હતા.

આમને રૂમમાં શાંત કરાવા શિક્ષકે વાર્તા કેવી પડે. અને વાર્તા સરૂ થાય તો આ પાંચેય જણાને સાપ સૂંઘી જાય. એક પણ અવાજ ના કરે બહુ ધ્યાન થી વાર્તા સાંભળે.

આ બધા માં રોહન થોડો અલગ હતો. તેનાં પાપા નોકરી કરતા હતા અને દાદા-દાદી હજુ હયાત હતા અને તે ક્યારેક રોહન ને જ્ઞાનના પાઢ ભણાવતા. અને તેની માતા પોતાના કરતા પણ તેની વધુ સંભાળ રાખતી.

એક દિવસ એક શિક્ષીકાએ રૂમ માં આ પાંડવ મિત્રો પર નિશાનો સાધતા એક વાક્ય પાટિયા પર લખ્યું. " ગાગરમાં સાગર "

રૂમમાં તો કોઈને કંઇજ પડી જ ના હતી કે, શું લખ્યું છે અને કેમ લખ્યું છે.

પછી શિક્ષિકા એ મોટા અવાજમાં કહ્યું કે, કાલે બધાએ "ગાગરમાં સાગર " વિશે થોડું થોડું બોલવાનું છે જે સારું બોલશે એને ઈનામ પણ આપવામાં આવશે.

નિશાળ છૂટે છે ને બધા પોતપોતાનાં ઘરે જાય છે. પણ રોહનના મન માં આ વાક્ય રમતું જ જાય છે...

તે ઘરે જાય છે અને દાદા ને પૂછે છે કે , - ' દાદા એક વાત પૂછું. '
દાદા કહે , ' હા બોલ બેટાં.'
રોહને કહ્યું કે, - ' આ વળી " ગાગરમાં સાગર " એટલ શું.? '

દાદા રોહનની વાત સાંભળી તેને જિંદગીનો પાઠ ભણાવી આ વાત સમજાવા માંગે છે. અને તેથી દાદા એ રોહનની માતા સામે આંગળીનો ઈશારો કર્યો.

રોહનને કંઈ જ ગમ ના પડી. રોહને દાદા ને સવાલ કરતા પૂછ્યું કે, - મમ્મી પણ કઈ રીતે..?

દાદા એ પ્રેમથી સમજાવતા કહ્યું કે , - ' જો બેટા.! તારી મમ્મી એ ઘરનું કેટ- કેટલું કામ કરે છે, મને અને તારી દાદીને પોતાના માતા - પિતાની જેમ ગણી અમારી સેવા કરે છે, બધું જ કામ એના જ ખભા પર હોય છે , રોજ ત્યારો ખ્યાલ પણ કેટલી સરસ રીતે રાખે છે , તારા પિતાજી સાથે પણ હંમેશા સુમેળ ભર્યું વર્તન, અને એટલું તો દૂર આ બધાની કોઈ દિવસ પણ લગીર પણ ફરિયાદ કરી ક્યારે..? આટલું બોલી દાદા રોહન તરફ જોવે છે અને ફરી દાદા એ કહ્યું.

' આ બધું તો ઠીક છે બેટા પણ એક માતા તરીકે અવિરત વાત્સલ્ય ભાવ તેનામાં વહેતો રહે છે , એક પતિ માટે અવિરત પ્રેમ, અને પોતાના સાસું - સસરા માટે હેત અને લાગણી ના સાગર હંમેશા છલકાતા જ હોય છે, પોતાના પરિવાર ની સેવા અને સુખ જ એની ઈચ્છા હોય છે,

"સાગર પોતાની અંદર ગણું બધું છુપાવી જેમ શાંત રહી અવિરત કંઇક ને કંઇક આપતો રહે છે. તેમ એક સ્ત્રી એક માતા પણ પોતાના હ્રદયમાં ગણું બધું છુપાવી પોતાના પરિવારમાં પ્રેમ, વાત્સલ્ય અને ખુશીયો રેલાવતી જ રહે છે."

બેટા આમ એક સ્ત્રીનું હ્રદય પણ સાગરની જેમ વિશાળ છે. તે પણ કોઈ સાગરથી ઓછુ ઉતરે એમ નઈ. તેનું હ્રદય પણ "ગાગરમાં સાગર" સમાન હોય છે.

આટલુ સાંભળી રોહન, પોતાની માટે જમવાનું બનાવતી પોતાની માં સામે ટગર- ટગર જોવા મંડ્યો...