Revenge - 16 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 16

Featured Books
Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 16

પ્રકરણ - 16

રીવેન્જ

અન્યાનો નિર્ણય સાંભળીને રાજવીર થોડો હતાશ થયેલો કે અન્યા સાથે હવે વધુ સમય સાથે નહીં રહેવાય એનું જીવન વર્તન ગતિવિધિ પ્રેમ લાગણી બહું બદલાઇ જશે બીજું આશ્ચર્ય એ હતું કે અન્યામાં આવો અચાનક બદલાવ કેવી રીતે આવ્યો ? એક કીસમાં કે ફ્લર્ટમાં છેડાઇ જતી એને ગમતું નહીં અને આ થોડાક દિવસમાંજ એને બધું ગમવા લાગ્યું છેક કીસ અને સેક્સ કરવા માટે તત્પર હોય છે. આનું શું કારણ ?

અન્યાને પેલા દિવસે ઘરે રાત્રે મૂકવા ગયો એ પૂરી સભાન હતી એણે અને એના પાપાનો ફોન આવેલો એ પણ યાદ હતું પછી પોતાનાં ઘરતરફ જોઇ બોલી મેં પાપાને કહેલું હું તમને ફોન કરીને જણાવીશ પણ આપણો મૂડ એવો જાયેલો... અને મારે જતાવવું નહોતું કે મેં આટલું ડ્રીંક લીધું છે.... વળી એ બીજા પ્રશ્નો કરે કોણ કોણ છે.... બસ... એની વે રાજવીર થેન્ક્સ ફોર પાર્ટી એન્ડ ફેબ્યુલ્સ લવ માય ડાર્લીગ અને કીસ કરીને અંદર જતી રહેલી.

અન્યાએ રાજવીરને પૂછ્યું અંદર આવ્યાને મને ગળે વળગાવી પ્રેમ કરતો શું વિચારોમાં છે ક્યારનો ? મેં ફીલ્મમાં જવા માટે નિર્ણય કર્યો એમાં તુ ડીસ્ટર્બ છે ? રાજવીરે છૂટા પડતાં કહ્યું" અન્યા સાચી વાત કહી દઊં ? અને તને સીધો સપાટ પ્રશ્ન પૂછી લઊ ?

અન્યાએ થોડાં સંકોચ સાથેનાં હાવભાવ બતાવ્યાં પછી સ્વસ્થ થઇને કહ્યું " રાજવીર જે હોય તે સ્પષ્ટ પૂછી લે મને એ વધુ ગમશે જે તારાં મનમાં હોયએ હું જીવનનાં કંઇક જુદાજ રસ્તે પગલાં માંડી રહી છું તો એ પ્હેલાં મારાં સાથીદારની સાચી વાત અને પ્રશ્ન મને વધુ ગમશે ભલે એ અણીયારા હોય.

રાજવીરે ખુશ થતાં કહ્યું" થેંક્યુ ડાર્લીગ બેસ અહીં એમ કહીને અન્યાને પોતાની રીવોલ્વીંગ ચેર પર બેસાડી અને પોતે નીચે ફલોર પર એનાં પગ પાસે બેસી ગયો અને એનાં હાથમં અન્યાનાં હાથ લઇને કહ્યું અન્યા એકતો તારી આ ફીલ્મમાં જવાની વાત થોડી ગળે ઓછી ઉતરી. તું ખૂબ સુંદર છે તારામાં બધી ટેલેન્ટ છે એમાં કોઇ શક નથી તને બધાં વધાવવા અને ડેબ્યુ કરવા તલપાપડ છે. તને જેટલી જોઇએ એટલી પ્રાઇઝ આપવા તૈયાર છે પણ તને ખબર છે આ બદનામ ઇન્ડસ્ટ્રીઝમા પ્રવેશ કર્યા પછી એનો નશો હોય છે એમાંથી પાછાં નથી ફરાતું... કેટલાય એમાં જઇ નામ દામ કમાવા કેટલાય બરબાદ થઇ ગયાં તારું ભવિષ્ય ઉજળુંજ છે ડાર્લીંગ પણ એનો નશો ક્યાંક આપણને જુદા ના કરી બેસે એજ વિચાર મને અકળાવે છે.

અન્યા કંઇક બોલવા જાય એ પ્હેલાં રાજવીરે કહ્યું એક મીનીટ જાન.... બીજો પ્રશ્ન કહી દઊં પછી સાથે જ તું ઉત્તર આપજે. તને મેં માત્ર કીસ કરેલી અને ફર્લ્ટ ત્યારે તે ગુસ્સામાં સંબંધ તોડવા સુધીની વાત કરેલી તું જતી રહેલી અને પછી પેલાં ગુંડાઓએ તને બળજબરીથી લઇ ગયાં ત્યારે પછી તને લેવા આવ્યો એ પછી એવું તારાં મનમાં શું થયું કે તેં મને સંપૂર્ણ સ્વીકાર્યો... તું મને બેસ્ટ ફ્રેન્ડજ ગણતી પછી તે મને બધો પ્રેમ કર્યો મને ના સમજાયું તારું પરિવર્તન.....

અન્યા થોડીવાર રાજવીર સામે જોઇ રહી પછી એણે કહ્યું " રાજવીર પહેલાં તને મેં તને સ્વીકારી બધાં જ પ્રેમ કર્યો સંકોચ વિના તારી સાથે સેક્સ કર્યું એનો જવાબ આપું પેલા ગુંડાઓ મને કારમાં લઇ ગયાં હું ખૂબજ ગભરાઇ ગઇ હતી એ લોકો બધાં ગેંગ રેપ જ કરત પણ કોઇ કારણવશ જીસસની કૃપાથી હું બચી ગઇ. છતાં મારું શરીરતો ચુંથયુંજ અભડાવ્યુંજ હું સખ્ત નાશીપાશ થઇ ગયેલી મારું હૃદય અંદરથી તૂટી ગયેલું.

મને વિચાર આવેલો આમ અચાનક મારું શિયળ નરાધમો લૂંટી જાય હું ક્યાંયની ના રહું મારાં મનમાં કલ્પનાઓ છે સાચાં સાથી સાથે ભોગવાનાં સ્વપ્ન છે. આમ એક પલકમાં બધુંજ લૂંટાઇ જશે ? તારો પ્રેમ હું જોતી અનુભવતી પણ હજી વાર છે સમય છે એવું વિચારતી મને પણ તને પ્રેમ કરવો ગમતો હતો એટલે જ કીસ કરેલી પણ થયું ના હજી ઉતાવળ નથી કરવી મને મારીજ બીક હતી કે હું મારી જાતનેજ કંટ્રોલ નહીં કરી શકું એટલે જડ થવા પ્રયત્ન કરેલો પરંતુ એ કારની ઘટના પછી વિચાર્યું કે જેને હું પ્રેમ કરું છું એનેજ શા માટે પ્રથમ સમર્પિત ના થઊં ? હું હવે સંપૂર્ણ પુખ્ત છું અને તારાં પ્રેમ અને વફાદારી પણ વિશ્વાસ હતો. તું સંસ્કારી છે મને ગમતો છે. બસ પછી તને સંપૂર્ણ સમર્પિત થઇ ગઇ.

બીજો મારો ફીલ્મમાં જવાનો નિર્ણય એટલે લીધો કે મારી મોમ રાજી હતી, મીસીસ બ્રિગેન્ઝા અને ફ્રેડીની અમુક વાતોમાં દમ લાગેલો કે જીવનમાં રૂપ છે ટેલેન્ટ છે ત્યાં સુધી જાતને સાચવી...... તને સાચો પ્રેમ કરી... પાત્રતા કેળવીને હું કામ કરી લઊ કીર્તિ અને કલદાર કમાઇ લઊં. બાકી આ તન અને રૂપ તો તનેજ. સમર્પિત છે.... કંઇક કર

વું હતું તો આ નક્કી કર્યું ડાન્સમાં નામ કરવું હતું..... એ મને બાય પ્રોડક્ટ લાગી કે ફીલ્મ સાથે પણ હું કરીજ શકીશ એ અશક્ય નથી અને સાવ સાચી વાત કહું રાજા.... આજ કે હું ફક્ત તનેજ પ્રેમ કરું છું. તનેજ... પેલા મંગેશ સારો માણસ છે પણ અમારી સ્ત્રીઓમાં છઠ્ઠી ઈન્દ્રીય ખૂબ જાગૃત હોય છે. એનાં મારાં રૂપ અને શરીરમાં પણ રસ છે હું જાણું છું. અને એનો અંદાજ આવી ગયો ત્યારે જ નિર્ણય લીધેલો કે હું પાર્ટનર નહીં બનું ભલે ડાન્સ શીખીશ.

ફીલ્મમાં પણ ઘણું સંભાળવાનું છે બધાં ગીધ ગીધડા વરુઓથી જેની નજર ફક્ત અમારાં શરીર ઉપર જ હોય છે પણ એમાં પાપાની શાખ એમનો ભય, તારો સતત સાથ અને મીસીસ બ્રિગેન્ઝાની નજર મને સાચવી લેશે અને મારું નામ થાય એની પણ લાલચ નહીં ખોટું કહું બસ આજ કારણો.... સાવ સત્ય હકીક્ત કહી દીધી.

રાજવીર અન્યાની સામે જોઇ રહ્યો. ઉભો જઇ અન્યાને ચૂમી લીધી. અન્યા અને રાજવીર એકમેકમાં પરોવાયા. રાજવીરે અન્યાને કપાળે કીસ કરતાં કહ્યું "આઇ એમ બ્લેસ્ડ ટૂ લવ યું એન્ડ ગેટ યું ઇન માય લાઇફ આપણે મારાં ફેમીલીમાં મળવા જઈશું . મારી ફેમીલીમાં હવે બસ તું અને પાપા. અન્યાએ પહેલીવાર જાણી પૂછ્યું કેમ તારી મોમ ? રાજવીરે કહ્યું "મારી મોમ નથી... બસ એવું કહી ચૂપ થઇ ગયો. અન્યાએ વધુ ના પૂછતાં રાજવીરને ગળે વળગાવી દીધો. બંન્ને જણાં ક્યાંય સુધી એકમેકને હૂંફ અને પ્રેમ આપતાં રહ્યાં.

**************

આજની સવાર અન્યાને ખૂબ મીઠી અને વ્હાલી લાગી રહી હતી ઉઠી ત્યારથી આનંદમાં હતી. આજે હમણાં તૈયાર થઇને બધાંજ રોમેરો નેલસનની ઓફીસ જવાનું હતું. એ ખાલી ઉત્તેજિત હતી આજથી જીવનમાં સફળતાનાં મંડાણ થવાનાં હતાં. એ નાહી ધોઇ તૈયાર થઇને પ્હેલાંજ જીસસને પ્રેયર કરી પછી તુરંત રાજવીરને કોલ જોડયો. એણે ફોન કરી કહ્યું “એય રાજ યાદ છેને આજે સવારે નેલસન સાથે મીટીંગ છે... તારે સાથે આવવાનુંજ છે અને તારી મસ્ત બાઇક પર સાથે જઇશું આ બધાં પાપાની કારમાં ત્યાં આપણે. આપણે. રાજવીરે કહ્યું "ઓકે ડાર્લીંગ થૈંક્સ તે આપણે સાથે જવાનું નક્કી કર્યું બાઇક પર... આજે મારું ફટફ્ટીયુ ખૂબ ખુશ થઇ ગયું તે બાઇક કીધું.

અન્યાએ કીધું "એય રાજ આઇ એમ સોરી મારો આશય માત્ર મજાકનો એની ડીસવેલ્યુ કરવાનો નહીં સાચું કહું તુ શોભે છે પણ મસ્ત બાઇક પર એકદમ મારો રાજકુંવર રાજવીરે કહ્યું "થેંક્સ મારી પ્રીન્સેસ.... બટ એક વાત મને ખૂંચે છે કહું ? અન્યાને કહ્યું એકદમ જ સ્પષ્ટ સીધું સત્યજ કહે જે બીલકુલ છલાવા વિનાં. રાજવીરે કહ્યું "હવે એવું જ રહેશે માત્ર સાથ... આજે મીટીંગ થાય તો તું બધુંજ શાંતિથી સાંબળજે એ લોકોની ઓફર ખૂબ એટ્રેક્ટીવ લાગે કે સામે કોઇ પ્રોમીસ માંગે કે કોરો ચેક પણ બતાવે તું તરત કન્વિન્સ થઇ કશામાં હા ના પાડીશ એમ જ કહેજો તમારી ઓફર્સ સાંભળી... આઇ એપ્રીશીયેટ ઇટ બટ આઇ વીલ ઇન્ફર્મ બટ કન્ફર્મ લેટર ઓન.... પ્લીઝ.

અન્યાએ કહ્યું "યપ મારાં રાજા મારાં ગાર્ડીયન માય લવર મારાં. સેનાપતિ સર આંખો પર લીધી તારી સલાહ લવ યુ. તું ફટાફટ તૈયાર થઇને ઘરે આવી જા પછી બીજી વાત કરીએ અને બાઇક લઇને આવજે... બાય લવ યું. કહી ફોન મૂક્યો.

આજે રૂબી અને સેમ પણ ઘણાં એક્સાઈટેડ હતાં એમની પ્રીન્સેસ જીવનનાં એનાં કોઇ નવાજ ફલકમાં પદાર્પણ કરવાની હતી એમાં આનંદ સાથે કઇ કઇ સાવચેતી રાખવી એ બદી પણ એ લોકોએ મીસીસ બ્રિગેન્ઝા સાથે ચર્ચા કરી લીધી હતી. ઘરમાં આજે ઉત્સવ જેવું વાતાવરણ હતું. અન્યા સમય થતાં પોતાનાં રૂમમાં તૈયાર થવા લાગી અને ત્યાં રાજવીર એની બાઇક પર આવી પ્હોંચ્યો..

પ્રકરણ -16 સમાપ્ત

આગળ વાંચો. નેલસન સાથેની મીંટીગ અને ટર્ન કેવી રહી ?