bus no. 143 in Gujarati Love Stories by Nikunj Patel books and stories PDF | બસ નં. 143

Featured Books
Categories
Share

બસ નં. 143

તમને પહેલીવાર પ્રેમ ક્યારે થયેલો?
કદાચ બધાની જેમ પહેલી વાર સ્કૂલ માં જ થયો હશે અને ત્યાં જ કોઈને 143 કહ્યું હશે, 143 નો અર્થ તો ખબર જ હશે, આ તો સ્કૂલ માં જ ખબર પડી ગઈ હશે કોડ લેન્ગવેજ માં પ્રપોઝ કરવાની જાણીતી રીત છે,છતાં કહી દવ જેને ન ખબર હોઈ તેને, 143 એટલે i love you. તેના અક્ષર ની સંખ્યા પરથી રાખવામાં આવ્યું છે, પણ શું તે સાચો પ્રેમ હતો?
મારી વાત કરું તો હજું સુધી મને એટ્રેકશન અને પ્રેમ વચ્ચેનો ફરક સમજી નથી શક્યો, પહેલા પ્રેમ લાગે પછી 1-2 અઢવાડિયા જાય એટલે અહેસાસ થાય કે મેય બી તે ખાલી એટ્રેકશન જ હતું, પહેલી વાર મને પ્રેમ તે દિવસે થયો હતો.

6/8/2018
બસ નં :143 માં હું બેઠો હતો અને કોલેજ તરફ હું રવાના થતો હતો, બસ પેસેંજરો થી ખૂબ દબાઈ ને ભરાયેલી હતી, ઉભા રહેવાની જગ્યા પણ ન હતી, પરંતુ હું બસ ની શરૂઆત ના સ્ટેશન થી બેઠો હતો એટલે મને જગ્યા મળી ગયી હતી તે પણ બારીવાળી સીટ, હું કાન માં ઈયરફોન નાખી મસ્ત સોન્ગ સાંભળી રહ્યો હતો અને પાછળ જતી દુનિયા ને નિહાળી રહ્યો હતો, એટલું રિલેશન ફિલ થતું હતું પણ એટલુંજ બીજા ને ઉભા જોઈ ખરાબ પણ લાગતું હતું, ત્યાં અચાનક એક છોકરી એ બસ માં એન્ટ્રી મારી તેને જાણે બસ નઈ પરંતુ મારા દિલ માં એન્ટ્રી મારી એવું લાગવા લાગ્યું, તે જ પોઇન્ટ હતો મારી લાઇફ નો જેમાં લોકો પાગલ બનવા નું સ્ટાર્ટ કરે છે, તેનું નિર્દેશન પણ કરી નથી શકાતું એટલી ક્યુટ હતી, કર્લી શોર્ટ હૈર, આંખે ચશ્માં અને ચશ્માં પાછળ સંતાયેલી તે આંખો, હું ત્યાંજ ફ્લૅટ થઇ ગયો.
તે હાથ લંબાવી ને સહારો લઇ ને મારી તરફ વધવા લાગી ઉભા રહેવા માટે, બસ હવે તો તમને ખબર પડી જ ગઈ હશે મારી શું હાલત થઇ હશે, એક દમ "ટોમ એન્ડ જેરી " ના શૉ માં જેરી નું દિલ કેવું ધડકે બસ એવું જ થવા લાગ્યું જાણે હમણાં બહાર આવી જશે, પછી શું હું મારું ધ્યાન બારી તરફ કર્યું, તેની આંખો જગ્યા ની શોધ કરવા લાગી, ત્યાં અમારી આંખો એક બીજા સાથે ટકરાઈ, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આઈ કોન્ટેક થાય ત્યારે કેટલું ઓકવર્ડ લાગે તમને તો ખબર જ હશે, અમેં આંખો ફેરવી લીધી, થોડીવાર રહી ફરી એવું જ થયું, આ સમયે તેની આંખો એ ઉપર જોયું અને પછી થોડાક જ સમય માં સામાન્ય નજર તિખી નજર માં ફેરવાઈ ગઈ, એકદમ દૂધ ગરમ થઇ જેટલું ફાસ્ટ ઉભરાઈ તેટલીજ જલ્દી તેની આંખો ચેન્જ થઇ ગઈ, જેવી તેની નજર બીજી તરફ ગઈ એટલે મેં ઉપર જોયું ત્યારે ખબર પડી તે સીટ વૃદ્ધઓ અને સ્ત્રીઓ માટે હતી, મારી આજુબાજુ પણ બધા જુવાન જ હતાં એટલે મને તેનો કોઈ આઈડિયા ન હતો,હવે શું કરવું? જો હું તેને સીટ આપું તો તે સમજે ઈમ્પ્રેસ કરવા માટે બધું કરે છે અને ન આપું તો મને ખરાબ સમજશે, એટલા માં એક દાદી આવ્યા અને મેં તેમને સીટ આપી દુવિધામાંથી બહાર નીકળ્યો, તેનો ગુસ્સો હવે શાંત થવા લાગ્યો, અમે એકબીજા ને સ્માઈલ આપી, અને દાદી એ પણ આશીર્વાદ આપ્યા ?, હવે શું હું પણ મૂવી ની જેમ સ્લો મોશન માં આવતી ઠંડી હવા અને સોન્ગ ની રાહ જોઈ રહ્યો હતો, એટલા માં બસ ની બ્રેક વાગી એનાં હાથ થી મારો ફોન પડ્યો અને તૂટી ગયો પણ ત્યારે ખબર પડી કાચ તૂટે એટલે કંઈક સારું થવાનું કારણ,
રિચા :સોર્રી
નિરજ :ઇટ્સ ઓકે, ડૉન્ટ વોરી
(એક બીજાને સ્માઈલ આપી )
પછી શું આજ પલ થી વાત થવાની સારું થઇ, રોજ અમે એક જ બસ માં મળતા એક બીજાને સ્માઈલ આપતાં, દિવસો વીતતા ગયા અને અમારા વચ્ચે ની કોઈ દોર અમને નજીક લાવવા નો પ્રયત્ન કરતી હોઈ એવું લાગવા લાગ્યું, અમે એકબીજા ને જાણવા લાગ્યા, પસંદ-નાપસંદ ખબર પડવા લાગી, પોતાની લાઇફ ની બધી વાતો એકબીજા સાથે સેર કરવા લાગ્યા, હવે તો એક રૂટિન જેવું લાગવા લાગ્યું, રોજ સાવરે ઉઠો, ઘરે થી નીકળી બસ સ્ટોપ પર બેસી બસ નો વેઇટ કરવો, તેના લીધે તો હું રોજ કોલેજ જવા લાગ્યો, ભલે પછી ક્લાસ માં ન બેસી કેન્ટીન માં ગીત સાંભળી તેના વિશે વિચારી સ્ટોરી લખતો તે બીજી વાત છે ?, બસ માં તેના માટે બાજુ ની સીટ માં જગ્યા રોકવી, તેના સ્ટેશન ની રાહ જોવી જાણે મારા રોજ ના રૂટિન માં આવી ગયું હતું, પછી અમે બહાર ફરવા જવા લાગ્યા, બહાર ખાવા જવા લાગ્યા, તેની ડિમાન્ડ પણ કઈ કેફે કે 5સ્ટાર રેસ્ટોરન્ટ ની ન હતી તેને પણ મારી જેમ લારી વાળા ની પાણીપુરી અને તપરી પર ની ચાઇ ભાવતી હતી, તેને પાણીપુરીવારા સાથે તિખી બનાવવા ની લડાઈ અને ખાધા પછી સૂક્કી પુરી મેળવવા ની લડાઈ કરતા જોઈ ને મને ખૂબ મજ્જા આવતી, અમે ફ્રેન્ડ માંથી બેસ્ટ ફ્રેન્ડ ક્યારે થઇ ગયા તેની ખબર અમને જ ન પડી.
થોડા દિવસો પછી, હું રોજ ની જેમ બસ નં 143 ની રાહ જોઈ રહ્યો હતો, બસ તો આવી ગઈ મેં તેના માટે જગ્યા પણ રોકી, સ્ટેશનો જતાં રહ્યા હું એક તકે દરવાજા ને જોઈ રહ્યો હતો પણ તે ન દેખાઈ, બીજે દિવસે પણ મેં તેણી રાહ જોઈ રહ્યો હતો તેનું સ્ટેશન આવતા મેં બારી ની બહાર નજર નાખી, તે ઉભી હતી તેણે જોઈને મને નાના છોકરા ને ચોકલેટ આપે ત્યારે કેવી ખુશ થાય તેવી ખુશી થવા લાગી
નિરજ : હાસ, આજે આવી ☺️
પણ બસ હજું સ્ટોપ થાય તે પહેલા જ કોઈ છોકરો બાઈક લઈને આવ્યો તે તેની સાથે વાત કરવા લાગ્યો, બારી બંધ હોવાથી મને કઈ સંભળાયું નહી, મેં રિચા ને ઈશારા કર્યો પણ તેણે મારી તરફ ધ્યાન ન આપ્યું અને તે છોકરા સાથે જતી રહી, ત્યારે હું શોક માં આવી ગયો, કારણકે હું જે વ્યક્તિ સાથે આટલો એટેચ થઇ ગયો તે આજે ઇગ્નોર કરી કોઈ બીજા સાથે છે, તેના વિચારો મને આખો દિવસ આવવા લાગ્યા, અમારા વચ્ચે ની દોરી જાણે તૂટવા લાગી હોઈ તેવું લાગવા લાગ્યું, ખબર ની કયાં કારણસર મને તેના પર ગુસ્સો આવવા લાગ્યો કદાચ એ ઈગો હતો જેનાં કારણે મેં મારા ફોન માંથી તેનો નંબર, અમારી ચેટ બધું ડિલીટ કરી નાખ્યું, તેણે ભૂલવાનો પ્રયત્નો કરવા લાગ્યો.

next day,

તે બસ નં 143 માં આવી
રિચા :હૈં નિરજ, આજે મારા માટે જગ્યા કેમ ન રોકી?
(હું ઇગ્નોર કરવા લાગ્યો )
થોડા સમય પછી સીટ ખાલી થઇ અને રિચા ત્યાં બેસી ગઈ અને પાછો વાતો કરવાનો પ્રયત્ન કરવા લાગી અને નિરજ પાછો ઇગ્નોર કરવા લાગ્યો.
રિચા :ઓય વાયડા, શું થયું? કેમ આટલો ચૂપ છે? ની ત્યારે બોવ બોલશે, કઈ બોલીશ? હવે યાર...
નિરજે જવાબ ન આપ્યો
રિચા એ નિરજ નો હાથ પકડ્યો
રિચા :ચલ, મારી સાથે, મારે વાત કરવી છે
બીજા સ્ટેશન એ બંને ઉતરી ગયા
રિચા :બોલ હવે, શું થયું? અને હાં, ઉપર નીચે, આજુબાજુ જોયા વગર મારી આંખ માં જોઈ ને વાત કરજે (ગુસ્સા માં )
નિરજ :કેમ, હવે આચાનક મારી યાદ આવી ગઈ?, જા તારા બોય ફ્રેન્ડ પાસે (કટાક્ષ માં )
રિચા :વેઇટ અ મિનિટ, બોય ફ્રેન્ડ?
નિરજ :મને બધી ખબર છે, મેં તમને બંને ને જોયેલાં.
રિચા :ઓકે, ચલ સારું થયું તને ખબર પડી ગઈ, હવે બોલ બીજું શું ખબર છે તને અમારા વિશે?
નિરજ :એટલે એ તારો બોય ફ્રેન્ડ જ હતો, તું એ તેના વિશે મને કઈ ન કીધું, એની વાત પણ ન કરી, મને લાગ્યું તને મારા પર trust છે પણ હું ખોટો પડ્યો અને હાં, તો તો કદાચ આપણે બેસ્ટ ફ્રેન્ડ શું ફ્રેન્ડ પણ નથી કારણકે ફ્રેન્ડશીપ ની શરૂઆત જ trust થી થાય છે(કટાક્ષ માં )
રિચા :you are right, ફ્રેંડશીપ ની શરૂઆત જ trust થી થાય છે, અને મને તારા પર trust ન હોત તો હું તને ક્યારે મારી લાઇફ ની વાતો share ન કરતે, trust ન હોત તો તારી સાથે બહાર ફરવા પણ ન આવતે.
(બંને આટલું બોલી શાંત પડી ગયા)
(ગુસ્સો ભુલાવી )નિરજ :sorry, તમને બંન્ને ને સાથે જોઈ મારા થી રહેવાયું નહી, તે દિવસે તમને સાથે જોયા તો મેં બસ માંથી ઉતરી રીક્ષા માં તમારો પીછો કરવા લાગ્યો, ત્યાં વોક-વે પર તમને વાતો કરતા જોઈ ને મને વધુ ગુસ્સો આવ્યો અને હું ત્યાંથી નીકળી ગયો, મેં વિચાર્યું પણ ન હતું કે તારી પણ એક લાઈફ છે અને એ તારી ચોઈસ છે કે તારે કોની સાથે રહેવું છે.
(એટલું કહી નિરજ જવા લાગ્યો, રિચા એ તેને બૂમ પાડી પણ તે ઉભો ન રહ્યો)
રિચા :ક્યાં જાય છે? ઉભો રેહ હવે, મને મારી વાત પૂરી કરવા દે.
(નિરજ ઉભો રહી ગયો )
રિચા :તારી વાત સાચી છે, મારી લાઈફ છે, મારે કોની સાથે રહેવું મારો ફેસલો છે તો પછી તું મારી લાઈફ નું ડિસિઝન કેમ લે છે? અને તને ગુસ્સો કઈ વાતનો છે? તે મારો બોય ફ્રેન્ડ છે એટલે કે મેં તેના વિશે કહ્યું ન એટલે?
નિરજ :તારો બોય ફ્રેન્ડ છે એટલે, ખબર ની મેં તારી સાથે કેમ એટેચ થઇ ગયો, તારી સાથે કોઈ બીજા ને જોઈ ગુસ્સો આવવા લાગે, તું મારા માટેજ બની છે, બીજા કોઈ માટે નથી, i love you, હું તને લવ કરું છું, તને એટલું પણ નથી સમજાતું, કેટલા દિવસ થી બેસ્ટ ફ્રેન્ડ માંથી બોય ફ્રેન્ડ બનવા ની ટ્રાય કરું છું, તને દેખાતું જ નથી (મન માં )
રિચા :ક્યાં ખોવાઈ ગયો?, બોલ ને શું છે, તારા ગુસ્સા નું કારણ..
નિરજ :છોડ ને, જવા દે હવે, મારે આ વાત આગળ નથી લઇ જવી.
રિચા :તારું આ સારું જવાબ ન અપાય એટલે વાત માંથી બહાર નીકળી જવાનું, તું તે દિવસે આવ્યો અમને જોયા પણ ત્યાં શું થયું એ જોવા પહેલા જ નીકળી ગયો, 1st ઓફ ફોલ, તે મારો બોય ફ્રેન્ડ હતો, તે પાછો આવવા માંગતો હતો મારી લાઈફ માં, તેણે મને ધોકો આપી બીજી કોઈ સાથે રિલેશન રાખ્યું હતું, એટલે અમારું બ્રેક-અપ થયું હતું, જો તે દિવસે હું તેની સાથે ન જતે તો તે રસ્તા પર તમાશો કરી દીધો હોત, એટલે હું તેની સાથે ગઈ અને વોક-વે પર અમારો ઝગડો થયો, તેની વાતો સાંભળી મને ગુસ્સો આવવા લાગ્યો, એટલે હું ત્યાં થી નીકળી ગઈ, હવે બોલ ભૂલ કોની છે, તું પણ કઈ પણ જોઈ ને મને જજ કરી ત્યાંથી નીકળી ગયો, એક વાર પણ ન વિચાર્યું મારા વિશે? અને તું એ મારી સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી, એક કોલ કે મેસેજ પણ ન કર્યો ન કે મને કોઈ રીપ્લાય આપ્યો.
નિરજ :sorry, હું પણ ગુસ્સામાં હતો એટલે તારો નંબર ડિલીટ કરી તને બ્લોક કરી નાખી હતી, છતાં તો પણ તને ચિઠ્ઠી લખી હતી પણ તે પણ ક્યાં રીપ્લાય આપ્યો. ?
રિચા :ઓય દફર,પાગલ, કેવીરીતે આપું રીપ્લાય? તે મને આટલી બધી ચિઠ્ઠી મોકલી પણ એક માં પણ તારું એડ્રેસ ન લખ્યું તો કોને રીપ્લાય આપું પોસ્ટમેન ને.. ?
(તેની તરફ તીખી આંખો કરી જોવા લાગી, નિરજ નીચે જોવા લાગ્યો પછી થોડીવાર થઇ બંને ખૂબ હસવા લાગ્યા.. ??)
નિરજ :હાં, અવે લાઈફ માં પહેલી વાર ચિઠ્ઠી લખી, ભૂલ થઇ જાય ?
રિચા :આવી ભૂલ,seriously ?
નિરજ :એ બધું છોડ તમારો ઝગડો ક્યાં કારણે થયો? કઈ બોલ્યો એ તને?
રિચા :કેમ મારવા જવાનો તું?, કૂતરું જોઈ ને તો તારી હવા નીકળી જાય, જવાદે હવે, એ વાત નું ચેપ્ટર પૂરું..
નિરજ :હાં, આવે ચીડવીશ નહિ, એતો તારો એક્સ બોય ફ્રેન્ડ છે એટલે છોડીદવ છું ની તો તેની વાત લગાવી દવ. ?
રિચા :અચ્છા.?
પણ હકીકત માં ત્યારે થયું હતું કંઈક આવું
(રાજ (રિચા નો જૂનો બોય ફ્રેન્ડ ):માની જા ને હવે, માફ કરી દે મને..
રિચા :ના, તને અને માફી ભૂલ માં પણ ન મળે
રાજ :હાં, ક્યાંથી આપે, તને તો મળી ગયો ને બીજો, પેલો ઉલ્લુ, શું નામ એનું?, હાં, નિરજ, હું જોવ છું તમને બંને ને કેવો છે તે યાર, એનાં કરતા તો હું સારો દેખાવ છું, તું ક્યાં એનાં ચક્કર માં પડી ગઈ
રિચા :ઓય, નિરજ વિશે કઈ ન બોલવાનું, તારા કરતા તો ગણો સારો છે
રાજ :આચ્છા મૅડમ ને લાગી આવ્યું, એને ખબર છે આપણા વિશે? ખબર પડશે તો શું થશે?
રિચા :એને હું જ કાલે કહી દઈશ, અને તેને મારા પર trust છે, તું એની ચિંતા ન કર અને યાદ રાખજે હું તેને લવ કરું છું બીજીવાર તેનું નામ લીધું તો મારાથી ખરાબ કોઈ ન હશે જોઈ રાખજે.. ?)
નિરજ :હવે, તું ક્યાં ખોવાઈ ગઈ?
રિચા :હાં, કંઈ ની, ચલ ભૂખ લાગી છે કંઈક ખાવા જઈએ.
નિરજ : ઓકે, ચલ પણ યાદ છે ને આજે પેમેન્ટ કરવાનો તારો ટર્ન છે ?
રિચા :હાં, યાદ હૈં?
પછી શું, ફરી પાછા અમે બસ નં 143 માં મળવા લાગ્યા, બહાર ફરવા લાગ્યા, આટલું બધું થયા પછી ખબર પડી કે હું પાગલ હતો કે bff (best friend forever )માંથી bf (boy friend) માં જવા માગતો હતો, બેસ્ટ ફ્રેન્ડ ની important બોય ફ્રેન્ડ કરતા વધારે હોઈ તે સમજાઇ ગઈ, હજું પણ હું તેણે લવ કરું છું, પણ પછી વિચાર્યું રવા દે નથી કહેવું આને વન સાઈડ જ રહેવા દે, ખબર ની તે મારા વિશે શું વિચારતી હશે?
તમને શું લાગે રિચા પણ મને લવ કરતી હશે? ?