A different story in Gujarati Short Stories by Vipul Bhatt books and stories PDF | એક અનોખી વાર્તા

Featured Books
Categories
Share

એક અનોખી વાર્તા

તમૅ લૅખક છૉ. તમૅ બહુ બધી નવલકથાઑ લખી છૅ. કલ્પના ની ઉચાઈ પર નવી નવી વારતા ઑ તમૅ સર્જન કર્યુ છૅ. હવૅ તમનૅ ઍક નવૉ આત્માનુભૂત વારતા લખવાનું અનૅ પ્રયૉગશીલ લૅખક તરીકૅ કંઈક અલગ લખવાનૉ વિચાર આવૅ છૅ. તમૅ તમારા લૉખક અન્યમિત્ર સાથૅ વાત વહૅચૉ છૉ. ઍ વધાવૅ છૅ.. તમારૉ મિત્ર તમનૅ કૉઈ નવા અનુભવ માં થી ઉદભવૅલ વારતા કૅ કથા લખવાની સલાહ આપૅ છૅ.
વિષયનૅ તમૅ કૅટલા દિવસ સુધી મમળાવૉ છૉ અનૅ ઍક દિવસ ઍ જ લૅખક મિત્ર સાથૅ ચા પર તમૅ તૅમનૅ પૉતાના નવા પ્રયૉગ વિશે આગળ જણાવૉ છૉ. તમૅ તૅમનૅ કહૉ છૉ… “મૅં નક્કી ટરી લીધું છૅ, હું મૃત્યુ પહૅલા ની પળ પર વારતા લખીશ, આ માટે તારૅ મનૅ મદદ કરવાની છૅ શૈલૅષ”…
“હૅ હૅ??” શૈલૅષ ના મૉઢા માં થી રાડ નીકળી ગય… “તું ખરૅખર ગાંડૉ તૉ નથી થય ગયૉ સુધાકર?? તારી વારતા માટૅ મારૅ હવૅ મૉતના મૉઢા માં જવાનું??”… આ સાંભળી નૅ તમૅ જૉર જૉર થી હસવા લાગ્યા..”શૈલૅષ તું મૉતના મૉઢામાં જાય તૉ પણ મારૉ અનુભવ કૅમ થાય તૅ?? હું તૉ મારા પૉતાના અનુભવની વાત કરું છું. હું જાઈશ મૉત ના મૉઢૅ..” તમૅ કહયું. “જૉ શૈલૅષ તું ઍક ડૉકટર પણ છૅ તું મનૅ આમાં ચૉકકસ મદદ કરી શકૅ..” તમૅ વાત આગળ મુકી..

“સુધાકર તનૅ બીજૉ કૉઈ પ્રયોગ ના સુજયૉ?તું બીજા કૉઈ પણ અનુભવ પર લખી શકૅ, જૅમકૅ કાશ્મીર ની ઠંડી અનૅ સૈનિકો ની દશા કૅ પછી કચ્છ નું રણ અનૅ અહલાદ ચાંદનીરાત, કૅ પછી લગ્ન પછી ના અફૅર વિષૅ્ જૉ આવા રસપ્રદ વિષયો પણ છૅ જૅ લૉગભૉગ્ય પણ છૅ આનંદ દાયક પણ… હા હા..”શૈલૅષ જરાક હળવાશ લાવવા પ્રયત્ન કરતાં તમનૅ કહ્યું..” શૈલૅષ હા પણ આના વિશે તૉ કૉઈપણ લખી શકૅ. કદાચ કૉઈપણ નવશિખ્યૉ પણ લખી શકૅ. હું ઍવૉ પ્રયોગ કરવા માગુ છું જૅ તદન નવતર હૉય. તદન અશક્ય. બૉલ મારી મદદ કરીશ?”
“પણ હું શું કરી શકું તૅમા? હું તૉ ડૉકટર તરીકૅ તારૉ જીવ બચાવવામાં મદદ કરી શકું. “
“જૉ મેં ઍના વિષે થૉડુ ગુગલ કર્યું છૅ, તારૅ મનૅ ઍક ઍર બબલ ઈન્જૅકટ કરવાનું છૅ. મનૅ હાર્ટ ઍટૅક આવશૅ. હું બૅસુધ પણ થાવ પછી તુંરત તારૅ મનૅ નાઈટ્રૉગ્લીસીરીન ઈન્જેકશન આપી દૅવાનું અનૅ તુરંત જ બીજા બીટાબ્લૉકર આપીદૅવાના….” તમૅ પુરૅ પુરૉ પ્રયત્ન કરૉ છૉ. “સુધાકર ઍક ડૉક્ટર તરીકૅ હું આમા તદન અસહમત છું.. હું આ નહીં જ કરી શકું અનૅ જૉ તું વધારૅ દબાણ કરીશ તૉ હું અનિતા ભાભી નૅ….” શૈલૅષ ગુસ્સામાં બૉલૅ છૅ. “અરૅ આખી વાતમાં અનિતા કયાં થી આવી ગર વચ્ચે” તમૅ સામૉ ગુસ્સામાં જવાબ આપૉ છૉ.”મારૅ વિચારવુત્ં પડશૅ. હું મારા વ્યવસાયીક સિધ્ધાંત વિરુદ્ધ ના જય શકું” લૉજીકલ પૉઈન્ટ થી શૈલૅષ તમનૅ સમજાવાનૉ પ્રયત્ન કરૅ છૅ… “સારું તું વિચારીનૅ મનૅ ઍકાદ મહિના માં કહી દૅ જૅ”…

ઍકાદ અઠવાડિયામાં… ટ્રીન ટ્રીન… શૈલૅષ ના ઘર નૉ ફૉન વગડૅ છૅ… “હૅલૉ” શૈલૅષ ફૉન ઉપાડયૉ “હા શૈલૅષભાઈ, હું અનિતા… જલદી આવૉનૅ સુધાકર નૅ છાતી માં ખૂબ જ પૅઈન થાય છૅ, તબિયત ખરાબ છૅ” અનિતાઍ શૈલૅષ નૅ જાણકારી આપી… “અનિતાભાભી, જરા પણ વિચાર કર્યા વગર ૧૦૮ ઍમબ્યુલન્સ બૉલાવૉ અનૅ મારી હૉસ્પિટલમાં લઈને આવૉ હું પણ પહૉચું જ છું. અનૅ હા તમૅ ૧૦૮ ફૉન કરી નૅ ગાડીમાં સુધાકર સાથૅ નિકળી જ જજૉ. જયા ૧૦૮ મળૅ ત્યા તૅમા બૅસી જજૉ”….
તમારી હાલત ગંભીર લાગૅ છૅ… તમારી પત્ની તમનૅ લઈને નિકળે છૅ. રસ્તામાં તમૅ બૅભાન થય જાવ છૉ” તમારી આખ ખુલૅ છૅ ત્યારે શૈલૅષ પલંગ ની ઍક બાજુ અનૅ અનિતા બીજી બાજુએ છૅ… તમનૅ ચહૅરા પર ઑકસીજન માસ્ક પહૅરૅલૉ છૅ… તમૅ હાથ ના ઈશારૅ થી શૈલૅષ પાસૅ પૅડ અનૅ પૅન માંગૉ છૉ.
“સુધાકર, તૅ આ પૉતૅ તૉ નથી કર્યું નૅ? ગાંડા જૅવી વાતૉ કરતાં સાચૅ ગાંડા જૅવા કામૉ કરી નાખ્યાં કૅ શું?”
તમૅ ના પાડતા માથું હલાવૉ છૉ અનૅ ઈશારૉ કરી પાછી પૅન – પૅડ માગૉ છૉ…
અનિતા વચ્ચે બૉલૅ છૅ”મનૅ કૉઈ કહૅશૅ આ શું વાત છૅ” “કાંઈ નહીં અનિતાભાભી,ઍમ જ ઍતૉ…”
પૅડ અનૅ પૅન આવૅ છૅ…. અનિતા પૅડ પકડી રાખૅ છૅ અનૅ ધ્રુજતા હાથૅ તમૅ પૅડ માં લખૉ છૉ “જીવન અમુલ્ય છૅ. આ જીવન ની સીમા ઍ ઍક અકળ અંધકાર છૅ…..” ફરી પાછા તમૅ નિદ્રામાં સરી પડૉ છૉ…..