Aevu pan bane in Gujarati Poems by Er.Bhargav Joshi અડિયલ books and stories PDF | એવું પણ બને..

Featured Books
Categories
Share

એવું પણ બને..


એવું પણ બને..


હદય માં તું જ હોવ મારા,
ને છતાં ટુકડા ઓ માં વિખરાય જાવ એવું પણ બને..

એક જ દિલ છે કેટલી વાર જીતાય..
ને દર વખતે તું જીતી જાય ક્યારેક એવું પણ બને...

તારા ગુલાબ સમ ચહેરો જોઈ,
ને મન એમનું સાવ ઢળી પડે ક્યારેક એવું પણ બને..

પાષણ હદયના તો છું હું પણ,
તું સામે આવે ને પાંપણો ઢળી પડે એવું પણ બને....

મુશ્કેલી માંથી સરળતાથી નીકળી જાઉં,
ને તારા સરળ શબ્દોમાં અટવાઉ એવું પણ બને...

તું જવાબ ના આપે અને મને ક્રોધ ચડે,
ને હળવા સ્મિતથી ક્યારેક ઝૂમી ઉઠાય એવું પણ બને...

વરસો ની રાહ હોય જે ચીજ ની,
એ સાવ અજાણતા જ જડે ક્યારેક એવું પણ બને...

ગજવતો હો ભલે સભાઓ જાહેરમાં,
ને તારી ગેરહાજરીથી હું મુંઝવાઈ જાઉં એવું પણ બને...

મંજિલ સાવ નજરની સામે હોય,
ને ત્યાં પહોંચવા વર્ષો વિતી જાય ક્યારેક એવું પણ બને..

ચાહ હોય મળવાની જેને સાહિલને,
ને સરિતાએ રણમાં સમાવવું પડે ક્યારેક એવું પણ બને...

ઘણી ઊંચી ઇમારતો હોય શહેરમાં,
ને રહેવા માટે એક મકાન ન મળે ક્યારેક એવું પણ બને..

હોય અખૂટ સંપતિના માલિકો અહીં,
ને હદય સાવ નાનકડા પણ હોય ક્યારેક એવું પણ બને...

બેઠા હોઈએ એક હર્યા ભર્યા બાગમાં,
ને ચાહત એક નાનકડા ગુલાબની હોય એવું પણ બને...

લાગતું હોય સાવ છીછરું જળ,
ને એ મહેરામણ ઊંડો પણ નીકળે ક્યારેક એવું પણ બને..

લાકડા ને કોરી ખાનાર ભમરો,
કોમળ ફૂલોમાં ફસાઈ જાય ક્યારેક એવું પણ બને...

દેખાય જે મીઠા સરોવરના પાણી,
ને ચાખતા એ ખારા જળાશયના હોય એવું પણ બને..

લાગે કે દૂર થી સરિતા તમને,
ને નજીક જાઓ ને મૃગજળ હોય એવું પણ બને...

પર્જન્ય ભલે ચોમાસામાં વરસે,
પણ યાદોનું વાદળ ભરશિયાળે વરસે એવું પણ બને..

ક્યારેક તારો સ્નેહ અનરાધાર વરસાવે,
ને કોઈકવાર હું એક બુંદ માટે પણ તરસુ એવું પણ બને..


હજારો પટરાણીઓ વચ્ચે રહતો કાનુડો,
રાધા ને જોવા માટે તરસી જાય ક્યારેક એવું પણ બને..


કોઈની પ્રીતમાં વગાડી હોય વાંસળી,
એના વિરહમાં શંખ ફુંકવો પડે ક્યારેક એવું પણ બને..

તે લગાવ્યું હોય કાજળ નજરો થી બચવા,
ને એ મારા દિલ પર કામણ કરી જાય એવું પણ બને..

નીકળ્યા હોઈએ સિંહનો શિકાર કરવા,
અને હરણીનો શિકાર બની જઈએ એવું પણ બને..

ક્યારેક સામે હોવા છતાં મળી ન શકીએ,
અને સ્વપ્નો માં મુલાકાત થઈ જાય એવું પણ બને...

ક્યારેક વાત કરવા શબ્દો ઓછા પડે,
ને ક્યારેક મૌનમાં જ વાત થઈ જાય એવું પણ બને...

આમ તો બહુ મજબૂત છું હું,
પણ તું સામે આવે ને આંખો દગો કરી જાય એવું પણ બને...

લૂંટાવી દઉં હું આખી વસંત તારા પર,
ને ક્યારેક એક નાનકડા ગુલાબ ને તરસુ ક્યારે પણ બને..

ક્યારેક મારા હોઠ પર તાળા હોય,
અને આંખોમાં એક તુફાન હોય ક્યારેક એવું પણ બને..

રખે ફક્ત હેવાનિયત હેવાનો કરે,
ને સજ્જનો માંથી શેતાન નીકળે ક્યારેક એવું પણ બને..

પ્રણય ના ફૂલ ને વસંતની શી જરૂર,
એ કદીક પાનખરમાં પણ ખીલી ઊઠે એવું પણ બને...

લાગતું હોય સાવ છીછરું દિલ મારું,
ને એ મહેરામણ જેમ ઊંડું નીકળે એવું પણ બને...

આમ તો હું નશો નથી કરતો કોઈ,
પણ તારી યાદોથી મને કેફ ચડે ક્યારેક એવું પણ બને..

આમ તો હું કોઈ શાયર નથી,
તારા હોઠ ફફડે ને ગઝલ રચાય ક્યારેક એવું પણ બને...

આમ તો પ્રણય મને પસંદ નથી,
પણ તું કહે ને વિચાર બદલી તને હા કહું એવું પણ બને...