જ્યારે 'રામ ' રાવણનો વધ કરી અયોધ્યા પરત ફર્યા ,ત્યારે ઠેર ઠેર લોકોના હૈયામાં આનંદ અને ઉલ્લાસ ભરેલા હતા. ત્રણે માતાઓ આનંદ માં ભાવવિભોર બની હતી. તેમને આજે જાણે સ્વર્ગથી પણ વધારે સુખ મળી ગયું હતું ! તો વળી ભરત અને શત્રુઘ્ન નાનું પૂછવું જ શું ? આખા અયોધ્યા નગર માં ઉત્સવ નો માહોલ બન્યો હતો. જ્યારે શ્રી રામ અયોધ્યા પહોંચ્યા, ત્યારે કહેવાય છે એ એમના ૧૪ વર્ષના વનવાસ નો છેલ્લો દિવસ હતો .૧૪ વર્ષ પુરા થયા બાદ ભગવાન શ્રીરામ આજે અયોધ્યા પહોંચ્યા . એટલે જ તે દિવસને દિવાળી તરીકે કદાચ આપણે ઉજવીએ છીએ . શ્રીરામના અયોધ્યામાં આવવાના સમાચાર ગુરુ શ્રી વશિષ્ઠ જી ને આપવામાં આવ્યા હતા. ત્રણે માતાઓ અને ભરતજીએ ગુરુ ને વિનંતી કરી અને કહ્યું કે રામને રાજ્ય ગાદી પર બેસાડવા માટે નો યોગ્ય શુભ મુહૂર્ત જોઈ અને આદેશ કરો .રાજ્ય ગાદી ઉપર બેસાડી અને રામરાજ્યની શરૂઆત કરીએ .ત્યારે વશિષ્ઠ વશિષ્ઠ જી એ પૂર્વે બનેલી ઘટનાને યાદ કરી, અને વિચાર્યું કે જો શુભ મુહૂર્ત માટે સમયની રાહ જોવામાં આવે તો જેમ એ સમયે સવારના પહોરમાં શ્રી રામનો રાજ્યાભિષેક થવાને બદલે જો વનવાસ થઈ જતો હોય તો શુભ મુહૂર્ત અને સારા સમયની રાહ જોવાની ભૂલ હવે કરવી નથી . આવું વિચારી અને ગુરુ શ્રી વસિષ્ઠ આચાર્યે કહ્યું કે" આજનો દિવસ સર્વશ્રેષ્ઠ છે" . અને" સવારનું મુહૂર્ત અત્યંત શ્રેષ્ઠ છે ". સવારના પહોરમાં શ્રી રામનો રાજ્યાભિષેક કરવામાં આવે તો ખૂબ સારું .અત્યારે રાજ્યાભિષેક પૂર્વેની દરેક વિધિઓને પરિપૂર્ણ કરવી જોઈએ. આટલું કહી ગુરુ શ્રી વશિષ્ઠ જી એ રામને રાજ્ય ગાદી પર બેસાડવા માટેની તૈયારીઓ કરાવવા શરૂ કરાવી . આ વાત સાંભળતા જ અયોધ્યાના નગરજનોને આનંદનો કોઈ પાર રહ્યો નથી ! પ્રાર્થનાઓ કરવા લાગ્યા કે હે ઈશ્વર! હે પ્રભુ !પૂર્વે જ્યારે રામરાજ્યની વાત થઈ હતી ,અને જે ઘટના બની હતી, એવી ઘટના હવે ફરીવાર ન બને. દરેક લોકોએ પોતાના ઘરઆંગણે મંદિરોમાં ઠેરઠેર દીવાઓ પ્રગટાવી અને ભગવાન અને પ્રાર્થનાઓ કરી .છે એટલા માટે જ દિવાળીના દિવસે આપણે પણ રાત્રિના સમયે ઘર આંગણે અને મંદિરોમાં દીવાઓ પ્રગટાવી ભગવાન પાસે માંગીએ છીએ કે 'હે ભગવાન અમારા જીવનમાં કોઈ અઘટિત ઘટના ન બને 'અમારા જીવનમાં કોઈ અણધારી મુસીબત કે મુશ્કેલીઓ ના આવે. આવું ભગવાન ને વિનવી એ છીએ .તો એ પ્રથા લગભગ રામ રાજ્યાભિષેકની પૂર્વ તૈયારીના સમયથી ચાલી આવે છે.
બીજા દિવસની સવારે રામને આયોધ્યા ના રાજ્યનો કારભાર સંભાળવા માટે અયોધ્યાના રાજા બનાવવાના હતા. એટલે લોકોના હૈયા ની અંદર અનેરો આનંદ હતો . આનંદ વ્યક્ત કરવા લોકોએ પોતાના ઘરઆંગણે ,ગલી - શેરીઓમાં, ચોક -બજાર અને મંદિરોમાં સરસ રંગબેરંગી રંગોથી સજાવટ કરી હતી . જેને આપણે રંગોળી કહીએ છીએ .એ પ્રથા પણ લગભગ ત્યારથી ચાલી આવે છે .પ્રભુ શ્રીરામ આવતીકાલના દિવસે અમારા રાજા બનશે ! એ ખુશીની અંદર અમે બહુ આનંદ મગ્ન છીએ ,એ વાત દર્શાવવા નગરજનોએ પોતાના ઘર - આંગણાને સજાવ્યા હતા.
આજે આખી અયોધ્યાજાણે કે સ્વર્ગ થી પણ ઉત્તમ બની છે ! . આજની રાત દરેક લોકોએ સવારની રાહ જોતાં જ પસાર કરી છે . અભિષેક માટે ની દરેક વસ્તુઓ હાજર કરવામાં આવી છે. જે જે વસ્તુઓથી રામને અભિષેક કરવાનું છે તે દરેક વસ્તુઓ આજે અયોધ્યામાં જાણે કે સામે ચાલીને આવે છે!! રામજીનું વનવાસ જેવું ,ત્યાગી- યોગી જેવું સ્વરૂપ બદલી અને એક રાજ કુમાર જેવું સ્વરૂપ લોકો જોવા ઈચ્છે .
એટલા માટે સૌપ્રથમ પ્રભુ શ્રીરામને દિવ્ય જળ અને ઔષધિઓ વડે સ્નાન કરાવી અને શ્રી રામને શીશ પર થી જટા મુકુટ ઉતારવામાં આવ્યો છે . બાદ શ્રીરામના અંગ ઉપર થી વલ્કલ વસ્ત્રો બદલી અને રેશમી પીળા પીતાંબર ધારણ કરાવવામાં આવ્યા છે . મસ્તક ઉપર ખૂબ ઉત્કૃષ્ટ એવો સૂર્યના ચિન્હથી વાળો રઘુવંશ નો મુગટ પહેરાવવામાં આવ્યો છે . સવારના પહેલા જ શુભ મુહૂર્તમાં શ્રી રામચંદ્ર ને સીતાજી સહિત અયોધ્યા ની રાજ ગાદી પર બેસાડવામાં આવ્યા છે. અને ગુરુ શ્રી વશિષ્ઠ જી એ પૂજાની થાળી માંથી કુમકુમ આદિ દ્રવ્યો લઈ શ્રી રામચંદ્રજીના ભાલમાં પોતાના અંગુઠા વડે રાજતિલક કરી અને રામચંદ્રજીને અયોધ્યાના રાજા બનાવ્યા છે !!.
બીજો ભાગ વાંચવા માટે( ક્રમશઃ)