Aloikik - 1 in Gujarati Fiction Stories by Patel Priya books and stories PDF | અલૌકિક - ૧

Featured Books
Categories
Share

અલૌકિક - ૧

સાંજ નો સમાગમ એટલે સંધ્યા ખીલે, આકાશમાં રંગોની મહેફિલ જમે , ક્રાંતિના રંગો નું યુદ્ધ થાય. બધાને પોત - પોતાના ઘરે જવાની રેસ લાગે .જ્યાં જોઈએ ત્યાં હરીફાઈ જ્યાં જોઈએ ત્યાં શોર બસ, ક્યાંક વાહનોના હોર્ન ના અવાજ તો, ક્યાંક આ પંખી ઓનો કલરવ નો અવાજ, તો ક્યાંક આ માણસો ની બક્બક .આવા જ વાતાવરણ માં કયાયક કોઈક એવી જગ્યા જે દિલ ને મન બંને ને શાંતિ આપી જાય. એક ઉગતી સવાર અને બીજી ઢળતી સાંજ આ બંને પ્રહર ર્એટલે પોતાની જાત ને સાભાળવાનો પ્રહર.


મહારાષ્ટ્ર મા નાનું એક શહેર નાગપુર. નાગપુર ના ફૂટલા તળાવમાં સાંજ જાણે ડૂબતી હતી, માગશર માસ ની ઠંડી એટલે એટલી અસહ્ય તો ન જ હતી પરંતુ હા ટેરિકોટન ના કે હવે ટેરીવુલ ના સુટ જરૂર ક્યાંક ક્યાંક દેખાવા લાગ્યા હતા.શિયાળાની ઋતુ એટલે ગરમ કપડાંની દુકાનો પણ ખાસી એવી કમાણી કરે .તળાવ ની આજુબાજુ બધા ઠેલાઓએ ભારી માત્રામાં ભીડ ભરખમ જામી હતી.અને આમ સિટી થી દૂર એટ્લે વાતાવરણ થોડું તો અલગ લાગે. સાંજના સમયે ઘણા બધા અહી રોજિદી જિન્દગી ની આ રઝળપાટ થી દૂર થોડી હુફ્ લેવા અહી આવે .
ધવલ પણ બસ અહી થકાન ઉતારવા આવ્યો હતો , ધવલ મૂળ નાગપુર્ નો જ રહેવાસિ, દેખાવે સ્માર્ટ અને મન થી અડગ અને દિલ નો કમજોર.ધવલ એ હમણાં જ કોલોજ પતાવી પોતાની જુવાની નો અલૌકિક સમય પૂરો કરયો. બાળપણ તો એનુ ક્યાં અને કેવું વિત્યુ એતો હવે એજ જાણે. સ્કૂલ નાગપુર માં જ પૂરી કરી હતી. આગળના સપના પૂરા કરવા કોલેજ માટે મુંબઈ જતો હતો. પોતાના માતા ને બચપણ માં જ ખોઈ બેઠો હતો અને પછી ૨ વર્ષ માં પિતાનું પણ ઍક ગંભીર બિમારીમા અવસાન થયું પછી થી તે પોતાની દાદી જોડે જ રેહતો હતો.પોતાના માતા પિતા ની એક ની એક જ સંતાન હતો એથી દાદી ની બધી જ આશાઓ ધવલ ના નામે જ હતી અને બસ હવે પોતાના અને દાદી ના સપના પુરા કરવા ત્યાં જ નાગપુર માં નોકરી કરતો હતો એટલે તેની ઉંમર હજુ ૨૩ વર્ષ જ હતી. હજુ એનામા યૌવન હતું. સાંજે નોકરી થી છૂટી રોજ અહી તળાવે બેસવા આવતો. ધવલ પણ આમ માણસની જેમ આ સાંજ ની મજા માણવા તળાવની આસપાસ તહેલતો હતો, થોડી વાર એમ તેમ આટા - ફેરા કરી એ પોતાના ઘરે જવા રવાના થતો આ એનો રોજ નો નિત્યક્રમ બની ગયો હતો , આજે પણ બસ પોતાની ધૂન માં ઘરે જતો હોય છે. કાર ચલાવતા ચલાવતા આમ આજુબાજુ જોવાની આપડી બધાની આદત હોય જ છે. ધવલ પણ આમ તેમ જોતા - જોતા ધીમી ગતિથી જતો હોય છે.
અચાનક એની નજર પેલા થેલા ઓ પર પડી.ત્યાં તેને એક અલૌકિક દ્રશ્ય જોયું તેને સના ને જોયી. સના કે જે તેની સાથે મુંબઈ કોલેજ માં સાથે અભ્યાસ કરતી હતી અને ત્યાંની જ રહેવાસિ હતી. ખાનદાની અમીર અને રૂપે આમ અપ્સરા હતી પણ તેનો ચેહરો કોઈક વાર જ ભુલથી દેખાય જાય તો ભલે કેને કે ઇદ નો ચન્દ્ર કોઈક ક વાર જ્ દેખાય એના જેવું હતું. કોલેજ માં બઉ ઓછા લોકો જોડે એની વાતચિત થતી. ભણવામાં હોશીયાર અને બોલવામાં થોડી ચૂપ હતી, એના વિશે બઉ કેવું થોડું મુસકેલ છે . સના ને ધવલએ માંડ ૨-૩ વાર જોયી હશે પણ એનો ચેહરો એને બરાબર યાદ હતો. બઉ ઓછી વસ્તુઓ હોય છે જેને ભૂલી શકાય. અએને તરત જ બ્રેક મારી અને ધડામમ્મ્મ્મ્મ્મ્.... ....એની કાર આગલ વાલી કાર સાથે અથડાઈ ગયી,અરે રે..થોડી વાર માટે એ બેબાકલો બની ગયો. ગભરાહત માં શું કરવું એને ઍ સમજાયું નહીં. ફટાફટ દરવાજો ખોલી બહાર આવે છે કે શું થયું એવામા ભીડ ને મોકો મળી ગયો, અરે શું થયું, શું કરવું, કોને કર્યું , કેમ કર્યું અને ન જાને આવા બીજા કેટલાય પ્રશ્નો પછી વાંક એ કોઈનો પણ હોય પણ ભીડ તો જામવાની અને પાછુ આ ભીડ નો ક્યાંય ભરોશો નહીં ક્યારે કોના પર હુમલો કરી બેસે. એટલે ધવલ થોડો વધારે ડરેલો હતો. આ બધામાં એની નજર પેલી સના પરથી તો ખસી જ ગયી એને બહાર આવી ને જોયું તો એ ક્યાંય દેખાઇ જ નહીં એને સના ને બહુ શોધી એને આમ તેમ બહુ જોયુ પરંતુ એ મળી જ નહીં.
બસ , એવામા સાજ થોડી વધુ ગાઢ થઈ રાત પડવાની તૈયારી જ હતી તેથી તે એ મામલો જલ્દી પતાવી પોતાના ઘરે જવા નિક્લયો. પૂરા રસ્તે એના મગજ માં એજ વાત ચાલતી હતી કે સના ક્યાં જતી રહિ હશે , એ સના જ હતી ને હજુ એ પણ ખાતરી ન હતી. અને એ સના જ હતી તો મને મળી કેમ નહીં એ આમ ન એ તેમ ન આવા ઘણા બધા સવાલો એ ધવલ નું મન ખોતરિ નાખ્યું હતું .બસ આ સવાલો ના ચક્રવ્હ્યુ એવામા એનુ ઘર આવુ ગ્યું. થોડું વધુ મોડું થયું હોવાથી દાદી ચિન્તીત થઈ ગયા હતા. તેથી દાદી પુછવા જાય છે કે કેમ આજે મોડું થયું ,શું થયું તું ઠીક તો છે ને, પણ ધવલ તો એના ખુદ ના સવાલો થી ઘેરાયેલો હતો શું જવાબ આપે ફટાફટ જમી એ પોતાનાં રૂમ માં ચાલ્યો ગયો અને બેડ પર આરામ કરે છે પણ મન માં વિચારો અને સવાલો તો એના એજ એ સના જ હતી ને હા, સના જ હશે હું સના ને ન ભુલી સકુ એના એ સ્કાફ્ ને એની એ પીન ને. નહીં નહીં એ સના જ હશે હા, એ સના જ હતી મારી આંખો એને ઓળખવામા ભૂલ ક્યારેય ન કરે... આવી તો ઘણી મંત્રણા ઓ એના અંત:કરણ માં ચાલતી હતી બસ આમને આમ કયારે એ સૂઈ ગયો એની એને ખબર જ ના રહી, સવારે જયારે ઉઠે છે ત્યારે ઉથતાની સાથે જ ચમકી જાય છે અને જોર થી બૂમ પાડે છે સના.....સના....સના....