The tea house - 5 in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | ધી ટી હાઉસ - 5

Featured Books
Categories
Share

ધી ટી હાઉસ - 5

મેપા ભગત એ થોડું, પાણી પીધું અને વાત આગળ વધારી.




"ચોથી ઘટના. આ ઘટના આપણા ગામના બસ, કંડકટર જીવણ સાથે બની હતી. એ રાત્રે તેની ડ્યૂટી પર થી આવી રહ્યો હતો. આ બધી ઘટનાઓ ના લીધે તેની પત્ની એ, તેને રાત્રે આવવાની ના પાડી હતી. પરંતુ, હું કોઈ ના બાપ થી નથી ડરતો! એવું કહી ને તે, એજ રસ્તે રાત્રે બાર વાગ્યે અહીં આવવા માટે નીકળ્યો. એક વ્યક્તિ રસ્તામાં મળ્યો. કઈ રહ્યો હતો કે, માશૂમ બાળકો ના ભલા માટે , ડોનેશન જોઈએ છીએ. હવે, જીવણ પીધેલો હતો. એના હોશમાં નહોતો. પરંતુ, આ હાલતમાં પણ એ બધું યાદ રાખી શકતો. રોજ ની આદત હતી. રોજ રાત્રે ડ્યૂટી હોય. માટે, પીધા વગર કેમ ચાલે? એ વ્યક્તિ તરફ એ આગળ વધ્યો. અને મો પર એક લાફો માર્યો. અને બોલ્યો કે, સાલા! આ સમયે તને પૈસો જોઈએ છે? અરે, વાગ્યા કેટલા છે? એ તો જો! રાત્રે આ જંગલમાં શું કરી રહ્યો છે? કંઈ ગલત કામ તો નથી કરતો ને? લાય! પેન લાય લ્યા! સાઈન કરી આપું. અને હા મારું નામ ન લખતો. બસ પૈસા જ લખજે. આમ, આ બધું પતાવી જીવણ ઘેર પહોંચ્યો-" મેપા ભગત એ શ્વાસ લઈ ફરી બોલવા માંડ્યું.




"ઘેર પહોંચ્યા બાદ, એ સવારે વહેલો ઉઠ્યો. નહાઈ કરી અને હિંચકા પર બેઠો. ચા નાસ્તો કરી લીધો. છાપું વાંચી લીધું. અને ત્યાં છાપા ની પાછળ આપેલી, રમત તરફ તેનું ધ્યાન ગયું. એક પેન લીધી. એ પેન વડે એ નંબર પુરવા લાગ્યો. તેની પત્ની તેની પાસે બેઠી. બંને વાતો કરી રહ્યા હતા. અને અચાનક! જીવણ એ એ પેન ઉપાડી. એ પેન વડે, ખુદની જ આંખમાં વાર કર્યો. તેની પત્ની આ દૃશ્ય જોઈ અને ડરી ગઈ. અને બુમાબુમ કરવા લાગી. ત્યાં આસપાસ ના લોકો ત્યાં પહોંચી ગયા. અને જીવણ, કાલે રાત્રે બનેલી ઘટના વિશે જણાવવા લાગ્યો. તેની આંખનો એક ભાગ, બહાર લટકી રહ્યો હતો. અને અચાનક જીવણ એ ફરી તેના પર વાર શુરું કર્યા. બંને આંખો બહાર આવી ગઈ. આંખમાનો કેટલોક ભાગ, નીચે પડ્યો હતો.ત્યારબાદ તેનો શરીર બહારની તરફ, ખેંચાયો. અને ત્યાં પડેલા લોખંડના પતરામાં જઈ અને અટકાઈ ગયો. એ પતરો તેના શરીરની આરપાર થઈ ગયો. તેનો માંસ આમતેમ પડ્યો હતો. પરિવારની આંખોમાં આંશુ હતા. આ ચોથી ઘટના હતી. અને ત્યારબાદ, પાંચમી ઘટના. જે, કાલે જ બની હતી."





"મેપા કાકા! એક વાત તમે નોટ કરી?" સુનીલ એ પ્રશ્ન કર્યો.



"શું દીકરા!"




"કે, આ બધી ઘટનાઓનો લોખંડ સાથે સંબંધ છે. અને મહિનાની એક જ, તારીખે આ ઘટના બને છે. ચાર છેલ્લી ઘટનાઓ બે મહિનાના ગેફમાં બની છે. પહેલી આઠમા મહિનામાં બની હતી. બીજી ઘટના દશમાં મહિનામાં બની હતી. એ મુજબ ક્રમમમાં ઘટનાઓ બની રહી છે. અને એ ઘટનાઓ બધા જાણે! માટે જ તેઓ, થોડા સમય માટે જીવતા પણ રહે છે. એનો અર્થ એ છે કે, લખો ગામને કહેવા માંગે છે કે, હું આવી ગયો છું. કોઈ ને નહીં મુકું. તમે બચવાના નથી."


"લપલપીયા તારો તો, દિમાગ પણ સરસ કામ કરે છે."



"અરે, કાકા! આ તોહ, હિન્દી ફિલ્મો નો કમાલ છે."



"એનો મતલબ એ કે, હવે આવનારી ઘટના બે મહિના પછી, એ જ તારીખે થવાની છે? અને હા એ તારીખ! હા, એ તારીખે જ તોહ, લખા ને મારી નાખવામાં આવ્યો હતો. માટે જ, લખો એજ તારીખે લોકો થી બદલો લઈ રહ્યો છે. પરંતુ, આ ઘટના રોકવા માટે કંઈક તોહ, કરવું પડશે ને?"




"કાકા! એક કામ કરીએ તોહ?"




"શું દીકરા!"




"જે તારીખે, ખૂન થવાના હોય, એ તારીખે લોકોને ત્યાં જતા રોકીએ. આમ, થોડા સમય માટે નો આ ઈલાઝ કહી શકાય. પરંતુ, લખા ને કઈ રીતે રોકીશું? કઈ રીતે એનો અંત થશે? એ બધું જ ધ્યાનપૂર્વક, અને વિચારી ને કરવું પડશે. આ લખા ને તોહ, રોકી ને જ રહીશ."




શું થવાનું છે આગળ? લખા ની આત્મા કાબુમાં આવી જવાની છે? બધું જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ