Limelight - 41 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૪૧

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લાઇમ લાઇટ - ૪૧

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૧

રસીલી સુજીતકુમારને ત્યાં પોર્ન ફિલ્મના રીહર્સલ માટે પહોંચી હતી. તે બેડરૂમમાં ડબલબેડ પાસે પહોંચી ત્યારે સહકલાકાર કે સાથી તરીકે સામે આવેલા યુવાનને જોઇ તેની આંખો પહોળી થઇ ગઇ. સામે ઊભેલો યુવાન પણ રસીલીને પોતાની સાથી હીરોઇન તરીકે જોઇને નવાઇ પામ્યો હતો. અને બંને આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા:"તું.... અહીં.....?"

રસીલીને કલ્પના ન હતી કે તેની પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' માં તેના હીરો તરીકે કામ કરનાર મોન્ટુ તેની પહેલી ગણાતી પોર્ન ફિલ્મનો પણ હીરો હશે. આ તરફ મોન્ટુ રસીલીને જોઇ નવાઇ પામ્યો હતો અને પોતાને તેની સામે પોર્ન ફિલ્મ કરવા માટે શરમનો અનુભવ કરી રહ્યો હતો. રસીલી જેવી ટોપના હીરો સાથે કામ કરતી હીરોઇનને પોર્ન ફિલ્મ કરવા કેમ મજબૂર થવું પડ્યું હશે એ મોન્ટુને સમજાતું ન હતું. પોતાની તો મજબૂરી હતી. પણ રસીલી પાસે તો ઘણું કામ હતું. તેણે આવું કામ કરવા હા કેમ પાડી એ જાણવાની તેની ઉત્સુક્તા વધી ગઇ હતી.

ત્યાં તાળીઓ પાડતા સુજીતકુમાર આવ્યા અને બોલ્યા:"મારી પોર્ન ફિલ્મની જોડી જબરદસ્ત છે ને? બંને એકબીજા સાથે કામ કરી ચૂક્યા છો અને સાથે ઇન્ટીમેટ સીન્સ આપ્યા હોવાથી આ ફિલ્મમાં વાંધો આવશે નહીં. તમારી કેમેસ્ટ્રી પોર્ન ફિલ્મોમાં ધમાલ મચાવી દેશે. મારી આજ સુધીની ફિલ્મોમાં આ સૌથી મોટી હિટ ફિલ્મ હશે. જેના રાઇટસ માટે પોર્ન વેબસાઇટો પડાપડી કરશે. વાહ! મજા આવી જશે! હવે એકબીજાને પરિચયની કોઇ જરૂર નથી એટલે એક-બે સીન્સનું રીહર્સલ કરીને આપણે શુટિંગ શરૂ કરી દઇશું. અને હા, તમે બંને ચિંતા ના કરશો. તમારા ચહેરા દેખાય ના એની તકેદારી રાખીશું...."

પોર્ન ફિલ્મના શુટિંગની ક્ષણો જેમજેમ નજીક આવી રહી હતી એમ રસીલીની ધડકન વધી રહી હતી. તેણે પોતાના હાથમાં રહેલા મોબાઇલની ઘડિયાળમાં નજર નાખી લીધી અને કપડાં લઇ તૈયાર થવા બાથરૂમમાં ગઇ.

સુજીતકુમારના બંગલાની બહાર, અંદર અને મુખ્ય રોડ પર સિક્યુરીટી ગાર્ડસ પહેરો ભરી રહ્યા હતા. કોઇ પણ શંકાસ્પદ માણસ દેખાય તો પૂછપરછ કરતા હતા.

રસીલી ટૂંકા કપડાં સાથે બાથરૂમની બહાર આવી. સુજીતકુમારે કેમેરા ચાલુ કરવા માટે કેમેરામેનને કહ્યું. રસીલી બેડ પર જઇને સૂઇ ગઇ. મોન્ટુ થોડો નર્વસ હતો. તે ધીમે ધીમે રસીલી પાસે જવા લાગ્યો. તેણે રસીલીને હજુ સ્પર્શ કર્યો ત્યાં જ એક કરડાકીભર્યો અવાજ સંભળાયો:"રુક જાવ."

બેડરૂમના દરવાજા પાસે ઊભેલા સુજીતકુમારે પાછળ ફરી ચોંકીને જોયું. એક પોલીસ અધિકારીએ તેના માથા પર રીવોલ્વર ધરી દીધી હતી:"ચૂપચાપ બહાર આ જાવ. ઔર તૂ...કેમેરામેન, તેરા કેમેરા બંધ કર...વરના તેરી આંખે ફોડ દૂંગા...."

રસીલી ઇન્સ્પેક્ટર રાણાવતને સમય પર આવેલો જોઇ મુસ્કુરાઇ અને ઝડપથી બેડ પરથી ઊભી થઇ બાથરૂમમાં કપડાં બદલવા જતાં પહેલાં મોન્ટુને કાનમાં કહી ગઇ કે તું કોઇ વાત કરતો નહીં, તને બચાવી લઇશ. મોન્ટુને તો સમજાતું જ ન હતું કે શું થઇ રહ્યું છે.

ઇન્સ્પેક્ટર રાણાવત રીવોલ્વરની અણીએ સુજીતકુમારને બહાર હોલમાં લઇ ગયો. જ્યાં પોલીસ કર્મચારીઓએ બધા જ સિક્યુરીટી ગાર્ડસના હાથમાં હાથકડી પહેરાવી પોતાના તાબામાં લઇ લીધા હતા. ઇન્સ્પેક્ટર રાણાવતે તેના સહાયકને કહ્યું:"આ બધાંને વાનમાં પૂરી દો અને પોલીસ સ્ટેશન પહોંચો. હું મુખ્ય આરોપીને લઇને આવું છું...."

"ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધું શું છે? મારા પર કેમ કાર્યવાહી થઇ રહી છે?" સુજીતકુમાર માંડ માંડ બોલી શક્યો.

"સુજીતકુમાર, તમે પોર્ન ફિલ્મ બનાવવાનો ગુનો કરી રહ્યા હતા. અમે ગોઠવેલા છટકામાં તું અને તારી ટીમ રંગે હાથ ઝડપાઇ ગઇ છે. અમને રસીલી મેડમ તરફથી ફરિયાદ મળી હતી કે તમે છોકરીઓને ફોસલાવી મજબૂર કરી તેમનું શારીરિક શોષણ કરો છો અને પોર્ન ફિલ્મો બનાવી ધંધો કરો છો. અમે રસીલી મેડમના સહકારથી આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. તારી આખી ટીમની ધરપકડ કરવામાં આવે છે..."

સુજીતકુમારને થયું કે સુનિતા સાથે મળીને રસીલીની પોર્ન ફિલ્મ બનાવવાની યોજના સફળ થવાની હતી ત્યારે રસીલી દગો દઇ ગઇ.

રસીલી અને મોન્ટુ બહાર આવ્યા ત્યારે ઇન્સ્પેક્ટર રાણાવતે કહ્યું:"રસીલી મેડમ, આપનો આભાર!"

રસીલી કહે:"ખોટા કામ થતા અટકાવવા એ તો મારી એક સ્ત્રી નાગરિક તરીકે ફરજ હતી..."

ઇન્સ્પેક્ટર રાણાવત સુજીતકુમાર અને તેના માણસોને લઇ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો. રસીલીએ મોન્ટુને કહ્યું:"તું ઘરે જા. આપણે નિરાંતે કાલે આ બાબતે વાત કરીશું..."

મોન્ટુ બાઘાની જેમ રસીલીની વાત સાંભળી કંઇ બોલ્યા વગર જતો રહ્યો.

રસીલી હોલના સોફા પર બેઠી. અને વિચારવા લાગી:"આ પિકચરમાં મોન્ટુ કેવી રીતે આવી ગયો? એ તો સીધો અને સરળ છોકરો છે. મારી સાથેના અફેરની વાત ચગી એ પછી મને મળતો પણ ન હતો. પોતાની પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ'ના મારી સાથેના ગરમાગરમ દ્રશ્યોથી તે શરમ અનુભવતો હતો. અને હવે પોર્ન ફિલ્મ કરવા લાગ્યો છે... ખેર, એની વાત પછી, પહેલાં મા ક્યાં છે એ જોવું પડશે...."

રસીલી ઊભી થઇને આમતેમ જોવા લાગી. બંગલામાં પહેલા માળ પર કેટલાક રૂમ હતા. તેને થયું કે મા વ્હીલચેર પર હોય છે એટલે નીચે જ હશે. તેણે નીચે નજર દોડાવી. એક બાજુ એક મોટો રૂમ હોય એવું દેખાયું. તેણે રૂમનો દરવાજો ખખડાવ્યો. પહેલાં તો કોઇનો અવાજ ના આવ્યો. પછી સતત ખખડાવતી રહી એટલે અંદરથી ધીમો સ્ત્રી અવાજ આવ્યો:"કોણ....? કોણ છે?..."

રસીલીને થયું કે માનો જ અવાજ છે. તેણે મોટેથી કહ્યું:"મા....હું રસીલી..."

અંદર વ્હીલચેર ફરવાનો અવાજ આવ્યો અને પછી દરવાજાની કડી ખૂલી. સુનિતા તેને જોઇ નવાઇ પામી. તેણે બહાર હોલમાં નજર નાખી. કોઇ દેખાતું ન હતું.

'મા, ચિંતા ના કરીશ. બહાર કોઇ નથી. સુજીતકુમારને પોલીસ પકડી ગઇ છે..." રસીલીએ માના બંને ખભે હાથ મૂકી કહ્યું:"આપણે અંદર બેસીને વાત કરીએ..."

રસીલી વ્હીલચેરને ધકેલતી અંદર જઇ વ્હીલચેરને પોતાની સામે ઊભી રાખી એક ખુરશી પર બેઠી. રસીલીએ પોતે પોલીસનો સાથ લઇ સુજીતકુમારને પકડવા કેવી રીતે છટકું ગોઠવ્યું તેની વાત કરી. એ સાંભળી સુનિતાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા:"બેટા, મને માફ કરજે, મેં તારી સાથે ખરાબ વર્તન કર્યું અને તને ખોટું કામ કરવા મજબૂર કરી..."

"મા, મને ખ્યાલ આવી ગયો હતો કે તું સુજીતકુમારની ગુલામ બની ગઇ છે. આ સ્થિતિમાં એ જે કહે એ જ તારે કરવું પડે. પણ તારી આ દશા કેવી રીતે થઇ? તું ઘર છોડી ગઇ પછી તારા વિશે કોઇ માહિતી જ ના મળી...."

"બેટા, હું તને મોં બતાવવાને લાયક રહી ન હતી..." કહી સુનિતા ફરી રડી પડી.

રસીલી પોતાની માની કહાની સાંભળવા ઉત્સુક હતી.

**

સાકીર ખાન ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તેના પંદર દિવસના રીમાન્ડ મેળવી લીધા હતા. સાકીર વિરુધ્ધ એવો ગુનો હતો કે જલદી જામીન મળવાની કોઇ શક્યતા ન હતી. કોઇ રાજકારણી તેને બચાવવા આગળ આવ્યો ન હતો કે પાછળથી પણ મદદ કરી ન હતી. બધાએ 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' ની જેમ મૌન રહેવાનું પસંદ કર્યું હતું. ફિલ્મી દુનિયામાંથી પણ તેના સપોર્ટમાં કોઇ આવ્યું ન હતું. દરેકને પોતાની ઇજ્જતની ચિંતા હતી. સાકીર માટે આ રીતે પકડાઇ જવાનું શરમજનક બની ગયું હતું. તેને એ સમજાતું ન હતું કે તેના ધંધાની કોણે પોલીસને જાણ કરી? તેની સાથે બહુ ઓછા લોકો સંકળાયેલા હતા. અને તે બહુ સાવચેતીથી આ ધંધો કરતો હતો. તે ખરીદ-વેચાણમાં સામેલ જ ન હતો. તે ફક્ત એક કેરિયર તરીકે કામ કરી પૈસા કમાતો હતો. છતાં તેને ડ્રગ્સનો ધંધો કરતા આરોપી તરીકે ચિતરવામાં આવ્યો હતો. તેના હ્રદયને મોટો આઘાત લાગો હતો. જેલમાં તેને કોઇ સુવિધા મળતી ન હતી. ડ્રગ્સ અને સેક્સના ભૂખ્યા સાકીરની મનોસ્થિતિ બગડી રહી હતી. સાકીરને ખબર ન હતી કે ફિલ્મી દુનિયામાં તેના દિવસો પૂરા થઇ ગયા હતા. તેની પાસે એક-બે ફિલ્મો હતી એના નિર્માતાઓએ બીજા હીરોને લઇને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. તો રસીલી સાથેની તેની ફિલ્મ ડબ્બામાં બંધ થઇ ગઇ હતી. મિડિયામાં બે દિવસ સાકીર વિશે વાતો ચાલી પણ પોલીસે રીમાન્ડ મેળવ્યા પછી તેના વિશે કોઇને કંઇ જાણકારી મળી નહીં. ત્યારે સાકીરને ખબર ન હતી કે એક વ્યક્તિ તેને મળવા પોલીસ અધિકારીને વિનંતી કરી રહી હતી.

***

મિત્રો, આ પ્રકરણમાં રસીલીની મા સુનિતા કેમ તેને મોં બતાવવાને લાયક રહી ન હતી? સાકીર ખાનને કોણ મળવા માગતું હતું? અજ્ઞયકુમારની પત્ની રીંકલે કયો નિર્ણય લીધો હતો? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથે વાત છે. દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર આ વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***