Kyarek to madishu - 8 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ક્યારેક તો મળીશું - ભાગ ૮

Featured Books
Categories
Share

ક્યારેક તો મળીશું - ભાગ ૮

બીજા દિવસે ઓફિસમાં મૌસમ અને મલ્હાર કામમાં વ્યસ્ત હોય છે. દરવાજો ખુલવાનો અવાજ આવે છે.

મલ્હાર:- "પ્રથમ Hi...તું ક્યારે આવ્યો અમેરિકાથી?"

પ્રથમ:- "Hi મલ્હાર...શું ચાલે છે? હું ગઈકાલે રાતે જ આવ્યો. બધા સુતા હતા એટલે કોઈને ડિસ્ટર્બ ન કર્યા. સવારે બધાને મળ્યો. તું બહુ વહેલાં ઑફિસ આવી ગયો હતો એટલે તને ન મળાયું. એટલે ઑફિસે આવી ગયો."

મૌસમ તરફ જોઈ પ્રથમે કહ્યું "ઑહ Hi મૌસમ..."

મૌસમ:- "Hi પ્રથમ અને હા ગઈકાલે હું તમને સરખી રીતે thanks પણ કહી ન શકી. કાલ માટે Thank you..."

પ્રથમ:- "ઑહ ...It's ok મૌસમ..."

મલ્હાર:- "ઑહ તો તમે બંન્ને એકબીજાને પહેલેથી ઓળખો છો."

પ્રથમ:- "હા બસ એક નાનકડી મુલાકાત થઈ હતી."

મલ્હાર:- "I think મિસ.પાઠક તમારે પોતાની કેબિનમાં જવું જોઈએ."

મૌસમ:- "સર મારી કેબિનમાં જઈ આ કામ પૂરું કરું છું."

મલ્હાર:- "Ok..."

મલ્હાર પ્રથમને જોઈ કહે છે "બહુ દિવસ થઈ ગયા તારી સાથે વાતો નથી કરી. તો આજે લંચ સાથે કરીશું Ok?"

સાંજના સાત વાગ્યા હતા. મલ્હાર ઉભો થયો અને મશીનમાંથી કપમાં ચા લીધી. ચા પીને પોતાની કેબિન તરફ જતો હતો કે મૌસમ પર નજર પડે છે.

મૌસમ કોમ્પ્યુટર પર કંઈક કામ કરી રહી હતી.
મલ્હાર મૌસમની કેબિનમાં આવે છે.
મલ્હાર કંઈક ફેરફાર કરવા કહે છે.

મલ્હાર મૌસમની નજીક બેસી ગયો હતો. મલ્હાર મૌસમને સમજાવી રહ્યો હતો. પણ મૌસમે મનમાં વિચાર્યું કે "મલ્હારને તો ટેવ પડી ગઈ છે યુવતીઓ સાથે ફ્લર્ટ કરવાની. પણ આવી રીતે હું કોઈ યુવક સાથે એકદમ નજીક બેસી નથી." મૌસમ આવું વિચારતી જ હતી કે મલ્હારના હાથનો મૌસમના હાથ સાથે સ્પર્શ થયો.

મલ્હારના હાથ સાથે સ્પર્શ થતા જ મૌસમ એકદમ ઉભી થઈ ગઈ અને મૌસમથી બોલાઈ ગયું કે "સર તમે શું કરી રહ્યા છો?"

મલ્હાર પણ ઉભો થઈ ગયો અને મૌસમ તરફ આગળ વધતા વધતા કહેવા લાગ્યો "તને શું લાગ્યું હું તને ટચ કરવા માંગુ છું. તું પોતાની જાતને શું સમજે છે?"

મૌસમ:- "હું એ ટાઈપની છોકરી નથી."

મૌસમની પાછળ દિવાલ હતી. મલ્હારે બંને હાથ દિવાલ પર મૂકી મૌસમને ઘેરી લીધી. મલ્હાર મૌસમની એકદમ નજીક આવી ગયો.

મલ્હાર:- "તું એ ટાઈપની છોકરી નથી પણ હું તો એ ટાઈપનો છોકરો છું ને...મારી ઘણી યુવતીઓ સાથે રિલેશનશીપ છે. આખી દુનિયા જાણે છે અને હા તને પણ ખબર છે જ. આ સમયે આ ઑફિસમાં કોઈપણ નથી. હું કંઈપણ કરી શકું. પછી બધા કહેશે કે તું આટલી રાતના આ ઑફિસમાં શું કરી રહી હતી? કોઈ તારા પર વિશ્વાસ નહિ કરે. પણ હું એવું કરીશ નહિ. સૌથી પહેલી વાત એ કે મને તારામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. અને બીજી વાત એ કે તું મારા ટાઈપની નથી. તો પોતાના વિશે જે ગેરસમજ છે તે મનમાંથી દૂર કર. તું દુનિયાની છેલ્લી યુવતી હશે તો પણ હું તને પસંદ નહિ કરું. તો આજ પછી મારી સામે આ રીતે Behave ન કરતી. Do you understand?"

મલ્હાર આટલું કહી જતો રહે છે. મૌસમ પણ બધી ફાઈલો ડ્રોઅરમાં મૂકી ઘર તરફ જવા ઉપડે છે. મૌસમ જમીને ઊંઘવા પડે છે. પણ ઊંઘ નથી આવતી. મૌસમને વારંવાર મલ્હારના શબ્દો યાદ આવે છે. મલ્હારના શબ્દો ભીંતરમાં એટલે ઊંડે સુધી ખૂંચી ગયા હતા કે મૌસમને જાણે કે એક એક શબ્દ યાદ રહી ગયા હતા.

બીજા દિવસે મૌસમ ઝડપથી પોતાની કેબિન તરફ જઈ રહી હતી. ગઈકાલે જે રીતે મલ્હારે પોતાની સાથે વર્તન કર્યું તેનો ગુસ્સો મૌસમને આવતો હતો. મલ્હારના શબ્દો મૌસમના હ્દયને ખૂંચતા હતા.

ત્યાં જ મૌસમ પ્રક્ષેશ સાથે ભટકાતા ભટકાતા રહી જાય છે.

મૌસમ:- "શું કરો છો? જોઈને તો ચાલો."

પ્રક્ષેશ:- "હું તો જોઈને જ ચાલી રહ્યો હતો."

મૌસમ:- "સૉરી બીજાનો ગુસ્સો તમારા પર નીકળી ગયો."

પ્રક્ષેશ:- "તમને ગુસ્સો મલ્હાર સર પર આવે છે."

મૌસમ:- "સાચી વાત. ખબર નહિ પોતાની જાતને શું સમજે છે? છોકરીઓ સાથે કેવી રીતના વાત કરવી તે તો એમને આવડતું જ નથી."

પ્રક્ષેશ:- "માન્યું કે મલ્હારનો ગુસ્સો કોઈ કોઈ વાર વધી જાય છે પણ એ દિલનો બહુ સારો છે."

મૌસમ કંઈ બોલતી નથી.

પ્રક્ષેશ:- "લાગે છે કે તમને મારી વાત ગમી નહી. ઓકે ટોપિક ચેન્જ કરીએ."

મૌસમ:- "It's ok ટોપિક ચેન્જ કરવાની જરૂર નથી."

પ્રક્ષેશ:- "મીટીંગમાં મે તમને જોયા હતા. હવે એક જ ઑફિસમાં કામ કરવાનું છે તો એકબીજાને ઓળખી લઈએ.

પ્રક્ષેશ હાથ મિલાવતા કહે છે "મારું નામ પ્રક્ષેશ છે."

મૌસમ હાથ મિલાવતા કહે છે "હું મૌસમ પાઠક...પણ એક વાત સમજમાં ન આવી. તે દિવસે તમે મીટીંગમાં લેટ આવ્યા હતા અને પેસ્ટ્રી ખાતા ખાતા આવ્યા હતા. મલ્હાર સરે તમને કંઈ ન કહ્યું."

પ્રક્ષેશ:- "ઑ હા એક્ચ્યુઅલી મલ્હાર સર મારા દૂરના ભાઈ થાય છે. એમણે જ મને જોબ આપી છે. એમ તો હું રૂમ રાખીને રહું છું.
પણ મન થાય તો મલ્હારના ઘરે જ રહી જાઉં છું. બીજુ ઘર છે એમ કહો તો ચાલે."

એટલામાં જ કાશ્મીરા આવે છે અને પ્રક્ષેશને કહે છે "ઑહ Hi પ્રક્ષેશ How are you?"

પ્રક્ષેશ:- "ઑહ Hi beautiful...આજે તો ગોર્જિયસ લાગે છે."

કાશ્મીરા:- "ઑહ રિયલી? Anyway આ New girl કોણ છે?"

પ્રક્ષેશ:- "આ મૌસમ પાઠક છે. મલ્હાર સરની આસિસટન્ટ...."

મૌસમ:- "Hi..."

પ્રક્ષેશ:- "અને મૌસમ આ છે કાશ્મીરા...આ કંપનીમાં હેડ ડિઝાઈનર છે."

કાશ્મીરા:- "Hi Nice to meet you..."

મૌસમ:- " Nice to meet you...ઑકે તમે વાતો કરો. મારે થોડુ કામ છે. Bye..."

પ્રક્ષેશ:- "ઑકે bye પછી મળીએ."

પ્રક્ષેશ કાશ્મીરા તરફ જોઈને કહે છે "તો માહેરા સાથે ફોટો શુટ કેવો રહ્યો?"

કાશ્મીરા:- "એની તો વાત જ ન પૂછ. એ છોકરીના નખરા તો એટલા બધા છે કે વાત જ ન પૂછો. પાંચ પાંચ મિનીટે મેકઅપ કરતી ફરે છે."

પ્રક્ષેશ:- "લાગે છે કે માહેરાના લીધે મૂડ ખરાબ છે. એક એક કપ ચા થઈ જાય."

કાશ્મીરા:- "હા મને અત્યારે ખરેખર ચાની જરૂર છે."

મૌસમ પોતાની કેબિનમાં બેસી કામ કરતી હોય છે કે પ્રથમ મૌસમની કેબિનમાં આવે છે. બંને વાતો કરતા હોય છે. મલ્હાર પોતાની કેબિન તરફ જઈ રહ્યો હતો ત્યારે મૌસમ અને પ્રથમ પર મલ્હારની નજર પડે છે. પ્રથમની વાતો મૌસમ હસાવી રહી હતી. મલ્હારે આ દશ્ય દૂરથી જોયું.

થોડીવાર પછી મૌસમ કામનો રિપોર્ટ આપવા મલ્હારની કેબિનમાં જાય છે.

"સર આ ફાઈલ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે." એમ કહી મૌસમ કેબિનની બહાર નીકળતી હોય છે કે મલ્હારથી કહેવાઈ જાય છે કે " લાગે છે કે તમે બંને પહેલી મુલાકાતથી જ ખૂબ ફ્રેન્ડલી થઈ ગયા છો."

"હા એક જ મુલાકાતમાં એટલું તો જાણી જ ગઈ છું કે મિસ્ટર પ્રથમ એક ખૂબ જ સારી વ્યક્તિ છે." મૌસમ આટલું કહી પોતાની કેબિનમાં જઈને બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ.

રાહી એની બહેનપણી અંકિતા અને યોગીતા જોડે ફરવા ગઈ હતી. સાંજે ત્રણેય નાસ્તો કરી રહ્યા હતા.

યોગીતા:- "અહીં નજીકમાં જ નાઈટ ક્લબ છે ચાલોને જઈએ. મઝા આવશે."

અંકિતા:- "હા ચાલો ડાન્સ કરીશું."

નાસ્તો કરી અંકિતા અને યોગીતા નાઈટ ક્લબ તરફ જવા લાગ્યા. રાહી એક જગ્યાએ ઉભા રહી રિક્ષાની રાહ જોવા લાગી.

યોગીતા:- "શું થયું કેમ અહીં ઉભી રહી ગઈ. ક્લબમાં જઈએ. બહુ મઝા આવશે."

રાહી:- "ના યાર મારે નથી આવવું. હું ઘરે જઈશ. તમે જઈ આવો."

અંકિતા:- "અરે યાર ચાલને. જ્યારે હોય ત્યારે બસ ભણવામાં જ ધ્યાન હોય. હવે તો આપણે કોલેજમાં આવી ગયા છીએ. ક્યારેક તો આ ચોપડાની દુનિયામાંથી બહાર નીકળ. ચાલને ક્લબમાં બહુ મઝા આવશે."

રાહી:- "હું નાઈટ ક્લબમાં એકપણ વાર નથી ગઈ. એટલે કહું છું કે તમે જાઓ."

અંકિતા:- "એકવાર પણ નથી ગઈ એટલે જ તો કહીએ છીએ કે ચાલ. પછી તો તને વારંવાર આવવાનું મન થશે."

ત્રણેય નાઈટ ક્લબ પહોંચે છે.
નાઈટ ક્લબમાં બધા ડાન્સ કરી રહ્યા હતા.
સોહમ,રાઘવ, વીકી પણ એ જ ક્લબમાં હતા.

રાહી,યોગીતા અને અંકિતા તો પોતાની ધૂનમાં ડાન્સ કરી રહ્યા હતા. વીકી જાણી જોઈને રાહી, યોગીતા અને અંકિતાની નજીક જઈને ડાન્સ કરવા લાગ્યો. ડાન્સ કરતા કરતા વીકીએ રાહીનો હાથ પકડી લીધો. રાહીએ વીકીને જોરદાર લાફો મારી દીધો.

સોહમ અને રાઘવ વીકી પાસે ગયા. વીકી ને થપ્પડ મારી એટલે વીકી રાહીનો હાથ પકડી કહેવા લાગ્યો "તે મને થપ્પડ મારી. હવે જો હું શું કરું છું તે... એમ કહી રાહીનો હાથ પકડી લઈ જવા લાગ્યો.

મેનેજર:- "ઝઘડો બંધ કરો. નહિ તો હું પોલીસને ફોન કરી દઈશ."

આ બધાના ચક્કરમાં અંકિતાએ પંક્તિને ફોન કરી બોલાવી.

વીકી રાહી તરફ જતો હતો કે સોહમે કહ્યું "જવા દે ને યાર...ક્લબ વાળા પોલીસને ફોન કરી દેશે અને રાજનભાઈ અને મલ્હારભાઈને ખબર પડી જશે. પછી ઘરનાને પણ ખબર પડી જશે. અત્યારે અહીંથી ચાલ."

રાઘવ,વીકી અને સોહમ ત્યાંથી જતા રહે છે.

પંક્તિ આવી પહોંચે છે. અંકિતા અને યોગીતા
પંક્તિને નાઈટક્લબમાં શું બન્યું તે વિગતવાર જણાવે છે.

અંકિતા,યોગીતા,રાહી ત્રણેયને પંક્તિ ઘરે મોકલી દે છે.

પંક્તિ ક્લબમાં જાય છે. ક્લબમાં એક વેઈટર સાથે થોડી વાતો કરી.

બે વેઈટર વાત કરી રહ્યા હતા.

પહેલો વેઈટર:- "અમીર ઘરના બગડેલા છોકરા... બસ ઐયાશી કરવા આવે છે. કોણ હતા એ ત્રણેય?"

બીજો વેઈટર:- "સોહમ,રાઘવ અને વીકી હતા. બહુ મોટા ઘરના છે."

પંક્તિ થોડે દૂર ઉભી આ બે વેઈટરની વાત સાંભળે છે. પંક્તિ વેઈટર પાસે જાય છે.

પંક્તિ:- "તમે સોહમને જાણો છો. એક્ચયુઅલી હું એમની relative થાઉં છું. મારે એમના ઘરે જઉં છે. મને આ ક્લબમાં મળવા કહ્યું હતું. મુંબઈથી આવી છું. મારી પાસે એમનું એડ્રેસ હતું પણ અત્યારે જ મારું પર્સ અને મોબાઈલ ફોન ચોર લઈને જતો રહ્યો."

રાઘવ અને સોહમ અવારનવાર આ ક્લબમાં આવતા રહેતા. એટલે વેઈટરને એમના ઘરના એડ્રેસની ખબર હતી. વેઈટર પંક્તિને એડ્રેસ આપી દે છે.

પંક્તિ:- "ઑહ Thank you so much...તમે નથી જાણતા કે તમે મારી બહુ મોટી help કરી છે."

પંક્તિ સોહમના ઘરે પહોંચવા માટે નીકળે છે.

પ્રક્ષેશ ટીવી જોઈ રહ્યો હતો. રાઘવ અને સોહમ બંને ઘરે આવે છે.

સોહમ પર કોઈનો ફોન આવે છે.

સોહમ:- "ઑહ નો આ છોકરી તો પાછળ જ પડી ગઈ છે. યાર આ Girls નું પણ કહેવું પડે. એક બે વાર સારી રીતે વાત શું કરી લીધી પછી તો પાછળ જ પડી જાય છે."

સોહમ પ્રક્ષેશને જોઈ કહે છે "hey પ્રક્ષેશ સંભાળી લે ને."

રાઘવ અને સોહમ ફ્રેશ થવા રૂમમાં જતા રહે છે.

પ્રક્ષેશ સોહમનો મોબાઈલ ફોન લઈ "હેલો" કહે છે.

એટલામાં જ પંક્તિ આવે છે અને પ્રક્ષેશ તરફ જાય છે.

સામેથી એક યુવતીનો અવાજ આવે છે "હેલો સોહમ..."

પ્રક્ષેશ:- "હેલો.."

યુવતી:- "સોહમ તારો અવાજ બદલાયેલો આવે છે."

પ્રક્ષેશ:- "હું સોહમ જ બોલું છું. થોડું ગળું બેસી ગયું છે. ડોક્ટરે આરામ કરવા કહ્યું છે. હું તને પછી ફોન કરું. Bye..."

પંક્તિ આ સાંભળતા જ પ્રક્ષેશને સંભળાવવા લાગી જાય છે.

પંક્તિ:- "તો તે મારી બહેન સાથે misbehave કર્યું હતું. અમીર ઘરનો છોકરો છે એટલે તું કંઈપણ કરી શકે છે. તને શું લાગ્યું મારી બહેન એકલી છે? એનો સાથ આપવાવાળું કોઈ નથી. અમીર ઘરનો છે એનો મતલબ એ નથી કે તું મારી બહેન સાથે ગમે તે કરી શકે. હવે જો મારી બહેન સાથે ફરી આવું કર્યું તો એનો જવાબ હું આપીશ."

પ્રક્ષેશ તો આશ્ચર્યથી પંક્તિને જોઈ રહ્યો કે આ છોકરી છે કોણ અને મને શું કરવા સંભળાવે છે.

પંક્તિ જતી હોય છે કે ફરીથી ફોન આવે છે. આ વખતે ફોન સોહમના ફ્રેન્ડ નો હોય છે.

પ્રક્ષેશ સોહમને બૂમ પાડી કહે છે "સોહમ તારા ફ્રેન્ડનો ફોન છે."

આ સાંભળતા જ પંક્તિ પાછળ ફરીને જોય છે.

સોહમ પગથિયા ઉતરીને નીચે આવે છે.

સોહમ:- "અરે યાર હવે કોનો ફોન આવી ગયો."

પ્રક્ષેશ સોહમને મોબાઈલ આપતા કહે છે "પોતાનો ફોન પોતે જ રિસીવ કરવો જોઈએ એવું ન બને કે તારા લીધે બીજું કોઈ મને સંભળાવી જાય."

પ્રક્ષેશ પણ પોતાના રૂમ પર જવા ત્યાંથી નીકળી જાય છે.

પંક્તિ સોહમ પાસે આવીને કહે છે "ઑહ તો સોહમ તું છે."

સોહમ:- "હા હું છું. Any problem?"

પંક્તિ:- "તો તે મારી બહેન સાથે મિસ બિહેવ કર્યું હતું."

સોહમ:- "ઑહ તો એ તારી બહેન હતી. તારી બહેનને સમજાવી દે જે કે બીજી વાર અમારી સાથે આવું વર્તન ન કરે. કેમ કે તારી બહેન જેવી છોકરીઓ આ શહેરમાં સસ્તા દામ પર પણ મળી જશે."

આ સાંભળતા જ પંક્તિ સોહમ પર હાથ ઉપાડે છે ત્યાં જ જોરદાર અવાજ પંક્તિના કાને સંભળાય છે "એય બે કોડીની છોકરી. તારી હિમંત જ કેમ થઈ જયનાના દીકરા પર હાથ ઉપાડવાની. હું અત્યારે જ પોલીસને ફોન કરું છું."

સોહમ:- "મમ્મી રહેવા દો ને. એમ પણ આની બહેનને લીધે વધારે તમાશો થઈ ગયો છે. આપણે આ મિડલ ક્લાસવાળાની પંચાતમાં નથી પડવું."

પંક્તિ કંઈ બોલવા જતી હતી કે જયના બહેને કહ્યું "ના ના કંઈ જ બોલવાની કોશિશ ન કરતી. તારા માટે બેટર એ જ છે પોતાની હેસિયતમાં રહી વાત કર. હદ વટાવવાની કોશિશ બિલકુલ ન કરતી. સમજી?"

પંક્તિ સમસમીને ત્યાંથી નીકળી જાય છે.

પંક્તિ બહાર આવે છે તો પંક્તિનું ધ્યાન પ્રક્ષેશ પર પડે છે. "મારે આની માફી માંગવી જોઈએ." એમ વિચારી પંક્તિ પ્રક્ષેશ પાસે જાય છે.

થોડી મિનિટો પહેલા જ પંક્તિના ગુસ્સાનો ભોગ બનેલા પ્રક્ષેશે ગાલ પર હાથ રાખીને કહ્યું "તમે? પ્લીઝ મે કંઈ નથી કર્યું અને નથી તો કોઈનું કંઈ બગાડ્યું છે પ્લીઝ તમારો આ હાથ મારા પર ઉપાડતા નહિ. I swear મે કંઈ નથી કર્યું. હું બસ આટલેથી જઈ રહ્યો છું."

પંક્તિ:- "સૉરી તમને તકલીફ થઈ એ માટે. એકચ્યુઅલી જે કંઈપણ થયું એ માત્ર એક ગેરસમજ હતી. જે થયું તે confusingમાં
થયું."

પ્રક્ષેશ:- "are you sure?"

પંક્તિ:- "હા..."

પ્રક્ષેશ:- "confusingમાં થયું તો મે માફ કર્યા તમને. હું પ્રક્ષેશ..."

પંક્તિ:- "હું પંક્તિ."

ક્રમશઃ