Bus Station - 2 in Gujarati Fiction Stories by Mehul Dodiya books and stories PDF | બસ સ્ટેશન - 2

Featured Books
Categories
Share

બસ સ્ટેશન - 2

રાત પડી જાય છે પેલું પરિવાર ત્યાંને ત્યાં જ બેઠા હોય છે, મિહિર પણ એમની બાજુમા બેઠો હોય છે. મિહિર ઘણું બધું પૂછવા માંગે છે જ્યારે આ બાજુ ગ્યારા અને આરતી ની હાલત વધારે ચિંતામય બને છે. આરતી હવે બસ સ્ટેન્ડ પણ આટો મારે છે પરંતુ ત્યાં મિહિર ક્યાંય દેખાતો નથી. આરતી હવે બ્રિજેશને કોલ કરે છે અને બધી વાત જણાવે છે. મિહિર અને એ પરિવાર એક ખૂણા પર ના પ્લેટફોર્મ પર બેઠો હોય છે. બ્રિજેશ પણ બસ સ્ટેશન પોહચી જાય છે અને ગ્યારા અને આરતીને મળે છે. બ્રિજેશ એમના friend-circle મા કોલ શરૂ કરી દે છે. ધીરે ધીરે બધા બસ સ્ટેન્ડ પણ પોહચે છે. રાત્રના ૧૦ વાગિયા હતા, આરતી અને ગ્યારા રડી રડીને અડધી થઈ ગઈ હતી માટે બ્રિજેશ એમને સમજાવી બુજાવીને ઘરે મોકલે છે. અને ગ્યારાને કંઈક ખવડાવવાનું કહે છે. આરતી ઘરે જવા તૈયાર થાય છે પરંતુ ગ્યારા જીદ પકડે છે કે એમને મિહિર પાસે જવું છે. આરતી મનાવે છે પરંતુ એ કોઈની વાત સાભળતી નથી. અંતે આરતી એમને તેડીને કારમાં બેસાડે છે છતાં એ કારમાંથી નીકળીને બ્રિજેશ પાસે આવીને એમને પકડી લે છે. બ્રિજેશ ગ્યારાને તેડી લે છે અને આરતીને જવાનું કહે છે, બ્રિજેશ પ્લાન બનાવે છે અને ત્યાં પોહચેલા ૧૫ થી ૧૭ મિત્રોને અલગ અલગ જગ્યાએ મિહિરને શોધવા મોકલે છે. બ્રિજેશ ગ્યારાને લઈને નીકળે છે અને ઘરે પોહચે એ પેલા બ્રિજેશ હોટેલથી થોડું ઘણું ભોજન લઈ જાય છે. અને ગ્યારાને ઘરે મૂકીને એ ફરી મિહિરની શોધમા નીકળી ગયો.

રાતના ૧૨ વાગિયા છે, મિહિરના પ્રશ્નોનું જ્વાળામુખી ક્યારની વિસ્ફોટ થવા માટે તૈયાર હતું પરંતુ વિસ્ફોટ થયો નહિ. મિહિર પણ ભૂખ્યો, તરસ્યો પેલા પરિવારની પાછળ ફરતો હતો. એકબાજુ દીકરી ને આપેલું પ્રોમિસ પૂરું ન જયું ની ચિંતા અને બીજી બાજુ પ્રશ્નો નું પોટલું. બ્રિજેશને એ મિહિરની શોધમા આખી રાત રહિયા. રાત્રીના ૩ વાગિયા છે. નાની બાળા, સ્ત્રી, નાનું બાળક સૌ બેન્ચ પર સુઈ ગયા છે, મિહિર અને પેલા ભાઈ બંને જાગે છે. હવે તો પેલા ભાઈને પણ શંકા બેસે છે કે મિહિર અત્યાર સુધી કેમ બસ સ્ટેન્ડ પર છે પણ એમની સ્મૃતિમાં ફરી એમના જીવનની ક્ષણ યાદ આવી ગઈ એ માટે એમને પુછીયુ નહિ. થોડી સમય પછી એ ભાઈ ઉભા ગયા અને ચાલવા માંડયાં, મિહિર એમને જોઈને થયું કે ફ્રેશ થવા ગયા હશે માટે પાછળ ન ગયો. ૨ મિનિટ થવા આવી પરંતુ એ પરત આવીયો નહિ. હવે મિહિર હવે એમની કાર લઈને એ ભાઈને શોધવા નીકળે છે. મિહિર આમ થી તેમ આંટા મારે છે પરંતુ એ ભાઈ મળિયા નહિ. અંતે કંટાળીને કાર ઉભી રાખી અને ગુસ્સામાં કાર પર મુક્કો મારે છે અને કપાળ પકડી લે છે.

'Disgusting.....'

અંધેરી શેરી માં કોઈ ચાલી જતું હોય એવું ભાસ થયુ. મિહિર ઝડપથી કારમાં બેસે છે અને એ તરફ જાય છે. એ એ જ ભાઈ હોય છે મિહિર એમનાથઈ થોડા દૂર કારમા જ બેસીને પીછો કરે છે. એક શેરી બીજી શેરી એમ ત્રણ શેરી એ ફરિયો, એ પાછળ જોતો જતો હતો એથી મિહિરને એમ થયું કે એ પુરુષને શંકા થઈ ગઈ છે કે એ કાર એમનો પીછો કરે છે. માટે મિહિર કારમાંથી ઉતરે છે અને કારને પાર્કિંગ કરી લોક કરે છે અને છુપાઈ છુપાઈને પિછો કરે છે. થોડેક દૂર જઈને એ પુરીશ અચાનક એક આલીશાન બંગલા એ જઈને ઉભો રહીયો અને પક્ષીના અલગ અલગ અવાજ કરવા માંડ્યો.

એકવાર... બેવાર... ત્રણવાર...

ત્યાં અચાનક રોડ પરની ઓરડીમા પ્રકાશ થયો અને હળવેક થી બારી ખુલ્લી , કોઈ નવયુવા ત્યાં આવીને ઉભી રહી. ૧૫ મિનિટ સુધી એ કન્યાને જોયા જ કરીયો અને ત્યાં અચાનક કોઈ જાગી ગયું એટલે એ કન્યાએ ઝડપથી બારી બંધ કરી અને લાઈટ ઑફ કરીને સુઈ ગઈ. હવે તે આગળ વધીયો. મિહિર આ બધું જોતો હતો, મિહિરના મનમાં એક નવો પ્રશ્ન ઉઠીયો કે આ સ્ત્રી કોણ ? આ આલીશાન બંગલા સાથે આ આદમીનો શુ સંબંધ ? અને સંબંધ છે તો આ રાત્રે ત્રણ વાગે કેમ મળવા ગયો ? અફેર હશે ? શુ હશે ? મિહિર ની આ પ્રયુક્તિ કલાકે ને કલાકે ઉડી ઉડી ખૂંચતી જતી હતી. મિહિર ને હવે એ પુરુષ વિશે જાણવાની ઇચ્છા જાગે છે એક અલગ કુતૂહલતા જાગે છે. મિહિરને હજુ એમનો પીછો કરે છે, પાંચેક કિલો મીટર દૂર જાય છે આજ એ ભાઈ ને પાછળ મિહિર. એ ભાઈ જાને ચોરી કરી હોય એમ છુપાઈ છુપાઈ, આજુ બાજુ જોતા જોતા, આગળ વધે છે. કોઈ કાર એમનો પીછો કરતી હોય એવો ભાસ થાય છે. મિહિર પણ જાણી ગયો કે પેલો જાણે છે મિહિર તેનો પીછો કરે છે. એટલે મિહિર કાર ને સાઈડમાં પાર્ક કરે છે અને ફરી એમની પાછળ લાગી જાય છે. એક શેરી... બીજી શેરી... ત્રીજી... એમ ચાર શેરી બદલી મિહિર ને ગોટાળે ચડાવવા ઘણા પ્રયાસ કરે છે. અને થોડેક દૂર જઈને એક ઘરની દીવાલ કૂદે છે અને એ ઘરમા પ્રવેશ કરે છે. મિહિર પણ એમની પાછળ પાછળ કૂદે છે અને પેલા ના ધ્યાનમાં ન આવે એ રીતે છુપાઈને એમની હરકત જુએ છે. પેલો માણસ એ ઘરમાં પ્રવેશે છેમ મિહિરને થયું કે ચોરી કરવા ગયો છે. માટે એ ઘરમાં પ્રવેશ કરતો નથી. અડધી કલાક પસાર થવા આવી મિહિર ની આખો મા કે જરા પણ નીંદર નો કે ભૂખનો અહેસાસ દેખાતો નથી. પોણી કલાક થવા આવી થવા આવી, પેલો માણસ હવે ફરી લીપાઈ લીપાઈને બહાર આવે છે પરંતુ એમના હાથમાં કશું હોતું નથી જે સ્થિતિમાં એ અંદર ગયો હતો એ જ સ્થિતિમાં એ બહાર આવે છે. મિહિરના મનમાં પાછી ભુચાલ મચી ગઈ.

'શા માટે એમને પેલી નાસ્તો લઈ આવેલી દીકરીને તમાચો મારીયો?'
'શુ થયું હશે?'
'કેમ એ ભાઈ ભીખ માગવાની મનાઈ કરી?'
'પરિવારથી દૂર જઈને કોને મળિયો?'
'પેલા બંગલામા બારીએ આવીને ઉભું હતું એ કોણ હતું ?
'આ બંગલામા કેમ છુપાઈને ગયો? અંદર જઈને એમને શુ કરીયું?'
'શા માટે આ બધાની સ્થિતિ આવી બની.??

વગેરે પ્રશ્નોથી મિહિર ઘેરાઈ ગયો, મિહિરને એમની પોતાની અંગત જિંદગી સાવ ભુલાઈ જ ગઈ, એમને એમના શરીરની પણ કોઈ પરવાહ નથી રહેતી. આ તરફ આરતી, બ્રિજેશ, દાસ, અને બીજા મિત્રો, મિહિરની શોધમાં આખું શહેર ફંફોલી નાખે છે.


(ક્રમશ)