Fesalo in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | ફેંસલો

Featured Books
Categories
Share

ફેંસલો

" ફેંસલો ". વાર્તા સંગ્રહ.( બે વાર્તા ઓ, ફેંસલો ,સાચો નિર્ણય? , અને સાફસફાઈ). " ફેંસલો " આજે તો ફેંસલો થ ઇ જાય" ... શેનો ? પત્ની એ સવાલ પુછ્યો. " એજ કે આ દિવાળીએ હું ઓફિસ નહીં..... અને તું ઘર માં નહીં." ...અરે !!..આ શું બોલો છો? તમને કંઈ ભાનસાન છે.આ ઉંમરે આવું બોલો છો... તમને શું તકલીફ પડી."...... તકલીફ તો છેજ ને..કેટલાય દિવસથી આપણે બહાર ગામ ફરવા ગયા નથી...આ દિવાળી માં આપણે દીવ , સોમનાથ જવાનું છે..."...એમ બોલો ને ત્યારે..હું તો ગભરાઈ ગઈ..કે આ ઉંમરે હું ક્યાં જ ઈશ...તમારે બીજું કંઈ લફરાં તો નથી ને."..... દિવાળી સમયે પતિ અને પત્ની વચ્ચે નો રોચક સંવાદો... ..આપ સૌ ને દિવાળી ની શુભકામના ઓ......જય શ્રી કૃષ્ણ ????. " સાચો નિર્ણય? ". સાચો નિર્ણય.?........... ." સાંભળો છો કે?" પત્ની મધુ બોલી. " શું થયું?" પતિ મધુકર બોલ્યો. " મારી વાત સાંભળો... આપણે દિવાળી માં સોમનાથ,દીવ જવાનું કેન્સલ કરીને તો?" " કેમ કેમ શું થયું?. પાછું કોઈ વિધ્ન આવ્યું?. આપણે ગણેશ જી ના દર્શન કરીને નિકળીશુ.".. .". ના .ના.કોઈ વિધ્ન નથી...આતો આ દિવાળી માં અમદાવાદ ના ઘણા લોકો ફરવા જવાના!!! અમદાવાદ ખાલી ખાલી લાગશે.".. " તો શું આપણે ફરવા જવાનું નહીં? ". " ના ના ,આતો જુઓ મારા બેન બનેવી તો ઉદેપુર ફરવા જવાના છે... અને તમારા બેન બનેવી તો ભાણીયા પાસે UK ગયા છે.." "એટલે તું શું કહેવા માંગે છે." " જુઓ દિવાળીના વેકેશનમાં બધે ફરવાના સ્થળો પર ભીડ તો રહેવાની ને!!! એટલે આપણે ને હોટલ કે ગેસ્ટ હાઉસ મલે નહીં કે પછી સગવડ વગર ની ઉંચા ભાડે મલે... બીજું નાસ્તો કે જમવાની પણ તકલીફો તો પડવાની... અને પછી પાછા આપણે થાકી જવાના!!!".. " તો આપણે અમદાવાદ માં જ રહીશું!!! વેકેશનમાં શું કરીશું?". "જુઓ આપણે ફરવા જતાં તો કેટલો ખર્ચો થતો?....... "લગભગ બાર હજાર જેટલો."... " તો એ રકમ મને આપો.." "તું શું કરીશ?"... . "અરે બેસતા વર્ષે આપણે ગાયત્રી મંદિર અને બીજા મંદિરો માં દર્શન કરવા જવા છીએ.તો ત્યાં ₹ ૨૦૦૦ નો નાસ્તો અને બિસ્કીટો ગરીબો ને આપીશું." "તો પછી બાકીના!!...". "એ દસ હજાર રૂપિયા માં મારી બચત ના થોડા રૂપિયા ઉમેરી ને...સોના નો નાનો સિક્કો લેવાનો વિચાર છે... આજે પુષ્ય નક્ષત્ર છે.તમારા માટે આ સોનાના સિક્કા ની ખરીદી શુકનિયાળ નીવડશે.". "શું વાત કરે છે?? તું તો કેટલા બધા ફાયદા ગણાવે છે? અને તું તો જ્યોતિષ બની ગઈ કે શું??. સારૂં સારૂં..તને જે ગમે એ...તારી ઈચ્છા આગળ મારૂં ક્યાં ચાલ્યું છે!!!!.". " બસ હવે બહુ થયું. ખોટું ખોટું ના બોલો... અને હાં સાંજે વહેલા આવજો આપણે એબી જ્વેલર્સ માં જવાનું છે..યાદ છે ને આજે પુષ્ય નક્ષત્ર છે." "હા હા સાંજે વહેલો આવી જ ઈશ.". અને બપોરે....મધુકર નો ઓફિસ થી ફોન આવ્યો." મધુ , તું તો જબરી ભવિષ્ય વાણી કરે છે!!!" "કેમ આમ બોલો છો? શું થયું ?" "આજે મારા બોસે મારા કામ થી ખુશ થઈ ને મારો પગાર દસ ટકા વધારી દીધો... દિવાળી પછી નો પગાર નવા વધારા મુજબ આપશે......... પતિ અને પત્ની ના રોચક સંવાદો.... ...જય શ્રી કૃષ્ણ ???@ કૌશિક દવે "સાફસફાઈ..".......આ તમારા માટે આદુ વાળી ગરમાગરમ ચા લાવી છું" પ્રિયંકા બોલી....." ઓહો...આજે તો બહુ હેત આવી ગયું. શું વાત છે?.. આ જે રવિવારે કંઈ ખરીદી કરવાની લાગે છે?.".. પ્રિતેશ બોલ્યો. .." ના રે ના.. રવિવારે તો ખરીદી કરવા જવાય!!!. રોજ તો તમને ગરમ ચા આપું છું."... " પણ પણ આજ ની વાત જુદી લાગે છે?.તારે આજે પીયર જવું છે?. હું બહાર જમી લઈશ.." .." ના રે ના.. દિવાળી સમયે હમણાં પીયર નથી જવું.ભાઈ ભાભી આજે ઘર ની સાફસફાઈ કરવાના છે...બેસતા વર્ષ ના દિવસે જઇશું...". " ઓહો..તો પછી કંઈ બીજું જ કામ લાગે છે?. દાગીનો લેવો છે?".. . " તમે તો મારા માટે દાગીના થી કમ છો?. ..હજુ પણ તમને ખબર ના પડી!! તમે તો કેવા છો?..આ દિવાળી ને એક અઠવાડિયું પણ બાકી નથી..ઘર ની સાફ સફાઈ બાકી છે..આ તો તમારે આજે રવિવાર ની રજા છે.તો મને હેલ્પ નહીં કરો?..." હા,હા ચોક્કસ તું કહે એ આજે કામ કરીશ.બસ આ ગરમા-ગરમ ચા પી લઉ "... ઓકે."..... ચા પીધા પછી થોડી વારમાં..... પ્રિયંકા બોલી," હમણાં નહાવા જવાનું નથી..આજે તો કીચન અને માળિયું જ સાફ કરવાનું છે..બે વર્ષ થી તો તમે માળિયાં માં નજરે નથી કરી!!! હવે તમે માળીયુ સાફ કરવા જાવ. ત્યાં સુધી હું કીચન નો બધો સામાન કાઢું છું." .. " ઓકે ત્યારે....." આજ્ઞાંકિત પ્રિતેશે સીડી લીધી અને માળિયું સાફ કરવા ગયો...... થોડી વારમાં બુમ પડી," સાંભળો છો?. આજે ઘર ની સાફ સફાઈ છે એટલે અત્યારે રસોઈ નહીં બને...આ સાફસફાઈ થઈ જાય એટલે આપણે બહાર જમવા જઈશું...... અને..હા...ઝડપ રાખજો... માળિયા માં બેસી ને મોબાઈલ મંતર મંતર ના કરતા..જે પસ્તી માં આપવા જેવું હોય તે કાઢજો...મારે તો આજે કેટલું બધું કામ છે."........ દિવાળી પહેલા ના રવિવારે પતિ અને પત્ની ના રોચક સંવાદો.........માતૃભારતી પરિવાર ના સભ્યો ને દિવાળી ની શુભકામનાઓ ..........જય શ્રી કૃષ્ણ ??? @ કૌશિક દવે