"હેપ્પી બર્થડે આકાશ ઇન એડવાન્સ " આમ કહી ને નિધિ એ આકાશ ના હાથ માં પોતાની વર્ષો જુની સાંઈ બાબાની મૂર્તિ મૂકી દીધી...
આકાશ જોતો જ રહી ગયો... અને બોલ્યો - " નિધુ આતો તારી છે. તને આના વગર 1 દિવસ પણ નથી ચાલતું. મને તું આ કાં આપે છે?"
નિધિ બોલી - " ખાલી એમ જ..."
આકાશ તેની સાથે દલીલ કરે છે,- " હું આ ના રાખી શકું... તું મને આ ના આપીશ... મારે કાંઈ ગિફ્ટ જોઈતું જ નથી.... મારા માટે તું જ મારું બેસ્ટ ગિફ્ટ છે..." આમ બોલી ને આકાશ નિધિ ને તેના કપાળ ઉપર એક નાની એવી કીસ્સ કરે છે. નિધિ પોતાની આંખો બંધ કરીને આ પળ ને માણે છે. જ્યારે નિધિ આંખો ખોલે છે ત્યારે તેની આંખ માંથી આંસુ વહી રહ્યું હોય છે.
નિધિ એ આંસુ ને રોકી શકતી નથી... તે બોલે છે - " આ સાંઈ બાબા તારી ધ્યાન રાખશે."
આકાશ કહે છે - " મારી ધ્યાન રાખવા માટે તું છે ને...! આ સાંઈ બાબા ને તારી પાસે જ રાખ. એ તારી ધ્યાન રાખશે..."
નિધિ આકાશ ને કહે છે - " આકાશ તને મારા સમ છે જો એક વાર ના પાડી છે તો." અને જરા માસૂમિયત સાથે સ્મિત કરે છે.
હવે આકાશ ની એક પણ દલીલ ચાલે એમ ના હતી... આકાશ તે મુર્તિ પોતાના ખિસ્સામાં રાખીને કહે છે - " ચાલ હવે ઘરે નથી જવું..?"
બંન્ને ઘરે જવા નીકળે છે. આકાશ નિધિ ને તેના ઘરે ઉતરી ને બજાર માં જાય છે. ત્યાં થી એક નાની એવી સાંઈ બાબાની મૂર્તિ લે છે અને એક ડેરીમિલ્ક સેલિબ્રેશન નું બોક્સ લે છે. પછી તે બધું લઈ પોતાના ઘરે જાય છે. ઘર ના બધા સભ્ય સાથે જમે છે, વાતો કરતા હોય છે રાતના સાડા અગિયાર વાગ્યા હશે, ત્યાં તો આકાશ કહે છે - " હું મારા રૂમ માં જઉં છું મારે સવારે કોલેજ વેલું જવાનું છે."
આકાશ પોતાના રૂમ માં આવે છે. થોડી વાર તે નિધિ એ આપેલી પેલી મુર્તિ સામે જોતો જ રહે છે. એટલા માં આકાશ ના ફોન માં રીંગ વાગી...
?લગ જા ગલે........?
આકાશ ફોન ઉપાડે છે, -" હાં નિધુ, બોલ હું તને જ યાદ કરતો હતો..."
નિધિ બોલે છે - " હા , મને ખબર જ છે તું મારી આપેલી પેલી મુર્તિ જોઈ ને મને યાદ કરતો હતો...."
" હા પણ, તને કેમ ખબર પડી..?" આકાશ એક દમ નવાઈ સાથે બોલી ઉઠ્યો.
" આકાશ તને આટલો તો ઓળખું છું હું...." નિધિ સહજતા થી બોલી ઊઠી....
બંન્ને એક બીજા સાથે વાતો કરતા હોય છે ત્યાં પૂરા બાર વાગે છે.... અને નિધિ એક દમ ખુશી થી બોલે છે - " આકાશ હેપ્પી બર્થડે......"
આકાશ પણ એક દમ ખુશ હોય છે તે પણ જવાબ આપતા કહે છે " થેન્ક્યુ, નિધિ.... આ બર્થડે મારી લાઇફ નો બેસ્ટ બર્થડે છે... ભગવાને મને ગિફ્ટ માં તું જો આપી દીધી છે...."
નિધિ કહે છે - " આકાશ હું ખૂબ ખુશ છું કેમ કે તું આટલો ખુશ છે...."
"ચલો bye! કાલ મળ્યાં...ધ્યાન રાખજે... બોઉ જાગતો નઈ... ગુડ નાઈટ..!" નિધિ બોલી
" હા, નિધુ ગુડ નાઈટ... તું પણ તારી ધ્યાન રાખજે... મારા માટે... bye"
સવારે નિધિ 7:30 વાગે આકાશ ને ઉઠાડવા કોલ કરે છે... 2 રીંગ પૂરી થઈ ગયા પછી 3 રીંગ વાગી ત્યારે આકાશ ફોન ઉપાડી ને બોલે છે - " નિધિ હું ઊઠી ગયો છું...."
નિધિ ખાલી એટલું જ બોલી - " આકાશ, આંખ તો ખોલ તો ઉઠાશે ને...!"
આકાશ કહે છે - " હું તને 20 મિનિટ માં લેવા આવું છું, તું રેડી રહેજે... bye.... "
નિધિ બોલી "સારું છે, તું મોડું ના કરીશ..."
નિધિ તેના ઘર ની નજીક એક રિક્ષા સ્ટેન્ડ પાસે આકાશ ની રાહ જોવે છે....આકાશ આવે છે. તેને જોઈ ને નિધિ એક દમ ખુશ થઈ જાય છે. જેમ નાનું બાળક કોઈ ચોકલેટ ને જોઈ ને થાય તેમ...આકાશ પણ નિધિ ના ચહેરા પર આ ખુશી જોઈ ને જરા હસી ( પ્રેમ થી ) પડે છે....બંન્ને ત્યાં થી જાય છે...
કોલેજ પહોંચી ને આકાશ નિધિ ને કહે છે - " નિધિ તારી આંખ બંધ કર... અને હાથ આગળ કર"
નિધિ આંખ બંધ કરી ને પોતાનો હાથ આગળ કરે છે..આકાશ તેના હાથ પર પોતે લીધેલી સાંઈ બાબાની મુર્તિ રાખે છે...
નિધિ આંખ ખોલી ને જોવે છે તો તે કહે છે - " આની શું જરૂર હતી આકાશ..?"
આકાશ કહે છે - " મારી ધ્યાન તો રહેશે પણ પછી તારી ધ્યાન કોણ રાખશે...? એટલે આ તારી ધ્યાન રાખવા માટે...."
નિધિ આકાશ ને હગ કરી લે છે......