prem ni purnta in Gujarati Classic Stories by મોહનભાઈ આનંદ books and stories PDF | પ્રેમ ની પુર્ણતા

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

પ્રેમ ની પુર્ણતા

પ્રેમ એટલે જ ઈશ્વર નું દ્વેત ભાવનું રાધાકૃષ્ણ નું યુગલ સ્વરૂપ.
પ્રેમ એટલે શાશ્વત શાંતિ આનંદ અને રસ રોમાંચ નો દરિયો.
પ્રેમ એટલે વ્યાખ્યા થી પર, મૌન માં નજર નું નૂર ભરપૂર.
પ્રેમ એટલે આત્મચેતના ની દેહ દ્વારા ભાવની અભિવ્યક્તિ.
પ્રેમ એટલે નિર્મળ નિર્લેપભાવે અનાસક્તિ માં શરણાગતિ હોવી
પ્રેમ એટલે દર્દ વેદના ઝખ્મો પર હૂંફાળી મલમપટ્ટી નું હોવું.

જેને વ્યાખ્યા પરિભાષિત કરે તો , તે પ્રેમ હોય શકે નહિ.
પ્રેમ એ સ્વયં ની દ્વેત સ્વરૂપ ની અનુભૂતિ છે. અહેસાસ છે આત્મ ભાવ અને લાગણી ના તાણાવાણા છે.

પ્રેમ નું સ્વરૂપ એક છે જ , જેમાં સમર્પણ ની ભાવના ત્યાગ ને બલિદાન ના સ્વરૂપ માં હોય છે. પછી એ સ્વરૂપ પુરૂષ અને પ્રકૃતિ ના અનંત દ્વેત ભાવ માં પરિણમે છે.

માં અને સંતાન નો પ્રેમ, દેશપ્રેમ, મિત્ર પ્રેમ કે પછી દામ્પત્યજીવન તરફ જતો સ્ત્રી અને પુરુષ નો પ્રેમ .

જે જન્મ જન્માન્તર સુધી પુર્ણતા એ પહોંચવા પ્રયત્નશીલ હોય છે. દિવ્યતા માં તરબતર ,રંગ તરંત ભાવ ની અભિવ્યક્ત ના બે પૂષ્પ જે ખીલતા પહેલા જ કરમાઈ જાય છે.એવી અદ્ભુત આ વાર્તા છે.પ્રેમના અંકુર ફૂટ્યા ને નફરતની ઊંધઈ
એને છિન્નભિન્ન કરી નાખે છે.

કલ્પના ની પાંખ થી ઊડતાં ખુલી આંખ ના સ્વપ્નો નો ચિતાર.
એટલે જ અનિકેત અને અનામિકા.પ્રેમ ના એક સિક્કાની બે બાજુઓ ત્યાગ અને સમર્પણ. જ્યાં વ્હાલપ નું વરણાગી સ્વરૂપ પ્રકૃતિ માં દેહાત્મભાવે ઊપસી આવે છે.,

દેહ હવેલી માં, સજાવી સગુણ જાણો,
ગુણાતીતનું ગુણાભિધાન એક સ્વરૂપ છું;

મહેંક પ્રસરાવી, ભાવના થી વહી જવાનું,
ઝાકળ ભીનાં લાગણી માં રહેતું સ્વરૂપ છું;

ગજબની કાચ જેવી ઢીંગલી ની આંખો માં નિર્દોષ કુદરતી
પ્રેમ નું અંજન આંજી નાંખે છે. એક હલકું ફુલ જેવું નિર્મળ અસ્તિત્વ , જાણે વસંત ઋતુ નું જીવંત સ્વરૂપ છે.કુદરતે ગજબનું રૂપ લાવણ્ય અને સદગુણ ની સજાવટ કરી છે.

રામપૂર ગામ ના પાદર ની ધૂળમાં રમવા નું લડવા ઝઘડવા નું અને પછી કિટ્ટા કરી , સાંજે ઝણઝણાટી ભરી અબોલા ની છુટ્ટી.નાદાન અને નિર્મળ મન ના બાળકો માં નિર્દોષ પ્રેમ હોય છે.બન્ને નેએકબીજા વિના ગમતું નહોતું. રમવું લડવું ઝઘડવું મતભેદો થવા બધું સામાન્ય હતું. પણ મનનો મેળ હતો જાણે કે બે શરીર માં આત્મા એક જ હતો.

સમય નું વહેણ વાણી નું કહેણ ક્યારે પરિસ્થિતિ બદલે કહી શકાય નહીં.બાળક બુદ્ધિ ચાલી ગઈ ને યુવાની પાંગરી, ને નિર્દોષ ભાવ દેહ અધ્યાસે પ્રેમ માં પરિણિત થઈ ગયો.તેની ખબર પણ ના પડી. માયા મમત્વ પ્રાકૃતિક છે. જીવ ને સંસાર ના બંધનથી બાંધે છે. પ્રેમ નું સ્વરૂપ મિલન કરતા વિરહમાં વધુ પ્રભાવિત બને , આવી ઘણી ઘટનાઓ ઘટી છે.એવી આ દિવ્ય ઘટના છે.

એક રસમય અનુભૂતિ, રસ ફુહાર બની જાઉં
તદરૂપ બની એકરસ મુજ માં મુગ્ધ બની જાઉં;

વસંત નું વળગણ છે, સ્વરૂપ મારું ઝાકળ ભીનું,
સદગુણો થી મહેંક પ્રસરાવી અત્તર બની જાઉં;

અલ્લડ ચાલ, આપખુદશાહી ને સંસ્કાર ને સંસ્કૃતિ એ બંધન ની સીમા રેખામાં કેદ કર્યા. પ્રેમ ને મર્યાદા એ બાંધવાની કોશિશ
કરી. કોઈ કારણોસર આ બંને ના કુટુંબ માં દુશ્મની થઈ ગઈ હતી. પરંતુ આ નિદોર્ષ બાળકો માં નિર્દોષ પ્રેમ પાંગર્યો.

એક દુશ્મન ની દીકરી ને દીકરો અને વળી પ્રેમ માં ગજબ થઈ ગયો,વાત ગામ માં વહેતી થઈ અને કુટુંબ સમાજ ને ખબર મળી ગઈ.પછી શું ના થાય ? આ કંઈ નવું નથી સદીઓથી ચાલતું સનાતન સત્ય છે. જેના પરિણામે કેટલાય યુગલ સ્વરૂપ ના બલિદાન લેવાયાં છે. ઈતિહાસ સાક્ષી છે.

ખળભળાટ મચી ગયો ને ધીંગાણું થયુ ,મારામારી થઈ ગઈ ગામ લોકોએ વચ્ચે પડી વાતને થાળે પાડવા ની કોશિશ ખૂબ કરી. હશે.... ચાલો બાળકો છે... અણસમજુ છે.. માફ કરી દો. ઘણી રકઝક થઈ.

પંચાયતે નિર્ણય કર્યો. હવે બંને સુધરી જશે. બન્ને પક્ષે સમાધાન કર્યું.વિધિ ના લેખ પણ કેવા વિચિત્ર છે, એક આત્મા નું બીજી આત્મચેતના તરફ નું આકર્ષણ ગજબનું હોય છે. તેની આ રસપ્રદ ને ગંભીર પ્રેમ કહાની છે.

થોડોક સમય વીત્યો , પરંતુ મહોબત રંગ લાવી ને, ફરી ફાગણ ફોર્યો, કોયલ ટહુકી ને વસંત ની શરણાઈ વાગી. વાતાવરણ માં ખુશનુમા ચારેતરફ ફેલાઇ ગઇ.. અનંત ના પ્રવાહ માં બેઉ આત્મચેતના દેહ ની દેવડી માં બંધાયેલી ભાવના માં વહી ગયા.

જીંદગી એક સફર હૈ સુહાના......
........ યહાં ક્યાં હોગા કિસીને જાના.......

ફાગણ પુર્ણિમા નો મેળો હતો , ને મેળા માં મહાલવા પ્રેમી યુગલ ઊપડ્યું. પરંતુ વિધાતા એ શું ધાર્યું તે કોણ જાણે?
માર્ગમાં અકસ્માત સર્જાયો . રસ્તે પુરપાટ જતી ટ્રકે ટક્કર મારી
અને અનિકેત ના માથા માં વાગ્યું , ઘણું લોહી વહી ગયું
અનિકેત ને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર થી થાય તેવા સઘળા પ્રયાસો કર્યા પરંતુ પ્રકૃતિ માં આયખું મંજૂર ના થયું.અનિકેતનુ પ્રાણપંખેરું ઊડી ગયું.

ભુલાવી દીધી જાત, કબરની છે સોગાત હકીકતમાં,
રૂહાની દુનિયામા ભળીને, રૂહાનિયત રૂબરૂ મળ્યા છે.

દુઃખ દર્દ ઝખ્મો હોવાં, સ્વભાવે તપસ્યા માં જીંદગી,
આનંદ સ્વરૂપમાં નીંજમાં, હયાતિ માં રૂબરૂ મળ્યા છે.

પંચમહાભૂત નું પરિવર્તન , થાય એકમેક માં,
માટી નો દેહ , માટી સાર . મૃત્યુ નિશ્ચિત છે;
કર્મ નો પરિપાક લણવો, પ્રારબ્ધ વેગ થી જ,
ઋણાનુબંધન ફેડ. યાર,. મૃત્યુ નિશ્ચિત છે;

અનિકેત ની અંત્યેષ્ટિ વિધિ કરી્ દીધી, ગામ માં સમાજ માં શોક ફેલાયો. બધાને ઘણું દુઃખ થયું.

અનિકેત નો દેહ છુટી ગયો પરંતુ તેનો જીવ તો તેની પ્રિયતમા માં હતો ,માટે તેની સદ્ગતિ ના થઈ. તેથી પ્રેત થઈ તેણે અનામિકા ના શરીર માં પ્રવેશ કર્યો. તેથી અનામિકા નું વર્તન બદલાઈ ગયું. અનામિકા ગાંડી ને બાવરી થઇ ગઈ. વિચિત્ર વર્તન કરવા લાગી. એક નવીનતમ ઉપાધી શરૂ થઈ ગઈ. અનામિકા નું જીવન જીવવું દોહ્યલું બની ગયું.

આ...જા... તુજકો પુકારે........ મેરા પ્યાર..
નીલકમલ વાળી વાત.... દોહરાવી...

પ્રેમ ના ઉન્માદે અનામિકા નું જીવન બદતર કરી દીધું.તેની માનસિક અસ્થિરતા થી આખું ઘર પરિવાર હેરાન પરેશાન થઈ ગયા.

મેં કર્યું મારૂં બધું, પસારીને અહં કારને,
આખરે ત્યજી જવાનું , અભિમાન માં;
આનંદ કરે કલશોર, જીવ પંખી સદાય,
મોહ માયા કશુંક પડછાયા, અજ્ઞાન માં;

આખરે,સરકારી મેન્ટલ હોસ્પિટલ માં તેને દાખલ કરી. ખુબ દવા કરી પણ ફેર ના પડ્યો એટલે બાધા આખડી કરી . જાત જાતના ટૂચકા કર્યા પણ કોઈ ફરક ના પડ્યો. ભૂત પ્રેત બાધા આખડી બધા ઉપાયો માં બાપે કર્યા પરંતુ બધું જ વ્યર્થ થઈ ગયું.અનામિકા આખરે પાગલ થઇ ગઈ.

પ્રેમ ની ગતિ ન્યારી છે. એક સ્થૂળ શરીર માં દેહ અધ્યાસે
અને બીજું સૂક્ષ્મ વાયુ જેવું કારણ શરીર સંગાથે....

મનુષ્ય શરીર અણમોલ ભેટ છે. એક શરીરમાં બીજા ત્રણ શરીર હોય છે. સૂક્ષ્મ શરીર માં મન બુધ્ધિ ને ઈન્દ્રિયો અને કારણ શરીર માં જીવનું ચૈતન્ય પાપ પૂણ્ય સાથે આવાગમન કરે છે. આ કારણ શરીર જ વાયુ રૂપ બીજા ના દેહ માં પ્રેત બની રહી પોતાની ઈચ્છા પુર્ણ કરે છે.ચોથુ શરીર લીંગ એ આત્મચેતના સ્વરૂપ છે.

પાગલ અવસ્થા માં પ્રેમ ની નૈયા વિહરવા લાગી. જીવન ક્યાં ને ક્યાંક વળાંક લે, કશું કહેવાય નહીં.મન ની માનસી સૃષ્ટિ ને કોઈ બદલી શકતું નથી.

સમય એ ઔષધી છે.ઈશ્વર પણ ના જાણે કેમ કઠીન માં કઠીન પરિસ્થિતિ નિર્માણ કરી પરિક્ષા લે છે. કે મારો ભક્ત બદનામ ના થાય. પ્રેમ ગલી અતિ સાંકડી તેમાં બે ના સમાય.

કાળક્રમે બધું બદલાઈ જાય છે. ઈશ્વર દયાળુ છે તેની કરૂણા ને કૃપા કોઈ ઓલિયા ફકીરી વેશ માં સમજી શકે.અને બન્યું પણ એવું જ.

એક દિવસ સંત ગામ માં પધાર્યા. ધર્મશાળા માં તેમનો ઉતારો હતો.તેઓ સત્સંગ કરતા અને દુઃખી લોકોને સાચું માર્ગદર્શન કરતા. એક દિવસ આ દુઃખી છોકરી ની રામકહાણી સાંભળી અને તેમનું હ્દય પીગળી ગયું.
તેથી તેના માતાપિતા સાથે તેને બોલાવી સંત મહાત્મા એ પેલા પ્રેતાત્મા ને પૂછ્યું. બેટા પ્રેમ તો બલિદાન છે , આનંદ છે ત્યાગ છે. આ છોકરી ના શરીર માં રહી તું એને દુઃખ કેમ આપે છે .

અનિકેતના પ્રેત સ્વરૂપે કહ્યું કે; હું પણ નથી ઈચ્છતો કે અનામિકા દુઃખી થાય. પણ હું એને પ્રેમ કરું છું,જો તમે મારી સદગતિ કરાવી ,બીજા જન્મમાં અમોને ભેગા કરી જીવનસાથી બનીએ , એવું કંઈ કરી આપતાં હોય , એવી શક્તિ તમારામાં હોય અને શક્યતા હોય તો હું, પ્રેતયોની માંથી મુક્તિ ઈચ્છું છું. અને તમારી આજ્ઞા પાળવા માટે તૈયાર છું.

મહાત્મા એ કહ્યું: બેટા હું ઈશ્વરને પ્રાર્થના કરી શકું છું. પ્રેમ તો પરમાત્મા નું સ્વરૂપ છે. ત્યાગ અને કરૂણાનુ મુર્તિમંત સ્વરૂપ છે.
જેની જેવી ભાવના તેવી સિદ્ધિ મળે છે. ભગવાન ને મંજૂર હશે તો તારી સદ્ ગતિ જરૂર થશે. અને આવતા જન્મે તમારો મેળાપ અવશ્ય થશે.

આવવું ને જવું ખેલ ખરો અજ્ઞાન માં
પ્રેમ સ્વરૂપ માં ઠરીઠામ થવું જ્ઞાન માં;
ભાવસભર યાત્રા છે, જીવનની અહીં,
નિષ્કામ ભાવે નીતરતું હ્દય શાન માં;

ઘરના સભ્યો એ પણ સંત મહાત્મા ને પ્રાર્થના કરી કે ,હવે આ દુઃખ માંથી દીકરી મુક્ત થાય એવી ઈચ્છા છે કારણકે હવે એનું જીવન નર્ક સમાન બની ગયું છે . માટે કૃપા કરીને એને દુઃખ માંથી છોડાવવા વિનંતિ કરી કે કંઈક તો દુઆ કરજો.

સંત મહાત્મા એ આંખો બંધ કરી ને સમાધિ માં સરકી ગયા. ઈશ્વરે ભક્ત ની ભાવના ને માન આપ્યું અને અનિકેત નો પ્રેતાત્મા વિદાય થયો. સાથોસાથ થોડા દિવસ બાદ અનામિકા પણ મૃત્યુ પામી.માતા પિતા એ અંત્યેષ્ટિ વિધિ કરી અને કાળક્રમે બધું સામાન્ય થઈ ગયું.

આ- ગમન છે દેહનું, પરિવર્તન આગમન છે.
ગમે કે ના ગમે અગમ્ય,અગોચર આગમન છે;
ભેદ અભેદ ભાવ , પ્રકૃતિ માં પરિણમે અહીં,
ભેદી ભ્રમ મન નો,. મનોલય નું આગમન છે;

કાળની ગતિ ગહન છે તેને કોણ સમજી શકે છે ?
થોડા વર્ષો બાદ એ બેઉ આત્મા નો જન્મ તેમના સગાં સંબંધીઓને ને ત્યાં ધરમપુર અને નવા પૂર માં થયો. તેમના નામ વિશ્વજીત અને વનિતા પાડવા માં આવ્યા.

જન્મવુ, હોવું, વધવું. ,વિપરિમણ ને વિનાશ,
પ્રકૃતિ માં છે આ વેપાર, જન્મ નિશ્ચિત છે;
કર્મ અકર્મ વિક્રમ , ગતિ ગહન છે કર્મો તણી,
અકર્મણ્યતા માં કર્મ સુધાર, જન્મ નિશ્ચિત છે;

માતા-પિતા ખેડૂત હતા પરંતુ પ્રેમ ની મૂર્તિ હતા., સમજુ શાણા અને સમય પ્રમાણે આચરણ કરનાર ધર્મશીલ અને ન્યાય પ્રિય હતા.તેમણે પોતાના સંતાનોને ભણાવી ને યોગ્ય બનાવવા તનતોડ મહેનત આદરી.

બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. પ્રાથમિક શિક્ષણ પુરું થયું ને આગળ ભણવા શહેરમાં ગયા.ઈશ્વર કોને ક્યારે કેવી રીતે મેળાપ કરાવી દે, તે આપણી સમજ બહાર છે.સમય સમય નું કામ કરી જાય છે. પ્રકૃતિ પરિવર્તન શીલ છે. જગતમાં કશું સ્થિર રહેતું નથી.

વિધિ ના લેખ‌ પર મેખ કોણ મારી શકે અને સંત ના આશીર્વાદ ખાલી કેમ જાય? ઈશ્વર તો કરૂણા નો સાગર છે. એ કોઈ ના કર્મોથી લોપાતો નથી ,પણ કર્મો પ્રમાણે વ્યવસ્થા કરી જીવ નું કલ્યાણ કરે છે.અને નવી નવી લીલા ની રચના કરે છે.

સમય જતાં બાળક મટી યુવાન થયા. સાથોસાથ કોલેજ માં અણધાર્યા ભેગા થયા. વનિતા નો આજે કોલેજ નો પ્રથમ દિવસ હતો, નવી એક્ટિવા ગાડી લઈને આવતી હતી અને
કોલેજ માં દાખલ થતાં જ વિશ્વ જીત ને ટક્કર મારી દીધી.
વિશ્વજીત ને થોડી ઈજા થઈ કોણી માંથી લોહી નીકળવા લાગ્યું.. તેથી થોડી પ્રાથમિક ચિકિત્સા કરીને પોતાની ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી.

પરિચય થયો ને આંખો મળી ,પર ભવ ની અધૂરી પ્રીતિ પાંગરી. અને બન્ને એકમેક માં ઓતપ્રોત થઈ જીંદગી સાથે જીવવા ના વચન આપી. સમય ની વાટ જોવા લાગ્યા.પ્રેમનુ સ્વરૂપ સમજવું અતિ દોહ્યલું છે. પ્રેમ શબ્દોની માયાજાળ નથી. ભાવ અને લાગણી નું મુર્તિ મંત આચરણ છે.

વસંત હોય હાજર, ખુદની હયાતિ માંજ,
પતજડ મોસમ માંય, જીવવાની મજા છે;
તસલ્લી મળતી રહે , દિલ્લગી માં પણ,
મહોબત એ સાચી, જ્યાં હું ને રજા છે;

કોલેજ ના છેલ્લા વર્ષમાં આવ્યા, એકમેક માં તેઓ ઓતપ્રોત થઈ હળીમળીને રહેતા, ખાવું પીવું ભણવુ મનોરંજન કરવાનું એકસાથે જ કરતા. હવે પરિક્ષા પુર્ણ થાય છે . કોલેજ નો સમય પુરો થાય છે. ભણતર ની સાથે હવે ગૃહસ્થી જીવન ના ગણતર માટે માતા-પિતા ની પરવાનગી લેવા બન્ને એ રજૂઆત કરી.

સંપાદન છે સ્નેહ નું, છેડા જોડાયા લગ્નના,
કર્મ શીલ વ્યવહાર માં, હું બંધાઈ જાઉં છું,
આદાન પ્રદાન છે, ભાવ સમાધિ નું જગત છે,
માનવતા વ્યવહાર માં, હું જોડાઈ જાઉં છું.

જીવન સરવાળો છે શ્વાસ ઉચ્છવાસ ની ગતિ,
ક્ષીણ થતા પ્રાણમાં , લગ્ન પણ નિશ્ચિત છે;
જીવન મંગલમય છે, જેણે જીતી લીધી જાતને,
આત્મ બોધ માં , દામ્પત્ય ઉધ્ધાર નિશ્ચિત છે;

માતા-પિતા એ છોકરાની યોગ્યતા ખાનદાની ને દ્રઢતા જોઈ રાજી થયા અને લગ્ન માટે હા પાડી.લગ્ન ની તડામાર તૈયારી કરવા લાગ્યા.

લગ્ન ની શરણાઈ વાગી. મંગલ મય ઉત્સવ થયો.ધામધૂમ થી લગ્ન કરવા માં આવ્યું.લગ્નમા કોઈ કસર ના છોડી.ઉત્સાહ ને આનંદ માં પ્રસંગ ની પુર્ણાહુતી થઈ.

આખરે વિદાયની વેળા આવી. માતા-પિતા ની આંખમાં આંસું હતા. બાજું માં એક મહાત્મા આવી ને ઉભા હતા જે ખુબ જ
મરક મરક હસતા હતા. તેમણે નવદંપતી ને આશીર્વાદ આપ્યા.
સદાય ખુશી અને આનંદ માં દામ્પત્ય જીવન જીવો એમ કહી
જોગી રમતા રામ ....થયા.

વ્હાલપ માં વરણાગી, સંબંધો ને સાચવ્યા,
અનુરાગ માં ગૃહસ્થી નું , ઘર હર્યું ભર્યું છે;
આનંદ છે બસ મોજ મસ્તીનું જીવન અહીં;
ભેદભરમ મિટાવી ને,મન મનોલયમાં ઠર્યું છે;

દ્વૈત માં જીવન જીવી અદ્વૈત બનવાની સાધના નું નામ પ્રેમ છે.
પ્રેમ એટલે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને નિર્મળ ચિત્ત નું
યુગલ સ્વરૂપે વહેતું ગૃહસ્થી નિર્મળ ઝરણું છે . ૐ ૐૐ...

પરપોટા જેવું , જીવન , ફુટી જવૂ સહજ માં
સ્વાભાવિક જલમય, થ‌ઈ જવું સહજ માં

વહી જવું વાયુ સંગે, મહેકતા રહેવું ગુણો માં
જીવન શક્તિ પ્રાણ મય ,થ‌ઈ જવું સહજ માં

પ્રેમ એટલે જ ઈશ્વર નું દ્વેત ભાવનું રાધાકૃષ્ણ નું યુગલ સ્વરૂપ.
પ્રેમ એટલે શાશ્વત શાંતિ આનંદ અને રસ રોમાંચ નો દરિયો.
પ્રેમ એટલે વ્યાખ્યા થી પર, મૌન માં નજર નું નૂર ભરપૂર.
પ્રેમ એટલે આત્મચેતના ની દેહ દ્વારા ભાવની અભિવ્યક્તિ.
પ્રેમ એટલે નિર્મળ નિર્લેપભાવે અનાસક્તિ માં શરણાગતિ હોવી
પ્રેમ એટલે દર્દ વેદના ઝખ્મો પર હૂંફાળી મલમપટ્ટી નું હોવું.

જેને વ્યાખ્યા પરિભાષિત કરે તો , તે પ્રેમ હોય શકે નહિ.
પ્રેમ એ સ્વયં ની દ્વેત સ્વરૂપ ની અનુભૂતિ છે. અહેસાસ છે આત્મ ભાવ અને લાગણી ના તાણાવાણા છે.

પ્રેમ નું સ્વરૂપ એક છે જ , જેમાં સમર્પણ ની ભાવના ત્યાગ ને બલિદાન ના સ્વરૂપ માં હોય છે. પછી એ સ્વરૂપ પુરૂષ અને પ્રકૃતિ ના અનંત દ્વેત ભાવ માં પરિણમે છે.એ સાંસારિક
વિવેક શીલતા નો પ્રેમ છે.

???=======???======???