ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં પુરપાટ જતી કાર અચાનક ઉભી રહી. વરસાદ નો પ્રવાહ વધારે હતો. આ પ્રવાહ સીધો કારના કાંચ પર પડતો હતો. વળી કારના વાઈપર્સ કાચ સાફ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. યુવાન એ કોઈ સુરક્ષિત સ્થાને આશય લેવાનો નિર્ણય કર્યો. આમ, તે કોઈ સુરક્ષિત સ્થળ ની શોધમાં આગળ વધવા લાગ્યો. પાસે જ એક શોર્ટકટ હતું. એ શોર્ટકટ તરફ તેણે કાર વાળી. આગળ થોડે દુર પ્રકાશ પડી રહ્યો હતો. આમ, યુવાન એ પ્રકાશ તરફ આગળ વધ્યો. એ પ્રકાશ એક ટી હાઉસ નો હતો. એક વૃદ્ધ વ્યક્તિ એ ટી હાઉસમાં ચાં બનાવી રહ્યો હતો. યુવાન આશ્ચર્યમાં પડ્યો. તેણે વિચાર્યું કે, ' રાત્રીના બે વાગ્યે આ ટી હાઉસ કેમ ઓપન છે? અને એ પણ આવા વરસાદ મા?'
"કાકા!આટલી રાત્રે પણ ટી હાઉસ ઓપન છે? મારું મતલબ ખુલ્લું છે. અને ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. આ સમયે કોણ આવે?"
" દીકરા! તારા જેવા કેટલાય વ્યક્તિ નીકળે. અને વરસાદ ને આપણે લેવા કે દેવા? એ એનું કામ કરશે. અને હું મારું કામ કરૂં જ છું."
"પણ કાકા! અડધી રાત્રે ડર ન લાગે? ક્યારેક ડર લાગતું હશે?"
"ના દીકરા! ડર કેમ લાગે? વિશ વર્ષ થી ચા વેચું છું. આજ સુધી ડર લાગ્યો નથી. જોકે, એવા બનાવો બન્યા છે. પરંતુ, તેને હું યાદ રાખતો નથી."
"બનાવો? મતલબ? ક્યાં બનાવો? કેવા બનાવો?"
"દીકરા! તું બેશ. અને આ ચા પી. તને નિરાંતે કહું. બનાવો તો કેટલાક બન્યા છે. પરંતુ, એ આવી જ વરસાદી રાત હતી. એક સ્ત્રી પગપાડી આવી રહી હતી. મેં મોબાઈલમાં જોયું તોહ, બે વાગ્યા હતા. બસ પછી શું? હું થોડો ડરી ગયો. એ સ્ત્રી મારી તરફ આવી રહી હતી. લાલ સાડી, ખુલ્લા વાળ, લિલી ચુડીઓ વગેરે કોઈ ને પણ ડરાવવા માટે કાફી હતા. મેં ડરને કારણે આંખો મીંચી નાખી. પાંચ મિનિટ બાદ જોયું તો એ સ્ત્રી અદ્રશ્ય. ત્યારબાદ, હું બેભાન થઈ ગયો. થોડા દિવસો બુખાર પણ આવ્યો-" કાકા એ પાણી પી અને વાત આગળ ચલાવતા કહ્યું.
"એ ઘટના બાદ, એ સ્ત્રી મને ચાર પાંચ વખત દેખાઈ. પરંતુ, ખબર નહીં કેમ? પરંતુ, એણે ક્યારેય મને નુકશાન નથી પહોંચાડ્યો. એક કાર વાળી ઘટના પણ બની હતી. તે દિવસે હું અને મારો દીકરો નંદો! બંને ટી હાઉસ પર હતા. રાત્રી ના બે વાગ્યા નો સમય હતો. એક વાઈટ કાર આવી ઉભી રહી. તેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી. સ્ત્રી હતી કે, પુરુષ? સ્પષ્ટપણે કંઈ દેખાયું નહીં. પરંતુ, તેણે અંદર ની બાજુ થી એક શવ બહાર કાઢ્યો. અને તેને રોડ પર ફેંકી કાર લઈ ચાલતો થયો. મેં જોયુ તો અચાનક એ શવ હવામાં ઉડી અદ્રશ્ય થઈ ગયું. મારો પુત્ર ઊંઘી રહ્યો હતો. માટે, તેણે આ ઘટના જોઈ નહીં. મેં આ ઘટના જોઈ. મારી આંખો ને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ મેં શું જોયું? મને કંઈ નહીં થાય ને? આવા કેટલાય વિચારો મનમાં આવ્યા. અને ત્યારબાદ, હું બેભાન થઈ ગયો. આ બીજી વખત હતું જ્યારે, હું આમ બેભાન થયો હતો. છોકરો કહેવા લાગ્યો કે, આ ટી હાઉસ ને બંધ કરી નાખો. પરંતુ, આ મારા પિતા નો વારસો છે. પેઢી ના કાર્ય ને આગળ વધારી રહ્યો છું. પુત્ર એ મને ઘણોય સમજાવ્યો. પરંતુ, હું એક નો બે ન જ થયો. પુત્ર રોજ મારી સાથે અહીં જાગતો. આ બધી ઘટનાઓ હમણાં બંધ થઈ ગઈ છે. પરંતુ, કોણ જાણે? ક્યારે? ક્યાં? કયા સમયે? શું થઈ જાય? પહેલા ડર લાગતું. પરંતુ, હવે આટલા વર્ષો બાદ? ડર? ડર ના જ લાગે."
" આ તો કોઈ હોરર મુવી જેવું લાગે છે. કાકા! તમે સાચું જ કહો છો ને? મને ડરાવવા માટે નથી કહેતા ને?"
"અરે, દીકરા! તું પહેલીવાર મળ્યો છે. તારી સાથે હું મજાક કરું?"
"તો તમે સાચા. તમે નામ ન કીધું તમારું?"
"મારું નામ તે લખો. વંગ ગામનો રહેવાસી હતો. હવે, આ પાસે ના ગામમાં ઝૂંપડી વસાવી છે. એક પુત્ર છે. કામમાં મારો હાથ બટાવે છે. બાકી પરિવારમાં કોઈ જ નથી."
"વંગ? લ્યો! હુંય વંગ નો જ છું. ઓલા, ભમજી નાથા નો પુત્ર. મારું નામ તોહ, સંજય પણ વ્હાલસોયો નામ સામો!"
"ભીમજી? એતા મારો નાનપણનો મિત્ર છે. હમણાં તો મળ્યો નથી. પરંતુ, પહેલા ક્યારેક મળવાનું થતું."
"હાલો કાકા! આ તમારા રૂપિયા. હવે હું નીકળું. વરસાદ બંધ થઈ ગયો છે. પરંતુ, ક્યારે વરસી પડે? એ નક્કી ન કહી શકાય".
" ભલે દીકરા! સંભાળી ને જજે. તારા પિતા ને મારી યાદ આપજે".
"કાકા! પિતા તો હવે રહ્યાં નથી. પરંતુ, એ તમને જરૂર સાંભળી રહ્યા હશે."
"દીકરા! જીવન અને મૃત્યુ તોહ, સંસાર નો નિયમ છે. આ ચક્ર ચાલ્યા જ કરે. હવે, તું જા મોડું ન કર."
આમ, સંજય તેના ઘેર જવા માટે નીકળે છે. લઘભગ પંદર એક મિનિટમાં એ વંગ પહોંચે છે. ઘણા વર્ષો બાદ, તે ઘેર આવ્યો હતો. આમ, તેનો પરિવાર તેને જોઈ અને રાજીરાજી થઈ ગયો. તેણે પરિવાર સાથે થોડી ચર્ચા પણ કરી. અને લખા કાકા વિશે પણ જણાવ્યું. તેમના ટી હાઉસ વિશે પણ વાત કરી.
"હે માં! મારો દીકરો ક્યાં એની અડફેટે ચડ્યો? એ ચા વાળો ક્યાં દેખાયો આને? એમાંય વાતો કરી એ ઠીક પણ, તેની ચા ક્યાં પીધી?" સંજય ની માતા એ કહ્યું.
"માં! તું આ શું બોલી રહી છે? બસ ચા જ તો પીધી છે."
"અરે, એ ચા નહોતી. એ ચા ને લીધે તું આત્માના વશ માં આવી જવાનો છે. અને ધીરેધીરે ચોવીસ કલાકમાં-" વાક્ય અધૂરું મૂકી તેમના આંખ માંથી, ટપટપ આંશુ વર્ષી પડ્યા.
"અરે, જીવતો જાગતો વ્યક્તિ હતો. આત્મા નહોતી. આ આત્માઓની વાત તેણે કરી! પરંતુ, હતો તો માનવી જ ને?"
"એય, જલ્દી થી મેપા ભગત ને બોલાવો. મારા દીકરા ને એ આત્મા વળગી."
" અરે, માં મને કંઈ નથી થયું. આમ, રડે છે કેમ? કંઈ નઈ થાય મને".
એટલા માં તો સંજય ની બહેન મીના દોડતી દોડતી આવી.
"માં! ભગત કાકા તો બહાર ગામ ગયા છે. તેમના પાડોશી ને કહીને ગયા છે. કહ્યું છે કે, બે- ત્રણ દિવસે પરત ફરશે".
"દીકરા! બે ત્રણ દિવસ નો સમય નથી. હવે શું કરશું?"
"માં! ઓલા વેણુ કાકા ને બોલાઉ? એય આ બધું જાણે જ છે."
" દિકરા! તેઓ હમણાં ક્યાં અહીં ટકે જ છે? ક્યારેક ઝૂંપડીએ હોય ક્યારેક અહીં".
અચાનક સંજય ના ચીખવાનો અવાજ આવ્યો. બધાય સંજય પાસે દોડી ગયા. ગામ એકઠું થઈ ગયું હતું. અચાનક સંજય પલંગ પર થી નીચે પડ્યો. તેનો શરીર ખેંચાઈ અને દીવાલમાં અથડાયો. તે લોહીલુહાણ થઈ ગયો. ફરીવાર તે દીવાલ સાથે અથડાયો. ગામ વાસીઓએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, અચાનક સંજય નું શરીર હવામાં ઉડી અને , બારી બહાર ની તરફ નીકળી ગયો. ગામ વાસીઓ તેની પાછળ દોડ્યા. સંજય નો ઉડતો શરીર એક ઘર ની છત પર જઈ અને પછડાયો. તેના શરીરના માથાનો ભાગ બહાર આવી ગયો. માંસ ના પોપચાં ઉડી રહ્યા હતા. તેની માતા થી આ બધું જોવાઈ નહોતું રહ્યું. ફરી તેનો શરીર હવામાં ઉડયો. અને ત્યારબાદ એક લોખંડના ધારદાર ખીલ્લામાં જઈ અને અલગ થઈ ગયો.
"એ આ શું થયું? એ ગોઝારા એ ફરી જીવ લીધો. પહેલા મારા પતિ અને હવે? હવે મારો પુત્ર". સંજય ની માતા રડતા-રડતા બોલવા લાગ્યા.
કોણ કરી રહ્યું છે આ? અને એ ટી હાઉસ નું રાઝ શું છે? આ બધું જાણવા માટે વાંચતા રહો.
ક્રમશઃ