Mathabhare Natho - 22 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 22

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માથાભારે નાથો - 22


રાઘવ અને ત્રણેય દોસ્તો નાથો, મગન અને રમેશ સંઘવી બ્રધર્સની ઓફિસમાંથી નીચે ગણેશ હોટલ
માં જમવા પહોંચ્યા ત્યારે બપોરના બે વાગ્યા હતા. નરશી માધા, એ જ વખતે સંઘવી બ્રધર્સના સેલ વિભાગમાં પહોંચ્યો હતો. સેલમાં એને બે ત્રણ જણ ઓળખતા હતા. સવજીએ જે હીરા નરશીને બતાવ્યા હતા એ પ્રકારની ક્વોલિટી હોય તો તે બતાવવાનું કહીને એ બેઠો.
એસોર્ટરે નરશીને અલગ અલગ રફ બતાવી.પણ નરશીને જોઈતો માલ એમાં નહોતો. હીરાની ક્વોલિટી સારી હતી, અને ભાવ પણ નરશીને પોસાય તેવો જ હતો. વળી નરશીની શાખ પણ આ કંપનીમાં હતી એટલે એને આરામથી જોઈએ એટલી રફ અને કમાઈ શકાય એવા હીરા ઉધારમાં પણ મળી શકે એમ હતા. છતાં એનું મન સવજીએ બતાવેલા પેકેટ જોઈને ડહોળું થઈ ગયું હતું. એને પોતાનો માલ મુંબઈ અને એ પણ સંઘવીમાં આવ્યો હોવાનો શક પડી ચુક્યો હતો.
"શેઠ છે ? મારે એમને મળવું છે..
કહોને.. સુરતથી નરશી માધા મળવા માગે છે.." નરશીએ એને બતાવવામાં આવેલા હીરાનું પેકેટ પાછું આપતા કહ્યું.
પેલાએ ઇન્ટરકોમથી મેઈન ઓફિસમાં નરશીની મુલાકાત માટે પૂછ્યું.અને અંદરથી મળેલો જવાબ સાંભળીને નરશીની કહ્યું
"સાંજે પાંચ વાગ્યે આવો.."
"વાંધો નહીં."કહીને એ ઉભો થયો.
અને કંઈક યાદ આવ્યું હોય તેમ ફોન પોતાની તરફ ખસેડીને રમણને ફોન લગાડ્યો.
"રમણ, તું એમ કર..અહીં નીચે જ બજારમાં ગણેશ હોટલમાં આવી જા..આપણે જમી લઈએ..પછી મારે બીજા એક બે કામ છે એ પતાવું...સંઘવીમાં મને પાંચ વાગ્યાનો સમય મળ્યો છે.."
સામે છેડેથી રમણે હા પાડી એટલે એ ઓફિસમાંથી બહાર નીકળ્યો અને લિફ્ટ તરફ ચાલવા લાગ્યો.
બરાબર એ જ વખતે નાથાવાળી મંડળી લિફ્ટમાં પ્રવેશીને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવી ચુકી હતી.
જો નરશી, રમણને ફોન કરવા રોકાયો ન હોત તો ઓફિસના એ ફ્લોર પર જ નરશીની મુલાકાત રાઘવ સાથે થઈ જાત..!
ગણેશ હોટલની ગુજરાતી થાળી
ખૂબ જ વખણાતી હતી.રાઘવ અને ત્રણેય દોસ્તો ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ ભીડ હતી.પણ એ જ વખતે એક ટેબલ ખાલી થતા એ લોકો ચાર થાળીનો ઓર્ડર આપીને જમવા બેઠા. એ ટેબલ એ.સી. હોલમાં છેક અંદર હતું. એ હોલમાં બે બે જણ સામસામે બેસી શકે તેવા ટેબલની ત્રણ લાઇન હતી. રાઘવ અને મિત્રો દીવાલ પાસેની લાઈનમાં છેલ્લા ટેબલ પર બેઠા હતા.
નરશી હોટલના પ્રવેશદ્વારમાં આવ્યો ત્યારે રિશેપશન કાઉન્ટર પર બેઠેલા મેનેજરે કેટલા વ્યક્તિ છો એમ પૂછ્યું.
"બે જણ છીએ, પણ મારી જોડે જે જમવાના છે એ આવે છે એટલે થોડીવાર પછી જમવું છે.."
નરશીએ કાઉન્ટર સામે ગોઠવેલા સોફા પર બેસતાં કહ્યું.
"કોઈ વાંધો નહીં.."કહીને મેનેજર એના કામમાં લાગી ગયો.
ગણેશ હોટલ પંચરત્ન ટાવરથી થોડે દુર મેઈન રોડ પર જ હતી. કાચના પ્રવેશ દ્વાર આગળ દસેક ફૂટ ખુલ્લી જગ્યા અને નાનું પાર્કિંગ પણ હતું.એ જગ્યામાં હોટલની દીવાલે મુકેલા કુંડામાં જુદા જુદાં છોડ ઉગાડેલા હતા.
રિસેપ્શન કાઉન્ટરની બાજુમાં જ અંદર જવાનું બીજું કાચનું બારણું હતું.જે મેઈન હોલ હતો. અને એ હોલમાં પ્રવેશદ્વાર પાસે જ એક સીડી ઉપર તરફ જતી હતી.એને એ સીડીના છેલ્લા પગથિયાં પર જ ફેમિલી રૂમનો કાચનો દરવાજો હતો. રાઘવવાળી મંડળી નીચેનાં હોલમાં જ ખૂણામાં બેઠી હતી.
એ હોલની એક બે બાજુની દીવાલો પર સુંદર ચિત્રો અને હોટલમાં બનતી અલગ અલગ વાનગીઓની ડિશોના પોસ્ટર લગાવેલા હતા.અને સિલિગમાં પણ અવનવી ડિઝાઇનમાં ઝાંખો પ્રકાશ ફેંકતી લાઈટો લગાવેલી હતી. સિલિંગના મધ્યભાગમાં ચોરસ ઝૂમરમાં બ્લુ અને યલો લાઈટના શેડવાળી લાઈટ મંદ મંદ પ્રકાશ ફેકતી હતી. અને સિલિંગમાં લગાવેલા સ્ટીરિયોમાંથી ખૂબ જ ધીમા અવાજે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝીકમાં હિન્દી સોંગ વાગી રહ્યા હતા. એ હોલમાં પ્રવેશદ્વાર વાળી દીવાલને છેડે વોશરૂમનો દરવાજો અને એ દરવાજાની બાજુમાં જ કિચનનું પ્રવેશદ્વાર હતું.એની ઉપર નો એન્ટ્રીનું લાલ લાઈટમાં લખેલું બોર્ડ ઝગમગી રહ્યું હતું.
નરશીએ સોફા આગળ પડેલા છાપાઓ ઉથલાવ્યાં. હિન્દી,મરાઠી અને ગુજરાતી છાપા પડ્યા હતા.
દસેક મિનિટ પછી રમણ આવ્યો એટલે મેનેજરને જગ્યા છે કે નહીં તે પૂછ્યું. મેનેજરે, ટેબલની વ્યવસ્થા જોતા વેઇટરને પૂછ્યું.
"હોલમાં તો હજુ વાર લાગશે, ઉપર ફેમિલી રૂમમાં એકજેસ્ટ થઈ જશે..ઉતાવળ હોય તો આવી જાવ.."
નરશી અને રમણ એ વેઇટરની પાછળ જ મેઈન હોલમાં પ્રવેશીને જમણી બાજુએ રહેલી સીડી તરફ ચાલ્યા. એ જ વખતે હોલના સામેના ખુણામાં બેઠેલા રાઘવે નરશીને જોયો. નાથો અને મગન એની સામે બેઠા હતા.અને રમેશ જમણનો આનંદ લઈ રહ્યો હતો.
નરશીએ સીડી ચડતા ચડતા એક નજર હોલમાં નાખી. બધાં જ ટેબલ પર લોકો જમી રહયા હતા. અચાનક એનું ધ્યાન ખૂણાના એ ટેબલ પર ગયું અને રાઘવની નજર સાથે એની નજર ટકરાઈ.
બન્નેની આંખોમાંથી એકબીજા પ્રત્યે ગુસ્સો પ્રગટ્યો..નરશી, રાઘવને એક તુચ્છ દલાલ સમજતો હતો.જેણે પોતાના હીરા ચોરીને એની બાજુમાં જ બેઠેલા એના આ દોસ્તની રૂમમાં સંતાડયા હતા.
"લે આલે..આ નંગ અહીં ? મારો બેટો મુંબઈમાં જલસા કરે છે,પછી
રામલાને ક્યાંથી મળે..?" કહીને આગળ સીડી ચડતા રમણને કહ્યું,
"એક મિનિટ..રમણ હું આવું છું..
તું ટેબલ પર બેસીને ઓર્ડર આપ."
નરશી સીડી ઉતરીને રાઘવના ટેબલ તરફ ચાલ્યો.
"મુસીબત આવી રહી છે..@#$નો આયાં પણ હખ નઈ લેવા દે.." રાઘવે ગાળ દઈને કહ્યું.
મગન, નાથા અને રમેશ એ સાંભળીને ચમક્યા.નાથો અને મગન, રાઘવને કંઈ પૂછે એ પહેલાં જ નરશી આવી પહોંચ્યો.
"તો આયાં ડેરા તંબુ નાખ્યા છે ઇમને..? "કહીને નરશી ઉભો રહ્યો.
એ સાથે જ એણે નાથા અને મગનને જોયા.
"આવો ને નરશીશેઠ..કેમ છે હવે તમારી તબીયત..?" રાઘવે હળવેથી કહ્યું..
"હા, અલ્યા..આ તો ઓલ્યા ભાઈ છે ને..તે દી રાત્રે માણસો લઈને આવેલા..પછી આપડે હોસ્પિટલ માં મળેલા નહી..? તમારો રામો ભરવાડ હારે નો આવ્યો ?" કહીને નાથો હસ્યો.
"તો આખી ટોળકી આયાં જ છે ઇમને..રાઘવા..હજી મારા હીરા તેં જ્યાં સંતાડયા હોય ન્યાથી લાવીને મને આપી દે..અને ઓ માસ્તર તું પણ સાંભળી લે..ચોરીના હીરા તે સંતાડયા'તા..હું પોલીસ કેસ કરીશ.." નરશીએ નાથાને જવાબ આપ્યા વગર જ રાઘવ અને રમેશ તરફ આંગળી લાંબી કરીને કહ્યું.
રાઘવ અને રમેશ કંઈ જવાબ આપે એ પહેલાં જ નાથો નરશી તરફ ફર્યો..
"જો ભઈ તું જે હોય ઇ, અત્યારે અમને નિરાંતે ખાવા દે..તારે જ્યાં ભડાકો કરવો હોય ન્યા કરી લેજે.
અને તેં રાઘવનું અપહરણ કરાવી
ને એને રામા ભરવાડના તબેલામાં કેદ કરી રાખ્યો'તો એ બદલ અમે તારી સામે ફરિયાદ નથી કરતા એનો તું આભાર માન.. અને હવે રળવામાં ધ્યાન આપવા માંડ,બાકી જો તું એમ માનતો હોય કે અમે તારાથી બીય જાશું તો તું ખાંડ ખાય છે..હાલ નિકળ હવે.."
"હું જોઈ લઈશ તમને લોકોને.." કહીને નરશી ચાલતો થયો.એટલે નાથો ઉભો થઈને બોલ્યો, "જોવો છે અત્યારે જ બતાડું.."
મગને નાથાને હાથ પકડી હેઠો બેસાડતા કહ્યું, "નરશી માધા..તું અમારી હારે પંગો લેવો રે'વા દે.."
"વાંધો નહીં.. જોઈ લેશું હવે.." કહીને નરશી ડોળા કાઢતો કાઢ્યો દાદર ચડી ગયો.
એમની વચ્ચે થતી આ બબાલ એક વ્યક્તિ દૂરના ટેબલ પરથી જમતા જમતા જોઈ રહ્યો હતો.
એ વ્યક્તિ હતો રવજી ઠુંમર ! સુરતના હીરા બજારમાં એની પણ ઓફીસ હતી.અને મોહનની ચાલમાં એની પચાસ ઘંટીનું ખૂબ મોટું કારખાનું હતું.નરશી માધાને એ ઓળખતો હતો. ઘણીવાર એની ઓફિસેથી એણે હીરા ખરીદ્યા હતા. આ ચાર જણ જે રીતે નરશી જોડે વાત કરતાં હતાં એ જોઈને તે નવાઈ પામ્યો હતો.
અને નાથાએ કહેલી રામા ભરવાડ
ની વાત સાંભળીને તેના કાન ચમક્યા હતા. મોહનની ચાલમાં એન્ટર થતા જ ડાબી બાજુ એક ચાની હોટલ અને પાનનો ગલ્લો હતો, ત્યાં જ આ રામો ભરવાડ પોતાનું બુલેટ લઈને ઉભો રહેતો. એના ધંધા વિશે ભાગ્યે જ કોઈ કારખાનેદાર નહીં જાણતો હોય !
રવજી ઠુંમરનું કામકાજ ઘણું મોટું હતું.મોહની ચાલનું "શ્રીજી કૃપા" નામનું બિલ્ડીંગ એનું પોતાનું જ હતું અને એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ અને ઉપરના બે માળમાં કારખાનું ચાલતું હતું. ત્રીજા માળે રવજીની ઓફીસ હતી. ત્યાં હીરાના એસોર્ટથી લઈને અલગ અલગ મેન્યુફેક્ચરિંગ માટેનો માલ તૈયાર થતો.અને કારખાનમાંથી તૈયાર થયેલો માલ વેચવા માટે રેડી કરવામાં આવતો.
રવજી ઠુંમરના કારખાનામાં બેસતાં કેટલાક કારીગરો હીરાનું બદલું મારતા.રામો ભરવાડ ચાની કીટલી પર બેઠા બેઠા જ રોજ રાત્રે આ હીરા ખરીદી લેતો.અને નરશી માધા જેવા ઘણા વેપારીને ઊંચા ભાવે વેચતો.
એ સમયે કારીગરને પોતાના કારખાનામાં કામે બેસાડવા(હીરા ઘસવાના કામે) માટે એની યોગ્યતા પ્રમાણે એડવાન્સમાં રૂપિયા આપવા પડતા.આ રકમને "બાકી" કહેવાતી. કારખાનાના શેઠની જરૂર અને કારીગરની હોશીયારી મુજબ બાકીની રકમ નક્કી થતી. પાંચ હજારથી માંડીને બે લાખ સુધીની રકમ "બાકી"તરીકે કારીગરોને આપવી પડતી. જેના બદલે એ કારીગર બાકી આપનાર શેઠને ત્યાં કામે બેસતો, અને પોતાના પગારમાંથી દર મહિને આ રકમ શેઠને પાછી આપતો.
અમુક કારખાનેદારો સારા કારીગરને પોતાને ત્યાં બેસાડવા માટે એની બાકી ભરી દેતા.અને વધુ પૈસા એ કારીગરને આપતા. આમ હીરાના કારખાના ચલાવતા શેઠિયાઓ એકબીજાના કારીગરોને ખેંચી લેતા.જેનો અમુક કારીગરો લાભ લેતા.
ઘણી વખત એવું પણ બનતું કે કારીગરને અપાયેલી બાકીનું એ લોકો બુચ મારતા. એટલે કે બાકી લઈને ભાગી જતા. પોતાના વતનનું ખોટું સરનામું જણાવીને અમુક સમય સુધી કારખાનામાં કામે બેસીને શેઠનો વિશ્વાસ જીતી લેતા.ત્યાર બાદ પચીસ પચાસ કે લાખ રૂપિયા બાકી મેળવીને નાસી જતા. આવા કારીગરોને શોધવાનું અને એમની પાસેથી બાકી વસુલવાનું કામ રામા ભરવાડ જેવા માથાભારે માણસો કરતા. રામો ભરવાડ પોતાના જ માણસોને આવા કારખાનાઓમાં અમુક સમય બેસાડીને બાકી લેવડાવતો. અને એ બાકીમાં પોતાનો પચાસ ટકા ભાગ રાખીને આવા કારીગરોને ગુમ કરી દેતો.અને ત્યારબાદ એ શેઠ પાસેથી આ બાકી વસુલવાનો કોન્ટ્રાકટ લઈ લેતો.અને વર્ષે બે વર્ષે એ કારીગરને પકડીને શેઠ સામે હાજર કરતો અને પોતે વચ્ચે રહીને પચાસ ટકા રકમમાં પતાવટ કરતો. જે રકમ કારીગરે જ ભરવાની રહેતી.રામો ભરવાડ આવા ધંધાઓમાં ખૂબ પારંગત હતો.રવજી ઠુંમર આ બધી બાબત
સારી પેઠે જાણતો હતો.
રામો ભરવાડ,વિરજી ઠુંમરનાં કારખાનાના આવા ઘણા કારીગરો સાથે સાંઠ ગાંઠ રાખતો હતો. અને વિરજીને આડકતરી રીતે ખૂબ નડતો હતો.એટલે એને પાઠ ભણાવવા માટે ઘણા સમયથી એ વિચારતો હતો.પણ રામા ભરવાડને નરશી માધા જેવા કેટલાક વેપારીઓએ પાળી રાખ્યો હતો.એટલે એની પીઠ મજબૂત હતી.નાથા અને નરશી વચ્ચે થયેલી બોલાચાલી એણે સાંભળી હતી.
કાઉન્ટર પર પોતાના જ બિલ સાથે એણે રાઘવ અને નાથામંડળ
નું બિલ ચૂકવી દીધું.અને મુખવાસ લઈને જે સોફામાં નરશી બેઠો હતો ત્યાં બેઠો.
થોડીવારે રાઘવ અને ત્રણેય દોસ્તો જમીને કાઉન્ટર પર આવ્યા.અને બિલ માગ્યું.
"તમારું બિલ ચૂકવાઈ ગયું છે.."
કાઉન્ટર પરના કેશિયરે કહ્યું.
"બિલ ચૂકવાઈ ગયું ? કોણે ચૂકવ્યું ?" રાઘવે પાકીટ કાઢીને પૂછ્યું.
કેશિયરે સોફામાં બેઠેલા રવજી તરફ ઈશારો કર્યો.એટલે ચારેય જણે રવજી તરફ જોયું.
"કઈ ખુશીમાં તમે અમારું બિલ ચૂકવી દીધું..? હું કે મારા આ ત્રણેય દોસ્તોમાંથી તમને કોઈ ઓળખતું હોય એમ હું માનતો નથી બોસ..? તો આ કૃપા કરવાનું કારણ કહેશો ?" રાઘવે, રવજીને પૂછ્યું.
"કારણ કે તમે કાઠિયાવાડી છો ને ! હું પણ કાઠિયાવાડી છું..આપણે બધા ભાઈ ભાઈ કહેવાય. તો મોટો ભાઈ નાના ભાઈઓને જમાડે એમાં શું નવાઈ ની વાત છે યાર.."
રવજીએ હસતા હસતા કહ્યું.
"ના ના..કંઈક ગળે ઉતરે એવી વાત કરો..એમ કોઈ કાઠિયાવાડી બીજા કાઠિયાવાડીને ખવરાવે, અને એ પણ અહીં મુંબઈમાં..અને પાછું આ હીરા બજારમાં..? હે હે હે..લાભ વગર લાલો લોટ નો આપે
અમે કોઈનો અહેસાન માથે ચડાવતા નથી..મહેરબાની કરીને તમારા પૈસા પાછા લઈ લો..અમે કંઈ ભિખારી નથી હમજયા.."
રાઘવે સહેજ ગરમ થઈને કહ્યું.એ જાણતો હતો કે આ વ્યક્તિને ભલે એ ઓળખતો નથી, પણ એને કંઈક સ્વાર્થ હશે જ..!
"શું યાર..તમે પણ..મારે તમારી સાથે પરિચય કરવો હોય તો આટલું તો કરવું જ પડે..તમે ચાર મિત્રો છો અને હું પાંચમો થઈ જાઉં તો તમને કંઈ વાંધો છે..?"રવજીએ
હસીને કહ્યું.
અત્યાર સુધી ચૂપ રહેલા નાથાએ હવે કેસ હાથમાં લીધો.રવજીની બાજુમાં બેસીને એણે રવજીને કહ્યું, " મેઈન પોઇન્ટ પર આવો બોસ..બોલો મિત્રતા કરવી છે ? એમ કોઈ અજાણ્યા સાથે અમે મિત્રતા કરતા નથી..કામ બોલો..
કરવા લાયક હશે તો કરી આપીશું અને એના પૈસા પણ લેશું.."
"સુરતથી જ આવ્યા છો ને કે આયાં મુંબઈમાં જ રહો છો..?"
રવજીએ પૂછ્યું..
"સુરતથી જ છીએ..આ રાઘવ અહીં છે..અમે સુરતથી આવ્યા છીએ..પણ અમે ત્રણમાંથી આ મગનને હીરા ઘસતા આવડે છે, મારે શીખવાના છે..બોલો અમેં શું કામમાં આવી શકીએ એમ છીએ ?" નાથાએ કહ્યું.
"સારું..મોહનની ચાલમાં શ્રીજી કૃપા બિલ્ડીંગ જોયું છે ? ન જોયું હોય તો વરાછારોડ પર બરોડા પ્રિસ્ટેજ આવીને કોઈને પણ પૂછજો એટલે બતાવી દેશે,શ્રીજી કૃપામાં આપણી પચાસ ઘંટી ચાલે છે,ત્રીજા માળે મારી ઓફીસ છે,હું હજી ત્રણ દિવસ મુંબઈમાં જ છું. તમે ચાર પાંચ દિવસ પછી સવારે અગિયાર વાગ્યે મને મળવા આવજો, હું કામ બતાવીશ..જો તમારાથી થાય તો.."રવજીએ કહ્યું.
"જોવો ભાઈ..શુ નામ તમારું ?" મગને પૂછ્યું..
"રવજી ઠુંમર.."
"હા, તો રવજીભાઈ..તમે અમારી ઉપર સાવ ખોટો કળશયો ઢોળ્યો છે..અમે તો કોલેજમાં ભણીએ છીએ અને હું મોહનની ચાલમાં જ છગન આટકોટના કારખાને પાર્ટ ટાઈમ ઘાટ કરું છું..અને આ રમેશ કાપોદ્રાની એક સ્કૂલમાં શિક્ષક છે, એટલે અમે તમારા કંઈ કરતા કંઈ કામના નથી.."પછી રાઘવ તરફ ફરીને કહ્યું, "રાઘવ બીલના પૈસા આપી દે ભાઈને...કોઈ ગરીબ ગુરબા ઉપર દયા કરજો.અમે તો અમારું ફોડી લેવી એવા છીએ.."
રાઘવે બીલના પૈસા પરાણે રવજી ને આપી દીધા.થોડી આનાકાની કરીને પૈસા પાછા લેતી વખતે રવજીએ કહ્યું..
"તો પછી તમે આ નરશી માધાને કેવી રીતે.."
એ સાંભળીને ચારેય હસી પડ્યા.
"તો વાત એમ છે..એમ ને ! તમારે નરશી માધા સાથે શુ ઓળખાણ છે ઇ કયો હવે.." નાથાએ કહ્યું.
"એક કામ કરો..તમારું એડ્રેસ આપો..હું સાંજે તમને મળું.. કઈ હોટલમાં ઉતર્યા છો ?"રવજીએ કહ્યું.
"અમે હોટલમાં નથી ઉતર્યા. મીરારોડ પર સાવન પ્લાઝામાં હું રહું છું..ફ્લેટ નં 904. સાંજે આવો, વાત કરીએ..બરાબર..?" રાઘવે કહ્યું.
"વાંધો નહીં.. છગન અટકોટને મારું નામ આપજો ને..! રચના સોસાયટીમાં રહે છે ને ? "રવજીએ ઉભા થઈને મગનને કહ્યું.
"હા..તમે કેવી રીતે ઓળખો ? અમે એમના મકાનમાં જ ભાડે રૂમ રાખીને રે'વી છી.."રમેશે કહ્યું.
"એ બધી વાત કરીશું નિરાંતે, સાંજે હું આવીશ.." કહીને રવજી બજારના ટ્રાફિકમાં ઓગળી ગયો.
ચારેય મિત્રો એને જતો જોઈ રહ્યા.
"તો તું જ રવજી ઠુંમર એમને.." રાઘવે રવજી ઠુંમરનું નામ હીરા બજારમાં ઘણીવાર સાંભળ્યું હતું. વરાછારોડ પરના મીની હીરા બજારમાં રવજી ઠુંમર ઘણું મોટું નામ હતું.
રવજી ઠુંમર એક વ્યક્તિ નહીં પણ ઊંડી ખાઈ આડો પડેલો પથ્થર હતો એની આ ચારેય દોસ્તોને એ વખતે ખબર નહોતી.
* * * * * * * * * *
"આજ થોડા કામ નિપટાવી લઉં.. તમેં ત્રણેય પિક્ચર જોઈ આવો.. ત્રણ થી છ નો શો છે..અહીંથી તમને ટેક્ષી કરી આપું છું..સાંજે સીધા જ ફ્લેટ પર આવી જજો.." રાઘવે રમેશને હજાર રૂપિયા આપતાં કહ્યું.
"અલ્યા પૈસાની કાંઈ જરૂર નથી..
અમારી પાંહે છે.."રમેશે હજારની નોટ પાછી આપતા કહ્યું.
નાથાએ એ નોટ વચ્ચેથી આંચકી લેતા કહ્યું, "અમારી પાંહે નથી, તારી પાંહે હોય તો ભલે..આપડે આંય રાઘવના મેં'માન છી..એટલે ખરચ ઇ કરે તો કંઈ વાંધો નથી.. અને એને ફેર નહિ પડે..તું કાલ ઉછીના ગોતવા નિકળીશ..હું અને મગનો હાવ લુખેશ સીવી ઇ તો તને ખબર જ છે.. એટલે બવ ડાયું થા માં.."
ચારે'ય હસી પડ્યા. બજારમાંથી બહાર નીકળીને રાઘવે ટોકીઝ સુધીની ટેક્ષી ભાડે કરી આપી.
"કાલે સવારે આપણે બોમ્બે દર્શન ની બસમાં મુંબઈ જોવા જઈશું..
કાલે રવિવાર છે એટલે રજા હોય.."
"હા વાંધો નહીં દોસ્ત..તું તારું કામ પતાવ..ધંધો પહેલા.." કહીને ત્રણેય ટેક્ષીમાં ગોઠવાયા. અને રાઘવ સંઘવી ટાવર તરફ ચાલ્યો.
બજારમાં ભીડ ધીમે ધીમે વધતી જતી હતી. રાઘવ સંઘવી ટાવરની લિફ્ટ પાસે આવ્યો ત્યારે સવજી તાજ ત્યાં આવી પહોંચ્યો.રાઘવનો હાથ ખેંચતા સવજી તાજે કહ્યું, "અરે રાઘવ..તું ક્યાં હતો ? હું તારી ઓફિસે બે વાર આવી ગયો..
પેકેટ બાબતમાં વાત કરવી હતી.."
"આવો ઉપર..મારી ઓફિસમાં વાત કરીએ.."
બન્ને લિફ્ટમાં ઘુસ્યા.
"ઓલ્યો નરશી માધા..વાઇડીનો થાતો'તો..@#ડીનો..મને કેય કે પાર્ટીનું નામ આપ નકર આ માર્કેટમાં દલાલી નઈ કરવા દઉં.. એના બાપની મારકીટ છે..? પછી @#મારીનો કેય કે આ માલમાં મારા હીરા સે..તું ચોરીનો માલ વેચવા લાયો છું..ઇ જધલનાને ખબર નથી કે સંઘવીનું પેકેટ કોઈ દિ ચોરીનું નો હોય..હરામી હાળો."
"ઇ સાચું જ કેતો'તો.."રાઘવ મનોમન બબડયો. પછી સવજીને પૂછ્યું, "પછી તમે નામ આપી દીધું..?"
"ભલામાણસ, કેવી વાત કરછ..હું સવજી તાજ..સુરતમાં અને મુંબઈમાં,ધૂળ નાખીને પેકેટ આપોને તોય મારું નામ પડે એટલે માલ વેસાઈ જાય..ઈ કાંઈ એમનીમ નો હોય...આ વાણિયા કોઈનો વિશ્વાસ કરે ? સવજી તાજ ના પાડે એટલે ઈ માલ કોઈ વેચી જ નો હકે..આવા નરશી માધા જેવા તો હું હેઠે હાથ નાખું તો બેચાર નીકળે..!" સવજીએ એના બે પગ વચ્ચે હાથ અડાડીને કહ્યું.
એ જોઈને રાઘવ હસી પડ્યો.
"ખરા છો હો તાજ તમે...પછી શું થયું..?"
"પછી શું..? ડબલભાવ આપવા તિયાર થયો..મને કેય વાંધો નઈ..
નામ નો આપ તો..પણ માલ તો હું લઈશ જ..અને આવો જેટલો માલ હોય એ બધો જ હું લઈ લવ.. ભાવ તારો તમતારે.."
"એમ ? માલ એટલો બધો એને ગમ્યો..?" રાઘવે લિફ્ટમાંથી બહાર નીકળતા કહ્યું.
સવજી પણ એની પાછળ પાછળ બહાર આવ્યો. બન્ને સંઘવી બ્રધર્સ માં રાઘવને ફાળવેલી ઓફિસમાં આવીને બેઠા.
"હા..એને એમ છે કે મહિધરપુરા મારકિટમાં જી આખલા ધોડેલા..ઇ વખતે આ નરશીને આખલાએ ગોથું ઠોકેલું.. હાળો ઘંટ જેવો છે..
લાખો રૂપિયાનો માલ પર્સમાં નાખ્યો'તો અને ઇ પર્સ ગાડીના હેંડલમાં ભરાવીને મહિધરપુરા હીરા બજારમાં નીકળ્યો..બુદ્ધિ વગરનો..આ તો આખલા ધોડ્યા..
બાકી આવું સાહસ કરાય..? ઈ નું ડોહું કોક ખેંસીને હાલતો થઈ જાય તો વાર'ય નો લાગે..ઇ જી માલ હતો ઇવડો ઇ માલ નરસ્યાને આ પડીકામાં દેખાય સે, પાછો કેય સે કે હું મારા હીરા નો ઓળખું ? અલ્યા બે પાંચ દી ઘરે નો જ્યાં હોય તો બયરૂ'ય ભુલાય જાતુ હોય નયાં આ વળી હીરા ઓળખી જાય....ટાઢા પો'રના ગબકાં ઠોકે છે..મેં તો લય નાખ્યો.." સવજીએ હાહ ખાધો.
"ખોટીનો છે..પણ એને આપડા ભાવે માલ લેવો હોય તો દાબોને..
આપડને શુ ફેર પડે છે..પણ પેમેન્ટ રોકડું જોઈએ.." રાઘવે કહ્યું.
"હું ઈ પૂછવા જ આવ્યો'તો..લે ચા મંગાવ એટલે હું નીકળું.."
રાઘવે ચા મગાવી.રાઘવનું પોતાનું જ પેકેટ છે એ વાત સવજીને ખબર નહોતી. સંઘવીમાંથી માલ વેચવા મળે એ દરેક દલાલ માટે બહુ મોટી વાત હતી.રાઘવ, આ ખૂબ ઊંચી શાખ ધરાવતી પેઢીના નામનો લાભ લઇ રહ્યો હતો.
સવજી ચા પીને ગયો.રાઘવ માલનું એસોર્ટ કરવામાં લાગી ગયો.સાંજે પાંચ વાગ્યે સંઘવી શેઠ સાથે નરશીની મુલાકાત થવાની છે એ ખ્યાલ એને નહોતો. નરશી જો એને અહીં જોઈ જાય તો ?
(ક્રમશ :)