Praloki - 3 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રલોકી - 3

Featured Books
Categories
Share

પ્રલોકી - 3

આપણે જોયું કે પ્રબલ ને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. સુનિલભાઈ અને સરલાબેન ICU રૂમ આવી ને ઊભા હતા. સરલાબેન બેહોશ થઈ ગયા. હવે જાણો આગળ.
સુનીલભાઈ સીધા પ્રલોકી જોડે ગયા ને પૂૂછ્યું, બેટા શું થયું પ્રબલ ને? એ કેવી રીતે સ્યુસાઈડ માાટે ટ્રાય કરી શકે? એ ભણવામાં પણ હોંશિયાર છે, ઘરમાંથી એને કયારેય કોઇ કંંઈ બોલતું નથી. બધાનો લાડકો છે એ ઘરમાં. એકદમ શાંત સ્વભાવ, બધા ની ચિંતા કરનાર, આટલી નાની ઉંમરે એ બહુ સમજદારીથી કામ લે છે. નૈતિકભાઈ એ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ના કરો સુનીલભાાઈ બધું ઠીક થઇ જશે. કોઈ ને ખબર નથી કે આવા સીધા સાદા છોકરા ને શું જરૂર પડી સ્યસાઇડ કરવાની? સ્કૂલ માં તપાસ કરી તો ખબર પડી કે રિઝલ્ટ કાલ જ આવ્યુ એમા પણ એ સેકન્ડ નંબરે પાસ થયો છે. અને એ પણ પ્રલોકી ને ટક્કર આપે તેવા માકર્સ લાવ્યો છે. બંંને વચ્ચે બે માકર્સ નો જ ફરક છે. ગુજરાત માં પણ એનો નંબર આવી શકે એમ છે. સમજાતુ નથી થયુ શું?
સુનીલભાઈ બોલ્યા કદાચ કોઈ છોકરા જોડે વેરઝેર હોય! પ્રલોકી એ કહ્યુ ના અંકલ એવું બને જ નહીં, કોઈ છે જ નહીં કે જેની સાથે પ્રબલ નો ઝઘડો થયો હોય. પ્રબલ બહુ જ ઓછી વાત કરે ને એ પણ એના ફ્રેન્ડ કલરવ જોડે. અરે આજ સુધી એને મારી જોડે પણ વાત નથી કરી. કોઈ ને સમજમાં નહોતું આવતું કે પ્રબલે આવુ કેમ કર્યુ!
નૈતિકભાઈ એ જે ડોક્ટર બોમ્બે થી બોલાવ્યા હતા એ ICU રૂમ માંથી બહાર આવ્યા. બધા એકસાથે પૂછવા લાગ્યા કેવુ છે પ્રબલ ને? ડોક્ટરે બધા ને શાંત પાડયા ને કહ્યુ, પોઇઝન તો બોડીમાથી નીકળી ગયુ છે. અમારો સ્ટાફ બેસ્ટ ટ્રાય કરી રહયો છે. પણ પ્રબલ ની condition બહુ critical છે, કેમ કે હેવી પોઇઝન ના લીધે લીવર ડેમેજ થઈ ગયુ છે, almost fail કહી શકાય. જો liver transplant કરવામાં આવે તો જ પ્રબલ ને બચવાના ચાન્સ છે. તમે જો હા પાડતા હોય તો અમે આગળ કંઈ કરીએ. સુનીલભાઈ સમજી ના શકયા શુ બોલવું. નૈતિકભાઈ તરત બોલ્યા, હા હા જે પણ થાય એ કરો પણ માસૂમ નો જીવ બચાવી લો. મારો ખાસ મિત્ર છે જે organ transplant માટે ફેમસ ડોક્ટર છે. એ બહુ હોશિયાર છે , ડો. ખત્રી નામ તમે તો જાણતા જ હશો ને ડો. પલ્લવ? ડોક્ટરે કહ્યું હા એમને બોલાવો, આપણી પાસે સારા ડોક્ટર હશે ને ભગવાન સાથ આપશે તો પ્રબલ ને બચાવી લઈશુ.
સુનીલભાઈ ચિંતા માં ડૂબી ગયા, નૈતિકભાઈ એ કહ્યુ મને ખબર છે કે એક બાજુ છોકરા નો જીવ ને બીજી બાજુ પૈસા નુ ટેન્શન . હા નૈતિક ભાઈ કયાથી લાવીશ આટલા બધા રૂપિયા? ઘરની લોન , છોકરાઓને ભણવાના ખર્ચ , કયાથી હોય આટલા રૂપિયા? ચિંતા ના કરો સુનીલ ભાઈ, હુ આપીશ રુપિયા , મને ખબર છે છોકરા ને ખોવાનુ દુઃખ શું હોય દોસ્ત. અને આ દોસ્ત શબ્દ એ વર્ષો થી દોસ્તી હોય એવી દોસ્તી થઈ ગઈ. નૈતિકભાઈ પોતાનાથી થાય એ બધું જ કરી છૂટ્યા. પ્રબલ નુ લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયુ.
પ્રબલ ઠીક છે કે નહી એ ડોક્ટર નક્કી કરવાના હતા. પ્રલોકી બહુ ચિંતા માં હતી. પાછલા 3 દિવસથી એને ખાવા પીવા ના કોઈ ઠેકાણા નહોતા પડ્યા. એ સમજી નહોતી શકતી 1st થી 10th સુધી જે છોકરા જોડે ભણી , એની સાથે કયારેય વાત પણ નથી કરી. એવા છોકરા માટે 3 દિવસ બગાડી દીધા હતા. જાન્યુઆરી ના 5 દિવસ જ બાકી છે, 3 માર્ચે પરીક્ષા ચાલુ થવાની છે. આવા ટાઈમે એક સેકન્ડ બગાડી શકાય એમ નહોતુ . ત્યાં તેને પોતાની પ્રકૃતિ વિરુધ્ધ કોઇનાં માટે 3 દિવસ બગાડી નાખ્યા હતા.
સુનીલભાઈ, નૈતિકભાઈ, સરલાબેન, અને પ્રલોકી ડોક્ટર ની કેબીનમાં પહોંચી ગયા. ડોક્ટર બધી ફાઇલ ચેક કરી ને બોલ્યા, mostly રીપોર્ટસ નોર્મલ છે. પણ પ્રબલ ની condition હજી સારી નથી. એટલે એને પંદર દિવસ પછી રજા અપાશે. સુનીલભાઈ બોલ્યા પ્રબલ ભાન માં કયારે આવશે? બહાર પોલીસ વારેઘડીએ પૂછ પૂછ કરે છે. ડોક્ટરે કહ્યું, કલાકમાં ભાન આવી જશે, પણ હાલ કોઈ એવી વાત ના કરતા કે એને stress પડે. હજી પરીસ્થિતી નાજૂક છે.
સરલાબેન બોલ્યા , પ્રબલ ને જમવામાં શું આપવાનું? 3 દિવસથી મારા છોકરા એ આંખ નથી ખોલી, એક કોળિયો મોઢામાં નાખ્યો નથી. બોટલ ને દવાઓ ઉપર જ છે. ડોક્ટરે કહ્યું હુ સમજી શકુ છું મા નુ દિલ. હાલ અહીંથી જ જમવાનું આપવામાં આવશે .તમે ઘરે લઇ જાઓ પછી હળવા ખોરાક થી ચાલુ કરજો. એટલામાં નર્સે આવીને કહ્યું, પ્રબલે આંખ ખોલી છે. પોલીસ અંદર જવા જતી જ હતી ને બધા ની અચરજ વચ્ચે પ્રલોકી પોલીસ ને ધક્કો મારી ને અંદર ઘૂસી ગઈ. સીધો જ પ્રબલ ના શર્ટ નો કોલર પકડીને ગુસ્સામાં બોલવા લાગી, હિંમત કેવી રીતે કરી સ્યુસાઈડ માટે ? વિચાર્યું નહિ તારા મમ્મી પપ્પા વિશે? તારી બહેન વિશે? મારા વિશે??
મારા વિશે જે પ્રલોકી ભાર આપીને બોલી એ કોઈ સમજી ના શકયુ. પણ પ્રલોકી હજી બોલી રહી હતી, તારા શરીર પર તારા એકલા નો હક નથી, તને કોઈ જ હક નથી તુ એને ખતમ કરે. ત્યાં ઊભેલા ટીચર્સ, પોલીસ , ડોક્ટર નો સ્ટાફ, ફેમિલી મેમ્બર બધા જ જોઇ રહ્યા કોઈ કંઈ બોલી ના શકયા. પ્રબલ ની આંખમાંથી ચોધાર આંસુ વહી રહયા હતા. એ કંઈ જવાબ આપી શકયો નહીં. પ્રલોકી નો હાથ પકડી ને એ રોતો જ રહયો, ને પ્રલોકી પણ પોતાના આંસુ રોકી ના શકી. ત્યા ઊભેલા કોઈ ને સમજાતુ નહોતુ કે દસમા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે પ્રેમ છે કે મિત્રતા??
પ્રલોકી ફરી બોલી ઉઠી, તારામા આટલી હિંમત આવી કયાંથી? તુ આવુ કઇ રીતે કરી શકે? અરે પણ બોલ તો પહેલા મે શુ કર્યું? પ્રત્યુષે પૂછ્યું. પ્રલોકી ને ભાન થયું કે એ ફરી એકવાર ભૂતકાળ ને વાગોળી રહી હતી. એ બોલી બહુ ખરાબ સપનું જોયું, કયારેય યાદ કરવુ ના ગમે એવું સપનું. અરે એમા શુ સપના તો આવ્યા કરે , હવે યાદ ના કર જા જઇને ફ્રેશ થઈ જા. પછી જલ્દી બ્રેકફાસ્ટ કરીએ. પ્રલોકી જતી રહી. પ્રત્યુષ જોતો રહી ગયો. એવું તો કયુ સપનુ હશે જેનાથી પ્રલોકી આટલી હેરાન છે. મારી તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહી. શાંતિથી બેસીને વાત કરવી જ પડશે.
પ્રલોકી હવે પ્રત્યુષ ને શુ જવાબ આપશે? પ્રબલ નુ શુ થયું ? બંને વચ્ચે પ્રેમ છે કે મિત્રતા? જાણો આવતા અંકે.