સરકારી ઓફીસ ની બાજુમાં અમીરબાગ નામની એક સોસાયટી ને સોસાયટીની સરૂઆત માં જ એક નાનકડી પાર્લર હતી. આ પાર્લરની સાથે સાથે ચા ની લારી પણ ચાલતી હતી. અને આ લારી અને પાર્લર ચલાવનાર નું નામ હતું માયાકાકા.
માયાકાકા પચાસ એક વરસ ના હતા ને તેમના કેટલાક કેશ સફેદ થઇ ગયા હતા તેમનો અવાજ સ્પષ્ટ, સ્વસ્થ શરીર, નિરોગી, મજબૂત ચાલ, અને તેમના આંખોના અજીબ તેજ સાથે તેમના વ્યક્તિત્વ માં અજીબ સી ખુમારી છલકાતી હતી પણ ક્યારેય તેમના હોંઠો પર હાસ્ય જોવા નહોતું મળ્યું. પણ રોજ સવારના 6 વાગે તેમની લારી પર ચા ઉકળવા માંડતી.
માયાકાકા લગભગ પચીસ એક વરસથી પોતાનુ પાર્લર અહીં ચલાવતા હતા તે છતા તેમના વિસે કોઈ કઈ જણાતું ન હતું હા તેમને સોસાયટીના અને સરકારી ઓફીસ ના ગણા માણસો ચોક્કસ ઓળખાતા હતા.
માયાકાકાની આ દુકાન કે ચા ની લારી ની બાજુમાં બેસવાની સારી એવી સુવિધા હતી જ્યાં ઘણી સંખ્યામાં નાના-નાના ટેબલ અને બેન્ચ હતા. ગણા લોકો અહીં બેસી ફુરસતથી ચા બીડી પીતા.
આ અમીરબાગ સોસાયટીના કોલેજ કરતા કેટલાક મિત્રો આ માયાકાકાના પાર્લર પર સિગરેટ પીવા માટે સાંજે જમ્યા પછી આવતા. અને સિગારેટ પીતા પીતા ગપ્પાં મારતા, એકબીજાની હાંસી ઉડાવતા, પોતાના પ્રેમીકાઓ ની વાતો અને ખુબ સારી મસ્તી કરાતા. માયાકાકા તેમને ક્યારેય ટોકતા ન હતા.
માયાકાકા નો સ્વભાવ દયાળુ હતો પોતાના પાર્લર ની આગળ એક પાણીનું કુંડું લતાકાવતા, અને રોજ કાબર અને ચકલી માટે કંઇક ના કંઇક ચણ નાખતા.
સોસાયટીમાં પ્રવેશતો હરેક માણસ માયાકાકા ની આંખ સામે થી પસાર થતો હતો પણ માયાકાકા કોઈ ની કઈ ખબર રાખતા ન હતા હા ક્યારેક ક્યારેક તેમની નજર રસ્તા પર જ પથરાયેલી રહેતી. જાણે કે કોઇની રાહ ના દેખી રહી હોય.
એક સાંજના સોસાયટીના મિત્રો માયાકાકા ની લારીએ ચા પીવા જાય છે ત્યાં જઇ ને જોયું તો તેમનો એક મિત્ર જેનું નામ હતું રાજન તે એક પછી એક દના દન સિગરેટ પી રહ્યો હતો.
રાજન ને આમ જોઈ યશ નામના એક મિત્ર એ તેના ખભાપર હાથ મુકતા કહ્યું, - ' એ ભાઈ શું થયું..? કેમ આજ આ દેવદાસની જેમ સિગરેટ ફૂંકે હે..'
યશ વાક્ય પૂરું કરે એ પહેલા તો રાજન રડું રડું થઇ ગયો. તે ગળગળા અવાજે બોલ્યો " પૂજા .. " અને તેનો અવાજ અટકી ગયો.
યશે ફરી પૂછ્યું, 'બોલ શું થયું? '
રાજન રડતા રડતા બોલ્યો કે , ' મારાથી પૂજા એ બ્રેકઅપ કરી દીધું તેના લગન કોઈ બીજા સાથે થઇ રહ્યા છે. હું તેને સાચ્ચે ખુબજ પ્રેમ કરું છું તેના વગર જીવું સકુ એમ નથી મને કંઇજ પણ સૂઝતું નઇ કે હું શું કરું...'
યશ તેને દિલાસો આપવાની કોશિશ કરે છે. પણ રાજન વધુ ને વધુ અસ્વસ્થ બની પૂજા પૂજા કરી જેમ તેમ વાતો કરવા લાગે છે અને મરવાની રટ લગાવી બેસી જાય છે.
બીજી બાજુ માયાકાકા આ બધું જ નિહાળી રહ્યા હોય છે તે પોતાની જગ્યા એ થી ઉભા થઇ ચા બનાવે છે અને બે કપ ચા કાઢી બધા મિત્રોથી થોડે દૂર એક ટેબલ પર મૂકે છે પછી રાજન પાસે આવી તેને ચા વાળા ટેબલ પાસે લઇ જાય છે અને ત્યાં પોતાની પાસે બેસાડી રાજન ને કાંઈક સમજાવે છે.
થોડી વાર માં તો રાજન પોતાના આંસુ લુછતો લુછતો પોતાના મિત્રો પાસે આવે છે ફરી બે સિગારેટ સળગાવે છે થોડીવાર મિત્રો પાસે બેસે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. બધા નવાઇ પામતા વિચારી રહ્યા હોય છે કે, માયાકાકા એ રાજન ને એવું તે શું કીધું કે રાજન એકદમ આમ શાન્ત થઇ ગયો.
આ પ્રસંગ પછી રાજન સોસાયટી છોડી ક્યાંક ચાલ્યો જાય છે મિત્રોથી અવાર નવાર વાત કરે છે પણ કોઈ આગળ પૂજાનું ક્યારેય નામ સુધા પણ લેતો નથી.
એકાદ વરસ પસાર થઇ જાય છે અને રાજન ફરી પાસો પોતાની સોસાયટીમાં આવી જાય છે બધા મિત્રો મળે છે અને તે બધા મિત્રો ને પાર્ટી આપે છે અને જણાવે છે કે પોતે પી. એસ. આઈ. ની પરીક્ષા પાસ કરી છે અને થોડા જ સમય માં પોતે પી. એસ. આઇ. પણ બની જશે.
બધા ખુસ હોય છે અને ફરી સાંજે માયાકાકા ના એજ પાર્લર પર ભેગા થાય છે અને બધા ચા પીવે છે ત્યારે રાજન નો એક મિત્ર રાજન ની પાસે આવી કહે છે કે, - ' રાજન મને એ જણાવ કે એ રાત્રે માયાકાકા એ તને શું કહ્યું હતું. કે તું પૂજાને આટલો પ્રેમ કરતો હોવા છતાં તેને આમ એક જ વાર માં ભુલાવી આમ સફળતા સાધી લીધી..'
રાજન તેના મિત્રના ખભા પર હાથ મુકતા તેને કહ્યું કે જો સંભાળ, - " કોઈને પામી લેવું એજ પ્રેમ નથી. જો કોઈ માણસ ૨૫ -૨૫ વરસ સુધી પોતાના પ્રિય પાત્ર ને કોઇ બીજાની સાથે ખુસ જોઈને પોતે ખુસ રહી શકતો હોય તો હું કેમ નઈ..! "
રાજન ના મિત્ર એ કહ્યું મને કંઇજ ખબર ના પડી ભાઈ તું શું બોલે છે.
રાજને એના મિત્ર સામે જોતા કહ્યું, - " ધ સાયન્સ ટીચર નેહા " .
આટલું કહી રાજન માયાકાકા સામે જોવે છે બંને એક બીજા સાથે મલકાય છે અને રાજન બિલ ચૂકવી પોતાના ઘરની તરફ પ્રયાણ કરવા માંડે છે.....
Mr.Alone...