Aryariddhi - 31 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૩૧

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૩૧

રિધ્ધી માટે આર્યવર્ધન તરફથી રચાયેલી એક રચના

દિલ માં વસેલો પ્રાણ છે તું
શરીર જીવંત રાખનાર આત્મા છે તું

મગજને કામ કરતું રાખનાર ચેતના તું
હદયને ધબકતું રાખનાર ધબકાર તું

મારા સર્વસ્વ માં રહેલી તું
મારુ સર્વત્ર છે તું

શૂન્ય માં એક છે તું
એક માં અનંત છે તું

આરંભ નો અંત છે તું
અંત નો આરંભ છે તું

વૈષ્ણવી છે તું
રુદ્રાસખી છે તું

છે ખૂબ જ ખાસ તું
આર્યવર્ધન ની પ્રેમિકા છે તું રિધ્ધી

આર્યવર્ધન ને હસતો જોઇને ક્રિસ્ટલ ગુસ્સે થઈ. તેણે ટેબલ પર હાથ પછાડી આર્યવર્ધન ને ચૂપ થવા માટે કહ્યું. એટલે આર્યવર્ધન માંડ માંડ પોતાનું હસવું રોકી શક્યો. પછી થોડી વાર સુધી બેમાંથી કોઈ કઈ પણ બોલ્યું નહીં.

ક્રિસ્ટલે આર્યવર્ધને ફરીથી પૂછ્યું કે રિધ્ધી કયા છે ? એટલે આર્યવર્ધન ના ચહેરા પર ફરીથી હાસ્ય રેલાઈ ગયું. પણ ક્રિસ્ટલના ચહેરા પર પરેશાની જોઈ તે બોલ્યો, રિધ્ધી તેના ઘરે ગઈ હશે. ક્રિસ્ટલ બોલી, તું ખોટું કહી રહ્યો છે. રિધ્ધી ને તે કઈક કરી દીધું છે.

આ સાંભળીને આર્યવર્ધન ચૂપ રહ્યો પણ તેના ચહેરા પર ગુસ્સા ની રેખાઓ ફેલાઈ ગઈ.તેના હાથમાં કોફીનો કપ હતો. તે કપ તેણે તોડી નાખ્યો. ક્રિસ્ટલ આ જોઈને ડરી ગઈ. તે સમજી ગઈ કે તેણે ના કહેવા ના શબ્દો કહી દીધા છે.

એટલે તે તરત ત્યાં થી ઉભી થઈને જતી રહી. ક્રિસ્ટલના ગયા પછી આર્યવર્ધને વેઈટર ને બોલાવ્યો અને પોતાનો હાથ તેને બતાવ્યો. આર્યવર્ધને કોફીનો કપ હાથથી દબાણ આપીને તોડ્યો હતો એટલે હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું.

એટલે વેઈટર જલ્દીથી ફર્સ્ટએઇડ બોક્સ લઈ આવ્યો. આર્યવર્ધન ના હાથમાં થી નીકળતું લોહી સાફ કરી ને પાટો બાંધી આપ્યો. પછી આર્યવર્ધને વેઈટર ને બીજી કોફી લાવવા માટે કહ્યું

થોડી વાર પછી વેઈટર બીજી કોફી આપી ગયો. એટલે આર્યવર્ધને કોફી સાથે નાસ્તા ને ન્યાય આપીને અનુજને કોલ કર્યો. ત્યારે અનુજ વીરા સાથે કાંકરિયા તળાવ ના કિનારે ફરી રહ્યો હતો. આર્યવર્ધને અનુજને ઝડપથી હોટેલ પરત આવવા માટે કહ્યું.

પછી આર્યવર્ધને પોતાના ફોનની ગેલેરી ઓપન કરી. તેમાં એક R નામનું ફોલ્ડર ઓપન કર્યું. એ ફોલ્ડરમાં રિધ્ધી ના અલગ અલગ સમયે લીધેલા ફોટાઓ હતા. તે વારાફરતી એક પછી એક ફોટા જોવા લાગ્યો. એક ફોટા પર આવી ને તે અટકી ગયો.

એ ફોટામાં રિધ્ધી સાથે આર્યવર્ધન પોતે હતો. જ્યારે હોટેલ ના બગીચામાં રિધ્ધી રડતી હતી ત્યારે આર્યવર્ધને રિધ્ધી ને ગળે લગાવી હતી. આ ફોટો જોઈને આર્યવર્ધન થી બોલી જવાયું, I LOVE YOU RIDDHI.

અમે જાણીએ છીએ ભાઈ, આ સાંભળી ને આર્યવર્ધને ઊંચું જોયું તો સામે વીરા અને અનુજ ઉભા હતા. એમને જોઈ આર્યવર્ધન થોડો શરમાઈ ગયો. વીરા આર્યવર્ધન ની સામે ખુરશી માં બેસતા બોલી, ભાઈ એવું તે શું કામ હતું કે અમને અરજન્ટ બોલાવ્યા ?

જવાબ માં આર્યવર્ધને તેના ફોનમાં એક ફોટો વીરા ને બતાવ્યો. ફોટો ક્રિસ્ટલ અને રિધ્ધી નો હતો. ફોટો બતાવ્યા પછી આર્યવર્ધન બોલ્યો, આ કીડીને મસળી નાખવાની છે. આ સાંભળીને વીરા એ અનુજ સામે જોયું.

પછી આર્યવર્ધન સામે જોઇને વીરા બોલી, ભાઈ તમે શું કહો છો એ તમને ખબર છે ને ? આર્યવર્ધને હકાર માં માથું હલાવ્યું. આ દરમિયાન આર્યવર્ધન નો ચહેરો તંગ હતો. તે પરથી સાફ અંદાજો લગાવી શકાય તેમ હતો કે આર્યવર્ધન અત્યારે ગુસ્સા માં હતો

એટલે વીરા ' ઠીક છે ' એટલું બોલી ને ત્યાંથી અનુજ સાથે જતી રહી ત્યાર બાદ આર્યવર્ધન ત્યાં થી પાર્કિંગ માં ગયો અને ત્યાં થી કાર લઈને ફરવા માટે નીકળી પડ્યો. બીજી બાજુ ક્રિસ્ટલ આર્યવર્ધન પાસેથી પોતાના રૂમ માં આવી ને સતત પાર્થ ને કોલ લગાવી રહી હતી પણ પાર્થનો ફોન સ્વીચઓફ આવતો હતો.

એટલમાં ક્રિસ્ટલને રૂમ નો દરવાજો ખુલવા નો અવાજ સાંભળ્યો. ક્રિસ્ટલે દરવાજા તરફ જોયું તો દરવાજા પર વીરા અને અનુજ ઉભા હતા. ક્રિસ્ટલ ની નજર અનુજના હાથમાં રહેલી પિસ્તોલ પર ગઈ. ક્રિસ્ટલ આ જોઈને ડરી ગઈ. પણ તે ઉભી થઇ ને ભાગવા જાય તે પહેલાં જ પિસ્તોલ ફાયર થઈ અને ક્રિસ્ટલ જમીન પર ઢળી પડી.
***********************

મેગના, રાજવર્ધન અને ભૂમિ બ્રેકફાસ્ટ કરીને ઉભા થયા કે તરત ભૂમિના ફોન માં એક સાયરન વાગવા લાગ્યું. એટલે ભૂમિ એ રાજવર્ધન સામે જોયું. ભૂમિ, રાજવર્ધન અને મેગના દોડી ને ભોંયરામાં આવેલી લેબોરેટરીમાં ગયા.

ભૂમિએ જલ્દીથી રિધ્ધી જે ચેમ્બરમાં હતી તે ચેમ્બરવાળો નો દરવાજો ખોલ્યો. ભૂમિ એ તરત ચેમ્બર સાથે જોડેલા મશીન નું મોનીટર ચેક કર્યું. ભૂમિ અત્યાર સુધી ગભરાયેલી હતી પણ મોનિટર માં વિગતો જોયા પછી તેના ચહેરા પર રાહત છવાઇ.

એટલે મેગના ભૂમિ ને પૂછ્યું, દીદી ને કઈ થયું છે ?ભૂમિ એ કહ્યું, ના, રિધ્ધી કઈ નથી થયું પણ હવે તેના પલ્સ સામાન્ય થઈ રહ્યા છે. ભૂમિ ની વાત સાંભળી ને રાજવર્ધને આગળ વધી ને રિધ્ધી ની ચેમ્બર ખોલી નાખી. તેના કારણે આખા રૂમ એકદમ ઠંડી હવા ફેલાઈ ગઈ.

રાજવર્ધન થોડી વાર સુધી રિધ્ધી ને જોઈ રહ્યો. ત્યાર બાદ ત્યાં ટેબલ પર પડેલી એક સિરિન્જ ઉઠાવી ને તેને રિધ્ધી ના શરીર માં ઇન્જેકટ કરી. પછી પોતાની રિસ્ટ વોચ માં જોયું. પછી ભૂમિ ને કહ્યું, હવે ચિંતા કરવાની જરૂર નથી.

મેગના એ પ્રશ્નાર્થ નજરે રાજવર્ધન સામે જોયું. રાજવર્ધને કહ્યું, હવે પલ્સ ઝડપથી સામાન્ય થઈ જશે. ભૂમિ અને મેગના એ રાજવર્ધન ની વાત સમજી ગયા પછી ભૂમિ એ ચેમ્બર ફરી થી બંધ કરી દીધી.

તે ત્રણેય પાછા ફર્યા. એટલે મેગના એ ભૂમિને કહ્યું, ભૂમિ મારે આ મહેલ આખો જોવો છે. તો તું મને બતાવીશ. ભૂમિ ખુશ થઇને બોલી, હા કેમ નહીં? તને અને રાજ ને બંને ને બતાવીશ. ભૂમિ દ્વારા બોલાયેલા રાજ શબ્દ થી રાજવર્ધન ના શરીર માં કરંટ આવી ને જતો રહ્યો હોય તેવું રાજવર્ધન ને લાગ્યું.

ભૂમિ એ રાજવર્ધન અને મેગના આખા મહેલનો એક એક ખૂણો બતાવ્યો. મેગના અને રાજવર્ધન આખો દિવસ ફરી ને થાકી ગયા એટલે પછી સુઈ ગયા. ત્યારે રિધ્ધી એ પોતાની આંખો ખોલી.

રિધ્ધી એ બેઠા થવાનો પ્રયત્ન કર્યો પણ ચેમ્બર બંધ હોવાથી તે ઊભી થઈ શકી નહિ. એટલે તેણે ચેમ્બર ના દરવાજા પર થોડું દબાણ આપ્યું એટલે દરવાજો ખુલી ગયો. રિધ્ધી એ આસપાસ નજર કરી પણ તેને કઈ દેખાયું નહીં.

એટલે તે ટેબલ પર થી નીચે ઉતરવા ગઈ ત્યારે તેની નજર પોતાના શરીર પર જોડેલી ટ્યુબ અને મશીન પર પડી. એટલે રિધ્ધી એ ધીરેધીરે પોતાના શરીર પર જોડેલા મશીન ના વાયર અલગ કર્યા.

ત્યાર બાદ તે લેબોરેટરી વાળા રમ માં થી બહાર નીકળી. ત્યાર બાદ ભૂમિ મેગના ને લઈને જે લિફ્ટ આવી હતી તે લિફ્ટ રિધ્ધી ઉભી રહી. પછી રિધ્ધી એ ટોપ ફ્લોર નું બટન દબાવ્યું. એટલે રિધ્ધી મહેલના સૌથી ઉપર ના માળ પર પહોંચી ગઈ.

ત્યાં લિફ્ટ માં થી બહાર આવ્યા પછી ફકત એક તરફ નો રસ્તો હતો તેના પર રિધ્ધી આગળ વધી પણ પહેલા રુમ ની બારી પાસે આવી. પણ બારીની અંદરનું દ્રશ્ય જોઈને રિધ્ધી બેભાન થઈ ગઈ હતી.

રિધ્ધી એ જે રૂમ માં નજર કરી તે રૂમ માં એક બેડ પર એક પેશન્ટ હતું. તે પેશન્ટ અત્યારે બેડ પર બેસીને મેગેઝિન વાંચતી હતી. તે પેશન્ટ બીજું કોઈ નહિ પણ રિધ્ધી ની માતા મૈત્રી હતી.

શું આર્યવર્ધને ક્રિસ્ટલની હત્યા કરી નાખી હતી ? આર્યવર્ધને રિધ્ધી ને એ મહેલમાં કેમ રખાવી હતી ? શું રિધ્ધી ના માતાપિતા જીવિત હતા ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી..

મિત્રો આપ આપના અંગત કિંમતી પ્રતિભાવ 8238332583 નંબર whatsapp પર મેસેજ કરીને મને આપી શકો છો.