Prem Angaar - 37 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 37

Featured Books
Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 37

પ્રકરણ 37

પ્રેમ અંગાર

આશુ આજે આપણાં ગાંધર્વલગ્ન પ્રેમ સપ્તપદીમાં કરી લીધાં. માંબાબાની સાક્ષીમાં એકબીજાનો સ્વીકાર કર્યો જાણે બે જીવ એક સંસ્કારથી એક થઇ ગયા. આસ્થા વિશ્વાસને એનાં માતા પિતા. કાકુથ અને વસુમાંની તસવીર પાસે લઇ ગઇ. આસ્થાની આંખોમાં આસું ધસી આવ્યા અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વિશ્વાસ પણ ગંભીર થઇ ગયો. એણે આસ્થાને આશ્વાસન આપ્યું. આસ્થા કહે “દાદુ અમે તમારાં આશીર્વાદ સાથે જ આ લગ્ન કર્યા છે તમને હાજર અને સાક્ષી માનીને બંધનમાં બંધાયા મમ્મી પપ્પાની એટલી સ્મૃતિ નથી પણ તમે લોકો મારા હદયમાં વસેલાં છો અમને સંપૂર્ણ આશીર્વાદ આપો. તમારી મારાં લગ્ન માટેની કેવી.. કેવી કલ્પનાઓ હતી અને એ ખૂબ રડી ખૂબ રડી પડી. વિશ્વાસે એને રડવા દીધી. વિશ્વાસની આંખો પણ નમ થઇ ગઇ.”

વિશ્વાસ કહે “આશુ વિધીનાં લેખ કોઇ ના બદલી શકે સિવાય શ્રધ્ધા. તું ઓછું ના લાવ કાકુથ વસુમાં આપણી સાથે જ છે આપણે એવો પ્રેમ કરી આપણો સંસાર સજાવીશું એમનાં આત્માને ખૂબ શાંતિ આપીશું. વિશ્વાસે આસ્થાને છાતીએ ચાંપી દીધી અને રડતી આસ્થાને આશ્વાસન આપ્યું. થોડીવાર પછી આસ્થા સ્વસ્થ થઈ પછી એ લોકો ગોવિંદકાકાની રજા લઇ રાણીવાવા પાછા આવ્યા.”

ઘરે આવી આસ્થા વિશ્વાસે માં ના આશીર્વાદ લીધા. આસ્થા કહે માં અમે આજે મઠો લેતા આવ્યા છીએ. આજે બધી જ રસોઇ હું બનાવીશ. વિશુ કાલે જવાનાં આપણે સાથે બેસીને જમીશું ખૂબ વાતો કરીશું માં કહે ભલે બેટા તમે લોકો દર્શન કરી આવ્યા બહું સારું થયું આસ્થા એ વિશ્વાસ સામે જોઇને મલકાઈ પછી રસોડામાં દોડી ગઇ.

વિશુ તમારી યાદ ખૂબ સતાવશે. હું તમારી આ કવિતાઓ લખેલી છે એ બુક પાછી નહીં લઇ જવા દઉં મારી પાસે જ રાખીશ એને રોજ વાંચીશ તમારી યાદમાં જીવીશ. તમારી કવિતાઓની કલ્પનાઓ એમાં મારાં માટેનો પ્રેમ રોજ હું વાગોળીશ અને માનીશ. આસ્થા અને વિશ્વાસ બન્ને પલંગમાં સૂતા છે. આસ્થા વિશ્વાસનાં પેટ પર માથું મૂકીને સૂતી છે. વિશ્વાસ એનાં વાળમાં હાથ ફેરવી રહ્યો છે બન્ને એકમેકનાં સાનિધ્યમાં ગૂમ છે.

વિશ્વાસ કહે ભલે મારી પાસે તો ખજાનો મારા મોબાઈલમાં સંગ્રહીત છે જ. આસ્થા કહે “વિશુ મારાં મનમાં એક વિચાર આવ્યો હું આ કવિતા સંગ્રહનું નામ આપીને હું એને અલગ અલગ ભાગમાં પ્રકાશિત કરીશ.મારું ખૂબ મન છે. તમારી આટલી સરસ સ્ફુરીત થયેલી કવિતાઓ બધા પ્રેમીઓ સુધી પહોંચે સારા પ્રેમ કરવા વાળાને સમર્પિત કરીશું. વિશ્વાસ કહે ભલે તારું મન કહે એમ કરજે. પણ અત્યારે તો તું ફક્ત મારામાં જ રહે એમ કહીને આસ્થાને બાહોમાં ભરી લીધી.”

વિશ્વાસે કહ્યું “આજે આપણી આ મધુરજની છે. મારી મીઠી આશુને જાણે આજે અધિકાર સાથે પ્રેમ કરીશ. આસ્થા કહે “કરો જ છો ને તમે ક્યાં કાબૂ રાખો છો ? વિશ્વાસ કહે હું ખૂબ રાખું છું જ. કાકુથની પરવાનગી મળ્યા પછી જ મેં... આસ્થા કહે બહું લુચ્ચા છો. વિશ્વાસ કહે “મારી લુચ્ચાઈ તે ક્યાં જોઇ છે આજે તો બધી જ લુચ્ચાઇ એક સાથે કરવાનો છું એમ કહી એણે રૂમની લાઇટ બંધ કરી. આસ્થાનાં માથે હાથ ફેરવી અંધારામાં ચળકતી આંખોમાં આંખો પરોવી રહ્યો. આસ્થાને વ્હાલ કરીને ચૂમતો રહ્યો. આસ્થા પણ વિશ્વાસને પ્રેમ કરી રહી ધીમે ધીમે વિશ્વાસનાં પ્રેમમાં વશ થઈ ગઇ. બન્ને શરીર આજે જાણે પ્રથમ મિલનનો પ્રેમ મધુર રીતે માણી રહ્યા. મધુરજનીની મજા અને મદહોશી છવાઈ રહી. બન્ને જીવો એકબીજાનાં શ્વાસમાં શ્વાસ પરોવી પ્રેમ કરતાં રહ્યાં અને શ્વાસ અને શરીર એક થઇ ગયા.”

*****

વિશ્વાસનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. વિશ્વાસે માં ને પગે લાગી આશીર્વાદ લીધા. આસ્થા સવારથી રડી રહી હતી એની આંખો રડી રડીને સૂજીને લાલ થઇ ગઇ હતી. માં નાં આંસુ પણ રોકાતા નહોતાં. વિશ્વાસ સેવામાં જઇ માંબાબાનાં દર્શન કરી આશીર્વાદ લીધાં માં અને આસ્થાને હૈયાધારણ આપી જેવું કામ પુરુ થાય તુરંત જ અહીં પાછો આવી જશે અને પછી બન્નેને લઇને જ પાછો જશે. આસ્થા વિશ્વાસને વળગી પડી જાણે એક વેલી વૃક્ષને.... વિશ્વાસે એને અસ્વસ્થ થવા કીધું માં એ આસ્થાને સાંત્વન આપ્યું.

આસ્થા બોલી “વિશું સંભાળીને જજો રોજ ફોન કરજો હું રાહ જોઇશ તમે આવશો નહીં ત્યાં સુધી હું કોઇ મીઠાઇ આઇસ્ક્રીમ નહીં ખાઊં તમારું કામ ખૂબ સફળતાપૂર્વક થાય અને સફળતા મેળવી મારી પાસે તરત પાછા આવજો એવી માનતા માની છે. અહીંની ચિંતા ના કરશો. માં ની હું ખૂબ સંભાળ રાખીશ. વિશ્વાસે કહ્યું “મને તું છે એટલે કોઇ પણ પ્રકારની ચિંતા છે જ નહીં. પણ કોઇ વ્રત, ઉપવાસ, બાધા ના લઇશ બધું સારું જ થશે. આસ્થા કહે મને મારી શ્રધ્ધામાં જીવવા દો. તમે નિશ્ચિંત રહો.

માં એ કહ્યું “વિશુ દિકરા તારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તું ખૂબ સુખી થાય એ જ મારાં આશીર્વાદ. અમે સમજીએ છીએ અત્યારે તારે આ કામ કરવાનો સમય છે. અમે વેઠી લઇશું પરંતુ તુ સરસ કામ પતાવીને આવ ખૂબ સફળતા મળે એ જ પ્રાર્થના અને આશીર્વાદ. પણ એક મારી વાત ધ્યાનમાં રાખજે મેં જમાનો ખૂબ જોયો છે. પરદેશ જાય છે પ્રગતિ અને સુખ તારાં ચરણોમાં હશે. સફળતાનું સુખ હશે પણ આ નાના ગામમાં તને પળ પળ કોઈ યાદ કરતું તારી રાહ જોતું હશે એ ના ભૂલીશ અને તારા ઉપર પૂરો ભરોસો છે દીકરા છતાં જમાનો આ નવો છે. બસ એટલું યાદ રાખજે કે જન્મ મેં આપ્યો છે અને સંસ્કાર આ ખોરડાનાં છે. ઇશ્વર ખૂબ સફળતા આપે. નિશ્ચિંત થઇને જા અને સફળતાને વરીને પાછો આવ.”

વિશ્વાસે કહ્યું “માં ના કરશો કોઇ ફીકર મને તમારા જેવાં માં અને આસ્થા જેવી પત્નિ, મારા દરેક ડગલે પગલે સાથે રહી છે હું અને આસ્થા પગલામાં પગલું માંડી સાથે રહીશું અને તમારા સંસ્કારને કદી લાંછન નહીં લાવવા દઉં. મને આશીર્વાદ આપો અને જવાની રજા આપો હું નીકળું. વિશ્વાસ નીચે નમીને માં ને પગે લાગ્યો. ચરણ સ્પર્શ કરી માથે રજ ચઢાવી. આસ્થાને બાથમાં લઇ વ્હાલ કરી ચૂમી લીધી. વિશ્વાસે એક નાનાં ડબામાં આંગણાંમાંથી માટી ભરીને સાથે લીધી અને પોતાની એટેચીમાં મૂકી દીધી અને ગાડીમાં બેસી ગયો અને ડ્રાઇવરને ચલાવવા સૂચના આપી.”

વિશ્વાસની કાર ધૂળ ઉડાડતી નીકળી ગઇ. આસ્થા માં ને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી. કાકુથ-વસુમાં ગયા. બધા છોડીને ગયા. આજે વિશ્વાસને પરદેશ જતાં જોઇ ના શકી. હૈયુ હાથ ના રહ્યું. એ માં વસુમાંને વળગીને રડતી રહી. માં ની આંખોમાં પણ આંસુ વહી રહ્યા હતા. માં એ કહ્યું “દીકરી શાંત થા હું સમજુ છું તારા ઉપર શુ વીતે છે ? દીકરી નિશ્ચિંત રહે સહું સારું થશે. વિશુ આવી જશે પછી અહીં જ રહેવા કહીશ અથવા આપણે સાથે જતા રહીશું. અત્યારે સમયે એવા વમળમાં રાખ્યાં છે કે નિર્ણય લેવાય એમ નથી. પરંતુ મારો વિશુ આવીને તરત તને લઇ જશે.

આસ્થા વિશ્વાસની કારને જ્યાં સુધી દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી જોતી રહી. એની આંખમાં જાણે અંધારા આવી ગયા એણે માં ને પકડી રાખ્યાં. આજે જાણે અચાનક જ જીવનમાં ખાલીપો વર્તાવા માંડ્યો. વિશ્વાસ જાણે આવીને ક્યારે જતાં રહ્યાં કાંઇ ખબર જ ના પડી. વિરહનાં વ્રત કરવાનાં નક્કી છે હવે એની પીડા એને વધુને વધુ સતાવી રહી.

વિશ્વાસ અમદાવાદ એરપોર્ટથી સીધો મુંબઇ એરપોર્ટ ઉતર્યો. મામાનાં ઘરે આવી ગયો. પ્રવાસ દરમ્યાન સતત વિચારોમાં રહ્યો. જીવન કઇ રીતનાં વળાંક લઇ રહ્યું છે ? ઘરથી વિદાય થતાં સુધી આસ્થા સાથે વાત કરતાં કંઇક ખૂંચતું હતું. મનની દિશાઓ ફક્ત કામમાં એકાગ્ર રહે છે બાકીનાં સંબંધોમાં ચંચળતા કેમ વર્તાય છે ? આજે વિશ્વાસ પોતાનાં જ વિચારોથી દુઃખી હતો.

મામા મામી જાબાલી ઇશ્વા બધાને મળ્યો. બેંગ્લોર ગયા પછી એ કંપનીની સૂચના અનુસાર યુ.એસ જશે થોડા સમય માટે પછી પાછો બેંગ્લોર આવી જશે. ચોક્કસ સમય નથી ખબર પણ હવે આવ્યા પછી માં અને આસ્થા પાસે જ જતો રહેશે. આવા વિચારોથી ઘેરાયેલો રહ્યો. વિશ્વાસ પોતાની કવિતાની ડાયરી આસ્થાને આપીને આવેલો આસ્થાનાં જ વિચારો સતત એનાં મનમાં રહ્યા કરતાં હતાં.

મામા મામી વિશ્વાસની આ વિકાસ યાત્રાથી ખૂબ જ ખુશ હતા. આજે ઘરમાં બધા જ ભેગા થયેલાં. યુ.એસ જતાં પહેલાંની ખરીદી પણ વિશ્વાસ મુંબઇથી કરી લેવાનો હતો.

વિશ્વાસ આજે મામા મામી સાથે બેઠેલો. બધી કંપની, પ્રોજેક્ટ, રાણીવાવ, આસ્થા, કાકુથ, માં બેંગ્લોર અત્યાર સુધીની ઘટનાઓ અને કામ અંગે વાત કરી રહેલો. મામા એ કહ્યું “તુ નિશ્ચિંત થઇને જજે દીકરા અહીંની કોઇ ચિંતા ના કરીશ. હું માં અને આસ્થાનો ખ્યાલ કરીશ. થોડો સમય જો અહીં આવવા રાજી થશે તો અહીં લઇ આવીશ. તારાં પાછા આવ્યા બાદ તમારાં લગ્ન લઇ લઇશું પછી બેંગ્લોર બધા સાથે જ રહેજો.”

વિશ્વાસે કહ્યું “હા મામા બધું અચાનક જ બની રહ્યું છે અને સમય અને ઘટનાઓની સામે મારે ઘૂંટણ જ ટેકવા પડ્યા છે મને હું ખૂબ પરવશ અનુભવી રહ્યો છું. કાલે બેંગ્લોર જઇશ પછીનાં વીકમાં મારે યુ.એસ જવાનું છે.

જાબાલી બધાને બેઠેલા જોઇને આવ્યો સાથે બેઠો. એણે કહ્યું ભાઈ બધી જ ફીકર છોડ બસ તું સરસ રીતે તારું કામ નિપટાવીને યુ.એસથી આવી જા. પછી બધું સરસ થઇ રહેશે. આપણે હમણાં તારી ખરીદી પતાવી આવીએ સાંજે આરામ કરજે સવારની તારી ફ્લાઇટ છે. ઇશ્વા બધા માટે ચા નાસ્તો લઇને આવી બધા સાથે બેસી વાતો કરી અને ક્યાં ખરીદી કરવા જવું શું લેવું એ નક્કી કર્યું.

પ્રકરણ : 37 સમાપ્ત

પ્રકરણ 38 માં વાંચો વિશ્વાશની યુએસ જવાની તૈયારી અને આસ્થાની સ્થિતિ…