Love ni Bhavai - 16 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | લવ ની ભવાઈ - 16

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 16

? લવ ની ભવાઈ - 16 ?

ક્રિષ્ના - જો ભાઈ પેલું કહેવાય ને
" જ્યારે કોઈ સંબંધ તૂટે અથવા પૂર્ણ થાય ત્યારે એની પાછળ નું મુખ્ય કારણ બંને માંથી એક ની ખામોશી છે "
જ્યારે રિલેશન માં કોઈ એક ચૂપ થઈ જાય ત્યારે એ રિલેશનના અંતની શરૂઆત થાય છે. અને મારા પાગલ ભાઈ તું દુઃખી ના થા. તારો પ્રેમ સાચો છે અને અવની નો પણ. બસ ખાલી એક બીજા સમજો એટલે પ્રેમ સફળ..

નીલ - બેન તું એક કામ કર તું જ અવની ને કોલ કર અને એના જોડે વાત કર..

ક્રિષ્ના - હા ભાઈ કોલ કરું છુ ચાલ..

ક્રિષ્ના અવની ને કોલ કરે છે.ફોન ની રિંગ વાગે છે પણ ફોન ઉપડતો નથી. ક્રિષ્ના બીજી વાર કોલ કરે છે અને સામે અવની કોલ માં જુએ છે તો ક્રિષ્નાનો ફોન છે એમ જોઈને ફોન સાઈડ માં મૂકી દે છે. ક્રિષ્ના ફરીવાર કોલ કરે છે અને અવની કોલ ને કટ કરી નાખે છે. આમ ક્રિષ્ના પાંચ થી સાત વાર કોલ કરે છે અને અવની કોલ ને કટ કરી નાખે છે. ક્રિષ્ના ને ગુસ્સો આવતા એ અવની મેં મેસેજ કરે છે.

" અવની તારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તે મારો કોલ રીસીવ ના કર્યો Thank You. અને હવે સાંભળ !!! નીલ એ મને બધી વાત કરી છે કે તમારી બંને વચ્ચે શુ શુ થયું છે અને તમે શું શું કરી રહ્યા છો એ. તમે બંને નાના છોકરા જેવું કરી રહ્યા છો, આવું સારું ના લાગે. મારા ભાઈ ને તો ઓળખું છુ પણ તારી ખબર નહી. મને તો હવે એવું જ લાગે છે કે મારો ભાઈ સાચો છે , એને મને જે પણ કહી કીધું એ પણ સાચું જ હશે.મારે બસ એક વાર તારા જોડે વાત કરવી છે. તને એમ લાગતું હોય કે મારે વાત કરવી જોઈએ તો કોલ કર અત્યારે"

અવની આ મેસેજ ને જુએ છે પણ કોલ કરતી નથી. બે ત્રણ કલાક નો સમય આમ જ જતો રહે છે.

આ બાજુ નીલ ક્રિષ્ના ને કોલ કરે છે અને પૂછે છે કે અવની જોડે કઇ વાત થઈ કે નહીં ?
ક્રિષ્ના નીલ ને સમજાવતા કહે છે કે હજુ સુધી અવની નો કોલ આવ્યો નથી અને કદાચ આવશે પણ નહીં. મેં અવની ને મેસેજ કર્યો હતો પણ હજુ સુધી એ મેસેજ નો રીપ્લાય પણ નથી આવ્યો.

નીલ - બેન હવે સાંભળ. અવની ને તું લાસ્ટ ટાઈમ કોલ કર અને ના રીસીવ કરે તો કહી નહીં ને કોલ ના આવે તો પણ કહી નહીં.

ક્રિષ્ના - ભાઈ plz હવે તું ગુસ્સો ના કર. તું મારો ડાહ્યો ભાઈ છો ને , મારો વાલો ભાઈ છો ને !!! cool Down ભાઈ બધુ ઠીક થઈ જશે..

નીલ - હવે મારે જ બધુ પૂરું કરવુ છે એક પણ પ્રકારની માથાકૂટ જ નથી કરવી. મગજ ની નસ ફાડી નાખી છે સાવ..આવું હોય કાઈ સાવ...

ક્રિષ્ના - ભાઈ યાર એટલો ગુસ્સો ના કર ને. plzzz....શાંત થઈ જા હું વાત કરીશ અવની જોડે. પણ અત્યારે તું શાંત થઈ જા plz..

નીલ - ના બેન તને ના કહ્યું ને !!! કોલ નથી કરવો એમ... Bye તારું ધ્યાન રાખજે.

ક્રિષ્ના - અરે ભાઈ સાંભળ તો ખરા..

નીલ - બાય..

નીલ ફોન કટ કરી નાખે છે. આ બાજુ ક્રિષ્ના ની ચિંતા વધે છે. એ વિચારે છે કે એટલા વર્ષો થયા પણ ભાઈ એ ક્યારેય ગુસ્સો નથી કર્યો. ક્યારેય કોઈના પર ખીજાય ને વાત પણ નથી કરી , બધા સાથે હસતા મોઢે જ વાત કરી છે અને આજે !!! એટલો ગુસ્સો..!!!!
નક્કી ભાઈ થી હવે સહન નહી થતું હોય તો જ એટલો ગુસ્સો કરે છે. હવે મારે જ કંઈક કરવું પડશે.

હાથ માં ફોન લઈને અવની ને મેસેજ કરે છે.

" અવની... નીલ માટે તારા મન માં પ્રેમ ના હોય તો કઈ નહીં પણ જો થોડી ઘણી નફરત બચી હોય ને એના માટે તો મને ફોન કર અને આ બધુ જે થઈ રહ્યું છે એને પૂરું કરો..મારી તને રિકવેસ્ટ છે. plzzz...

અવની મેસેજ ને જુએ છે અને ક્રિષ્ના ને કોલ કરે છે.

અવની - હા બોલો દીદી. હું કામમાં હતી એટલે કોલબેક ના કર્યો. બોલો શુ કામ હતું ???

ક્રિષ્ના - અવની પહેલા તો તું ખોટું ના બોલ. તું એક પણ કામ માં ના હતી એ મને ખ્યાલ છે. તારા વિશે હું થોડુ ઘણું તો જાણુ જ છુ. અને હા આ શું બધુ તમે બંને એ ચાલુ કર્યું છે.
તમે બંને કઈ નાના છોકરા છો તો તમને સમજાવવા પડે ??

અવની - દીદી પણ જુઓને નીલ સમજતો જ નથી તો હુ શુ કરું.. ??? એને મારી જોડે જ પ્રોબ્લમ છે, એ પહેલાં મને કેટલો સમજતો અને હવે તો સાવ એ બદલાઈ ગયો છે અને વાત વાત માં ગુસ્સો કરે છે.હું કઈ પણ બોલુ એને ગમતું જ નથી.

ક્રિષ્ના - અવની !! નીલ નહીં તું બદલાઈ ગઈ છે. તારી વાત કરવાની પધ્ધતિ બદલાઈ ગઈ છે, તું જે નીલ ને સમય આપતી એ બદલાઈ ગયું છે, નીલ ને આપતો સપોર્ટ બદલાઈ ગયો છે ને તું એમ કહે છે કે નીલ બદલાઈ ગયો છે!!!!

અવની - દીદી હું કઈ સમજી નહીં તમે શું કહેવા માંગો છો ??

ક્રિષ્ના - અવની એક વાત મને સમજાવીશ કે તમે કેટલા મહિના પહેલા મળ્યા હતા ??? અને કેટલા મહિના પહેલા સરખી વાત કરી હતી ???

અવની - દીદી પણ હું મારા કામ માં હોવ છુ એટલે નીલ ને ટાઈમ નથી આપી શકતી પણ એ નીલ સમજતો જ નથી.

ક્રિષ્ના - મને એ જવાબ આપ કે લાસ્ટ માં તમે ક્યારે સરખી વાત કરી હતી અને ક્યારે મળ્યા હતા ???

અવની - દીદી ચાર મહિના પહેલા મળ્યા હતા અને કદાચ એક દોઢ મહિના પહેલા સરખી વાત કરેલી.

ક્રિષ્ના - હવે તું જ કહે આમાં વાંક કોનો છે ??

અવની - ( ધીમેથી ) મારો ..

ક્રિષ્ના - જો અવની સાંભળ. " રિલેશન એક છોડ છે તમારે એને દરરોજ પાણી આપવું પડે કેમ કે એ સુકાઈ નહીં અને એ પણ ધ્યાન રાખવું પડે કે વધુ માત્રામાં પાણી ના અપાય જાય કેમ કે વધારે પાણી આપવાથી છોડ બળી પણ જાય.

રિલેશનમાં ઉતાર ચઢાવ આવવાના પણ એ તમારે બંને એ સમજવાનું છે.મેં માન્યું કે તુ વ્યસ્ત હોય છે પણ આખા દિવસની પાંચ મિનિટ તો તું નીલ ને આપી શકે કે નહીં ??
ચાલ ટાઈમ ના હોય તો એક દિવસ , બે દિવસ વાત ન કરી પણ પછી ત્રીજા દિવસે તો ટાઈમ આપવો જ પડે ને. અને જ્યારે તું મારા ઘરે આવેલી ત્યારે તે જ મને કીધું હતુ કે "નીલ ક્યારેક ક્યારેક અડધી કલાક જ વાત કરે છે ને મને એ નથી ગમતું કે નીલ મને ટાઈમ ના આપે એ" તો અહીં તો તું નીલ ને પાંચ મિનિટ પણ નથી આપતી તો નીલ ને ખરાબ નહી લાગતું હોય ??

અવની - હા દીદી હુ સમજુ છુ પણ નીલ નથી સમજતો .

ક્રિષ્ના - માય ડિયર હુ બધુ સમજુ છુ કોણ શુ છે એ. તને જો નીલ માંથી ઇન્ટરેસ્ટ જતો રહ્યો હોય તો મને કહી દે હું નીલ મેં મારી રીતે સમજાવીશ અથવા બીજુ કોઈ કારણ હોય તો એ પણ મને કહી દે પણ આવું ના કર નીલ જોડે અને હા હું એમ નથી કહેતી કે વાંક તારો છે !! કદાચ મારા ભાઈ નો પણ હોઈ શકે.

અવની - દીદી, યાર શુ કહેવુ મારે તમને ??

ક્રિષ્ના - અવની રિલેશન માં થોડું ઘણુ જતું કરવુ પડે.જેની માટે જે કઇ કરી રહ્યા છો એને પણ ટાઈમ આપવો પડે. અત્યારે આ સમયમાં એક બીજા ની સાથે રહેવું ખૂબ જરૂરી છે.હા જો Long Distance રિલેશનશિપ હોય તો વસ્તુ અલગ છે કે વાત કરવાનો ટાઈમ ના મળે , મળવાનો ટાઈમ ના મળે પણ આતો તમે બંને સાવ નજીક છો અને આવું કરો.

અવની કદાચ Long Distance રિલેશનશિપ હોય તો પણ આજે ઘણા ખરા કપલ એકબીજાને પૂરતો ટાઈમ આપે છે , વાત કરે છે અને એક બીજા સાથે ખુશ પણ રહે છે.

એવું પણ નથી કે સાથે રહેવું જ જોઈએ પણ દૂર રહીને પણ સાથ આપવો જોઈએ. કદાચ વાત ન કરીએ તો પણ કહી નહીં પણ રિલેશન એવા હોવા જોઈએ કે કદાચ એક અઠવાડિયુ વાત ન થાય તો પણ મન માં શાંતિ બની રહે , એકબીજા થી ખુશ હોય અને ભરપૂર પ્રેમ હોય..

અવની - (ઉંચા અવાજ માં ) હું બધુ સમજી ગઈ. તમારે મને કશુ શીખવાડવાની જરૂર નથી. મને ખબર છે કે મારા માટે શું સારું છે અને શું ખરાબ. તમે ખાલી મને સમજાવો છો , થોડું તમારા ભાઈને પણ કહો. વાંક મારો એક નો નથી તમારા ભાઈનો પણ છે. તમે મને ક્યારનું સંભળાવી રહ્યા છો.

ક્રિષ્ના - ડિયર હુ જસ્ટ તને કહું છુ તને કશુ સંભળાવતી નથી. ને તું આમ ગુસ્સમાં કેમ બોલે છે ???

અવની - તો શું તમે પણ ક્યાર ના મને લેક્ચર આપો છો ?? જે કહેવું હોય એ તમારા ભાઈને કહો મને નહીં.

ક્રિષ્ના - અવની તું ભૂલ કરે છે હો..

અવની - ભૂલ તો મારા થી થઈ ગઈ છે

ક્રિષ્ના - એટલે ????

અવની - એટલે કહી નહિ. તમારા ભાઈ ને હું કોલ કરીશ અને જે કહેવાનું હશે એ કહી દઈશ. બાય...

આમ અવની ગુસ્સામાં ફોન મૂકી દે છે. આ બાજુ ક્રિષ્ના ને વાત થોડી ઘણી સમજ માં આવી જાય છે અને તે નીલ ને ફોન કરે છે અને જે કાઈ વાત થઈ અવની અને ક્રિષ્ના વચ્ચે એ બધી વાત નીલ ને કરે છે.

ક્રિષ્ના - નીલ સાંભળ. અવની ને થોડી હૂંફ ની જરૂર છે, એને થોડા ટાઈમ એકલું રહેવું છે, મને એવું લાગે છે કે તારા વધારે પડતા પ્રેમ ના કારણે આવુ થયું છે. મારુ માનતો હોય તો એક સલાહ આપીશ કે એને થોડો ટાઈમ આપ, એકલા રહેવા દે.

નીલ - પણ બેન..

ક્રિષ્ના - ભાઈ હું સમજી વિચારીને જ તને કહુ છુ. હું જેમ કહુ છુ એમ કર.

નીલ - હા બેન...

ક્રિષ્ના - અને હા મારા પાગલ ભાઈ હવે તું પણ થોડો એન્જોય કર. બહારગામ ફરી આવ એટલે માઈન્ડ ફ્રેશ થઈ જાય ને સાથે ધ્યાન પણ બીજે રહે..

આમ નીલ પોતાની બહેનની વાત માની ને થોડા દિવસ અવની ને મેસેજ કે કોલ કરવાનું બંધ કરી દે છે. બહાર ગામ ફરી મેં પોતાની જાત ને એન્જોય કરે છે પણ આતો દિલ છે બોસ, ગમે તેટલા ગુસ્સામાં હોય પણ દિલ માં રહેલ વ્યક્તિની યાદ તો આવી જ જાય.

બસ આમ જ દિવસો વીતતા રહે છે ને એક મહીનો પસાર થઈ જાય છે..

નીલ ને હવે એવું થાય છે કે અવની ને કોલ કરું પણ પોતાના મનમાં વિચારે છે કે હુ હજુ અવની ના ફોનમાં બ્લોક હોઈશ.
પણ કહેવાય ને કે સાહેબ જેને પ્રેમ કરવો છે તેને કોઈ ના રોકી શકે.

હવે શુ થાય છે આગળ એ જોઈશુ
★★ લવ ની ભવાઈ - ૧૭ ★★ માં..

◆◆◆◆◆◆◆ ક્રમશઃ◆◆◆◆◆◆◆

સૌથી પહેલા સોરી, કારણ કે થોડી વાર લાગી આ પાર્ટ ને પબ્લિશ કરવામાં એ બદલ.. જે લોકો ને રાહ જોવડાવી એ લોકો ને દિલ થી સોરી..

મિત્રો ઘણી વાર આપણને કોઈ વ્યક્તિ સમજાવતું હોય છે ત્યારે એવું લાગે છે એ બધું ખોટું છે અને હું પોતે જે કરુ એ જ સાચું છે.

આજ ના આ પ્રેમમાં વાત વાત પર ઝઘડાઓ થતા હોય છે , અબોલા હોય છે , વાત વાત માં એક બીજા થી રિસાઈ જતા હોય છે એનું કારણ છે એક બીજા ને સારી રીતે ના સમજવા.

મિત્રો પ્રેમ ખાલી કહેવાથી કે બોલવાથી ના થાય !! તમારે પ્રેમ ને સમજતા પણ શીખવું પડે. પ્રેમ ની ભાષા પણ શીખવી પડે અને પ્રેમ કેમ કરાય એ પણ શીખવું પડે.
મિત્રો લખવાનું તો ઘણું છે પણ સમયના અભાવ ના કારણે ....

મિત્રો લવ ની ભવાઈ - ૧૭ એ આ નોવેલ નો લાસ્ટ પાર્ટ હશે તો વાંચવાનું ના ભૂલતા..

અને હા ખાસ નોંધ કે આ પાર્ટ વાંચ્યા પછી તમારે એક એક કોમેન્ટ કરવાની છે કે ,
નીલ એ શું કરવુ જોઈએ ??
આ નોવેલ નો અંત કેવો હોવો જોઈએ ?
બંનેને સાથે આગળ વધવુ જોઈએ કે પછી અલગ થઈ જવું જોઈએ ??

ખાસ વિનંતી કે કમેન્ટ માં જરૂરથી જવાબ આપશો...

અને હા Don't Forget To Read My Second Novel...

" નામ મેં ક્યાં રખ્ખા હૈ "

"નામ મેં ક્યાં રખ્ખા હૈ - 1",
https://gujarati.pratilipi.com/story/u5fAeBCe5sYb?utm_source=android&utm_campaign=content_share

? Mr. NoBody..

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani