જિંદગી અથવા તો જીવન, શું છે? ક્યારે વિચાર્યું છે આપણે ?
જન્મ થી શરૂઆત થાય અને મૃત્યુ થી અંત થાય એ જ જિંદગી છે, એવું આપડે માનીયે છે. પણ ખરેખર જીવન તો ઈશ્વર ના તરફ થી મળેલી એક અનમોલ ભેટ છે.
જો મારી નજરે જુવો તો જિંદગી મારા માટે ડુંગર પણ છે અને ખીણ પણ છે, એ એક સીધો સરળ રસ્તો પણ છે અને ઘણીવાર આડા અવળા વળાંકો પણ છે. એ મારી સફળતા પણ છે અને મારી નિષ્ફળતા પણ છે.જિંદગી એ માત્ર શ્વાસ લેવાનું નામ નથી. એ તો કર્મ કરવાની એક તક છે. જીવન એ સારા અને ખરાબ દિવસો નુ મિશ્રણ છે. જો તમારા ખરાબ દિવસો ચાલતા હશે, તો સારા પણ આવશે.એક કેહવત છે,
"જીવન એ ક્ષણ મા જીવાય છે, વર્ષો મા તો માત્ર વેડફાય છે."
આ કેહવત ને જરા બારીકી તો સમજવાનો નો પ્રયાસ કરીયે તો સમજાય કે કેટલીયે ક્ષણો આપડે વેડફી નાખી, એક સારા જીવન ની શોધ મા અને વર્ષો પછી સમજાયું કે એજ ક્ષણો મા તો જીવન હતું.
જિંદગી એ એકમાત્ર એવી શાળા છે, જ્યાં તમને નિરંતર શીખતાં રેહવું પડશે. એ શાળા મા તમેજ શિષ્ય છો અને પ્રાધ્યાપક પણ તમેજ છો.
સદંતર શીખવાંની પ્રક્રિયા એ જીવન નુ બીજું નામ છે. દરેક પ્રસંગ, પછી એ પ્રેમ મા મળેલી ઉદાસી હોય, વ્યવસાય મા મળેલી નિષ્ફળતા હોય, શિક્ષણ મા મળેલી નિષ્ફળતા હોય, આદિ. આ દરેક પ્રસંગ તમને આવનારા સમય માટે વધુ બળવાન બનાવે છે. તમે તમારી નિષ્ફળતા થી શું શીખ્યા અને તમે તમારી સફળતા થી શું પ્રાપ્ત કર્યું એ સમજવું પણ જીવન જીવવા માટે અનિવાર્ય છે. એવું જરૂરી નથી કે જીવન ની દરેક પરીક્ષા મા ઉતીર્ણ જ થવું પડે, ક્યારેક એમા નિષ્ફળતા મળે તો હસતા મોઢે સ્વીકારવી લેવાની, કારણ એ નિષ્ફળતા પણ આવશ્યક છે આત્મવિશ્વાસ ને વધુ મજબૂત કરવા.
"તમે શું વિચારો છે, તમારી જાત સાથ શું વાત કરો છે એનો પણ તમારા જીવન ના ઘડતર પર અસર પડે છે."
જીવન મા ઘણીવાર આપડા ધાર્યા પ્રમાણે કઈ નથી થતું, તો નિરાશ થવાની જગ્યાએ આપડે એ પરિણામ ને સ્વીકારી લેવું જોઈએ. કારણ જીવન ઘણી વાર આપડા ધાર્યા કરતા સાવ વિપરીત ચાલે છે, અને એમા આપણુ જ હિત હોય છે.
દરેક સમસ્યા ને પકડી ને એનો ઉકેલ લાવો ફરજિયાત નથી, ઘણી વાર આપડે એ પરિસ્થિતિ અથવા તો સમસ્યા ને થોડો સમય આપવો પડે છે. એનું જ નામ જીવન છે.
અરે , જીવન તો ઉત્સવ છે, એને ઉત્સાહ થી માણવું જોઈએ. એ ઉત્સવ મા પૂનમ ની ચાંદની પણ છે અને અમાસ નો અંધકાર પણ છે, પણ જો તમે એ અંધકાર મા પણ આશા નુ એક દીપ પ્રગટાવતા શીખી ગયા ને, તો એ અંધકાર મા પણ ઉત્સવ ની મજા માણશો . જીવન ની દરેક ક્ષણ કિંમતી હોય છે, પછી એ તમારા કામ મા આવી કે ના આવી. કારણ ક્ષણ - ક્ષણ જોડીએ ને ત્યારે જીવન નુ એક ચક્ર બને છે.
તમારું જીવન કોઈની સાથે સરખાવતાં નહીં, કારણ, દરેક ના જીવન નું ઘડતર, એને જીવવા ની ગતિ અલગ હોય છે. તમારા જીવન ના તમેજ શિલ્પકાર છો અને તારણહાર પણ.
અંત મા માત્ર એટલુંજ કહીશુ, જીવન તો નદી જેવી છે, વહેતા રહો અને બીજાને ખુશી વહેચતા રહો, જીવન તો સાગર છે, સમાવી લો બદ્ધુજ તમારી ભીતર અને તમારા કિનારે આવેલા લોકો ને આનંદ આપજો. એક જ વાર મળે છે જીવન, મન ભરી ને જીવી લેજો, માણી લેજો.