INSEARCH OF YARSAGUMBA - 6 in Gujarati Fiction Stories by Chandresh Gondalia books and stories PDF | યાર્સાગુમ્બા ની શોધ - ૬

Featured Books
Categories
Share

યાર્સાગુમ્બા ની શોધ - ૬

ક્રમશ:

પ્રાચી જયારે મમ્મી સાથે વાત કરી રહી હતી, ત્યારે જોરજોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો. બરફની જીણી ફોતરીઓ હવામાં ઉડી રહી હતી. અને વાતાવરણમાં અજીબ અવાજો ઉત્પન કરી રહી હતી. વળી આકાશમાં વીજળી પણ થઈ રહી હતી. આથી તેનો પણ અવાજ આવી રહ્યો હતો. પ્રાચી કોઈપણ ભોગે મમ્મી ને ખબર પડે તેમ ઇચ્છતી ન હતી. તેણે જણાવ્યું કે

પ્રાચી : મમ્મી અમે લોકો હિલ પર આવ્યા છીએ. અહીં પવન ખુબ છે, આથી આવો અવાજ આવે છે.


મમ્મી : તું એકલી જ આવી છો કે....?


પ્રાચી : ના મમ્મી...મારુ ગ્રુપ આવ્યું છે....સીમા પણ આવી છે...!


પ્રાચીએ સુઝેન ને મમ્મીને હાઈ બોલવાનું કહ્યું.


સુઝેન : હેલો આંટી...!


સુઝેને વાત કરી, અને શાલિનીજી ને લાગ્યું કે પ્રાચી એકલી નથી, આથી તે બચી ગઈ. પછી થોડીઘણી વાતો કરી ફોન મુકી દીધો. સુઝેન હજુ પણ સમજી ન હતી કે શું થઈ રહ્યું છે. પ્રાચીને સુઝેન સારી છોકરી લાગી, આથી તેણે પોતાની બીજ લેવા જવાની વાત તેને કરી દીધી. સુઝેન તેની વાત સાંભળીને ભાવુક થઈ ગઈ.


સુઝેન : વાવ...અંકલ ઇજ સો લકી ....હી હેસ અ ડોટર લાઈક યુ....!


સુઝેનને પોતાને તેના પપ્પા સાથે ક્યારેય બન્યું ન હતું. બાપ-દીકરીનો પ્રેમ કેવો હોય તે તેણે કોઈ દિવસ જોયું કે અનુભવ્યું જ ન હતું. તેને પ્રાચીની હિમ્મત અને સાહસ માટે માન થઈ આવ્યું. સુઝેને આસપાસ જોયું, અને તે બોલવા લાગી.


સુઝેન : મેં વહાં પહેલે ભી ગઈ હું...!


પ્રાચી તેની વાત સાંભળીને ચોંકી ગઈ.


સુઝેન : એકબાર, મેં પૈસો કી કમી કો પુરા કરને કે લિયે વહાં ગઈ થી.મેરે સાથ ૮- ૧૦ લોગ થે...!...તુમ કિતને લોગ હો...?

પ્રાચી : ચાર લોગ...!


આટલું બોલી પ્રાચીએ પોતાના સાથીઓ બતાવ્યા.


સુઝેન : મુજે નહિ લગતા ચાર લોગો કે સાથ તુમ વહાં જા સકતી હો...!


પ્રાચી માટે આ વાક્ય આઘાતજનક હતું. ત્યારબાદ તેણે સફરમાં પડતી મુશ્કેલીઓ, જરૂરિયાતો વિશે વાત કરી.


સુઝેન : વૈસે તો વોહ યહાં સે ચાર દિન કી દુરી પર હી હૈ...પર કભી-કભી અગર રસ્તા ભટક જાઓ તો ૧૦-૧૨ દિન તક તુમ ઈન માઉન્ટેન સે નિકલ નહિ પાતે હો...!


ત્યારબાદ સુઝેને તેને મેપ્સ (નકશા ) જોઈને તે પહાડો ક્યાં આવ્યા છે, અને કયા રસ્તેથી જવું સારું પડે તેની જાણકારી આપી. તેમજ મુશ્કેલીઓ વખતે કેવી રીતે બચવું (સ્વબચાવ) તેની જાણકારી આપી. ખરેખર તેની જાણકારી...ન તો પ્રાચીને હતી...કે... ન તો તેના કોઈ સાથી ને...!. આટલું બોલી અચાનક તે એવું બોલી કે પ્રાચી ખુશ થઈ ગઈ.


સુઝેન : ચલો મેં તુમ્હારે સાથ ચલતી હું....!...વૈસે ભી ઇસ બોરીંગ જીન્દગી સે મેં બોર હો ગઈ હું...!


પ્રાચી એટલી ખુશ થઈ ગઈ, કે તેને ભેટી પડી.દુર ઉભેલ બિસ્વાસ તેની આ હરકતો જોઈ રહ્યો હતો.


સુઝેન : દેખ તેરા લવર....તુજે હી દેખ રહા હૈ....!...ઉસે ભી હમ ક્યોં ન અપને સાથ લે ચલે....?!

પ્રાચી માટે હજુ પણ બિસ્વાસ અજનબી હતો.હજુ તો માત્ર તેની સાથે થોડીઘણી વાતચીત થઈ હતી. તેને પૂછવાનો કોઈ મતલબ ન હતો.


પ્રાચી : નહિ....!...ઉસે નહિ બતાયેંગે....!


સુઝેન : તેરી મરજી..વૈસે હમે અચ્છા ખાસા કુલી મીલ જાતા...!


આટલું બોલી તે બંને હસવા લાગી. બીજી તરફ બિસ્વાસને પ્રાચી જયારે તાર પર પોતાનો હાથ પકડી લટકી રહી હતી, તે ક્ષણે તેના ચહેરા પર ઉભરી આવેલ ભય અને માસુમિયતના ચિન્હો જોઈને પ્રેમ થઈ ગયો હતો. પ્રાચીએ તે મહેસુસ કર્યું ન હતું..!. આમપણ તેની પાસે એ વસ્તુ વિશે વિચારવાનો યોગ્ય સમય પણ ન હતો.


આમને આમ વાતો કરતા સાંજ પડી ગઈ.લોકોએ પોતાનું સાંજનું ખાણું પતાવ્યું. પછી ઇન્સ્ટ્રક્ટરે માહિતી આપી કે કાલથી ટ્રેકિંગ માં ખુબ મુશ્કેલીઓ પડશે, આથી આજે મજા કરી લો...!. કેમ્પમાં ઠેર-ઠેર તાપણાંઓ હતા, લોકો તેની આસપાસ બેઠા હતા. ગીત-સંગીતના તાલે અમુક લોકો જુમી રહ્યા હતા. બિસ્વાસ શાયરીઓ કહી તેમજ સુઝેન-લુસા ડાન્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા હતા. આની વચ્ચે વરસાદે મજા બગાડી. અચાનકથી વાતાવરણ ચેન્જ થયું.વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. પવન જોરશોરથી ફૂંકાવા લાગ્યો. લોકો પોતાના તંબુ તરફ ભાગવા લાગ્યા...!


પ્રાચીએ જોયું કે સુઝેન ભાગીને લુસાના ટેન્ટમાં જઈ રહી હતી. તેણે જતા-જતા પ્રાચી સામે આંખ મીંચકારી.પ્રાચી હસવા લાગી. કમસે કમ ૧. ૫ કલાક સુધી વરસાદ પડ્યો. પ્રાચી પોતાના ટેન્ટમાંથી બિસ્વાસ તરફ જોઈ રહી હતી. બિસ્વાસના ચહેરા પર કોઈ ભાવ ન હતા. હંમેશા હસતો બિસ્વાસ ભાવવિહીન કેમ હતો, તે તેને ન સમજાયું...!


વરસાદ થંભ્યા પછી પ્રાચી માટે સૌથી ખરાબ સમાચાર આવ્યા. કેમ્પ ઇન્સ્ટ્રક્ટરે બધાને બહાર બોલાવ્યા, અને સૂચના આપી,


ઇન્સ્ટ્રક્ટર : ઉપર કી તરફ (એવરેસ્ટ બેસ કેમ્પ ) ભારી બારીશ હોને કે કારન ઔર મોસમ ખરાબ હોને કે કારન કલ સુબહ હમે વાપસ લોટના પડેગા....!


બધા તેની સામે દલીલ કરવા લાગ્યા. પણ કેમ્પ ઇન્સ્ટ્રક્ટર પોતે પણ મજબુર હતો. તેને ઉપરથી આદેશ આવ્યો હતો, કેમ્પ રોકી દેવાનો. બધા નિરાશ ચહેરે પોતપોતાના ટેન્ટમાં આવ્યા. થોડીવાર પછી બિસ્વાસે જોયુંકે સુઝેન સાથે પ્રાચીનું પૂરું ગ્રુપ કંઈક વાતચીત કરી રહ્યું હતું.


સુઝેન : ગાય્સ...હમે કલ સુબહ હોને સે પહેલે હી નિકલના પડેગા...અગર કિસી કો પતા ચલા તો ફિર જાના ઇમ્પોસિબલ હો જાયેગા...!


બધાએ પોતાની સમ્મતી દર્શાવી....


સુઝેન : એક ઔર ગુડ ન્યુઝ હૈ...લુસા ભી હમારે સાથ આ રહા હૈ....!


આટલું બોલી સુઝેને એક હલકી સ્માઈલ પ્રાચીને આપી. તેણે લુસા સાથે પથારીવશ થઈ પોતાની સાથે આવવા મનાવી લીધો હતો. ભોલાએ પણ બુઢા વ્યક્તિને પોતાની સાથે આવવા મનાવી લીધો હતો. તે એક સાયન્ટીસ્ટ હતો, અને મ્યાનમારનો વતની હતો. તેનું નામ પ્રોફેસર જગ હતું. તે કોઈ રીસર્ચના કામથી અહીં આવ્યો હતો. હવે તેઓ ૭ જણ હતા. સવારે તેઓએ નીકળવાનું હતું. આથી અત્યારે ઊંઘવાનું જ મુનાસીબ સમજ્યું. પ્રાચીએ બિસ્વાસ તરફ ન જોયું, આથી તેને અજીબ લાગ્યું. તે પણ પોતાના ટેન્ટમાં જતો રહ્યો.

સવારે તેઓ પોતાની યોજના મુજબ બધા ઊંઘતા હતા, તે પહેલા જ તૈયાર થઈ ગયા હતા. સુઝેને ઘણો-બધો નાસ્તો કિચન માંથી ચોરી લીધો. આમપણ લોકો વધારે હતા,આથી ખાવા-પીવાની વસ્તુઓની જરૂર પડવાની હતી. તેઓએ કેમ્પઇન્સ્ટ્રક્ટરને પોતે જલ્દી નીકળી રહ્યા છે, અને પોતાની રીતે પહોંચી જશે, તેવી સુચના આપી. આટલું બોલી તેઓ નીકળી ગયા. ઇન્સ્ટ્રક્ટર પોતે પણ હજુ ઊંઘમાં હતો, આથી તેણે સંમતિ આપી દીધી. તેઓ નીકળી પડ્યા.


અત્યારે વાતાવરણ સાફ હતું. આથી ચાલવામાં તેમને કોઈ મુશ્કેલી ન હતી. બહુ જ ઝડપથી તેઓ પશ્ચિમની તરફ ચાલતા હતા. રસ્તામાં પ્રાચીએ જોયું કે સુઝેન એક જગ્યાએ સ્ટીકથી પીળું કપડું બાંધી રહી હતી. અને જમીનમાં ખોડી રહી હતી.


પ્રાચી : સુઝેન યે...કિસ લિયે....?


સુઝેન : અગર હમ રાસ્તા ભૂલ ગયે યા વાપસ અગર યહાં આયે તો યહી કપડાં હમે રસ્તા દિખાયેગા ઔર કામ લગેગા...!


દરેક જણને સુઝેનની બુદ્ધિ પર માન થઈ ગયું. ચાલતા-ચાલતા તેઓ કૂંભુ નદીથી એક કિલોમીટર નજીક પહોંચી આવ્યા. નદીને તેમણે પાર કરીને કૂંભુ પહાડને ક્રોસ કરી બીજી તરફ જવાનું હતું. નદી બરફને લીધે જામી ગઈ હતી. નદી અને તેઓ જ્યાં ઉભા હતા તે વચ્ચેનું અંતર કમસે કમ અડધો કિલોમીટર હતું. તેમાં ૧૦ થી ૧૫ ફૂટના બરફાચ્છિત(બરફ થી ઢંકાયેલા ) પથ્થરો હતો. તેમની વચ્ચે ૩-૪ ફુટ નું અંતર હતું. કોઈક પથ્થરોની વચ્ચે વધુ અંતર પણ હતું. પણ ચારેતરફ બરફની ચાદર પથરાયેલી હોવાથી કોઈ જગ્યાનો અંદાજો આવતો ન હતો, આથી બહુ સંભાળીને ચાલવાનું હતું. ધીરે-ધીરે તેઓ ચાલતા-ચાલતા અને પથ્થરોને સંભાળી કુદતા - કુદતા આગળ જઇ રહ્યા હતા. પણ આગળ જવું બહુજ કપરું હતું. તેઓ એક બીજા સાથે બંધાયેલા હતા, જેંથી એક નીચે પડે તો બીજો તેને બચાવી શકે. અચાનક પવન ફૂંકાયો, અને તેઓ ઉભા રહી ગયા. થોડીવાર પછી ચાલવાનું શરુ કરવા જ જતા હતા,ત્યાં પ્રોફેસર જગનો પગ લપસ્યો...અને બધા એક સાથે ૧૫ ફુટ ઉંડા ખાડામાં પડ્યા. તેઓને સારી એવી ઇજા થઈ. હવે મુસીબત એ હતી, કે ઉપર કેવી રીતે જવું...?!પથ્થરો લીસ્સા અને બરફથી જામ હતા, તેઓના હાથ સ્લીપ થઈ જતા હતા. બરફકુહાડી પણ કઈ કામ આપી રહી ન હતી. છેલ્લા અડધા કલાકથી થતા પ્રયાસોનો કોઈ ફાયદો થતો ન હતો. અત્યારે તેમની ચીખ પણ કોઈ સાંભળી શકે તેમ ન હતું. તેઓ કેમ્પ થી ૩ કિલોમીટર આગળ નીકળી ગયા હતા. પ્રાચી રડવા લાગી. દરેકના ચહેરા પર નિરાશા હતી.


પ્રાચી : ગોડ...પ્લીઝ હેલ્પ....!


પ્રાચીએ ઉપર જોયું તો એક પડછાયો દેખાયો. પડછાયો નજીક આવ્યો, અને બધા જોતા રહી ગયા. તે બિસ્વાસ હતો.


બિસ્વાસ : હેલ્લો ફ્રેન્ડ્સ...યુ નીડ હેલ્પ...?!


બધા તેને જોઈને ખુશ થઈ ગયા. તેણે એક રસ્સીના સહારે બધાને ઉપર ખેંચી લીધા. જો બિસ્વાસ ન આવ્યો હોત તો તેઓ માટે ઉપર આવવું લગભગ અશક્ય થઈ ગયું હોત.બિસ્વાસે પોતાની વાત કહેવાની ચાલુ કરી....!


જયારે તે સવારે ઉઠ્યો, ત્યારે તેણે કેમ્પ પર પ્રાચીને ન જોઈ.તે સીધોજ ઇન્સ્ટ્રક્ટર પાસે ગયો, અને જાણ્યું કે તેઓ વહેલા નીકળી ગયા છે. જે પ્રમાણે પ્રાચી અને તેનું ગ્રુપ રાત્રે ગુસુર-પૂસુર કરી રહ્યા હતા, તેના પરથી તેને દાળમાં કંઈક કાળું લાગ્યું. તે પોતાનો થોડો સામાન લઈ આગળ આવ્યો. વાતાવરણ હજુ સાફ જ હતું. તેને ૭-૮ જણના પગલાંઓ ના નિશાનને રસ્તા પરથી ઉતરીને પશ્ચિમની તરફ જતા જોયા. ત્યાં જવાની મનાઈ હોવાનું એક બોર્ડ ત્યાં લટકતું હતું. તેણે વિચાર્યુકે નક્કી તે પ્રાચી અને તેનું ગ્રુપ જ હશે. પોતે રસ્તેથી પાછો વળવાનો હતો, પણ સુઝેને બાંધેલુ પીળું કપડું જોયું, અને અહીં સુધી પહોંચી ગયો.

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૭ માં)


ક્રમશ: