મિત્રો ઘણા વાચક મિત્રો મારી રચના વાંચે છે પણ તેમનો કોઈ પ્રતિભાવ આવતો નથી. પ્લીઝ તમને જેવી લાગી હોય તેવું મને જણાવો. જો તમને વાર્તા ન ગમી હોય તો પણ કહો હું વધુ ઇન્ટરેસ્ટિંગ લખવાની કોશિશ કરીશ.
???
*******************************************
આયાન અમદાવાદ જતી ટ્રેન માં બેઠો હોય છે. તે ખૂબ જ ઉદાસ હોય છે. તે વિચારે છે, "આરવી અને રાહુલ એ આ રીતે મને દગો આપ્યો અને દિદુ પણ ગઈ કાલે હકીકત જાણ્યા વિના મારા પર ગુસ્સે થઇ ગયા." તે પોતાના વિચારોમાં એકદમ મશગુલ હતો. તેને આજુબાજુનું કશું જ ભાન ન હતું. આરવી અને રાહુલ એક બીજાને પ્રેમ કરે છે તેની સામે તેને કોઈ વાંધો ન હતો. પણ તે બે એ આ વાત તેનાથી છુપાવી તેનાથી વાંધો હતો. વાંધો તો હોય જ ને એક તેની બહેન હતી અને એક તેનો ભાઈ જેવો જીગરી મિત્ર હતો. આયાને બંને સાથે પોતાનું બાળપણ પસાર કર્યું હોય છે એટલે તે તેમની ખુબજ નજીક હોય છે. તો બીજી તરફ તેને ધ્રુહીના વર્તન માટે પણ ખુબજ દુઃખ હોય છે કારણકે ધ્રુહી તેનાથી ૩ વર્ષ મોટી હોવાથી તે આયાન અને આરવી ને એક માં ની જેમ સાચવે છે. તેમને દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે.
"શું હું એટલો ખરાબ ભાઈ છું કે મારી બહેન કે જેની સાથે જ મારો દિવસ શરૂ થાય અને પૂરો થાય તેને મારા પર વિશ્વાસ ન આવ્યો?? કેમ એણે મારાથી છુપાવ્યું? કેમ એને એમ લાગ્યું કે હું તેમના પ્રેમ નો વિરોધી બનીશ? શું ખામી હતી મારામાં? મારા ભાઈ જેવા રાહુલે પણ કેમ મને કશું ન કહ્યું? શું હું તેનો જીગરી નથી?"
આમ તેને આવા વિચારો આવ્યા કરતા હોય છે. તે થોડી વારમાં ઊંઘી જાય છે. થોડી વાર પછી તેની બાજુમાં એક મહિલા આવીને બેસે છે. તે મહિલાના હાથમાં એક ૧.૫/૨ વર્ષનું બાળક સૂતેલુ હોય છે. થોડી વાર પછી બરોડા નું સ્ટેશન નજીક આવવાની તૈયારીમાં હોય છે અને આયાન જાગી જાય છે. તેની બાજુમાં બેઠેલી મહિલા તેને તે બાળક તેને આપે છે અને પોતે વોશરૂમ જાય છે એમ કહીને જાય છે અને તે આવે નઇ ત્યાં સુધી સાચવવાનું કહે છે.
થોડીવાર પછી બરોડા સ્ટેશન આવે છે અને જેવી ટ્રેન ઉભી રહે છે કે તરતજ ખુબજ મોટો પોલીસ નો કાફલો ટ્રેનમાં ચડે છે. તેઓ દરેક ડબ્બા ચેક કરતા કરતા આયાન ના ડબ્બામાં પહોંચે છે. તેઓ આયાનને જોતા આયાન ને ઘેરી લે છે. તેમાંથી એક લેડી પોલીસ ઓફિસર આગળ આવે છે અને તેના હાથમાં થી તે બાળક લેવાની કોશિશ કરે છે પણ આયાન તે બાળક ને લેવા દેતો નથી. તેને તેની સામે પોલીસ હોય છે તેની પણ ખબર રહેતી નથી. કારણકે ગઈ કાલથી તેણે પોતાનો હોશ ગુમાવી દીધેલો હોય છે. તે બસ એકજ રત લગાવતો હોય છે કે તે આ બાળક તેની માતાના હાથમાં જ સોંપશે. તે બાળકને ટચ પણ કરવા દેતો નથી. થોડીવાર ની કોશિશ પછી પેલી લેડી પોલીસ ઓફીસર ગુસ્સે થઈ જાય છે અને તેને એક જોર થી લાફો મારી દે છે. ભલે તે સ્ત્રી હતી પણ તેના ટ્રેઈન્ડ થયેલા ભારી હાથથી તેનો લાફો એટલો જોરમાં હોય છે કે તેના મૂહમાંથી લોહી નીકળે છે. પછી એક બીજો ઓફિસર તેના હાથમાંથી બાળક છીનવી લે છે. અને બીજા ચારપાંચ ઓફિસર તેને પકડી લે છે અને તેને ટ્રેન ની બહાર આવે છે. જેવો તેને ટ્રેન ની બહાર લાવે છે કે તરત જ બે ત્રણ ઓફિસર તેના પર લાતો નો વરસાદ ચાલુ કરીદે છે. અને તે લેડી ઓફિસર પૂછે છે, " તારા સાથીદાર ક્યાં છે? શા માટે આ બાળક નું અપહરણ કર્યું હતું? આપણા દેશ ના ગૃહમંત્રીના છોકરા નું અપહરણ કરીને ખુબજ મોટો ગુનો કર્યો છે તમે લોકો એ." અને ખુબજ ગુસ્સા સાથે તેના પેટમાં લાત મારે છે.
આ બધું દૂર ઉભેલી એક છોકરી જોતી હોય છે. જે સુરત થીજ આયાન ની ટ્રેન માં હોય છે.
*******************************************
સવારના છ વાગ્યાનું એલાર્મ વાગતા જ ધ્રુહી તેની પથારીમાંથી ઉઠે છે. તે પોતાનો નિત્યક્રમ પતાવી આયાન ના રૂમ માં જાય છે. ત્યાં જઈને જુએ છે તો આયાન તેના રૂમમાં હોતો નથી. પછી તે બહાર ગાર્ડનમાં જુએ છે પણ તે ત્યાં પણ હોતો નથી. કદાચ જોગીંગ માટે ગયો હશે એમ વિચારીને તે ઘરમાં પાછી ફરે છે ત્યારે તે જુએ છે કે આયાનની બાઈક ઘરેજ હોય છે. હવે તેને ચિંતા થાય છે તે તરતજ આખું ઘર ચેક કરીલે છે પણ તેને આયાન મળતો નથી. તે ખુબજ ગભરાય જાય છે. તે આયાન ને કોલ કરવાની ટ્રાય કરે છે પણ તેનો ફોન સ્વીચ ઑફ આવે છે. તે આરવી ને જગાડે છે અને આયાન વિશે પૂછે છે પણ તેને પણ કશું ખબર હોતી નથી. હવે તે બંને ખુબજ ચિંતામાં હોય છે. આરવી તો રીતસરની રડીજ પડે છે. તે રડતા રડતા ધ્રુહીને ગઈકાલે રાત્રે કરેલા નિર્ણય વિશે કહે છે.
આરવી : દિદુ બધું મારા લીધે જ થયું છે. ભાઈલું ક્યાં ગયો હશે? દિદુ મેં ગઈકાલે નિર્ણય કર્યો છે કે જો ભાઈલું ને આ બધું પસંદ નથી તો હું હવે રાહુલ સાથે કદી પણ વાત કરીશ નહીં અને એને મળીશ પણ નહીં. મારા માટે મારા પ્રેમ કરતા મારો ભાઈલું વધારે મહત્વનો છે.
ધ્રુહી પણ હવે કન્ટ્રોલ કરી શકતી નથી અને આરવી ને ગળે લગાવીને રડી પડે છે.
ધ્રુહી : ના આરુ તું મારા જેવી ભૂલ ન કરતી. બેટુ ની પુરી વાત સાંભળીને જ પછી કોઈ નિર્ણય લેજે. મેં ગઈકાલે એની વાત સાંભળ્યા વિના જ એની પર ગુસ્સો કર્યો હતો એના કારણે જ એ કસે ચાલ્યો ગયો છે. એમાં તારો કોઈ વાંક નથી.
ધ્રુહી : ચાલ આરુ આપણે મમ્મી ને જઈને વાત કરીએ. પણ હા અત્યારે મમ્મીને તારા અને રાહુલ વિશે કાઈ ના કહેતી.
અને બંને શાલીનીબેન કિચન માં હોય છે ત્યાં પહોંચે છે. પણ શાલીનીબેન કિચનના કામમાં વ્યસ્ત હોય છે એટલે નાસ્તાના ટેબલ પર રાહ જોવાનું કહે છે. તો આ તરફ સુનિલભાઈ પણ તેમની બિઝનેસ ટુર પરથી મોડી રાત્રે આવી ગયેલા હોય છે. તો તેઓ પણ નાસ્તા ના ટેબલ પર આવે છે. સુનિલભાઈ ખુબજ ખુસમિજાજી હોય છે. તેઓ જેવા નાસ્તા ના ટેબલ પર આવે છે તેવા જ ધ્રુહી અને આરવીના માથા પર કિસ કરે છે અને બોલે છે, "કેમ છો મારી રાજકુમારીઓ?" બંને હળવી સ્માઈલ આપે છે અને મજામાં છે એમ કહે છે. પછી શાલીનીબેન ને બૂમ પાડે છે, "અરે મેરી શાલું કિતની ડેર લગેગી? બોહત ભૂખ લગી હુઈ હે." અને શાલીનીબેન આંખના દોરા બતાવે છે. કોઈ આમ દિવસ હોત તો બન્ને બહેનો આ વાત પર ખુબજ મસ્તી કરતે. પણ આજે દિવસ અલગ હતો. એમને આયાન ની ચિંતા હોય છે.
થોડી વાર પછી શાલીનીબેન નાસ્તો લઈને આવે છે.
સુનિલભાઈ : અરે મારો હીરો દેખાતો નથીને. ક્યાં ગયો??
શાલીનીબેન : આ તમારી રાજકુમારીને જ પૂછો. બો ચડાવ્યો છે ને એણે.
આટલું સાંભળતા ધ્રુહી ડરી જાય છે.
શાલીનીબેન : આજે સવારે ચિઠ્ઠી લખીને મૂકી ગયો કે તેને તેના રિઝલ્ટ નું ખુબજ ટેન્શન છે એટલે તે તેનું મન હળવું કરવા તેની માસીને ત્યાં અમદાવાદ જાય છે. એકવાર રૂબરૂ મળીને પૂછ્યું પણ નહી અને ચિઠ્ઠી મૂકીને જતો રહ્યો.
આટલું સાંભળતા બંને બહેનની ચિંતા દૂર થાય છે અને પોતાના ભાઈ પર ગર્વ થાય છે કે તે તેમની વાત છુપાવીને ગયો. પણ સાથે સાથે ધ્રુહીને દુઃખ પણ થયું કે આયાન હંમેશા નાની તકલીફ હોય તો પણ મારી પાસે આવે અને આજે એ મારી નાની વાતનું દુઃખ લગાવીને જતો રહ્યો.
સુનિલભાઈ : અરે મેરી લેડી હિટલર ક્યુ ઇતના ગુસ્સા કર રહી હો. હમારા બેટા છોટા થોડી હે? ઔર ઇટને ગુસ્સે મેં તુમ્હારી સુંદરતા કમ હો જાતિ હે!
સુનિલભાઈ આ રીતે જ મજાક માંજ વાત કરતા હોય છે અને તેઓ શાલીનીબેન ને લેડી હિટલર કહેતા હોય છે.
શાલીનીબેન : બસ કરો હવે. છોકરાઓ આટલા મોટા થયા તો પણ સુધરતા નથી. આ તમારા કારણેજ બગડી ગયા છે.
અને પછી બધા નાસ્તો પૂરો કરે છે. અને જતા જતા સુનિલભાઈ ધ્રુહી અને આરવીને પોતાના રૂમ માં આવવાનું કહે છે.
તેઓ બન્ને તેમના રૂમમાં જાય છે.
સુનિલભાઈ : આવો બેસો. મારે તમને એક વાત પૂછવી છે.
ધ્રુહી : હા બોલોને પપ્પા.
સુનિલભાઈ : શાલુ એ મને વાત કરી કે કાલે આરુ અને બેટુ બંને ઉદાસ હતા. અને આરુ કોય વાત ને લઈને ખુબજ રડી હતી. તો મને કહો કે શું વાત છે? કારણકે બેટુ ભણવામાં ખુબજ હોશિયાર છે એટલે એને રિઝલ્ટ નું ટેન્શન હોય એવું હું માનતો નથી.
આટલું સાંભળતાજ બંને શોક થય જાય છે. તેઓ એકબીજાને જોવા લાગે છે.
(ભાગ ૩ સમાપ્ત)
(ક્રમશઃ)
(શું આયાન બચી શકશે? કે પછી એને જ કિડનેપર સમજી લેવામાં આવશે? કોણ હોય છે પેલી છોકરી જે આ બધું જોતી હોય છે? શું તે કિડનેપર ગેંગ માંથી હશે? સુનિલભાઈ ને શુ જવાબ આપશે ધ્રુહી અને આરવી? શું સાચું જણાવી દેશે? જાણવા માટે રાહ જુઓ ભાગ ૪ ની...)
આપના પ્રતિભાવ મને આ મેઇલ પર મોકલી શકો છો.
info.a.shadal@gmail.com
આપના સલાહ સૂચન પણ આવકાર્ય છે.