આમ વાતાવરણ ની મજા માણતા-માણતા અમે લગભગ 70% પર્વત ચડી ગયા હતા એટલે હવે આગળ નો રસ્તો થોડો ભયજનક હતો કેમ કે હવે રસ્તા ની એક બાજુ ઊંચી ભેખડ અને બીજી બાજુ ઉંડી ખીણ..
આમ એક બાજુ ભેખડ અને બીજી બાજુ ખીણ હોય અને આગળ જતાં રસ્તો ચઢાણ ની સાથે અચાનક વણાંક લેતો હોય એટલે દૂર થી તો એવુંજ લાગે જાણે આગળ કોઈ રસ્તો જ નથી પરંતુ નજીક જઇયે ત્યાં અચાનક વણાંક આવે અને આવા રસ્તા પર પણ ડ્રાઇવર બસ એવી ચલાવે જાણે કોઈ ટ્રેન છૂટી જવાની હોય અને આ વણાંક વખતે થોડી વાર તો એવું લાગે જાણે હમણાં બસ સીધી ખીણ મા જતી રેહશે....
ભાવિન ભાઈ એ કહ્યું, "ચોમાસા ના સમય મા આ ઊંચી ભેખડો માંથી વરસાદ નું પાણી ધોધ રૂપે નીચે પડતું હોય અને એ નજારો જોયા જેવો હોય, પણ અત્યારે દિવાળી ના સમયે વરસાદ નહીં એટલે ક્યાંય ધોધ જોવા નહીં મળે, કદાચ કોઈ જગ્યા એ થોડું પાણી હોય અને નાનો ધોધ દેખાય તો આપણા નસીબ"
થોડી ગાડી આગળ ચાલી ત્યાં આગળ થોડું ટ્રાફિક જેવું દેખાયું અને ઘણી ગાડી ઓ ત્યાં સાઈડ મા પાર્ક (parking) કરેલી દેખાય.
ભાવિન ભાઈ એ કહ્યું, "ધોધ નો અવાજ તો નહીં આવતો પણ કદાચ કોઈ નાનો ધોધ હોય એવું લાગે છે અહીં, કેમ કે ચોમાસા માં આ જ રીતે ધોધ ના ફોટા પાડવા લોકો ઉભા રહે" એટલે બધા ને થયુ ચાલો નાનો તો નાનો પણ ધોધ તો જોવા મળશે, તેથી બધા નીચે ઉતારવાની તૈયારી મા જ હતા ત્યાં નજીક પહોંચ્યા ને જોયું તો ધોધ તો હતો પણ તે ધોધ મા પાણી એટલું જ હતું જાણે આપણા ઘર ની અગાસી પર રાખેલો પાણી નો ટાંકો છલકાઈ ને પાણી અગાસી પર થી નીચે પડતું હોય, એટલે અમે નીચે ઉતરવાનું ટાળી ને ગાડી આગળ ચલાવવા કહ્યું
ફરી 20 મિનિટ પછી ગાડી ઉભી રહી ને બહાર જોયું તો પ્રવેશ (Entry) ફી લેવા વાળા ઉભા હતા એટલે થયું હાસ હવે આવી ગયું મહાબળેશ્વર....
પ્રવેશ ફી આપી ને ફરી ગાડી અંદર ચાલી ને આખરે 130 KM અને સાડા ત્રણ કલાક ની મુસાફરી બાદ અમે મહાબળેશ્વર મેઈન માર્કેટ ની બહાર જઈ ને ઉભા રહ્યા અને હવે ત્યાં અંદર જવાનો સાંકડો રસ્તો હતો જ્યાં અમારે ગાડી અંદર લેવાની હતી પણ દિવાળી ના તહેવાર ને કારણે ઘણી ગાડીઓ ત્યાં રસ્તા ની બાજુ માં જ પાર્ક હતી છતાં પણ અમારા ડ્રાઇવરે ગાડી અંદર તો લીધી પણ ગાડી અંદર જતા જ રસ્તો બંધ થઈ ગયો અને થોડી ટ્રાફિક થઈ ગઈ આખરે ગાડી અંદર ના બીજા રસ્તા મા લીધી ને બાજુ મા પાર્ક કરી ને અમે 16 વ્યક્તિ અમારા નાના મોટા 18 બેગ સાથે નીચે ઉતર્યા
આમ આખરે મહાબળેશ્વર આવ્યું જેની અમે છેલ્લા 2 મહિનાથી રાહ જોતા હતા
હવે ગાડી પુરી ખાલી કરી ને પાર્કિંગ મા જતી રહી અને અમે હોટેલ માટે, હવે દિવાળી નો સમય, મહાબળેશ્વર જેવું સ્થળ સાથે અમે 16 વ્યક્તિ એટલે "હોટેલ મળશે કે નહીં ? કેટલું ભાડું હશે ?" આવા વિચારો મારા મગજ મા ચાલતા હતા ત્યાં ભાવિનભાઈ એ કહ્યું, "ચાલો મારી સાથે..."
મે પૂછ્યું, "હોટેલ બુકિંગ નું શું કરવું છે?"
"હોટેલ બુક થઈ ગઇ છે" ભાવિન ભાઈ એ કહ્યું......
ક્રમસ: (આગળ વાંચો ભાગ-11)