પ્રકરણ -14
રીવેન્જ
અન્યા સવારે ઉઠી ત્યારે એકમ આળસ અને સંતોષ સાથે ઉઠી.. ઊઠી એવી માં પાસે ગઇ અને ચુમીઓ લીધી અન્યાને જુદા રૃપમાં જોઇ હોય એવું લાગ્યું માં એ પુછ્યું શું વાત છે બેબી આજે સમયસર ઉઠીને આવી તું પણ ખુબ ખુશખુશાલ મૂડમાં ? તું જે રીતે રાત્રે પાર્ટી કરીને આવેલી અને મને તુ સીધી હવે બપોરે જ ઉઠીશ. હજી સેમ પણ બહાર નથી આવ્યાં કંઇ નહી આવ બાપ દીકરી બંન્ને સાથ જ કોફી અને બ્રેકફાસ્ટ કરજો.
અન્યાએ કહ્યું "એટલે જ વ્હેલી ઉઠીને આવી ગઇ કે તમારી સાથે બ્રેકફાસ્ટ માટે બેસી શકું મોમ તું સવારે પપ્પાને બોલાવીને બેસ હું જ કોફી - બ્રેકફાસ્ટ લઇને આવુ છું. રૂબીતો આજે આશ્ચર્યમાં પડી ગઇ શું વાત છે અન્યા ?
ઓકે ડાર્લીંગ તું ડાઇનીંગ ટેબલ પર બધું લઇને આવ હું સેમને બોલાવીને આવું છું તુંજ આજે બધુ પીરસને મને ગમશે એમ કહી હસતી
હસતી બેડરૂમ તરફ ગઇ.
સેમ અને રૂબી ડાઇનીંગ ટેબલ પર આવ્યા ત્યારે અન્યાએ કીટલીમાં કોફી બ્રેકફાસ્ટ બોઇલ અંડાનું ઓમ્લેટ પણ લાવીને મૂકી દીધાં હતાં. સેમ તો જોઇને નવાઇ પામી ગયો શું વાત છે ? આજે અન્યાનાં હાથે ખાવાનું છે ?
અન્યાએ કહ્યું "યપ પાપા પ્લીઝ કમ જુઓને મેં કેવી કોફી અને ઓમ્લેટ બનાવી છે ? એમ કહી એણે હું ખાઇશ જ પણ વાત શું છે એતો કહે ?
અન્યાએ કહ્યું "તમે બેસો શાંતિથી હું કહું છું મેં જે નિર્ણય લીધાં છે એ તમને કહેવા માંગુ છું. અને તમારા અભિપ્રાય માંગુ છું સેમે કહ્યું "ઓકે વેલ તો તે જોઇ નિર્ણય લીધાં ખરા.
અન્યાએ બધું "યસ પાપા... પાપા.. મોમ મે ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું છે... અને તે પણ મારી ટર્મ્સ પ્રમાણે મળે બધુ તો જ.. સેમ અને રૂબી એકબીજાની સામે જોઇ રહ્યાં અને પછી આનંદથી ઝૂમી ઉઠયાં. રૂબીએ કહ્યું વેલડન માય બેબી. હાં તારી ટર્મ્સ પ્રમાણે ઓકે હોય તોજ કરજે હું તારી સાથે જ રહીશ. એય મોમ એક નહીં હું હવે નાની કીકલી નથી જ્યાં તારી જરૂર હશે ચોક્કસ રાખીશ પણ તારી સામે હું કામ પણ નહીં કરી શકું.
સેમે કહ્યું એ બધી પછી વાત પણ આ લાઇનમાં સાવધાની પણ ખુબ રાખવાની છે. દેખાય એટલાં સારાં નથી હોતાં માણસો એટલે જાત પ્હેલાં સાચવાની અને પેલાં બધાનાં રીવ્યું ઓપીનીયન લેવાનાં અને બધાં હોય તોય પોતે જાતે જ ખૂબ જ મજબૂત રહેવાનું અન્યાએ કહ્યું "હાં પાપા વાત સાચી છે આ તમારી ગોલ્ડન એટવાઇઝ યાદ રાખીશ બીજુ મારુ કે મારો ફેન્ડ રાજવીર પણ ઘણીવાર સાથમાં હશે એ પણ ધ્યાન રાખશે બીજું કે મંગેશ સાથે ડાન્સ શીખીશ પણ મને સમયની અનૂકળતા હશે એ પ્રમાણે અત્યારે બધાં બધી રીતે વધાવવા તલપાપડ છે તો આ સોનેરી તક જવા દેવા નથી માંગતી. તમારો સાચો વિચાર શું અભિપ્રાય છે ?
સેમ અને રૂબી બંન્ને એક સાથે બોલી ઉઠ્યાં "દીકરા તારો નિર્ણય એકદમ વ્યવહારૂ અને સાચો જ છે બસ જાતનું ધ્યાન રાખવાનું અને એકદમ પ્રોફેશનલ રહેવાનું ક્યાંય લાગણીનાં વણાવવાનું નહીં અને કોઇ ગમે તેવો મોટો હોય એનાથી ઇમ્પ્રેસ નહીં થવાનું કારણકે ઘણાનાં દેખાડવાનાં અને ચાવવાનાં જુદા હોય છે એમાંય આ ઇન્ડસ્ટ્રીઝ તો ખૂબ બદનામ છે. અમે તારા સાથમાં જ છીએ અને હું સિધ્ધાર્થ અંકલને પણ કહી રાખીશ.
પાપા....... સમજી ગઇ પણ હું જેવી ઇન્ડ્સ્ટ્રીઝમાં એન્ટ્રી મારીશ ગ્રાન્ડ પાર્ટી પેલો પ્રોડયુસર જ આપશે એમાં બધાને બોલાવી લઇશું એમ કહીને હસવા માંડી.... રૂબીએ કહ્યું તે આ નિર્ણય કર્યો છે તો હું બાજુમાં મીસીસ બિગોન્ઝાને જણાવી દઊં અને અત્યારે સાથે કોફી પીવા આમંત્રી આવું સાથે જ લઇને આવું. શું કહો છો સેમ ?
સેમ કહ્યું હાં સાચી વાત છે એકથી બે ભલા... અન્યાએ કહ્યું આતો બે થી ત્રણ ભલા થવાનાં કહી હસવા લાગી યસ યસ મોમ હું મજાક કરું છું. બોલાવી લાવો પછી જ હું કોફી સર્વ કરું છું. રૂબી મીસીસ બ્રીગોન્ઝાને બોલવવા ગઇ અને અન્યાના ફોન પર રાજવીરની રીંગ આવી રાજવીરે કહ્યું "હાય અન્યા ગુડમોર્નીગ.... કેવી રહી ? રાત… ? અને અત્યારે સવાર ? અન્યા ફોન લઇને બહાર ગાર્ડનમાં આવી ગઇ. રાતતો તારી સાથે માણેલી મજા માણવામાં મસ્ત ગઇ. લવ યુ રાજા. અને સવાર પણ સરસ અત્યારે ફેમીલી મીટીગ જ ચાલે છે. ફીલ્મમાં જવા અંગે... પછી ફોન કરીશ. બાય. લવ યુ રાજવીરે ક્યું વાત તો કર પછી ફોન મૂક. અન્યાએ કહ્યું પછી વાત એમ કહીને ફોન કાપીને પાછી અંદર આવી ગઇ રાજવીર ફોન હાથમાં પકડીને જ ઊભો રહ્યો. એને થયું આ હમણાં કોઇ ઓળખાવી નથી પકડતા નથી. કાયમ એનાં પ્રમાણે જ રીંગ કરે છે કંઇ નહીં પણ હવે એ સાચો પ્રેમ છે તો અને ગઇકાલની જો... એને ગઇકાલની મજા યાદ આવી ગઇ એણે વિચાર્યું પછી એ ફોન કરશે એને બોલાવી લેશે જીમ પર જ વાતોમાં બોલાવીશ.
અન્યા ફોન કાપીને અંદર આવી ત્યારે મંમી સાથે મીસીસ બ્રિગેન્ઝા પણ આવી ગયાં હતાં. એ તો અન્યાને જોઇને જ ખુશ થઇ ગયાં આવીને અન્યાને વહાલ કરી કર્યું કેવી મીઠી છોકરી છે વ્હાલ કર્યા વિના હું રહીજ ના શકું આ છોકરાઓની શી દશા થતી હશે ? એમ કહીને જોરથી હસી પડ્યા પછી કહે શું મજાક કરું છું પણ તારી મંમીએ કહ્યું કે તે ફીલ્મમાં જવા નિર્ણય કરી દીધો છે. વાઉ સરસ ડીસીઝન છે દીકરા પણ એક વાતનો ખ્યાલ રાખજે અહીં સિંહનાં રૂપમાં વરુઓ ભરે છે. તને નેગેટીવ પ્હેલાં બતાવું છું. પોઝીટીવને ગમવાનું જ છે. પેલા રોમેરો નેલસન હું સારી રીતે ઓળખું છું એતો તને ડેબ્યુ કરાવવા તરસી રહ્યો છે. મને ખૂબ દબાણ કરતાં કહે છે એનો પાર્ટનર પેલો હીંગોરી જે જોઇએ એ પ્રાઇઝ આપવા તૈયાર છે તું કહે તો વાત કરું ?
અન્યાએ કહ્યું "આંટી તમે વાત કરી માત્ર મારી મીટીંગ એવી રીતે ગોઠવો કે મારી ક્યાંય ગરજના વર્તાય મારો બધીજ રીતે હાથ ઊંચો રહે અને હું સર્વે કરીશ સ્ટોરી સાંભળીશ પછી મારી જે પ્રાઇઝ હું નક્કી કરીશ એ આપવા તૈયાર હોય તો જ હું કામ કરીશ. બાકી બીજા પણ ઘણાં ફીનાન્સર અને ડાયરેકટરનાં ફોન આવે છે કોઇ પ્રોડ્યુસર ગીલાની છે એણે તો પાપાને કહ્યું હું બ્લેન્ક ચેક આપુ છું તમારે જે રકમ ભરવી હોય ભરી દો મને મંજૂર છે.
મીસીસ બ્રિગેન્ઝાએ કહ્યું "હાં અને ગીલાની ખૂબ મોટો ફીનાન્સર છે એ ઘણાં બીજા નાના ફીનાન્સરોને પૈસા ઘીરે છે એણે કહ્યું એટલે ફાઇનલ તારી પ્રાઇઝ ખૂબ ઊંચી આંકી છે એણે.... સાચુ કહું આ લોકો એની પાસેથીજ પૈસા લે છે અને નાની પૈસા ગીલાનીનાં તેમણે મને એ ખબર નથી કે એનું નામ કેમ નથી આગળ કરતો... હશે આપણે શું આંટી કોઇ બીજો મામલો હશે. કયાતો ગેરકાયદેસર આવતું હશે. આપણે એથી મતલબ નથી. તું કહે ત્યારે મીટીંગ ફીક્ષ કરી અને પહેલી મીટીંગમાં અને ત્રણે તારી સાથે આવીશું.
અન્યાએ કહ્યું ઓકે આંટી ફીક્ષ કરીદો અને સમય અને દિવસ આસ વિચારીને બોલી આજે ટ્યુઝડે છે ફ્રાઇડેની તારીખ જે હોય એ ફાઇનલ કરો સમય સવારનો રાખજો કંઇક વિચારીને અન્યા બોલી.
મીસીસ બ્રિગેન્ઝાએ કહ્યું "ઓકે ડન. હું અત્યારેજ ફાઇન્લ કરું છું. મીટીંગ રોમેરો સાથે. અને આન્ટીએ પોતાનો મોબાઇલ લઇ રોમેરાનો નંબર જોઇને લગાવ્યો અને પોતે ચતુરાઇથી વાત ચાલુ કરી......
“હાય નેલસન.. હાઉ આર યું ? અને મીસીસ બ્રિગેન્ઝાએ ફોન સ્પીકર ઉપર મૂકી દીધો. ફોન નંબર અને નામ વાંચીને રોમેરોએ એની સાઇલમાં વાત ચાલુ કરી “હાય મીસ બ્રિગેન્ઝા હાઉ આર યુ.આઇ એમ ફાઇન થેક્યું હુ તમને જ ફોન કરવાનો હતો. મારું કામ પતાવ્યું પેલી તમારી નેબર છોકરી ડાન્સરને મનાવી મારી ફીલ્મ માટે ? એણે જ સામેથી વિષય ઉપાડ્યો.
મીસીસ બ્રિગેન્ઝાએ કહ્યું "ખોટી વાતો ના હોય અને એકદમ એક્ટ્રેક્ટિવ રોલ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રાઇઝ મની આપવાનો હોય તોજ વાત કરું. એનો ખૂબ સુખી ઘરની છોકરી છે. આવી સુંદર છોકરીઓ ઇન્ડસ્ટ્રીઝને મળે છે ક્યાં ? બધાને મેકઅપ કરીને સુંદર બનાવો છો. આતો ગોડ ગીફટ બ્યુટી છે. રોમેરોએ કહ્યું તમે એકવાર તૈયાર કરો પછી એજ કહેશે એ પ્રાઇઝ... કોરો ચેક આપીશ બસ ? મિસીસ બ્રિગેન્ઝા એ ક્યું ઓકે ચાલ આજે વાત કરી જોઊં છું પછી ફોન કરું કહીને ફોન મૂક્યો અને અન્યા, સેમ અને રૂબી સામે જોયું બધાં ખુશ થઇ ગયાં.
પ્રકરણ -14 સમાપ્ત.
આગળ આવતા અંકે અન્યાનો ભેટો રોમેરો સાથે.