આગળ ના પાર્ટ માં જોયું કે સમર ની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે....અને એ એક વાર ફરી પાંખી વિશે ખોટું સમજી લે છે...પાંખી ગુસ્સા માં સમર ના ઘરે થી ચાલી જાય છે..... હવે આગળ...
પાંખી સમર પર ગુસ્સે થઈ ને બહાર જાવા લાગે છે...ત્યાં જ એ જોવે છે કે અંધારું થઈ ગયું હોય છે....ત્યાં જ એની નજર સમર ના ગાર્ડન પર પડે છે.....સમર ના ગાર્ડન માં ખૂબ જ લાઈટ કરેલી હોય છે.....એક એક છોડ સાથે નાની નાની એક એક લાઈટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ફિટ કરેલી હતી....અને એ લાઈટ ખૂબ જ રંગબેરંગી હોય છે.... જેના લીધે આખુ ગાર્ડન ખૂબ જ સુંદર લાગતું હતું.....પાંખી થોડી વાર પોતાનો ગુસ્સો ભૂલી ને ત્યાં જ ઉભી રહી ગઈ અને આ ખુબસુરત નજારો જોવા લાગી...
ત્યાં જ એને ફરી સમર ની વાત યાદ આવી ગઈ અને એ ગુસ્સા માં ચાલવા લાગી....અને એકલી એકલી બોલવા લાગી....
"પોતાના મન માં સમજે છે શું સમર સર...જ્યારે હોય ત્યારે કોઈ નું સાંભર્યા વગર બસ બોલવા જ લાગે....બસ પોતે એક જ સાચા...બાકી તો બધા ખોટા જ છે એની નજર માં....ક્યાં આન્ટી આટલા સારા અને ક્યાં પોતે.....આન્ટી ના તો કોઈ પણ ગુણ એના માં છે જ નહીં.... અકડું જેવા...."
ત્યાં જ સમર પાછળ થી આવે છે સાંભળે છે અને કહે છે...."thank you....."
પાંખી જોયા વગર જ....."welcom"......કહે છે.અને પછી પાછળ ફરી ને જોવે છે....ત્યાં તો સમર ઉભો હોય છે....એને જોઇ ને જાણે શરમ અનુભવે છે અને પોતાના દાંત વચ્ચે જીભ દબાવીને શરમ ના કારણે ચાલવા લાગે છે....
ત્યાં જ સમર એને રોકતા કહે છે....
"ઉભા રહો મિસ પાંખી....હું તમને મૂકી જાવ છું... અંધારું થઈ ગયું છે અને વાતાવરણ પણ ખરાબ છે....વરસાદ આવવા ની તૈયારી છે...ચાલો કાર માં બેસો...તમારી એકટીવા કાલ ડ્રાઇવર તમારા ઘરે મૂકી જશે....ચલો બેસો..."
પાંખી હજી ગુસ્સા માં જ હોય છે....અને એને થાય છે કે સમર ને ના કહી દે....પણ વાતાવરણ ખરાબ હોવા થી તે કાર માં બેસી જાય છે ...રસ્તા માં થોડી વાર બંને કાંઈ જ બોલતા નથી....પાંખી તો ગુસ્સા માં મોઢું ફુલાવી ને બેઠી હોય છે....ત્યાં જ રસ્તા માં આગળ જતાં બે રસ્તા આવે છે....સમર જે રસ્તો શોર્ટકટ હોય છે તે તરફ કાર વાળે છે....એ રસ્તો ખરાબ હોય છે એટલે પાંખી સમર ને ગુસ્સા માં કહે છે....
"એ રસ્તો ખરાબ છે..ત્યાં થી ન ચલાવો...."
સમર કહે છે કે..."મને આવડે છે કાર ચાલવતા મિસ પાંખી..."
પાંખી ફરી મોઢું ફુલાવીને બેસી જાય છે....હજી તો એ રસ્તે થોડા આગળ જાય છે ત્યાં જ કાર માં પંચર પડી જાય છે....અને કાર બંધ થઈ જાય છે....પાંખી ને થોડું હસવું આવી જાય છે....એ મન માં જ સમર ની કોપી કરે છે અને કહે છે....
"મને કાર ચલાવતા આવડે છે મિસ પાંખી...."અને ફરી હસવા લાગે છે....
ત્યાં જ સમર એની સામે ગુસ્સા માં જોવે છે...પાંખી ચૂપ થઈ જાય છે...સમર કાર માંથી ઉતરીને ટાયર બદલવા જાય છે... પાંખી કાર નો દરવાજો ખોલી નાખે છે અને બહાર જોવે છે....બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હોય છે....અને મસ્ત હવા આવતી હોય છે....તે આ વાતાવરણ એન્જોય કરવા લાગે છે...એ સમર તરફ જોવે છે એ હજી ટાયર ફીટ કરવા માં busy હોય છે....તે બહાર નીકળે છે રસ્તા માં વાહન ની ખૂબ જ ઓછી અવર જવર હોવા થી એ રસ્તા વચ્ચે ચાલી જાય છે અને હવા માં હાથ ફેલાવીને વરસાદ ને એન્જોય કરવા લાગે છે....
વરસાદ ધીમેં ધીમે વધતો જતો હોય છે....પાંખી તો એક નાના બાળક ની જેમ વરસાદ માં પલળવા લાગે છે...સમર જલ્દી ટાયર ફીટ કરી ને કાર માં આવે છે અને જોવે છે તો પાંખી નથી હોતી....એ બહાર જોવે છે....પાંખી બહાર વરસાદ માં પલળતી હોય છે અને જાણે એક નાનું બાળક હોય એમ નાચતી હોય છે....
સમર એને જોર થી બૂમ પાડે છે....પણ પાંખી જાણે સાંભળતી જ ન હોય એમ પોતાના માં જ ખોવાયેલી હોય છે...સમર ફરી વાર બુમ પાડે છે...પણ પાંખી સાંભળતી નથી....સમર પાંખી તરફ ધીમે ધીમે ચાલવા લાગે છે....અને અચાનક એનું ધ્યાન પાંખી ના ચેહરા પર પડે છે ...પાંખી ના વાળ વરસાદ ને લીધે ભીના થઈ ગયા હોય છે...એના વાળ ની લટો એના ચેહરા પર આવી ગઈ હોય છે...એનો ખુબસુરત ચેહરો વરસાદ ના કારણે વધુ ખુબસુરત લાગે છે....સમર એકીટશે પાંખી સામે જોયા જ કરે છે.... આજ પહેલી વાર એના દિલ માં કાંઈક અલગ જ filings થવા લાગે છે....એ પાંખી ની નજીક પહોંચી જાય છે....
પાંખી નું ધ્યાન સમર પર પડે છે અને એ કહે છે....
"સર તમને પણ વરસાદ માં પલળવું ખૂબ જ ગમે છે ને....
ત્યાં જ અચાનક જાણે સમર ભાન મા આવ્યો હોય એમ કહે છે ના ચાલો..."મિસ પાંખી લેટ થાય..."અને પાછળ ફરી ને ચાલવા લાગે છે....
પાંખી સમર ને રોકવા માટે અચાનક એનો હાથ પકડી લિયે છે....અને કહે છે કે....
"સમર સર,પોતાના મન ની ઇચ્છાઓ ને આમ ન મરવા દો.... ભૂતકાળ ને ભૂલી ને વર્તમાન ને જીવવા ની કોશિશ તો કરો....ત્યાં જ સમર પાંખી સામે જોવે છે....પાંખી નું બોલવા નું હજી ચાલુ જ હોય છે....સર મને આન્ટી એ બધું જ કહ્યું....સર આ પાણી જોવો છો.... નીચે રોડ પણ વહેતા પાણી ને જોઈ ને પાંખી કહે છે....સર આ પાણી જેમ વહે છે એમ જ આપણી જિંદગી પણ વહેતી જ જાય છે....અને જો આપણે ભૂતકાળ ને યાદ રાખી ને ચાલસી તો પેલા ખાડા જેવી હાલત થશે....પાછળ એક ખાડા ને બતાવતા કહે છે....સર એ ખાડા ના કારણે પાણી ત્યાં જ અટકી ગયું છે....એ ખાડા ના કારણે પાણી ને વહેવા માં મુશ્કેલી પડે છે..... અને એના લીધે રાહદારી ને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે....તેમ જ જિંદગી પણ ભૂતકાળ ના કારણે વહેતી બંધ થઈ જાય છે.....અને એના લીધે આપણે તો દુઃખી રહેશી જ સાથે આપણી સાથે જોડાયેલા પણ દુઃખી રહેશે....સર please આગળ વધી જાવ....તમારા કારણે આન્ટી પણ ઘણા દુઃખી છે....પોતાના માટે નહીં તો આંટી માટે તો પોતાને બદલો...આંટી તમને પહેલા ની જેમ ખૂબ જ ખુશ જોવા માંગે...અને હું પણ.
પાંખી થી અચાનક પોતાની દિલ ની વાત બોલાય ગઈ...અને એ ચૂપ થઈ ગઈ...ખબર નહીં કેમ પણ એના થી ભૂલ થી પોતાનું નામ લેવાય ગયું...અને એને એ વાત નો અહેસાસ થતા એ બોલતા બોલતા બંધ જ થઈ ગઈ...
સમર એકીટશે બસ પાંખી ને જોવા લાગ્યો....પાંખી એ હજી પણ સમર નો હાથ એમ જ પકડી રાખ્યો હતો...બસ ફેર એટલો પડ્યો હતો કે એ હાથ ની પકડ પહેલા કરતા વધારે મજબૂત થઈ ગઈ હતી.....જેનો બંને માંથી એક પણ ને અહેસાસ નહતો...બંને એક બીજા માં એટલા ખોવાઇ ગયા હતા વરસાદ બંધ થવાની પણ જાણ ન રહી....એવુ લાગી રહ્યું હતું કે જાણે બંને માંથી એક પણ એક બીજા થી દૂર નથી જવા માંગતા....અને એનું કારણ પણ એકેય ને ખબર નહતું....
ત્યાં જ અચાનક સમર ના ફોન ની રિંગ વાગી ને બંને જાણે તંદ્રા માંથી બહાર આવ્યા હોય એમ એક બીજા તરફ થી નજર હટાવી લીધી....સમર ફોન રિશિવ કરવા જતો જ હતો કે એને ખબર પડી કે પાંખી એ એનો હાથ પકડી રાખ્યો છે....એને પાંખી ને હાથ છોડવા માટે ઈશારો કર્યો...પાંખી હાથ મૂકી ને કાર માં બેસી ગઈ...સમર પણ કોલ માં વાત કરી ને એક નવા જ અહેસાસ સાથે કાર તરફ આગળ વધ્યો....
વધુ આવતા અંકે.....
"થઈ રહી છે એક નવી શરૂઆત......
શું હશે આવતી કાલ....."
જાણવા માટે વાંચતા રહો...."નફરત સે બની એક કહાની પ્યાર કી...."દર મંગળવારે......