AFFECTION - 5 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 5

Featured Books
Categories
Share

AFFECTION - 5





હું જરાક અસમંજસ માં હતો કે શું ચાલી રહ્યું છે આ બધું??હું ક્યાં છું ??? એટલે આ સવાલનો જવાબ લેવા હું મારા બેડ પરથી ઉભો થયો અને બારીની બહાર જોવા પ્રયત્ન કર્યો....

દૂર સુધી હરિયાળા ખેતરો જ દેખાયા તે બારીમાંથી....હવે હું થોડોક ગભરાઈ ગયો...કારણકે મારો રૂમ લગભગ ત્રીજા અથવા ચોથા માળે હતો.જાણે મને નજરકેદ કરી લીધો હોય એવું લાગવા લાગ્યું.ઘર નહીં મહેલ જ હશે..એવું મેં ધારી લીધું.મારો રૂમ ખોલવા જ જતો હતો ત્યાં સામેથી પેલી છોકરી પાછી આવી ગઈ..

she : તું તો બહુ જલ્દી સાજો થઈ ગયો લાગે છે..

me : શુ નામ છે તારું?તું મને ખરેખર પ્રેમ કરે છે?? છેલ્લી વખત પૂછું છું તને હું..કારણ કે મારા મન માં ઘણા બધા સવાલ આવી ગયા છે ..

she : નથી દેવો જવાબ મારે તને,બોલ શુ કરી લઈશ??
તે મીઠું હસીને કહેવા લાગી.

શરીર માં કમજોરી હોવા છતાં મેં આજુબાજુ નજર દોડાવી અને કંઈક ધારદાર વસ્તુ ગોતવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ દેખાયું નહિ એટલે છેલ્લે એક ઈન્જેકશન પડ્યું હતું મારા બેડની બાજુ માં એ લઈને પેલી છોકરીને કમરથી પકડી મારી તરફ ખેંચી અને એના ગળા તરફ ઈન્જેકશન રાખ્યું.

me : હવે તો આપીશને સાચો જવાબ??કે હજુ પણ હસવાની જ છો તું..

she : તને એમ કેમ લાગે છે કે હું તને આવી રીતે સાચો જવાબ દઈશ...તારે જો મને hurt જ કરવું હોય તો ઉભો રહે તને હમણા ચાકુ લઈને આપું છું....અથવા તો બંદૂક આપું ...ડાર્લિંગ મને આવી વસ્તુ થી ફરક નહીં પડે...

me : તને શું લાગે....મને તારા મોઢેથી બોલાવવાના ઘણા તરીકા આવડે છે...

એમ કહીને મેં મારા જ ગળા પર એ ઈન્જેકશન ભરાવ્યું...અને બોલ્યો..
me : હવે તો તારે મને મારા જવાબ દેવા જ પડશે..નહિતર આ ઈન્જેકશન હું ગળાની આરપાર કરી નાખીશ...

she : અરે તું તો ખરેખર પાગલ માણસ છો...હા હું તને પ્રેમ કરું છું..એનાથી વિશેષ તારે શુ પૂછવું છે??

me : તારું નામ શું છે?? હું અહીંયા કેવી રીતે આવ્યો ??? હું અત્યારે ક્યાં છું...બધુ સમજાવ મને તું..કારણ કે આજુબાજુ આટલા ખેતર અને એમાં પણ હું કોક ના ઘર માં સારવાર લેતો હતો...આ બધી વાત મને સમજ માં નથી આવતી...

she : અરે એમા તું આટલો બધો ચિંતા માં કેમ આવી ગયો...પહેલે તું injection હટાવ તારા ગળા પરથી...

એમ કહીને તે જ મારા પાસે આવીને તેને ઈન્જેકશન લઈ લીધું અને મને પકડીને ધીરેથી બેડ પર બેસાડયો,અને પોતે પણ મારી બાજુ માં બેઠી..

she : તું અત્યારે મારા ગામમાં છો.અને આ મારું ઘર છે.

me : આટલું મોટું તારું ઘર છે..મને તો યાર વિશ્વાસ જ નથી આવતો..પણ આ ગામ કઈ જગ્યા એ છે..

she : આપણે અત્યારે શહેરી વિસ્તાર અને રાજ્યની હદમાં નથી આવતા..આ ગામમાં પોતાના કાનૂન છે.ચોક્કસ જગ્યા તને કેવી રીતે સમજાવવી મારે મને એ જ નથી સમજાતું.

me : મને હોસ્પિટલ ની જગ્યા એ અહીંયા કેમ લઈ આવ્યા..મને કાઈ ખબર નથી પડતી..

she : તને ખુશી થઈ કહું કે દુઃખી થઈને કહું એ સમજાતું નથી મને...

me : please...સમજાવ મને..

she : તને લઈને હું હોસ્પિટલ જ ગઈ હતી..હું બહુ જ ડરી ગઈ હતી તને આવી હાલત માં જોઈને...ત્યાં તારી સારવાર ચાલુ જ હતી..કે રાત મોડી પડી ગઈ હતી એટલે મારા પપ્પા ને પેલી જે મારા જોડે હતી વિસર્જનમાં ડોશીઓ એ જાણ કરી દીધી કે હું હોસ્પિટલ માં તને લઈને આવી છું એટલે મારા પપ્પા પહેલે તો ગુસ્સામાં હતા કે હું અહીંયા કોઈ છોકરાને લઈને આવી છું...પણ જેવુ એમને ખબર પડી કે તે મારા માટે 10 છોકરાઓને વગર વિચાર્યે માર્યા...અને 20 છોકરા પાસેથી ફક્ત મારા માટે માર ખાધી...તો મારા પપ્પા તારા પર ખુશ થઈ ગયા..અને તાત્કાલિક કોઈ પર ભરોસો કર્યા વગર તને અમારા ગામ માં લઇ આવ્યા..અને અહીંયા જ હોસ્પિટલ જેવી સારવાર માટે સગવડ કરી દીધી..


me : તો આમા દુઃખી થવા જેવી શુ વાત છે???આ તો સારું કેવાય ને મને ભવિષ્યમાં તારા બાપા પાસે તારો હાથ માંગવામાં તકલીફ નહીં પડે..

she : તું હાલ નહિ સમજે..એ બધું મુકને..બીજું કાંઈ તારે જાણવું છે તો પૂછી લે પછી મને ધમકી માં આપતો ઈન્જેકશન લઈને..

me : બધું બોલી ગઈ પણ તે મને તારું નામ ના કીધું..

she : સનમ નામ છે મારું..કહેતો હોય તો હાથ માં કોતરાવી નાખું તારા..

me : નામ તો....જાવા દે નથી કહેવું મારે ..

she: બોલને હવે ...આટલા ભાવ કેમ ખાય છે તું ???બોલી નાખ..તારા મોઢેથી વખાણ સાંભળવા મને બોવ જ ગમે છે યાર..

ત્યાં જ કોક નોકરાણી આવી અને બોલી કે ,"સનમબેન જો તમારા સાહેબ સાજા થઈ ગયા હોય તો માલિક એ સાંજે જમવા માટે સાથે આવવા તૈયાર રહેવા કહ્યું છે...જો તમે કહેતા હોવ તો સાંજે આખા ગામ માટે જમણવાર તૈયાર કરાવી દઉં..એવો માલિક નો હુકમ છે..

sanam : ના...મારા સાહેબ હજુ સરખી રીતે સાજા નથી થયા...તારા માલિક ને કહી દેજે..હજુ ત્રણ ચાર દિવસ લાગશે એટલે તે ગામ સાથે જમણવાર કરવા 3 દિવસ પછી આવશે..ત્યાં સુધી હું તેમની જોડે જ છું..

આટલું સાંભળીને નોકરાણી જતી રહી..

me : શુ હતું આ બધું સનમ...

she : હજુ એકવાર બોલને..

me : શુ બોલું ??

she : મારુ નામ બોલને યાર...તારા મોઢેથી...બહુ ગજ્જબ ફિલ થાય છે તારા પાસેથી મારુ નામ સાંભળીને...


હું હસવા લાગ્યો..
me : નોકરાણી શુ બોલીને ગઈ મને ના સમજાયું સનમ..

she : તારા સસરાને બહુ ઉતાવળ છે આખા ગામ સામે પોતાનો ભાવિ જમાઈ બતાવવાની....એટલે એમને આખા ગામ માટે જમણવાર કરાવવાનો અને એમાં તને બધા સામે દેખાડવા માંગે છે...કે એમની છોકરી માટે તેમને કેવો વાર ગોત્યો છે..

આ સાંભળીને પહેલે તો હું વિચારમાં પડી ગયો...પછી સમજાયું તો ખુશ થયો..કે વાહ..આ તો છોકરીના બાપ પાસે છોકરીનો હાથ માંગવાની ઝંઝટ જ નહીં..
.
.
.
.
હું ત્યાં બેઠા બેઠા જ સપના જોવા લાગ્યો...અને જોર થી સનમ ને કસીને બાથ ભરી અને બોલ્યો...સનમ આઈ લવ યુ..
.
.
કોઈ પણ પ્રેમી હોય એના માટે આનાથી વિશેષ કઇ પલ હોય કે એ જેને ચાહે છે એ પણ એને સામે પ્રેમ કરે છે...અને એનો બાપ પણ તમને તમારો જમાઈ બનાવવા તમારા કરતા પણ વધારે ઉત્સાહિત છે..

હું સાતમા આકાશ માં આવી ગયો હતો...પણ ક્યાં સુધી??

અરે આ તો વાત થઈ ભૂતકાળની પણ વર્તમાનકાળમાં મારા દોસ્તો શુ કરી રહ્યા હતા..ચાલો ત્યાં પણ એક નજર નાખીએ..

harsh : સૌથી પહેલે આપણે સનમ ના ગામડે જઈને સનમ ને જ કિડનેપ કરીને અહીંયા લાવવી જોઈશે..

naitik : એ તો કરીએ પણ સનમ નું ગામ ક્યાં છે કોઈને ખબર છે??

harsh : કાર્તિકે કહ્યું હતું કે ત્યાં કોઈ જિલ્લા ની સરહદ નથી આવતી...અને પોતાના જ કાનૂન છે અને ત્યાં હરિયાળી બહુ છે..અને આવા ગામ ગુજરાત માં બહુ ઓછા છે...જો આપણે તપાસ કરાવીએ તો મળી શકે છે..

dhruv : કેવી વાતો કરો છો તમે બન્ને...તેના ગામ માં આપણે ને મારીને ફેંકી દેશે તો પણ કોઈને ખબર નહિ પડે...પોલીસ પણ મદદ નહિ કરી શકે...ત્યાં જવું એ જ મુર્ખામી છે...અને કાર્તિક તેવા ગામ માં રહેતી છોકરીના પ્રેમ માં પડીને પાગલ થઈ ગયો...

naitik : જલ્દી થી કંઈક કરવુ પડશે...નહિતર કાર્તિક ને કંઈક થઈ જશે તો..

harsh : એને કશું જ નહીં થાય...એ સનમ વગર જીવી ના શકતો હોય તો...એના વગર મરી પણ ના જ શકે...અરે એટલો કાચા દિલ નો પણ નથી..

dhruv : સાચી વાત છે..કાર્તિક એમ તો નહીં જ મરે..અરે યાદ આવ્યું...કાર્તિક એક વાર ગુસ્સા માં બોલ્યો હતો...કે હવે કંઈ થયું તો તે...સોનગઢ આવીને તલવારથી ડોકું કાપી નાખશે એનું....

naitik : અરે હા...યાદ આવ્યું....સોનગઢ..હવે થોડીક તપાસ કરાવીને આપણે જાણી લઈએ પછી નીકળીએ...સનમ ને લેવા માટે..

harsh : જે પણ થશે જોયું જશે...પણ સનમ ને આપણે અહીંયા લાવીને જ રહીશું....
.
.
આ બધા નકામો ઉત્સાહ દેખાડી રહ્યા હતા...કારણકે ત્યાં આ લોકો કશું કરી શકે તેટલા સાહસી નહોતા..ત્યાં જીવ ના જોખમ હતા..કારણકે જ્યાં..પોલીસ ની સરહદ નથી આવતી ત્યાં જવું મુર્ખામી જ કહેવાય..છતાંય જોઈએ શુ થાય છે...

મારા દોસ્તો શુ સોનગઢ ગોતી શકશે??અને કાર્તિક ના જીવન માં આવેલી ખુશી ક્યાં સુધી રહેશે..સનમ ના બાપા શુ ખરેખર સનમ જોડે કાર્તિક ના લગ્ન કરાવી દેવા માંગે છે???બધું ખબર પડશે...પણ વાર તો લાગશે જ...

હાલ માં ખબર છે બહુ બધું ગુચ્ચમ થઈ ગયું છે..પણ તમને ખબર જ છે કે શું કરવાનું છે..

? JUST KEEP CALM AND SAY RAM?


#keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.