Kudarat ni Krurta - 3 in Gujarati Moral Stories by Naranbhai Thummar books and stories PDF | કુદરત ની ક્રુરતા - 3

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

કુદરત ની ક્રુરતા - 3

ભરત ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી ગયો.અભ્યાસ માં મન લાગતું નહોતું,ખેતી કામમાં કુટુંબ ને મદદ કરતો.પણ મોટા ભાગનો સમય માતાજી ની છબી સામે બેસીને કંઈક મંત્ર જાપ કર્યા કરતો.કોઈ અભ્યાસ બાબતે ટોકતુ, તો કહેતો મારી માં મારી જોડે જ છે તે મારો બેડો પાર કરી દેશે.આ દુનિયા માં માતાજી ની ભક્તિ સિવાય બીજું બધું નકામું છે.મને માતાજી માં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે તે મારી જીવન નૈયા ને પાર લગાવશે.
ગામડા ના રીતરિવાજ પ્રમાણે ભરતનું વેવિશાળ નાનપણમાં જ નજીક ના ગામની મનિષા સાથેે થયેલ હતુ.મનિષા ના પરિવાર તરફથી લગ્ન માટે ભરતના કુટુંબ પર દબાણ થતું હતું, થોડો સમય અભ્યાસ ના બહાને ભરત આ લગ્ન પ્રસંગ ને દૂર ઠેેેેેલતો રહ્યો. બંને કુટુંબ ના
દબાણ સામે આખરે ભરતે ઝુકવું પડ્યુ, અને લગ્ન માટે
હા પાડી. મનિષા પણ લગ્ન ના સ્વપ્નો માં ખોવાઈ ગઈ. એ જમાનામાં ગામડા માં હજુ ઘૂંઘટ નો રિવાજ હતો.નવોઢા પોતનો વાન નિખારવા પીઠી (હલદી રસમ)લગાવતી. બ્યુટી પાર્લરની તો વાત જ અસ્થાને હતી. સહેલીઓ નવોઢા ને મહેંદી મુકી આપતી મામા ના ઘરનું પાનેતર પહેરીને કન્યા પતિગૃહે પ્રસ્થાન કરતી બસ આટલી જ લગ્ન ની તૈયારી. રંગે ચંગે ભરતના લગ્ન ઉકેલાય ગયા. નવ પરિણીતા કંઈ કેટલીયે આશા અને અરમાનો સાથે પતિગૃહે આવી. મનમાં મીઠી મુંઝવણ અનુભવતી મનિષા સુહાગરાત ના સ્વપ્નો સજાવતી હતી.ભરતની ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે થોડી થોડી જાણકારી મળી હતી.સ્ત્રીઓ પુરુષો ની સરખામણી એ થોડી વધારે ધાર્મિક વૃતિ વાળી હોય છે.મનિષા ને પણ ભરતની આ
પ્રવૃત્તિ ગમી. લગ્ન ની પ્રથમ રાત્રે મનિષા પોતાની જાતને
સંકોરીને પલંગ પર બેઠી. આતુર નયને પતિની રાહ જોતી જોતી ભવિષ્ય ના સ્વપ્નો માં ખોવાઈ ગઈ. ભરત ઓરડામાં આવ્યો. મનિષા પલંગ પર થી ઉઠી ને
ભરતના પગે પડવા જાય છે,ત્યાં જ ભરતે તેના બંને ખભા પકડીને મનિષા ને રોકી લીધી અને કહ્યું, મારા પગે નહીં પણ આપણે બંને એ આ માતાજી ના ચરણોમાં જ જીવન વિતાવવાનુ છે. આમ કહીને ભરત મનિષા ને
માતાજી ની છબી પાસે લઈ ગયો.પોતે માતાજી ની છબી સામે બેસીને ગયો અને મનિષા ને પણ ઇશારાથી
પોતાની બાજુ માં બેસવા કહ્યું. મનિષા ભરતની બાજુ માં હાથ જોડીને માતાજી ની છબી સમક્ષ બેસી ગઇ.
ભરત તો આંખો બંધ કરી, હાથ જોડી, હોઠ ફફડાવી ને
કંઈક મંત્રોચ્ચાર કરતો બેઠો. મનિષા પણ ઘણો સમય
બેઠી રહી. લગભગ બે કલાક જેટલો સમય એમજ વીતી ગયો. હવે મનિષા ને અકળામણ થવા લાગી. આખરે બીજા એક કલાક પછી ભરત ઉભો થયો. મનિષા પણ ઉભી થઈ ને પલંગ પર બેઠી, ભરત પણ બાજુ માં આવીને બેસી ગયો.પતિ બાંહોમા લઇને ચૂમી લેશે એવી આશા સાથે ભરત સામે જોઈ રહી, પણ
ભરત તો ધાર્મિક વાતો લઇને બેસી ગયો. કંટાળા રૂપી
લાંબુ બગાસું ખાય ને મનિષા એ પલંગ પર લંબાવ્યુ. ભરતની વાતો માં અવશ પણે હા હોકારો ભણતી આખરે તંદ્રા માં થી નિદ્રાધીન થઈ ગઇ.ગામડા માં વહુઆરો એ વહેલી પરોઢે ઊઠી ને ગૃહકાર્ય માં લાગી જવાનું હોય છે. મનિષા નો તો આજે સ્વસુર ગૃહે પ્રથમ દિવસ હતો. આળસ મરડીને વહેલી પરોઢે મનિષા બેઠી થઈ. જોયું તો ભરત ઉંઘી રહ્યો હતો. મનિષા પોતાના ઓરડામાં થી બહાર આવી. તેના સાસુ અને નણંદ પણ જાગી ગયા હતા.નણંદે સૂચક રીતે ભાભી સામે જોઈ ને સ્મિત કર્યુ. અને બધા ઘરકામમાં જોતરાઇ ગયા.ભરતથી મનિષા ને થોડી નિરાશા થઇ હતી. પણ મનિષા એ મનથી નક્કી કરી લીધું હતું કે પોતે ભરતને લગ્ન જીવન ની પ્રચલિત ધારામાં લાવીને જ રહેશે. ઘણા દિવસો પછી મનિષા ને સફળતા મળી. ભરત પણ ધાર્મિક વિધિ વિધાનો સાથે સાથે દાંપત્ય જીવનની
ફરજો પણ નિભાવતો રહ્યો. આ દરમિયાન ભરતે પોતાનો બી. એ. નો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો. ભરત ગ્રેજ્યુએટ થઇ ગયો, પણ હવે શું કરવું એ પ્રશ્ન સામે આવીને ઉભો રહ્યો. ભરત એટલો ટેલન્ટેડ નહોતો કે સ્પર્ધાત્મક પરીક્ષા આપી ને સરકારી નોકરી મેળવી શકે. એટલે મિત્રો અને પોતાના જીવનમાં આવેલા ધાર્મિક ગુરૂ સાથે વિચાર વિમર્શ કરીને અંતે આગળ બી.એડ. નો અભ્યાસ કરવો એવું નક્કી કર્યું. બી
એડ. મા એડમિશન પણ મળી ગયું.