kaik aavu pan hoi - 3 in Gujarati Love Stories by Sweta books and stories PDF | કઇક આવું પણ હોઇ - 3

The Author
Featured Books
Categories
Share

કઇક આવું પણ હોઇ - 3

આપણે આગળ જોયું કે બેલા પણ એટલો યાદ કરે છે ઇશાનને ઈશાન પણ એટલું યાદ કરે છે બેલાને. હવે ડિસેમ્બર મહિનો શરુ થવાનો હતો મહિનામાં ઇશાન નો બર્થ ડે આવે છે 13 તારીખે પોતાનો જન્મ દિવસ ક્યારેય પણ ઊજવતો નથી .જ્યારે બેલા સાથે હતો ત્યારે બેલા ખૂબ સારી રીતે ઈશાન નો જન્મદિવસ ઊજવતી અને હજી પણ ઉજવતી હોય છે .બેલા ઇશાન નો જન્મદિવસ સાથે ના હોય તો પણ કેવી રીતે ઊજવતી હોય? તે આપણે ભાગમાં જાણીયે કેમ થસે વખતે સામે હોવા છતા મળશે ... બેલા ને ? શું બેલા એને રુબરુ વિશ કરી શકશે birthday?આગળ જોઈશું...

શિવ એક દિવસ રોઝીલી ને ત્યાં રમવા જાય છે ને બેલા જાજી વાર થઇ હોવા થી ઘરે રાહ જોઈ રહી હોય છે ક્યારે આવશે શિવ અને બારી પાસે જાય છે અને જુએ છે શિવ આવ્યો બારણેથી બાર ,રોઝીલી દરવાજા પાસે કોઈ ડોરબેલ મારતુ જોવા મળે છે એક દમ થી અચાનક એની હાર્ટબીટ વધી જાય છે, તરફથી બેલા પોતાના ઘર ની અંદર ની બાજુ ફરે છે એને અંદરથી એવું કંઈક થઈ રહ્યું હોય છે જે સમજી શકતી નથી, પાછળ થી તેને જાણીતું લાગે છે પણ કન્ફ્યુઝ્ હોય છે એને લાગે છે કે એઈશાન છે અને પોતે પોતાના દિલને સમજાવતી સમજાવતી બારણાની બહાર જવાની હિંમત કરી ને બહાર જાય છે

બાજુ રોઝીલી અને શિવ બંને હેડફોન સાંભળી રહ્યા હોય છે તો બંનેમાંથી એક પણ ને ઈશાન ડોરબેલ મારતો હોય તે સંભળાતું નથી .પછી અચાનક થી શિવનું હેડફોન નીકળી જાય છે અને એને લાગે છે કે કોઈ ડોરબેલ કંટીન્યુ મારે છે શિવ રોઝીલી ને કહે છે કોઇ બેલ મારે છે રોઝીલી એટલે તરત ઉભી થઈને દરવાજો ખોલે છે ઈશાન ફટા ફટ અંદર આવી જાય છે

બીજી બાજુ બેલા ઈશાન ને પાછળથી બોલાવે છે બહાર આવીને ઈશાન પણ હેડફોન સાંભળતો હોય છે તો એને સંભળાતું નથી કે એને કોઈ પાછળથી બોલાવી રહ્યું છે રોઝીલી બારણું ખોલે છે એટલે ઈશાન અંદર આવે ત્યારે એને એવું કંઈક થાય છે મારી પાછળ કંઈ છે મને રોકી રહીયુ છે પણ અંદર આવી જાય છે રોઝલીને જોઈને બધું ભૂલી જાય છે.

આમ થતા થતા ડિસેમ્બર મહીના ના દિવસો વીતવા લાગ્યા બેલા ને ઇશાન મળતા મળતા નથી મળતા . બેલા ઇશાન ના જન્મદિવસ ની આતુરતાથી રાહ જોતી હોય દર વર્ષે . દિવસ આવિ ગયો.

બીજો દિવસ શરૂ થાય છે 13 ડિસેમ્બર ઇશાન નો બર્થ ડે બેલા આટલા વર્ષોથી ઊજવતી હોય છે એકલા પોતે સાથે ના હોય તો પણ.

બેલા સવાર મા ઊઠી ને પેલા પોતે પૂજા કરે શિવજી ની તે દિવસે ઉપવાસ કરે ઇશાન માટે ( તમને ખબર છે ઇશાન ના લાંમ્બુ જીવે એના માટે નય પણ જ્યા રહે ખુશ રહે એના માટે ઉપવાસ રાખતી હતી)”ભારતીય નારી” .

હજી એક વાત જણાવવા ની બાકી છે ,મે પહેલા જણાવ્યું હતું કે ઈશાન જેવું કોઈ થઇ શકે હજારોમાં એક છે એવું.ઈશાન આખો માણસ અલગ છે એના જેવું કોઇ ના થાય શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે ખાલી દૂધ ઉપર ,આખી ગણેશ સ્થાપના થી માંડીને વિસર્જન સુધીનો ઉપવાસ કરે છે પણ ખાલી દૂધ ઉપર ,હજી નવરાત્રિના નવ દિવસ પણ ઉપવાસ કરે છે પણ ખાલી દૂધ ઉપર જમાનામાં આટલો ઉપવાસ કોણ કરે . શિવજી નો પાકો ભક્તો હોય છે. એટલુજ નહિ ઇશાનના ચેસ્ટ પર શિવજી નો ટેટુ કરાવ્યું છે ,બંને હાથ ઉપર શિવજીનું બધા મંદિરો છે રાઈટ હેન્ડ ઉપર આખું કેદારનાથ છે ,આખું મંદિર ઉપર થી નીચે સુધી અંદર આગળ પાછળ શિવજીની મૂર્તિ નુ સુ છે બંધુજ અને બીજા હાથ પર બીજા બધા મંદિરો.’પાકો મતલબ પાકોભક્ત એના વખાણ તો શું કવ આખી પ્રેમ કથા પૂરી થઈ જાય ને તો પણ હજી બાકી રે એટલું લાંબું છે .

બેલા પૂજા કરી કેક બનાવતી ને મંદીર માંજ પ્રસાદ તરીકે ધરાવતી.કેક પર નામ ઇશાન લખે. બેલા બધુ પુરુ કરી શિવને ઉઠાડે છે .શિવ તરત ઉઠી સ્કૂલે જવા માટે તૈયાર થઇ જાય છે અને બેલા પણ શિવ માટે નાસ્તો તૈયાર કરે છે,કેક પણ ટેબલ પર રાખે છે શિવને આપવા. શિવ નાસ્તાના ટેબલ પર આવે છે અને બેલા નાસ્તો આપે છે અને પોતે બૂટીક જવા માટે તૈયાર થવા માટે થાય છે અને કહે છે કે બરાબર નસ્તો કરજે સ્કૂલે તને લંચ બ્રેક પેલાજ ભૂખ લાગસે. શિવ ટેબલ પર બેસી ને જોવ્ છે કેક ? કેક પર ઇશાન લખ્યું હોય તે અને દર વર્ષની જેમ ઈશાન .મમ્મી કોણ છે ?બેલા કહે છે કે ફટાફટ નાસ્તો કરી લે ને હું તૈયાર થઈને આવું છું હું તને સ્કૂલે મૂકી જાઉં પછી મારે બુટીક જાવા મોડું થાય છે .

શિવ નાસ્તો કરતો હોય છે અને અચાનક બારણું ખોલી અને કોઈ વ્યક્તિ અંદર આવે છે અને શિવ સામે સ્માઇલ આપે છે અને કહે છે હેલો દોસ્ત તું મારા ઘરે આવે છે આજે હું તારા ઘરે આવ્યો છું મને રોઝીલી અહીં મોકલ્યો છે .એવું છે કે મારો બર્થ ડે છે તેણી મને સરપ્રાઈઝ આપવા માગે છે તો મને અહીં મોકલ્યા છે.શિવ હા મહેરબાની કરી ને બેસો , સાથે નાસ્તો કરીયે . ઇશાન કેય છે કેમ નય જરૂર , બન્ને સાથે નાસ્તો કરે છે .ત્યાજ ઇશાન ની નજર કેક પર પડે છે ને કહે છે આતો મારી સરપ્રાઈઝ છે . શિવ કહે છે ના ના આતો મમા નું કોઇ છે જેના માટે મમા દર વર્ષે કેક બનાવે છે આજ તારીખ આજ મહીને બસ, તમારા માટે નથી . ઓકે તો કોણ છે શિવ? ખબર નહી મારા પપ્પા ? પાકું નથી ખબર સોરી .શિવ કહે છે તમે કેક કાપી શકો છો.ઇશાન ના....ના.... શિવ અરે કાપો આજે તમારો જન્મદિવસ છે પ્લીઝ ઇશાન કે છે ઓકે જરૂર . પછી ઇશાન કેક કાપે છે શિવ ને કેક ખવડાવે છે પછી શિવ ઇશાન ને .ઇશાન આતો બેલા બનાવી છે . શિવ કે છે શું ? ઇશાન કે છે મારી જીવન ની કોઇ ખાસ માણસ આટલું ટેસ્ટી બનાવતી . પણ .... ત્યાં શિવ કે છે મારી મમા યે બનાવી છે. હા બેટા

કોય છે શિવ કેટલી વાર ? .ઇશાન પુછે છે શિવ ને કોણ છે ? શિવ કહેછે મમા . ઓકે કેટલીવાર કેમ પુછે છે ? શિવ કહે છે એક મિનીટ . શિવ કહે છે બેલા ને રોઝીલી આન્ટીએ મોકલ્યા છે એમના હસબન્ડને થોડીવાર માટે એમને સરપ્રાઈઝ આપવા માગે છે .તો હું અંકલ અહીંયા સાથે નાસ્તો કરીએ છીએ બીજું કોઈ નથી .તું ફટાફટ આવ મેં નાસ્તો કરી લીધો છે મમા . પછી ઇશાન ને કહે છે સ્કૂલે જવા નું છે મરે.

બેલા આવે છે ને ટેબલ પર ઇશાન ને શિવ નાસ્તો કરી બેઠા હોય છે પણ બેલા શિવનો પ્રોગ્રેસ રિપોર્ટ ની ફાઇલ ચેક કરતી હોય છે તો તેમના ફેસ નથી દેખાતા ખાલી એને ખબર હોય છે કે કોઈ છે રોઝીલી ના હસ્બન્ડ . જોવે પહેલા ઈશાનનો ફોન વાગે છે રોઝીલી અને ઘરે બોલાવે છે અને ફટાફટ ત્યાંથી જતો રહે છે હજી ફાઇલ નીચેક કરે ત્યાં તો તે ડોર ઓપન કરીને જતો હોય છે

બેલાને બહુ ખરાબ લાગે છે કે પહેલીવાર તે આવ્યા હતા રોઝીના હસબન્ડ અને એમને કાંઈ પૂછ્યું નહીં પણ બેલા વિચારતી હોય છે ત્યાં તેને કેક દેખાય છે અને કપાઈ ગઈ હોય છે અને શિવ અને રોઝીલી ના હસબન્ડ ખાઈ ચુક્યા હોય છે એટલે તે હળવી થઈ જાય છે કે કંઈ પ્રોબ્લેમ નથી નાસ્તો કરીને તો ગયા . કેક ફ્રિજમાં મુકી અને શિવને મોડું થતું હોવાથી તે લાંબુ વિચારતી નથી અને શિવને સ્કૂલે મૂકવા નીકળી જાય છે.

ઈશાન ખુશ થઈને ઘરે જાય છે અને રોઝીલી ને કહે છે કે તારે તો હોવો જોઈએ ને તું કેમ ત્યાં મારી કેક રાખીને અહીંયા એકલી ઘરે હતી મને એમ કે તું મને ખરેખર સરપ્રાઈઝ આપીશ અને તે કેમ કેક ત્યાં મૂકીયાવી . હજી રોઝીલી ને એટલું કહે છે ત્યાં તેની નજર આખો ડાઇનિંગ ડેકોરેશન કર્યો હોય છે સરસ ઈશાન ના ફોટોસ બલુન સુંદર કેક એકદમ જોરદાર બધું તૈયાર રાખેલું હોય છે નાસ્તો ને બધું પછી ચૂપ થઈ જાય છે .રોઝરી પૂછે છે શું ?કેક અને ત્યાં ?ના મેં તો અહીં તૈયાર કર્યું હતું બધું ! એમનમબનાવી હશે શિવ માટે .

ઈશાનનો મન ત્યાં શાંત થઇ જતો નથી અજાર પ્રશ્નો એના મનમાં હોય છે પણ રોટલીના સરપ્રાઈઝની ખરાબ કરવા નથી માગતો કારણ કે રોઝીલી ખૂબ પ્રેમથી એના માટે બધું રેડી કર્યું હોય છે એટલે એને સરપ્રાઇઝ ખરાબ કરવા નહોતો માગતો એટલે ચૂપચાપ બધું કર્યું રોઝીલી તૈયાર કર્યો હતુ કેક કાપી નાસ્તો પણ કયોઁ થોડો ડાન્સ પણ. ઇશાન ને આખી રાત ની જોબ હેવાથી થાકી ગયો હોય છે .પણ ઇશાન હતો તો ત્યાજ પણ એનું મન વિચાર પણ .

તમને શું લાગે છે મિત્રો શું એ હજાર સવાલોનો જવાબ બેલા હશે કે શું ? હુતમને જણાવીશ આવતા અંકે. ગમે તો મનતવ્ય જરૂર આપજો.