Dipoutsav in Gujarati Spiritual Stories by rajesh baraiya books and stories PDF | દીપોઉત્સવ

Featured Books
Categories
Share

દીપોઉત્સવ

દિવાળી દીવડાનો તહેવાર "દીપોઉત્સવ"

દિવાળી આવી દીવડા લાવી ,
નવા વરસનો નવલો રંગ લાવી.

દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે
ભારતમાં કરોડો ઘર અને વ્યવસાયના સ્થળોએ દીપકને ખુબ જ માનપૂર્વક , સ્નેહપૂર્વક અને અનન્ય આસ્થા સાથે પ્રગટાવવામાં આવે છે અને પોતાની આસ્થાની એ અનન્ય શક્તિ પાસે સર્વ મંગલ થાઓની પ્રાર્થના કરવામા આવે છે ...આમ મનાવે જોયું કે દીપક અંધકારનો નાશ કરે છે .
બુદ્ધ દર્શનનું એક વાક્ય છે "અપ્ય
દીપો ભવ" પોતાનો પ્રકાશ સ્વયંમ બનો બુદ્ધનો કહેવાનો અર્થ એ કે કોઈ બીજાનાં ભરોસે રહેવાના બદલે પોતાનો રસ્તો પોતે કરો અથવા પોતાનો પ્રકાશ બની પ્રકાશિત થાવ અને બીજા માટે પણ દીવાદાંડીની જેમ જગમગતા રહો .
ઘરમાં સવાર સાંજ દીવો કરવો એ કેવળ સાદી પ્રવૃતિ નથી સવાર પડે એટલે પ્રકાશતું આગમન થાય છે .સંધ્યા થાય એટલે અંધકારનું આગમન થાય સવારે પ્રકાશ હોવા છતાં પ્રકાશને ભૂલી ન જઈએ એટલે ઈશ્વરની આગળ દીપ પ્રગટાવીએ છીએ એટલે ઈશ્વરની સાક્ષીએ સાચા વિચારો સંબંધો કેળવાય વળી આપણું શરીર એ પણ એક પ્રકાશનું સ્વચ્છ મંદિર જ છે ને આ મંદિરને તો સ્વચ્છ રાખવું જ પડે આ સ્વચ્છતા ચિતને સૂપેરે પ્રકાશ આપવાથી કેળવાય નહીં કે અંધકારથી.
એક સાંસ્કૃતિક તહેવાર તરીકે દિવાળી અજ્ઞાન અને અનીતિજેવા બધા જ સમાજિક દૂષણો દૂર કરીને જ્ઞાન , નીતિ અને પ્રગતિ રૂપી પ્રકાશ આપણા જીવનમાં લાવવા આપણને જણાવે કે અંધકાર આપણા માટે અજ્ઞાનનું પ્રતિક છે અને પ્રકાશ જ્ઞાનનું પ્રતિક છે .
જીવનમાં સુખ મેળવવું હોય ,પળેપળે આનંદ મેળવવો હોય તો પછી સતત પ્રકાશને જીવતા જ શીખવું પડે આમ જીવનમાં જેમ સૂર્યનો પ્રકાશ અનિવાર્ય છે તેમ જીવનમાં દીવા કરવા પાછળનો મર્મ પણ કેળવવો જ જોઈએ કે જેથી અંધકારના સ્થાને પ્રકાશ અને પ્રકાશ જ મળે .
દીવો કરવાની વૃતિ , પ્રવૃતિ સર્વેને ગમે છે અને દીવો આનંદ આપે છે દીવો કેવો લાગે છે સાચે જ તો સર્વમે પ્રકાશ આપે છે અને ચિતમાં પણ થાય કે હે પ્રભુ અમારામાંથી અંધકારને દૂર કર અમારું જીવન અંધકારની જગ્યાએ અજવાળું ભરી દે .
દીપાવલી એટલે દીપોત્સવ , દીપની શુભ જ્યોત પ્રકાશ મય બનવાનો શુભ સંદેશ આપે છે એક જ્યોતથી બીજી જ્યોત પ્રજ્વલિત થતી જાય અને અંધકાર ફેંકીને ઉજાસના ઓવારણા લે છે .દીપાવલીના દીપ નિરાશા અને નિષ્ફળતાઓના અંધકારને ભેદી ભીતરની સાચી ઓળખ અને આત્મવિશ્વાસનાં પ્રકાશને પાથરે છે.
મનને ખીલવાનો ઉત્સવ એટલે દિવાળી લાગણીથી ભીના થવાનો અવસર એટલે દિવાળી , આનંદ અને ઉમંગમાં ડોલી ઉઠવાનો ઉત્સવ એટલે દિવાળી , અંતર જ્યારે જાગે છે ત્યારે અંધારી ઘોર અમાસ પણ દિવાળી એટલે દિવસવાળી દીપાવલી અજવાળી રઢીયાળી મધુર જીવનની વેળા બને છે , જ્ઞાન એટલે દીપ પ્રજ્વલન , ભક્તિ એટલે પૂજન અને કર્મ એટલે એકતાના આયોજનો આમ જ્ઞાન , ભક્તિ અને કર્મનો શુભ સંગમ
દીપોત્સવનું પર્વ એટલે પ્રકાશનું પર્વ , શ્રધ્ધાનું પર્વ શક્તિ અને ભક્તિનું પર્વ , માનવીના જીવનમાં ઉત્સવોનું આગવું મહત્વ છે , ઉત્સવો નવી ચેતના અને નવી આશાઓનો સંસાર કરે છે દીપાવલીના દીવડાના પ્રકાશ અને તેની સાથે જ આશા અને અરમાનો ભરેલા નવલા વર્ષના સત્કારનો આનંદ સૌ કોઈને પુલકિત કરે છે .તો ચાલો આપણે પણ ફટાકા ના ફોડતા દીવા કરી દિવાળી મનાવીએ ..શુભદિવાળી

- રાજેશ બારૈયા "વનવાસી"
- vanwasi.rajesh@gmail.com